Adhuri Navalkatha - 21 books and stories free download online pdf in Gujarati

અધૂરી નવલકથા - પાર્ટ 21

મારે કોઈ પણ રીતે અહીંથી ભાગવું હતું. એ માટે મારે એક મોકાની જરૂર હતી. એ માટે મારે થોડી રાહ જોવી પડે એમ હતી. મને વિશ્વાસ હતો કે મને એ મોકો જરૂર મળશે. સંકેત સાથે આવેલો વકીલ પોતાનું રજીસ્ટર ચોપડો ભૂલી ગયો હતો. તે લેવા જવાને બદલે અમે જ કોર્ટે જવાના હતા.
અહીંથી સીધા અમે કોર્ટે જવાન હતા. એક વખત જો કોર્ટ મેરેજ થઈ જાય એટલે મારી પર સંપૂર્ણ હક સંકેત થઈ જાય. હું તે કરવા ઈચ્છતી ન હતી. મારે કોઈ પણ રીતે અહીંથી ભાગવું હતું.
સંકેતે મને તેની સાથે તેની કારમાં બેચવાનું કહ્યું. જે મેં સ્વીકારી લિધુ. આરતી અને દિવ્ય તેની કારમાં અને સંકેત ના બીજા બોડીગાર્ડ સંકેત સાથે આવેલી બીજી કારમાં બેસિયા. અમારી કાર વચ્ચે હતી. આગળ હતી સંકેત ના બોડીગાર્ડ ની કાર અને અમારી પાછળ આરતી અને દિવ્ય આવી રહ્યા હતા.
સંકેત થોડીવારે ને થોડીવારે મારી સામે જોઈ એક સ્માઈલ આપતો. હું પણ તેને કોઈ શક ન પડે એ માટે એક સ્માઈલ આપતી.
આરતી મનોમન ચિંતિત હતી. હું કોઈ ભૂલ ન કરું તે વિચે વધુ ચિંતિત હતી. પણ તેને ખ્યાલ ન હતો કે હું પણ સ્માર્ટ હતી. તેને એક ને જ યોજના બનાવતા આવડતી હતી તેવું ન હતું. હું પણ તેનાથી સારી યોજના બનાવી શકું છું. મેં પણ એક યોજના બનાવી હતી. અહીંથી ભાગવાની. જો મારી ધારણા પ્રમાણે બધું થશે તો હું આ આરતી અને સંકેત થી ખૂબ દૂર જતી રહીશ.
સમય મળતા હું અહીં થી ભાગી જવાની હતી. મને ભગવાન પર પૂરો ભરોસો હતો. તે મને અહીંથી નીકળવાના મદદ કરશે. બસ મારે યોગ્ય સમય આવે ત્યાં સુધી રાહ જોવાની હતી. જ્યારે મને એ મોકો મળે ત્યારે તેનો સફળતા પૂર્વક ઉપયોગ કરવાની જરૂર હતી.
મારે હવે યોગ્ય સમય આવે તેની રાહ જોવાની હતી. બસ મને આ યોગ્ય સમય મળી ગયો હતો. હાલ રાતના નવ વાગવા આવી રહ્યા હતાં. અમારી ત્રણેય કાર શાકમાર્કેટ માંથી નીકળી રહી હતી. .
અમારામાંથી કોઈને સ્વપ્નેય ખ્યાલ ન આવે તેવી ઘટના અહીં ઉદ્ભવી હતી. મને સાક્ષાત ભગવાન મદદ કરવા કરવા આવ્યા હોય તેવું લાગી રહ્યું હતું. હું આ સમયનો લાભ લેવા તૈયાર હતી.
અહીં બન્યું એવું હતું કે આમારી ત્રણેય કાર શાકમાર્કેટની મધ્ય ભાગથી થોડી આગળ પહોંચી. શાકમાર્કેટ માં ભીડ ખૂબ હતી. મહામુશ્કેલીથી કાર ચાલી રહી હતી.
માર્કેટ માં એક બે પોલિસ વાળા હતા. જે અમને રોકતા ન હતા. તે અમારી કાર ચાલી શકે તે માટે રસ્તો કરતા હતા. આ જ સમયે માર્કેટના એક ખૂણે બે ખુટિયા ઉભા હતા. તે અચાનક આપસમાં લડવા લાગ્યા. તે બંને ને લડતા જોઈને તેની આજુબાજુના લોકો તેનાથી દૂર જવા લાગ્યા. પણ તે ત્યાં જ લડી રહ્યા હોત તો કશું જ મને ફાયદો ન થાત. પણ તે લડતા લડતા માર્કેટમાં ભાગવા લાગ્યા. તેનાથી માર્કેટમાં નુકશાન થવા લાગ્યું. લોકો હવે માર્કેટમાંથી બહાર ભાગવા લાગ્યું. થોડીવાર માં મોટો કોહાહોલ થવા લાગ્યો.
બધા પોતપોતાનો જીવ બચવા ભાગી રહ્યા હતા. થોડીવારમાં ત્યાં એક તુફાન મચી ઉઠયું. આ આખલા અમારી કારની પાછળ લડી રહ્યા હતા. અને તેજ ગતિએ તે અમારી તરફ આવી રહ્યા હતા. લોકો આમારી કાર આગળથી ભાગવા લાગ્યા ત્યારે અમને અંદાજ આવ્યો કે માર્કેટમાં કશું થયું છે. ભાગતી ભીડમાં કોઈ બોલી રહ્યું હતું કે ભાગો ભાગો ખુટિયા ગાંડા થયા છે. તે આપસમાં લડી રહ્યા છે. તે પરથી અમને હાલની પરિસ્થિતિનો થોડો અંદાજ આવ્યો હતો.
મોટા ભાગના લોકો આમારી કાર પાસેથી જતા હતા. અમારી કારને રસ્તો કરતા હતા તે પોલીસ હવે ખુટિયા તરફ આગળ વધ્યા હતા. હવે તે મારા રસ્તા પરથી હટી ગયા હતા. મારો રસ્તો સાફ થઈ ગયો હતો. મારે બસ કારનો દરવાજો ખોલીને આ ભીડ સાથે ભાગવાનું હતું. બસ એક ક્ષણ નો સમય બરબાદ કર્યા વિના મેં કારનો દરવાજો ખોલીને આ ભીડ સાથે આગળ ભાગવા લાગી.
સંકેત હજી મારી તરફ જોવે તે પહેલાં હું કાર માંથી નીકળી ભાગવા લાગી હતી. તે કોઈ પ્રતિક્રિયા કરે તે પહેલાં હું એ ભીડમાં ભળી શુકી હતી. આસાનીથી મને શોધવી અઘરી હતી. સંકેત અને તેના માણસો મારી પાછળ આવ્યા પણ તે મને શોધવામાં અસફળ થયા હતા.
હું દોડતી હતી. તે ભીડથી આગળ આવી શુકી હતી. તે ભીડને તો ફક્ત આખલા થી ડર હતો. તે ફક્ત માર્કેટની અંદર સુધી જ સીમિત હતો. બહાર આવતા તે લોકો ભય મુક્ત હતા. પણ મારું તે ભીડ ના લોકો જેવું ન હતું. મારે સંકેત અને તેના બોડીગાર્ડ થી બચવાનું હતું. તે મારી પાછળ સો ટકા આવશે. તેની મને પૂરેપૂરી ખાત્રી હતી. તે માટે હું મારા શરીરમાં રહેલી બધી જ શક્તિનો ઉપયોગ કરીને દોડી રહી હતી.
મારા શ્વાસોશ્વાસની ગતિ ખૂબ તીવ્ર થઈ ગઈ હતી. મારામાં આગળ દોડવાની શક્તિ રહી ન હતી. આજ પહેલા હું આટલું કોઈ દિવસ દોડી ન હતી. પણ સંકેત મને શોધી ન લે તે માટે હું મારા છેલ્લા શ્વાસ સુધી દોડવા ઈચ્છતી હતી.
માર્કેટમાંથી બહાર આવીને આગળ જતાં ખુલ્લા રોડ પર દોડી રહી હતી. રોડ પર વાહન ની અવરજવર ઓછી હતી. પણ એક બે વાહન આવી રહ્યા હતા. જે મને દેખાય રહ્યા હતા. ત્યાં અચાનક હું એક કારની અડફેટે ચડી. તે કારની ગતિ ખૂબ ધીમી હતી. એટલે મને વાગ્યું ન હતું.
સંકેતના ડરના કારણે દોડી રહી હતી અને દોડવાથી મારા શ્વાસોશ્વાસની ગતિ વધી રહી હતી. ત્યાં અચાનક આ કાર સાથે અડફેટે મારા શ્વાસોશ્વાસની ગતિમાં સો ગણો વધારો થયો હતો. એક પળ તો મને લાગ્યું મારો ખેલ અહીં પૂરો. કાર સાથેની મારી ટક્કર ના કારણે મને એવું લાગતું હતું કે આજે મારું મૃત્યુ નિશ્ચિત છે. જો એવુ નહીં થાય તો મારા હાથ પગ ભાંગી જશે. મારી પાછળ આવી રહેલા સંકેતના માણસો મને પકડી પાડશે.
જો મારું મૃત્યું થાય તો હું ખુશ હતી. આ ભાગદોડ ભરી જિંદગીમા મારું કોઈ ન હતું. બધા પોતપોતાનો સ્વાર્થ સંતોષવા મારો ઉપયોગ કરી રહ્યા હતા. કોઈ મને સમજતું ન હતું. મારી કોઈને પડી ન હતી. હું એક અબળા બનીને જીવી રહી હતી. જે બીજા પર આધાર રાખે. મારે બહાર નીકળવું હતું. એ માટે મેં પ્રયત્ન કર્યો હતો. ત્યાં મારું કાર સાથે એક્સિડન્ટ થયું હતું.
બે પળ તો મને કશું પણ સમજાનું નહીં. હું શૂન્ય અવકાશમાં જતી રહી હતી. મારું મગજ વિચાર કરતુ બંધ થઈ ગયું હતું. થોડીવારે મેં આંખો ખોલી મને કશું થયું ન હતું. મારા શરીરના એક પણ અંગે દુખાવો થઈ રહ્યો ન હતો. હું હેમખેમ હતી. કારની થોડી આગળ હું આડી પડી હતી. મારી આજુ બાજુ લોકો જમા થઈ રહ્યા હતા. મારા શ્વાસોશ્વાસ થોડા ધીમે પડ્યા હતા. મારું મન વિચાર કરવા સક્ષમ થયું હતું. એવામાં મારી આંખો સામે ત્રણ સહેરા આવ્યા. જેને જોઈને મારા ધીમા પડેલા શ્વાસોશ્વાસ પુનઃ તીવ્ર ગતિ એ ચાલવા લાગ્યા હતા. તે ત્રણ સહેરા હતા મારા કાકા, નયન અને હાર્દિકના. જે જોઈને હું સ્તબ્ધ રહી શુકી હતી.
(વધુ આવતા અંકે)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED