આગળના ભાગમા સોહમે અનન્યાની મદદ માટે ગુરૂજીને બોલાવ્યા હતા, માટે ગુંજનને છુટકારો અપાવા, તે ગંગાજળ છાંટે છે. આથી તે ગુંજન નું શરીર છોડી દે છે, અમિતને કંઈ ચેન ન પડતા તે ઊંડો શ્વાસ ભરે છે, ત્યાં તો અનન્યા ફરીથી આવે છે, પોતાની આપવીતી અમિતને કહેવા લાગે છે. માથેરાનમાં રોકાવા અનન્યા બીમારીનું નાટક કરે છે, ત્યારે તેમની સાથે પ્રોફેસર રમેશ અને મરિયમ પણ ત્યાં રોકાય છે,
અડધી રાતે અનન્યા રમેશ સરને મરિયમના રૂમમાં જુએ છે, આથી તે તેની મદદ કરવા રાકેશને કહે છે, પણ રાકેશ તેને સમજાવી રોકી લે છે. વહેલી સવારે ત્યાંથી બરોડા નીકળવા જણાવે છે, આ વાત થી અનન્યા ખૂબ જ ડરી ગઈ હતી, તેથી તે લેગેજ પેક કરીને રાકેશના રૂમમાં જતી રહે છે, હવે આગળ..
******
અજાણતાં જ સપનાની કબર થઇ,
કેવી વગર વાંકે ગુમરાહ થઇ આ જિંદગી..!?
સપનાઓની ચિતા સળગી ને,
કેવી કરવટ બદલતી રહે છે આ જિંદગી..!?
રાકેશ અને અનન્યાને સવારે દસ વાગ્યે પણ ન જોતા,
રમેશ સરે રાકેશના રૂમનો દરવાજો ખખડાવ્યો.. તેમની નજર બેડ પર પડી.
રાકેશ, શું વાત છે.? તે તો રાતને રંગીન બનાવી દીધી.! આ કમાલ કરી કંઈ રીતે..! મને પણ શીખવ..
તમારો શું મતલબ છે.? તમે જેવું સમજો છો એવું કશું નથી,
આ કેવી ભાષા બોલો છો .!? , આ તો અનન્યા ને બીક લાગતી હતી, માટે મારા રૂમમાં આવી હતી..
એમ, તે મરિયમના રૂમમાં આવી શકતી હતી, તેને બહુ જ બીક લાગતી હોય, તો મારા રૂમમાં આવી શકતી હતી, આ જુવાનીનું જોશ અને આ વાતાવરણની અસર.. "ક્યાં સુધી વાત પહોંચી..!!?"
વોટ રબીશ.. "તમારા ડર્ટી માઇન્ડ માં તો કચરો જ પડ્યો છે..!" સર, "શું બધાને તમારા જેવા સમજ્યા છે.!?"
મારા જેવો તો તુ હોય શકે જ નહિ.. (સવાલ રહ્યો, ડર્ટી માઇન્ડ નો..) તો આ ડર્ટી માઇન્ડ ભમરો બની ફૂલોને પિખવામાં જ માને છે...
હા, તમે સાચું કહ્યું.. તમારો અસલી ચહેરો તો અમે રાત્રે જ જોઈ લીધો.
ઓહ, એમ શું જોયું તે..!?
એ જ કે તમે મરિયમના રૂમમાં હતા..
હતો જ ને.. સો વોટ..! મારી આદત છે ફૂલને મસળવાની..
તમને શરમ નથી આવતી.! તે તમારા કરતા ઉંમરે કેટલી નાની છે.! તમારી દીકરી સાથે કોઈ આવું કરે તો.!?
એટલે જ તો મે તેને પેદા જ નથી કરી, ગર્ભમાં જ ગળુ દબાવી દીધું.. તું મને સંત બની જ્ઞાન નહિ આપ..
તમારી કેટલી ઓછી વિચાર શકિત છે.!? મને તમને સર કહેતા શરમ આવે છે..! પોતાની દીકરી નથી, તો બીજાની દીકરી સાથે આવું વર્તન કરવું કેટલું યોગ્ય..
ઓહ, તુ સફાઈ આપે છે.! આ અનન્યા સાથે જેને રાતો રંગીન કરી હોય તે.! -
"હું તેને પ્રેમ કરું છું.."
સરે કહ્યું: "પ્રેમ બેમ કંઈ ખોટું નથી.!!" આ બધું મગજનો વહેમ છે. લોકો પ્રેમના નામે વાસના સંતોષે છે, અહીં તો કોઈ ખૂબસૂરત કળી જોઈ, કે મન ભમરો બની ઉઠે..! મારા માટે પ્રેમ એટલે શરીરની ભૂખ..
છી, તમારી વિચાર શકિત કેટલી ગંદી છે .! તમારા પ્રેમમાં વાસના છે, મારો પ્રેમ શાશ્વત છે, તમારો પ્રેમ એક તરફી અને હવસ ભર્યો છે.. અમે બંને એકબીજાની ઇચ્છાઓને માન આપીએ છીએ.. તમારા પ્રેમમાં જબરજસ્તી છે, અમારા પ્રેમમાં પવિત્રતા છે..
તારું લેક્ચર બંધ કર.. તારો મોબાઈલ ચેક કર, તમારા શાશ્વત પ્રેમના ફોટો તને વોટ્સ અપ કરું છું.. તારું મોઢું બંધ રાખવામાં જ તારી ભલાઈ છે, સમજયો.. ઘોંઘાટ કરશે તો, કોલેજમાં તમારું જીવવું મુશ્કેલ કરી દઈશ..
હુ અહીં હજુ બે થી ત્રણ દિવસ રોકાવા ઈચ્છું છું.. તમે એન્જોય કરો, મને પણ કરવા દો.. મોઢું ખોલ્યું તો મને ફોટા વાઇરલ કરતા વાર નહિ લાગે.!!
આ અજાણી જગ્યાએ અમારી મદદ કરવાને બદલે તમે મને બ્લેકમેઇલ કરો છો..!? આજે તમારો અસલી ચહેરો જોવાઈ ગયો..!!
દરેક વ્યક્તિ નાં બે ચહેરા હોય છે.. પણ તે દેખાતા નથી.. મારો તારી સામે આવ્યો.. ચુપ રહેવામાં જ શાણપણ છે..
નહિ તો મરિયમ પછી અનન્યા તો છે જ..
રાકેશે ગુસ્સામાં જોરથી એક થપ્પડ લગાવી આપી, અનન્યા નું નામ તમારા મોઢે બીજી વાર ક્યારે પણ આવે નહિ, એ વાત યાદ રાખજો..
અવાજ થતાં અનન્યા ઉઠી ગઈ.. પ્રોફેસર રમેશને જોઈ પરસેવો થયો..
આ તમારી શરાફતને હું જાહેર કરી દઈશ.. "હું તમને બંનેને જોઈ લઈશ.." (ગુસ્સામા તે જતા રહ્યા.)
રાકેશ, "શું થયું.!?" રમેશ સર, "અહીં શા માટે આવ્યા હતા.!?" તેઓ શું બોલી રહ્યા છે.!?
અનન્યા, "આપણે રમેશ સરની જાળમાં બરાબર ફસાયા છે. અને તેઓ પાસે આપણી અંગત પળના ફોટોસ છે." અને.. -
"શું..?" મતલબ .!!
મોબાઈલ આપી તેણે રમેશ સરના મેસેજ બતાવ્યા.. મેસેજ જોતા જ તેની આંખો ચાર થઈ ગઈ.. તે હિંમત કરી બોલી, "આ ફોટો તેમની પાસે આવ્યા કેવી રીતે..!?" "શું રૂમમાં કેમેરા લગાવ્યા છે.! કે પછી તે ફોટોસ લીધા હતા.!"
અનન્યા, "શું તું મારી પર શક કરે છે.!?" મતલબ કે તને મારી પર વિશ્વાસ નથી..! હું આવું કેવી રીતે કરી શકું.!?
આ ફોટો જોઈ હવે મને વિશ્વાસ જેવું કઈ રહ્યું નથી, અને તે તેનું લગેજ લઈ ગુસ્સામાં જઈ રહી હતી..
રાકેશે તેનો હાથ પકડી લીધો, "તું મારો સાથ છોડી રહી છે.. તારી સાથે મારા પણ ફોટો છે.. બદનામી તારી થશે, તો મારી પણ થવાની જ છે." પણ સાથે રહીશું, તો આ પરિસ્થિતિ સામે લડી લઇશું. અત્યારે તું અહીં જ રહે.. "હું તને એક પળ માટે પણ એકલા મુકવા માગતો નથી..! બરોડા જઈ તારે જે કરવું હોય તે કરજે.!" રમેશ સર અહીં બે ત્રણ દિવસ સુધી રોકાવા માંગે છે.. જો તું જતી રહેશેે, તો એ આપણા ફોટો વાયરલ કરી દેશે.!
રાકેશ, પણ હવે મારે અહીં નથી રોકાવું... તું કઈ કર.. પ્લીઝ, "આ ફોટો વાઇરલ થશે તો હું મારા પપ્પાનો સામનો કેવી રીતે કરીશ.!?" મારે તો આત્મ હત્યા કરવાનો વારો આવશે.. રડતાં રડતાં તે બેસી ગઈ..
હિંમત આપતા રાકેશ બોલ્યો, તું રડ નહિ.. મારો જ વાંક છે..
પણ મને એ સમજાતું નથી કે આ ફોટો રમેશ સર પાસે કેવી રીતે આવ્યા..!?
"ખબર નહિ કેવી રીતે આવ્યા..?" પણ આવ્યા છે.. આપણે બરાબર ફસાયા..
અચાનક, મારી નજર ચાર્જિંગ બોર્ડ પર પડી, સ્વીચ બોર્ડમાં એક બટન જેવું ગેજેટ હતું.. આંસુ લૂછતાં હું બોર્ડ પાસે ગઈ..
રાકેશે ગેજેટ પાસે જઈ જોયું તો તેના રૂમમાં છૂપી રીતે એક કેમેરો ફીટ કર્યો હતો.. જે નોર્મલ કોઈ સ્વીચ બોર્ડની ડિઝાઇન જેવું લાગતું હતું. તેણે ધ્યાનથી જોયું.. એનો વાયર ટીવી સાથે કનેક્ટ હતો.. હોટલમાં કદાચ દરેક રૂમમાં કેમેરા હોય.. અનન્યા, "શું તારા રૂમમાં પણ આ ગેજેટ છે.!?"
મેં ધ્યાનથી નથી જોયું.! અમે બંને મારા રૂમમાં ગયા.. ત્યાં પણ સેમ ગેજેટ હતું.. એમ મરિયમના રૂમમાં ગયા, ત્યાં પણ આ પ્રમાણે ગેજેટ જોઈ ગભરાયા, રાકેશે કહ્યું, "આપણે ખૂબ મોટા સ્કેમમાં ફસાયા લાગીએ છીએ.."
રાકેશની નજર ત્યાં પડેલા મોબાઈલ પર પડી.. તે મોબાઈલ રમેશ સરનો હતો.. મરિયમનાં રૂમમાં કેવી રીતે આવ્યો.! તે વિચારી રહ્યો હતો. તેઓ મોબાઈલ લઈ પોતાના રૂમમાં આવ્યા..
મોબાઈલમાં પોતાની કોલેજના કેટલાક જાણીતા ચહેરાના પોર્ન વીડિયો જોઈ, તેઓ હકક બક્કા થયા.. દરેક વીડિયોને અલગ નામથી સેવ કર્યા હતા.. મરિયમનો વિડિઓ જોયો તો બે વ્યક્તિ એ હાથ પકડી તેને ઇંજેક્શન આપ્યું. તેમના એક રમેશ સર હતા. બીજો મરિયમનો ભાઈ જ હતો. અને ત્રીજો કોઈ અજનબી ચહેરો હતો..
તેમણે અમુક વિડિયો પોતાના મોબાઈલમાં લીધા. બાકીના બધા વિડિયો ડિલીટ કરી નાખ્યાં. અને મોબાઈલ ફરીથી મરિયમનાં રૂમમાં મૂકી દીધો..
બંનેનું લગેજ પેક હતું. માટે છાને પગલે તેઓ હોટલમાંથી નીકળી આવ્યા..
માથેરાનથી સીધા મુંબઈ ટેક્સી કરી, તેઓને હવે ફક્ત બરોડા પહોંચવું હતું.. આ મુસીબતથી છુટકારો મેળવવો હતો.. માથેરાનની વાદીઓમાથી બહાર આવી તેમણે રાહતનો શ્વાસ ભર્યો.. થાકને કારણે બંને ની આંખ લાગી જાય છે પણ હજુ મુસીબત ટળી નહોતી..
(ક્રમશ:)
*****
આગળ તેઓ સાથે શું થયું.!?
અમિત તેની મોમ કેવી રીતે અનન્યા ની મદદ કરશે..?
ગુરુજી આવશે તો શું થશે.?
દર મંગળવારે માતૃભારતી પર .. An untoward incident (અનન્યા) વાંચતા રહો, આપના પ્રતિભાવ આપતા રહો.. હસતાં રહો , હસાવતાં રહો..
🙏જય શ્રી કૃષ્ણ 🙏 🌺રાધે રાધે🌺