બારણે અટકેલ ટેરવાં - 3 Bhushan Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બારણે અટકેલ ટેરવાં - 3

| પ્રકરણ – 3 |

આ રીતે સુગમ, કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં ઢળ્યો, આગળ ભણવું તો હતું. તે પહોંચ્યો મેગાસીટીમાં. અહી માહોલ જરા જુદો હતો. ઉચ્ચશિક્ષણ, પ્રખ્યાત સંસ્થા, એટલે વિશેષ ધ્યાન માંગી લે એવો અભ્યાસકાળ ચાલુ થયો. પણ, સુગમ જેનું નામ. ક્રિકેટમાં જેમ કોઈ બેટ્સમેન set થવામાં સમય લે એમ થયું. ભાઈ set થયા એટલે એક્સ્પ્લોરવેડા ચાલુ કર્યા. એનામાં એક ખાસ સ્કીલ છે... PR ની. પબ્લિક રિલેશન્સ. ટ્રાન્સમીશન સિગ્નલ બહુ સ્ટ્રોંગ ને સાચા ટ્રેક અને એના ટ્રેકરને બહુ આસાનીથી ટ્રેક કરી લે. 

મૂળ ડીઝાઈન નો વિદ્યાર્થી. સર્જનાત્મક સૂઝ. એને ખબર કે આ સીટીમાં કેટલાક ખાસ વ્યક્તિઓ છે જે આ ક્ષેત્રના નિષ્ણાત છે. પણ, એ એક એવા સ્તરે પહોચેલા છે કે ઇઝીલી મળે નહિ. એવા જ એક શિલ્પી હતા શહેરમાં બધા એને શીલ્પીસાહેબ જ કહે. નામ સર્વેશ્વર આચાર્ય. સુગમના ટ્રાન્સમીટરમાં. એમના વિષેના આર્ટીકલ્સમાં એણે વાંચેલું કે શિલ્પી સાહેબનું મૂળ વતન સૌરાષ્ટ્ર માં. તે સુગમે Network active કર્યું. ને આ શું ? શિલ્પી સાહેબના પર્સનલ નમ્બર પર રીંગ વાગી. 

**** **** **** 

 

નમસ્તે સર. હું સુગમ વાત કરું છું...આપને કદાચ –

 

અરે હા ! બોલ દોસ્ત તારી વિષે મને કાલે જ ફોન આવ્યો હતો. પ્રો. રાવલ નો. આવ તું મળવા આ રવિવારે સવારે ૯ વાગે.

 

જી સર આભાર. હું આવી જઈશ. 

 

પેલા સાવ મેઘધનુષ જેવા મસ્ત રંગીન અને સાવ ખોબે ભરી લેવાય એટલા નાના વિદ્યાધામમાંથી ઝાકઝમાળથી ભરપુર, ને વાહનોથી લદાયેલ, માનવ મહેરામણના મેગાસિટીમાં આવી ચડ્યો. છે આની પણ એક મજા છે. મારું દરિયા કિનારાનું ગામ એટલે એક સાવ સરળ પણ મજા પડે એવી રમ્ય બાળવાર્તા, તો વિદ્યાધામ હતું એક આર્ટ ફિલ્મ જેવું કલાત્મક, ને આ – ગ્લેમર પ્રચુર ફિલ્મ. ખરેખર જ મલ્ટીપ્લેક્સની જેમ અલગ અલગ સ્ક્રીન્સ પર અલગ દ્રશ્યો જોવા મળે અહી. અહી તક બહુ. પણ, તક બનાવવા બહુ પાપડ વણવા પડે. પછી કૈંક સારૂ પ્લેટર મળે. 

 

આપડે વણ્યા થોડા પાપડ ને પહોચ્યા સર્વેશ્વર આચાર્ય પાસે. એક અણસુખ થાય એવી બાબત હતી, રવિવાર ને સવારે ૯ વાગે જવાનું ! 

 

એક મસમોટા દરવાજા પાસે આવીને અટક્યો. જો કે એની સજાવટ એવી હતી કે એને દ્વાર કહેવું જોઈએ. વોચમેને જાત તપાસ આદરી. એને મારી ઉંમર અને દેખાવ જોઈ શિલ્પીસાહેબને જ મળવા આવ્યો હોઈશ એવું નહોતું લાગતું. શહેર વોચમેનને ય ડિટેકટીવ બનાવે. ઇન્ટરકોમ પર ખાતરી કરીને મને બંગલા તરફ જવા મળ્યું. 

 

આજ સુધી આંગણું જોયું હતું ઘરની બહાર. આ મહાકાય પ્રદેશ હતો બંગલા સુધી જતા પહેલાનો. સાવ વચ્ચોવચ વિશ્વનો નકશો હોય એવી એક જગ્યા કંડારેલી. એમાં ત્રણ શિલ્પો હતા. નટરાજ, વિશ્વકર્મા અને મહાત્મા ગાંધી. બાકીના પ્રદેશમાં છુટા છવાયા માટી અને છાણથી બનેલા વિવિધ આકાર અને ક્દના બાંકડા, અનેક વૃક્ષો. ઘર સુધી પહોચો ત્યાં સુધીમાં એક સિદ્ધ કળાકાર સુધી જતા જાણે કલાયાત્રા માણી હોય એવો અહેસાસ થાય. ઘરનું મુખ્ય પ્રવેશ દ્વાર હવેલી કે જુના જમાનાના ડેલી બંધ ઘરની ડેલીની પ્રતિકૃતિ.. કોલબેલ માર્યો ને.. સામે એક અસાધારણ ગરિમા ધરાવતું વ્યક્તિત્વ મને સ્નેહપૂર્વક આવકારવા તૈયાર હતું. 

 

એમને ચરણસ્પર્શ કરવા નીચો નમ્યો તો, ખભેથી પકડીને માથે હાથ ફેરવ્યો. અનોખો સંચાર થયો. એમની સર્જકતાને પહોચવાનું તો ગજું નહોતું, પણ જાણે હાથમાંથી અનેક શક્યતાઓ જ્ઞાનતંતુઓ પર છુટ્ટી મૂકી દીધી હોય એવું લાગ્યું.


“આવ બેટા, સામેની બેઠકોમાંથી તારી પસંદગીની જગ્યા એ બેસી જા.” – બીજો ઝબકાર એક મહાન કલાકારનો, કે નાનામાં નાના વ્યક્તિને પણ એ લોકો choice અને space આપી શકે. નેતરના બેઇઝ ને ઉપર ષણનું form ને સુતરાઉ કાપડનું કવર, બે જણા બેસી શકે એવા સોફા પર હું ગોઠવાયો. 

 

શેનો અભ્યાસ કરે છે ? 

 

આર્કીટેક્ચર માં ગ્રેજ્યુએશન કર્યું અને હવે વિશેષ અભ્યાસ માટે અહી આવ્યો છું. 

 

કળાનું ખેંચાણ છે કે વ્યવસાય નું ધ્યેય ?

 

સાચું કહું તો કળા એ મારી પેશન છે અને શીખવું એ પ્રાથમિકતા. હા, આ બન્ને વ્યવસાય અપાવે તો કરી લઈશ.

 

પેશન ઘણામાં હોય છે, પણ આ ક્ષેત્રમાં એક મર્યાદા છે. થોડા આગળ વધે એટલે આ ક્ષેત્રના લોકો સમાજથી જુદા ચાલવાનો ડોળ કરવા લાગે છે. પરિણામે, બહારની આભામા મૂળ કળા બંધિયાર થઇ જાય. મને તારી શીખવાના અભિગમની વાત ગમી. સ્લેટ કોરી રાખો તો કશુક લખાય. મેં જયારે પહેલીવાર ટાંકણું હાથમાં લીધું ત્યારે હાથ ધ્રુજતા હતા... થોડા વર્ષો પછી એ સ્થિર થયા. પણ,પછી હમેશા એવું વિચાર્યું કે એવું નવું કૈંક બનવવાનું શરુ કરું કે હાથ ધ્રુજે. 

 

બસ, આ જ પાઠ મને કામમા લાગશે. જે કામમાં ફાવટ આવી જાય એ તો કરવું જ પણ એ જ કર્યા કરવું એવું નહિ. નવી ફાવટ સુધી પહીચવાનું, અગત્યનું. 

 

ઉમર અને આજના છોકરાઓ કરતા જરા મેચ્યોર વાત કરે છે તું, સારી વાત છે. સંતોષ અને આત્મસંતોષ એ બન્ને અલગ બાબત છે. મારી દ્રષ્ટીએ. 

 

.. ને પછી તો વાતો ચાલુ રહી, વધુ મુલાકાતો સુધી લંબાણી મારો વિષયનો વિશેષ અભ્યાસ એક મહાવિદ્યાલયમાં થતો, પણ જીવનકળા અને કળામાં પારંગત થવા આ ગુરુસ્થાનકે જતો. મજા અને પડકાર એ હતો કે મારે કળાને કાર્ડ શીટ્સ અને કેનવાસ પર ઉતારવાના હતા, સોર્સ શિલ્પીનો. 

 

... તો મેગા સીટી કે જ્યાં ધીરે ધીરે જીવન યાંત્રિક થઇ રહ્યું હતું, ત્યાં મને અમાપ જીવંતતા પણ જોવા અને મ્હાણવા મળી. અહી ત્રણ અંતિમો છે એક ગામ વચોવચ હેરીટેજ. ઘરો. એમાં રહેતા લોકો. કોમર્શીયલ પ્લેસીસ અને એ ચલાવનારા લોકો. બધું જ સંપૂર્ણ traditional પદ્ધતિ એ ચાલે, સહજ અને સરળ, સ્વીકારી શકાય એવી. બીજું અંતિમ એટલે લાઇફ સ્ટાઈલથી ખીચોખીચ. મોંઘુ ફરસાણ લેવા, રવિવારે સવારે, મોંઘી કાર લઈને જવું એ પણ એમાં આવી ગયું. ને ત્રીજું અંતિમ એટલે સાવ બહાર વિકસેલું, નયનરમ્ય, નિસર્ગના આગોશમાં વસતું શહેર. 

જીવવા માટે કાં તો શહેરની વચોવચ લટારતો.. અથવા સાવ બહાર રખડવા નીકળી પડતો. અહી મેં જીંદગી સાથે ભરપુર રોમાન્સ કર્યો. વારંવાર બથ ભરી એને. તો મેં જેટલી ઇન્ટીમસી બતાવી એટલી ઉષ્માથી જીંદગી એ મને સહેલાવ્યો પોતાના મુલાયમ હાથે. ટૂંકમાં બે વર્ષમાં છલ્લોછલ્લ જીવ્યો. બહુ બધું ઉમેરાયુ. બિન જરૂરી હતું એ કાઢી નાખ્યું.

 

જેમ જેમ સભર થવાયુ, અને પાઠનો અંત આવશે એવું લાગ્યું, ત્યારે શિલ્પીસાહેબની વાત યાદ આવી, હાથ ધ્રુજતો અટકી ગયો હતો. થોડા વખત પહેલા જ રીચાર્ડ બાકની ‘જોનાથન લીવીંગસ્ટન સીગલ’ – સાગરપંખી વાંચી હતી. એમાં ય નવી રીતનું ઉડ્ડયન, મોટા ફલક સુધી પહોચવાની વાત છે.... તો સુગમ મિત્ર, ઉપડો, નવી સફરે, વ્યાપ વધારો.. એવો વિચાર ઝબકવા માંડ્યો. ને પ્રતિસાદ મળ્યો... એક કોલ આવ્યો.

હેલો મી. સુગમ ?.. 

યેસ !...

.... 

.... 

ઓકે. ધેન, કમ ટુ મુંબઈ ફોર ફાઈનલ ઇન્ટરવ્યુ.