Ascent Descent - 42 books and stories free download online pdf in Gujarati

આરોહ અવરોહ - 42

પ્રકરણ - ૪૨

અંતરા પોતાનાં મનને મક્કમ કરતાં બોલી, " જમાનાની શું વાત કરું કે દુનિયાનો શું વિશ્વાસ કરું? એ મારાં સગાંઓ બાપે મારાં પર જબરદસ્તી કરી દીધી. હું કંઈ કરી ન શકી." કહેતાં જ એની આંખો મીચાઈ ગઈ. એનું હૈયું ભરાઈ આવ્યું.

કર્તવ્યને થયું કે કદાચ અંતરાના પિતાએ કોઈ દ્વારા કે પછી એની મમ્મીની જેમ એને પણ કામ કરવા માટે મજબૂર કરી દીધી હશે પણ આ તો એનાં સગા પિતાએ દીકરી પર જબરદસ્તી કરી હશે એવું વિચારવું પણ કદાચ કર્તવ્યના માનસપટની બહાર હતું. એને પોતાને પરસેવો વળી ગયો. એક સગો બાપ આવું કરે તો એને ભાઈ જેવાં સંબંધ પર ક્યાંથી ભરોસો હોય? જે વ્યક્તિ દ્વારા જન્મ થાય એ જ વ્યક્તિ! સ્ત્રી આ દુનિયામાં જેનાં પર આંધળો વિશ્વાસ કરી શકે એ પિતા, એનો આદર્શ પણ હોય પિતા અને કદાચ એ પોતાનાં જીવનસાથી તરીકે આવનાર વ્યક્તિ પણ પોતાનાં પિતા જેવો હોય એવું જ ઈચ્છતી હોય!

કર્તવ્યનું મન વ્યથિત બની ગયું. થોડીવાર ચૂપ રહ્યાં બાદ એ મનને મજબૂત કરીને પછી અંતરાની નજીક ત્યાં બેઠો પછી બોલ્યો, " આવું થાય પછી તો એક સ્ત્રી કોઈ પણ સંબંધ પર વિશ્વાસ ન કરી ન શકે. પણ હવે એ પછી શું થયું તે જણાવ."

એણે એ રાત્રે મારી સાથે આવું કૃત્ય કરતાં હું ભાગી પડી. મમ્મી સિવાય એક વ્યક્તિ કે જેના પર વિશ્વાસ હતો કે એ મને કંઈ પણ નહીં થવા દે એ પણ સાવ જડમૂળથી ઉઠી ગયો. એણે મને કોઈને પણ આ વાત ન કરવાની ધમકી આપી.

મમ્મીની તબિયત એટલી સારી નહોતી. હું સવાર વહેલા જ હોસ્પિટલ પહોંચી ગઈ. મેં મમ્મીને બધું કહેવા વિચાર્યું પણ અને તબિયત જોતાં હું હિમ્મત ન કરી શકી.

પછી થોડાં દિવસમાં મમ્મીને સારું થતાં એ આવી પાછી આવી ગઈ પણ એ વ્યક્તિની સતત દેખરેખ અને ધમકીને કારણે હું કોઈને કંઈ કહીને શકી.

પછી તો એ કોણ જાણે મારી મમ્મી સાથે તો વધારે સારા સંબંધ રાખવા લાગ્યો અને મારી પાસે આવીને અવારનવાર પોતાની વાસના સંતોષતો. આવું ઘણાં સમય ચાલ્યું. એ એકબાજુ મમ્મીને વધુમાં વધુ વિશ્વાસમાં લેવા લાગ્યો. એણે મમ્મીને ફરીથી બધું કામ બંધ કરાવી દીધું એટલે મમ્મી એમનાથી બહું ખુશ હતી કે એમને એની પરવા થવા લાગી છે. એટલે મેં એને એક બે વાર આડકતરી રીતે કહેવા કોશિષ પણ કરી પણ એ વિશ્વાસ જ ન કરી શકી. મમ્મી એમને ઘણીવાર સાથે રહેવા આવી જવા કહેતી પણ એ આમ તેમ કરીને એ વાતને ટાળી દેતાં. એ કહેતાં કે બસ તું હુકમ કરજે હું હંમેશા તારી સાથે જ છું.

લગભગ ત્રણેક વર્ષ પહેલાં એ વ્યક્તિ દિવસે જ અહીં આવ્યો. મમ્મી બહાર કામથી ગઈ હતી. અહીં કોઈ ખાસ હાજર નહોતું. થોડું તહેવારો જેવું વાતાવરણ હતું. એ વ્યક્તિને જોતાં જ હું ગભરાઈ પણ દર વખતેની જેમ હું એ દિવસે કંઈ ન કરી શકી એ મારાં પર જબરદસ્તી કરવા લાગ્યો. મેં એને કહ્યું પણ ખરા કે તું પિતાને નામે કલંક છે...આના કરતાં બાપ ન હોય એ સારું. પણ એને કોઈ અસર ન થઈ. એણે એનું કામ ચાલું જ રાખ્યું.

મમ્મીને કામ વહેલા પતી જતાં એ પાછી આવી ગઈ કે પછી એને કોઈ દ્વારા કંઈ માહિતી મળતાં એ પાછી આવી એ ખબર નથી પણ એણે આવીને સીધું જ એ રૂમનું બીજી ચાવીથી બહારથી લોક ખોલી દીધું. દરવાજો ખોલતાં મારી ચીસો અને મારાં પિતાની હવસભર્યા કૃત્યને જોઈને મમ્મીને ધ્રાસકો લાગ્યો. એની આંખોમાંથી ચોધાર આસું વહેવા લાગ્યાં.

પણ કદાચ આ ઘટનાએ એનાં હ્રદયને એક આઘાત આપી દીધો એને ત્યાં જ હાર્ટએટેક આવી ગયો. એને તાત્કાલિક એડમિટ કરાઈ ત્રણ દિવસ એને દાખલ કરી એ દરમ્યાન અમારી વચ્ચે બધી હકીકતની વાત ઉકેલાઈ. એણે બહું પસ્તાવા સાથે મારી માફી માગી. મારી મમ્મી પપ્પાને બહું કંઈક વાતચીત પણ થઈ. પપ્પાએ મમ્મીને આજ પછી આવું નહીં થાય કહીને મારી સામે એની માફી માગી. બીજાં દિવસે સારું સારું લાગતાં એને ડિસ્ચાર્જ જ આપવાનો હતો પણ એ રાતે જ એને ફરી બીજો એટેક આવી ગયો અને એ અમને બધાને હંમેશાં માટે છોડીને ચાલી ગઈ...!

કર્તવ્ય : " તો એ પછી તો સુધરી ગયાં છે ને? હવે તો એવું કંઈ કરતાં નથી ને તારી સાથે?"

"કુતરાની પૂછડી વાકી એ વાકી. મને તો એમનાં પર વિશ્વાસ રહ્યો નહોતો જ. ને ફરી થોડાં જ સમયમાં ફરી એ જ રંગ દેખાડી દીધાં. એમણે મને બધું અહીનું સોપ્યું છે પણ છતાં રૂપિયા તો દરેક મહિને આવીને એ જ લઈ જાય છે. મારાં હાથમાં માડ થોડાં આઘાપાછા કરીને રાખેલા રૂપિયા જ હોય છે. અવારનવાર આ ઉમરે પણ એમની ભૂખ સંતોષવા આવી જાય છે."

" તો તું શું કામ અહીં રહે છે? આ બધું છોડીને જતી રહે ને?"

"ભાઈ એ બોલવું સહેલું છે પણ કરવું એટલું જ કઠિન. કારણ કે આ કારણે મને એ લોકોએ પરાણે મારી જીદને કારણે મને બાર ધોરણ ભણાવી છે. એમાં મને કોણ નોકરીએ રાખે? વળી આ મુંબઈ જેવાં શહેરમાં એકલી ક્યાં જાઉં? વળી મારાં એ પિતા એની પહોચ એટલી છે કે એ મને દુનિયાનાં કોઈ પણ ખૂણેથી શોધી શકે. "

" એ શું કરે છે? ધંધો? ક્યાં રહે છે?"

"એ મોટા બિઝનનેસમેન છે. એનો પોતાનો પરિવાર છે. એ મને મમ્મીના મૃત્યુ પછી ખબર પડી. એમનાં સંતાનો દીકરી દીકરો બંને મોટાં છે. દીકરી તો મેરીડ છે. મમ્મી તો એમની વાસનાઓ સંતોષવાનું એક માત્ર સાધન હતું.... અને હવે હું...આટલી ઉમરે પણ એ વ્યક્તિના ચહેરા પર અફસોસ માત્ર નથી દેખાતો."

" એનું નામ શું છે? મને જણાવી શકીશ?"

"ભાઈ તમે એને જાણો એમાં જ ભલાઈ છે. એમને ખબર પડશે કે તમે અહીં આવીને બધું કરી રહ્યાં છો તો એ તમને નહીં છોડે. એમની પાસે એકથી એક ભયાનક ગૂડાઓની ફોજ છે. આ વેદી પણ એમાનો એક જ છે. એ તમારો જીવ લેતાં પણ નહીં અચકાય. મારાં કારણે તમારાં જેવા આદર્શ માણસોને કંઈ પણ થાય મને પરવડે નહીં."

" તું એની ચિંતા ન કર. મને એવો ડર નથી. વળી જન્મ અને મૃત્યુ કુદરતનાં હાથમાં છે એને કોઈ ટાળી શકતું નથી. તું જરાય ચિંતા કર્યા વિના મને નામ જણાવ. પછી બધું તું મારા પર છોડી દે. તે મને કહ્યું છે એવી કોઈને ખબર પણ નહીં પડે."

"અંતરા વિમાસણમાં પડી ગઈ કે હવે શું કરવું? આવાં બાપની દયા ખાવી કે એની સાથે કેટલીય છોકરીઓની જિંદગીને નવજીવન આપવું?"

આખરે એણે થોડાં મનોમંથન પછી કહ્યું, " તમે મને તમારી ઓળખ આપો તો હું જણાવું "

" મેં તને કહ્યું ને તું મને ફક્ત તારાં પિતાનું નામ કહે હું તને બધું જ જણાવીશ. તારા વાળ પણ વાંકો નહીં થવા દઉં."

એક વિશ્વાસ સાથે અંતરા બોલી ગઈ, " દિલીપ જરીવાલા...ટેકસટાઈલ માર્કેટના ચીફ સેક્રેટરી...! "

આ નામ સાંભળતાં જ કર્તવ્યનું માથું ગુમરાવા લાગ્યું. એ બોલ્યો, " આ તું શું કહી રહી છે? તું સમજી વિચારીને બોલી રહી છે ને? દીલીપ જરીવાલા? મને વિશ્વાસ નથી આવી રહ્યો." કર્તવ્યના કાનમાં એ દિવસની છેલ્લી મિટીંગના એમનાં વાક્યો કાનમાં ગુમરાવા લાગ્યાં.

અંતરા : " હા ભાઈ એમાં શું ખોટું બોલું? પણ તમે એમને ઓળખો છો? તમને આ નામથી જરા વધારે આઘાત લાગ્યો હોય એવું કેમ લાગે છે?"

" આઘાત તો લાગે જ ને? એમને મારાં જીવનનો આદર્શ માનું છું. એ વ્યક્તિ જેવી બનવા માટે હું હંમેશા મથામણ કરતો રહ્યો છું. પરિવારનો એ મોભી વ્યક્તિ છે. એનાં સંતાનો અને પત્ની બહું જ સરળ, ખુશી અને સંસ્કારી છે. એમને હું બહું જ સારી રીતે ઓળખું છું. મારાં વ્યક્તિગત જીવનમાં પણ અને બિઝનેસ જગતમાં પણ... મને હજુ પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે તું સાચું કહે છે. અમારાં આખા પરિવારમાં એમનો માન મોભો, સરળતા બધું જ પૂજાય છે. પરિવારનાં કોઈ પણ સારાં નરસા કામમાં એમની સલાહ લેવાય છે. એ વ્યક્તિ? "

અંતરા: " કદાચ આપણી કોઈ ગેરસમજ ન થતી હોય તો એમનો ફોટો હોય તો કદાચ નક્કી કરી શકાય કે એ કોણ છે? ગેરસમણથી કોઈ સારાં વ્યક્તિને ખરાબ ન માની બેસીએ."

"તારી વાત સાચી છે. મારાં મોબાઈલમાં તને ફોટો બતાવું પછી કંઈ આગળ વાત કરુ." કહીને કર્તવ્ય એ તરત એનાં મોબાઈલમાંથી એક ફોટો કાઢીને બતાવ્યો.

એ જોતા જ અંતરા બોલી, " હા ભાઈ આ જ મારાં પિતા છે. પણ તમે એમની સાથે?" અંતરાના મનમાં અનેક સવાલો ઘુમરાવા લાગ્યાં.

કોણ હશે અંતરાના પિતા? કર્તવ્ય એમને કઈ રીતે ઓળખતો હશે? શું કરશે હવે કર્તવ્ય આગળ? આધ્યાનું ભવિષ્ય બદલાશે કે ફરી શકીરાની કેદમાં કેદ થવું પડશે? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૪૩

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED