પ્રકરણ - ૫૨
બપોરનાં બે વાગ્યાનો સમય થયો ત્યાં આધ્યા એ લોકો રહે છે એ બંગલામાં ડોરબેલ વાગી. કોઈનાં ફોન આવ્યાં વિના કોણ હશે એ વિચારીને ઘણીવાર સુધી કોઈએ દરવાજો ન ખોલ્યો. અને એમાં પણ બપોરનો સમય હોવાથી વધારે સૂમસામ હોય. ડોરબેલ લાબા સમય સુધી વાગતી રહી. એ લોકોએ કોણ છે એવી બૂમ મારી પણ સામેથી કોઈ અવાજ ન આવ્યો.
સોના : " ખોલવું નથી આપણે. ઉત્સવ કે મલ્હાર હોય તો ફોન કરીને જ આવે ને? કદાચ મલ્હાર પાસે નંબર ન હોય તો સામે અવાજ તો આપે જ ને?"
એટલામાં જ લેન્ડલાઇન પર ફોન આવ્યો. "કર્તવ્ય મહેતા છું. તમને ખાસ કામ માટે મળવાનું છે. બે મિનિટમાં દરવાજો ખોલજો" કહીને ફોન મૂકાઈ ગયો.
આ અવાજ સાંભળતા એ ફરી ડોરબેલ વાગતાં સોના સીધો દરવાજો ખોલવા ગઈ. દરવાજો ખોલતાં સામે રહેલી વ્યકિતને જોઈને સોનાનાં પગ નીચેથી ધરતી ખસી ગઈ. એની આંખો પહોળી થઈ ગઈ.
આધ્યાએ અંદરથી જ બૂમ પાડતાં કહ્યું, " આવી ગયાં હોય તો દરવાજો તો બંધ કર. કેમ કંઈ બોલતી નથી સોના?" કહેતાં સોનાનો કોઈ પ્રત્યુત્તર ન આવતાં આધ્યા અને નેન્સીએ બહાર દરવાજા પાસે આવતા જોયું તો આધ્યા અને નેન્સીના પગ પણ જાણે જકડાઈ ગયાં. અકીલા પણ કંઈ બોલી ન શકી.
બધાંને આમ ચોકીને ઉભેલા જોઈને સામેવાળી વ્યક્તિ એક હાસ્ય સાથે બોલી," ક્યા હુઆ? ઝટકા લગા ના? સરપ્રાઈઝ પસંદ આયા કી નહીં?"
સોના ધીમેથી બોલી, " શકીરા તુમ યહા પે?કિસને તુમ્હે બતાયા?"
શકીરા અટ્ટહાસ્ય કરતાં બોલી, " ક્યા તુમ લોગો કો એસા લગા કી મેને તુમ ચારો કો એસે હી દૂગી? મેને લોગો કો ઈતને સાલો તક રખા ઓર મેરા અહેસાન ભૂલ ગયે? મેં શકીરા હું શકીરા...."
આધ્યા: " પર તુમ્હે કેસે પતા ચલા કી હમ યહા હે? હમ અબ કભી નહીં આયેગે શકીરા હાઉસ... "
"જ્યાદા બોલ મત છોકરી. વો તેરા આશિક હે ના મલ્હાર ઉસકો તો મેને અપને આદમિયો કે પાસ ભેજ દિયા હે.... અગર તુમ લોગ મેરે સાથ નહીં આયે તો ઉસકે સીધે ભગવાન કે પાસ ભેજ દૂગી..."
બધાં ગભરાઈ ગયાં. આધ્યા તો પરસેવે રેબઝેબ થઈ ગઈ. એ લગભગ દરવાજામાં આવી જ ગઈ હોવાથી હવે બહાર કે અંદરથી દરવાજો બંધ કરવો પણ શક્ય નથી. મલ્હાર ને કંઈ થશે તો? એ વિચારે એનો ચહેરો રડમસ બની ગયો. સાથે જ શકીરાની આજુબાજુ રહેલાં ચાર મોટા ગૂડા જેવાં બોડીગાર્ડ જોઈને ભાગવું પણ અશક્ય લાગી રહ્યું છે.
આધ્યાએ કંઈ મનમાં વિચારીને કહ્યું, "મેં તુમ્હારે સાથ ચલતી હું. મુજે મલ્હાર કે પાસ લે ચલ... પર ઈન તીનોં કો તું છોડ દેગી."
સોના : " આધ્યા ક્યા બોલ રહી હે તું? ઓર તું કિસપે ભરોસા કર રહી હે? ઈસ શકીરા પે? ઈસકે પાસ મલ્હાર હે કી નહીં વો ભી પતા હે? વો જુઠ બોલ રહી હોગી તો?"
શકીરા : " વો મેરે પાસ હે... અગર યકીન નહીં કરના હે તો કોઈ બાત નહીં... ફિર અગર તેરી વજહ સે ઉસે કુછ હો જાયે તો મુજે કુછ મત કહેના..."
આધ્યાને સોનાની વાત પણ યોગ્ય લાગી. પણ શકીરાના વાક્યોથી હવે શું કરવું સમજાયું નહીં. એટલામાં જ ચારેય શકીરાના માણસો અંદર આવી ગયાં. હવે કદાચ શકીરાની જાળમાથી છૂટવું અશક્ય જ બની ગયું છે એવું લાગતાં ચારેય ફટાફટ એકબીજા સાથે આંખોથી વાત કરી અને તરત જ ત્યાં ડાઈનિંગ ટેબલ નજીક રહેલી અકીલાએ ધીમેથી બે મસાલાની બોટલ ખોલીને ચારેય તરફ છુટો મસાલો નાખ્યો. ચારેય ગૂડા આખો ખોલે ત્યાં સુધીમાં ચારેયે અંદરનાં રૂમ તરફ ભાગીને ફટાફટ દરવાજો બંધ કરી દીધો.
રૂમનો દરવાજો ખોલવા મથામણ કરી પણ દરવાજો ન ખુલ્યો. આખરે એ પહેલવાનો પોતાની પાસે રહેલાં શસ્ત્રોથી એ મજબૂત મોટો દરવાજો તોડવા મથામણ કરવા લાગ્યા...! શકીરા ખુશ થઈને આ બધો તમાશો નિહાળી રહી છે.
**********
લગભગ વીસેક મિનિટ પછી એ દરવાજો આખો તુટી ગયો. ચારેયની સાથે શકીરા ખુશ થતી અંદર ગઈ તો અંદર રૂમમાં કોઈ દેખાયું જ નહીં. એ રૂમમાં બહાર નીકળાય એવી બાલ્કની દેખાઈ. એમાંથી કદાચ ચારેય નીકળી ગયાં હશે એવું લાગતા જ શકીરા બોલી, " જાઓ... કહી આસપાસ હી હોગે જ્યાદા દૂર નહીં ગયે હોગે.... ચારો કો ઢૂંઢ લો...યહા પે હી લે આઓ. કિસી ભી હાલ મેં ઉન્હે છોડના નહીં હે."
શકીરા એ ચારેયને દોડાવીને એ બહાર હોલમાં આવીને બધું જોવા લાગી. એ સોફા પર બેઠી. દરવાજો કોઈએ ખટખટાવતા એ ખુશ થતી અંદરથી દરવાજો બંધ છે એ ખોલવા ગઈ ત્યાં જ ત્રણચાર લોકોએ આવીને એને ફટાફટ ઘેરી લીધી અને અંદર ત્યાં જ બાંધી દીધી. એને કંઈ સમજાયું નહીં કે આ શું બની રહ્યું છે.
એ જોરજોરથી બૂમો પાડતા બોલી, " કોન હો તુમ લોગ? મુજે છોડ દો? કીસી કો છોડુંગી નહીં.... પતા હે મેં કોન હું?" પણ કદાચ એ વ્યક્તિઓને એનાં બોલવાની કંઈ અસર ન થઈ. એમાનાં એકે એનું બોલવાનું પણ બંધ કરી દીધું. મોઢામાં એક રૂમાલ નાખી દીધો. એ માણસો સતત એનાં પર ચાપતી નજર રાખતાં એની આસપાસ બંદૂકો સાથે આટા મારવા લાગ્યાં છે.
અડધો કલાક પછી બહાર કોઈ એકાદ બે ગાડીઓ પાર્ક થઈ હોય એવો અવાજ આવ્યો. શકીરાની આસપાસ ગુમતો એક વ્યક્તિ બોલ્યો, " લગતા હે તુજે બચાને કે લિયે કોઈ આયા હોગા. તૈયાર હે ના? ઓર કુછ ઢંગ કે કપડે તો પહેના કર." કહીને બધાં હસવા લાગ્યાં.
શકીરા નફ્ફટની જેમ સફાળી જાણે ઉભી થવાની કોશિશ કરવા લાગી ત્યાં દરવાજો ખુલતાં જ આધ્યા એ લોકોની સાથે એક છોકરો દેખાયો.
સોના શકીરાની સામે જોતાં બોલી, " ઉત્સવ આ છે શકીરા...સમજાઈ ગયું?"
ઉત્સવ હસીને બોલ્યો, "હમમમ..." પછી એ આસપાસ રહેલાં લોકોને એને યોગ્ય જગ્યાએ પહોચાડવા માટે કહી દીધું એટલે ફટાફટ એને એજ સ્થિતિમાં લઈને ગાડીમાં બેસાડીને ઉત્સવે કહેલી જગ્યાએ લઈ જવા નીકળી ગયાં...! શકીરા જોરજોરથી બૂમો પાડતી રહી.
**********
શકીરાને ઉત્સવના માણસો લઈ જતાં જ સોના બોલી, " થેન્ક્યુ ઉત્સવ... પણ આજે તું ન આવ્યો હોત તો ખબર નહીં શું થાત? અમે લોકો કદાચ ફરી એકવાર..."
" એવું થોડું થવા દઈએ હું કે ભાઈ. આજે તમે લોકોએ પણ અમારું બહું મોટું કામ કરીને મદદ કરી છે. સોરી પણ પપ્પાનું દેથ થતાં મારે આવવામાં મોડું થયું. આટલાં દિવસ કોઈ વાતચીત ન થઈ."
"અમે કેવી રીતે મદદ કરી? શું થયું અંકલને અચાનક? અમે એ ચિતામાં હતાં કે તું કોઈ મુશ્કેલીમાં તો નહીં હોય ને?" સોના ચિંતાભર્યા સ્વરે બોલી.
" હમમમ. ઘણું બધું બની ગયું થોડાં જ દિવસમાં એટલે."
આધ્યા હવે મન મક્કમ કરતાં બોલી, " તમારાં લોકોનું પણ પોતાની વ્યસ્ત જિંદગી, પરિવાર, જવાબદારીઓ હોય. હવે અમે વધારે તમારાં પર બોજ નથી બનવા માંગતા. કોઈ રહેવા માટે નાના ઘરની પણ વ્યવસ્થા થાય તો અમે જતાં રહીશું. હવે ક્યાં સુધી તમારા લોકોને આધારે રહીશું આમ? "
"એટલે તમે ફરી શકીરા પાસે જવાનું નક્કી કરી દીધું છે એમ ને? તો જઈ શકો છો. આમ પણ હવે તમે અહીં નહીં રહી શકો."
"મતલબ? કંઈ સમજાયું નહીં. અમે શકીરા પાસે તો ક્યારેય નહીં જઈએ."
" તો તમને એકલાને એ જીવવા દેશે ખરી? હાલના અનુભવ પછી પણ એ વાતને કેમ નકારી રહ્યાં છો તમે? તમને તો મલ્હાર હમણાં મળવા આવે જ છે. એની સાથે જે નક્કી કરવું હોય કરજો. બરાબર?" ઉત્સવ આધ્યાની સામે એક પોતીકા માણસની જેમ ચીડવતા બોલ્યો.
સોના ઉત્સવનાં એ ચિતામિશ્રિત ખોટો ગુસ્સો કરી રહેલાં ચહેરાને જોઈ રહી. ઉત્સવે એની સામે એક તીરછી નજરે જોઈ લીધું. સોના બોલી, " ઉત્સવ મારે તારી સાથે એક વાત મહત્વની કરવી છે."
ઉત્સવ : " હા તો બોલ." પણ કદાચ અકીલા, નેન્સી અને આધ્યાની હાજરીમાં એ કદાચ કમ્ફર્ટેબલ ન હોય એવું લાગ્યું." એટલામાં જ ડોરબેલ વાગતાં જોયું તો મલ્હાર આવેલો દેખાતાં આધ્યાનો ચહેરો જાણે ગુલાબી થઈ ગયો. એ મનોમન ખુશ થવા લાગી."
આધ્યાને આજે મલ્હાર બે વાર મળ્યા કરતાં વધારે મોહક લાગી રહયો છે. એ આડકતરી રીતે એનાં ચહેરાને જોઈ જ રહી.
મલ્હાર પણ આજે કંઈ અલગ મૂડમાં હોય એવું લાગી રહ્યું છે. એણે સામેથી કહ્યું, " આધ્યા આજે મારી તારી સાથે બહું મહત્વની વાત કરવાની છે. તું મારી સાથે અંદર આવીશ?"
" જીભ પર ફક્ત ના છે પણ દિલ તો કદાચ એની નજીક રહેવા માટે થનગની રહ્યું હોવાથી એ કંઈ ના ન કહી શકી. એ મલ્હારની પાછળ પાછળ એ રૂમમાં જતી રહી...!
મલ્હાર આધ્યાને શું વાત કરવાનો હશે? એની આધ્યા માટેની લાગણી કે પછી બીજું કંઈ? સોના એ લોકોએ ઉત્સવને કેવી રીતે મદદ કરી હશે? બધાની જિંદગી કયા મુકામે આવીને અટકશે? જાણવા માટે વાચતા રહો, આરોહ અવરોહ - ૫૩