Featured Books
શ્રેણી
શેયર કરો

બારણે અટકેલ ટેરવાં - 19 - છેલ્લો ભાગ

|પ્રકરણ – 19|

... ને બસ પછી જેમ ધાર્યું હતું એમ રવિવાર ની રાત સુધી. યલો સ્ટોનની યાત્રા.. ચાલી. મેં છેલ્લું કેનવાસ બનાવ્યું. અને પછી બધા સરખાવ્યા, વર્ણન કે વિડીઓ સાથે. મારી કલ્પના અને અમેરિકન્સ ની અભિવ્યક્તિ શરૂઆતમાં જુદી પડતી હતી.. છેલ્લા ચિત્રમાં ઘણું મેચ થયું. શિવાની ને મોકલ્યા. એનો પણ એ જ અભિપ્રાય હતો. એક રીમાર્ક કરી. રંગ મિશ્રણ અલગ છે અહી કરતા.. પણ સારું લાગે છે. અપનાવવા જેવું. એણે એ પણ જણાવ્યું કે નેક્સ્ટ પ્લાન પણ નક્કી છે. 

એ જશે માઉન્ટ રુશ્મોર. અમેરિકન સંસ્કૃતિ અને હિસ્ટ્રીનું અનોખું મોન્યુમેન્ટ. વિગત માટે થોભો અને રાહ જુઓ. આખું વિક કાઢો. 

કોની રાહ અથવા શેની રાહ... કે જે પાંચ દિવસ કાઢી આપે. કાઢી આપ્યા. શિવાની ગયા પછી અને ખાસ તો એણે ફરવાનું શરુ કર્યા પછી, નવું કશુક જાણવાની તલબ – શિવાની પાસેથી – એટલે સોમવાર સાંજે તો જાણે પેલા લોંગ જમ્પમાં ઠેક્ણ પાટિયા ઉપર પગ મૂકી દેતો ને ઝૂ ઊઉ.. બ !! પાંચ દિવસનો જમ્પ લગાવી ને શુક્રવારની રાતના પડાવે લેન્ડ થઇ જતો. બસ આજ રીતે વધુ એક શુક્રવાર આવ્યો. મેસેજ પણ આવ્યો

@ અમેરિકાના ઈતિહાસ તરફ. !! Rush... વર્ણન માટે વેઇટ ફોર ૮ અવર્સ મોર. 

સવાર પડી. ને અહ્હ્હા !! આટલી ઉંચી... મુખાકૃતિઓ... ! ને શિવાનીની કોમેન્ટ્રી ચાલુ.. છે ને અદભૂત...અંજલી !! ખરેખર દેશના હિત માટે જ્યાં જ્યાં લીડર્સ અગ્રેસર રહ્યા છે ત્યાં દેશના નાગરિકો એ એને પૂર્ણ સન્માનથી યાદ કર્યા છે. આ માઉન્ટ રુશ્મોર પણ એનો જ પુરાવો છે. અમેરિકાના જન્મ,વિકાસ, ક્રાંતિ અને શાંતિ માટે જે ચાર પ્રેસીડેન્ટસે ડેડીકેટેડલી અને નિશ્ચિત વિઝનથી કામ કર્યું એવા જ્યોર્જ વોશિંગટન, ફેર્ન્ક્લીન રુઝવેલ્ટ, જેફરસન અને અબ્રાહમ લિંકન આ દરેકની મુખાકૃતિ થી શોભે છે લગભગ ૬૦ ફીટ જેટલો આ ખડકનો ભાગ.. જે ગ્રેનાઈટમાં કંડારવામાં આવ્યો છે. સાઉથ ડેકોટામાં બનેલું આ સ્મારક. સ્મૃતિઓ ને આ રીતે પણ સાચવી શકાય એ અહી આવી ને શીખવા જેવું છે. 

 

હા.. જયારે વ્યક્તિ સામે ન હોય ત્યારે સ્મૃતિઓ થી જ તો...!!!! બોલ્યો.. બોલાઈ ગયું...કે અંદર જ કહેવાયું ?

 

કેમ મૂંગો થઇ ગયો ? જો કે અમે પણ થોડો સમય તો દિગ્મૂઢ જ રહ્યા. મને લાગે છે મારે અહી આવા લેસ એક્પ્લોરડ લોકેલ્સ જ જોવા છે. 

કેમ કેમ એવું ?

મને ભીડ ઓછી પસંદ છે. કેટલીક જગ્યાઓ એવી હોય કે ત્યાની શાંતિ ત્યાની સુંદરતાને વધુ બહાર લાવે.

એવું પણ કહી શકાય કે.. આસપાસનું બધું જ શાંત હોય ત્યારે મૂળ અવાજ.. મધુર અવાજ સંભળાય... મારી પણ એ જ અનુભૂતિ છે અત્યારે. આપણી મુલાકાતો થતી નથી.. એટલે આમ સંવાદની શાંતિ છે.ને એમાંથી કશુક સંભળાય છે !! 

કશુક મને પણ સંભળાય છે... શું એ ખબર નથી... એક કામ કર.. અહી આવી જા.. ! આપણે આપણને સંભળાતું કશુક...સાથે સાંભળીએ.!!! 

આવી તો જાઉં પણ.મળીશું એટલે પાછો સંવાદ શરુ થશે.ને એમાં પેલું સંગીત બંધ થઇ ગયું તો ???!!

અરે તું આવ તો ખરો... સંવાદ મ્યુટ કરી દઈશું.. આવ.. આવી જા.. !!

અરે હું કાઈં અગત્સ્ય ૠષિ છું કે સાત દરિયા પીને તારી પાસે આવતો રહું !.. હા , આ સમંદરની લહેરને વળગીને, મારી એ વળગાટની છાપ મોકલાવું છું, તારી પાસે એ લહેર પહોંચે એને વળગી ને એ છાપ મેળવી લેજે. કોણે કીધું હતું છે.... .ક ત્યાં જવાનું ડોલરના દેશમાં. તો હવે આ કોલરથી જ ચલાવવું પડશે.

 

**** **** **** 

 

ને બસ આમ જ બન્ને જણા પોતાની દુરી કાં તો sound Waves એટલે ફોન ના માધ્યમ થી ઓગાળતા અથવા સમુદ્રના મોજા પર પોતાની અવ્યક્ત લાગણી મૂકી દેતા... ને કહેતા કે નથી કહી શકાતી એ વાત પહોચાડી દો. 

 

સોમ થી શુક્રનું રૂટીન અટકાવતું આ અવ્યકતતા ની મથામણને.પણ જેવું વિક એન્ડ આવે, વિડીઓ કોલ્સ પતે એટલે સુગમ કૈક ચિત્ર દોરતા દોરતા અને પૂરું કરીને પણ એવું વિચારતો કે બધું બરોબર પણ કયો રંગ ખૂટે છે એ સમજાતું નથી તો આ બાજુ શિવાની પણ એના શોખના જતન કરતી એટલે કે કોઈ વાર્તા કે કવિતા વાંચ્યાં પછી વિચારતી કે કયો શબ્દ વાંચવાનો રહી ગયો -કે પછી કશુક જાતે જ લખવું પડશે હવે ? બન્ને જણા આટલા સભર, સહજ, એકબીજા પર ઓળઘોળ, ઉષ્મા ની આપ-લે કરનારા - સ્નેહ છલકે એટલે એક બીજા પર ઢોળી નવતર સ્નેહ ઝીલવા તત્પર થનારા, ઝગમગતા ઝઘડા કરનારાને દુર થયા ત્યારે અહેસાસ થયો કે હજુ કશુક કહેવાનું છે.. ? જો હા તો એ કઈ વાત છે જે નથી કહેવાઈ ? કે પછી વ્યક્ત કરવાનું બાકી છે ? કે એ હજી આંદોલિત સ્ટેઈજ માં જ છે - બસ અહીં આવીને અટકી ગયા છે બન્ને।.. 

સુગમ દરિયાની લહેરમાં કશુંક શોધે છે તો શિવાની ત્યાંના આકાશમાં ટમકતા તારા માં પોતાનો કયો પ્રકાશ તે શોધે છે.

આ ક્ષણે શાયર જનાબ ‘મરીઝ’ સાહેબ નો શેર યાદ આવે –

આવીને ટેરવા માં ટકોરા રહી ગયા 

સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે  

------------------ XXXX સમાપ્ત XXXX ---------------