શ્રી કૃષ્ણ વિષ્ટિકાર DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રી કૃષ્ણ વિષ્ટિકાર

શ્રી કૃષ્ણ વિષ્ટિકાર

DIPAK CHITNIS(dchitnis3@gmail.com)


શ્રીકૃષ્ણ વિષ્ટિકાર બનીને હસ્તિનાપુર ગયા હતા. હસ્તિનાપુર જવાનો તેમનો મુખ્ય કારણ તે શાંતિના દૂત બનીને ગયા હતા. શાંતિના દૂત તરીકે તેઓ ગયેલ હોઈ તેમની ઉતારો રાજભવનમાં આપવામાં આવેલ હતો. દુર્યોધને પોતાના ભાઈ દુશાસનના ભવનમાં ક્રિષ્ણના ઉતારા માટે સગવડ કરેલ હતી. પરંતુ કૃષ્ણતો ગંગાતીરે કુટીર બાંધીને રહેતા વિદુર ને ત્યાં ગયા હતા.

અગાઉ વિદુર પણ હસ્તિનાપુરના રાજ ભવન માં રહેતા હતા: તે છોડી ને તેઓ વનમાં શા માટે રહેવા ગયા, તેનો ખુલાસો કરતા “ભાગવત” માં શુક્રાચાર્ય ધૃતરાષ્ટ્રના ચાર પ્રકારના દોષ વર્ણવે છે : પ્રથમ તો, લાક્ષાગૃહમાં પાંડવોને બાળી નાખવાના પ્રપંચમા “ વિનષ્ટદ્રષ્ટિ” ધુતરાષ્ટ પણ જોડાયા હતા; બીજું, ભરી સભામાં સતી દ્રૌપદીના કેસ- ચીરહરણ ખેંચવાનું પુત્રનું કુકર્મ ધુતરાષ્ટ્રએ અટકાવ્યું નહીં; ત્રીજુ ધૃત માં કપટથી જીતાયેલા યુધિષ્ઠિરે ધૃતિની શરત પાળી પાછા ફર્યા બાદ રાજ્યનો પોતાનો હિસ્સો માંગ્યો, તે આપવાની પણ ધૃતરાષ્ટ્રે ના પાડી. અને એનો ચોથો દોષ એ છે કે જગતગુરુ કૃષ્ણના અમૃત તુલ્ય વચનો, થોડા બચેલા પુણ્યોને પણ પરવારી બેઠેલા ધૃતરાષ્ટે ન સાંભળ્યા.

આવા ધૃતરાષ્ટ્ર દ્વારા સલાહ લેવા માટે વિદુરને બોલાવેલા. વણમાગી સલાહ તો વિદુર આપતા ન હતા કોણ પૂછે છે ત્યારે કહે છે કે, મહારાજ, તમારા પુત્રને માટે આ બધું કરો છો ; પણ એ પુત્ર નથી. પુત્ર તો કુળને સવધે, કુળનો નાશ ન કરે, પરંતુ દુર્યોધન તો કુળનો નાશ કરવા બેઠો છે, તેને કઈ રીતે પુત્ર કહી શકાય ?

આ શબ્દો સાંભળતા દુર્યોધન વિદુર પણ રોષે ભરાય છે, અને તેમને અપશબ્દોથી નવાજે છે અને નગરમાંથી આખી કાઢવાની વાત કરે છે. વિદુર તો ના પ્રશંસાથી ફુલાય છે, ન નિંદાથી ઓઝપાય છે. આ બધું જ પરમાત્માની માયાને કારણે થાય છે એ જાણનારા વિદુર હવે વ્યથારહીત થઈ, ધનુષ્યને પોતાના ઘરની દરવાજે છોડી યાત્રાએ જવા નીકળે છે. પોતે શત્રુને પક્ષેથી યુદ્ધ કરશે, એવો સંદેહ ન જાગે તે માટે જ ધનુષ્ય મૂકીને એ ચાલી નીકળે છે.

પછી સકળ તીર્થ કરીને વિદુર યમુનાતટે પાછા આવે છે ત્યારે ભગવાન ના ભક્ત ઉદ્ધવ ના દર્શન કરે છે. પણ હું લાંબા કાળ પછી વિદુર ને કોઈ પરિચિત જનનો ભેટો થાય છે, એટલે એ સૌના કુશળ પૂછે છે. ધર્મરાજા આદિ ભાઈઓ વગેરેના કુશળના પ્રશ્નોના ઉત્તરમાં ઉદ્ધવ થોડી ક્ષણો અવાક બની જાય છે. યાદવાસ્થળી ની હજી વિધુર ને ખબર નથી. પછી ઉદ્ધવ કહે છે : શ્રી કૃષ્ણ રૂપી સૂર્ય અસ્ત પામતાં અમારા ઘરો અત્યારે શ્રીવિહીન થઈ ગયા છે. ત્યારે તમને કુશળ છીએ તેમ કઈ રીતે કહું ?

કૃષ્ણની વાત પૂછનાર અને સાંભળનાર કોઈક ઉદ્ધવને ઘણા સમયે મળ્યું. તેમાંયે વિદૂરના જેવા ભગવાનના ભક્ત શ્રોતા ક્યાંથી મળે ? એટલે હવે ઉદ્ધવ શ્રીકૃષ્ણના લીલામય ચરિત્રને વર્ણવવા બેસે છે. એ ચરિત્ર વિદુર તો જાણે છે. પણ શ્રી કૃષ્ણ ગુણ સૌ જાણે તોય વારંવાર ગાવા ગમે છે. કેટલીક શ્રીકૃષ્ણની બાળલીલાથી માંડી નિર્વાણ સુધીની ક્ષણો ઉદ્ધવ વર્ણવવા માટે છે.

માધવ ક્યાંય નથી મધુવનમાં

ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં;

માધવ ક્યાંય નથી મધુવનમાં.

કાલિન્દીના જલ પર ઝૂકી, પૂછે કદંબડાળી:

યાદ તને બેસી અહીં વેણુ, વાતા’તા વનમાળી ?

લહર વમળ ને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં :

માધવ ક્યાંય નથી મધુવનમાં....

શિર પર ગોરસમટુકી, મારી વાટ ન કેમે ખૂટી,

અબ લગ કંકર એક ન લાગ્યો, ગયાં ભાગ્ય મુજ ફૂટી;

કાજલ કહે આંખોને, આંખો વાત વહે અંસુaઅનમાં :

માધવ ક્યાંય નથી મધુવનમાં....