આરોહ અવરોહ - 41 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

આરોહ અવરોહ - 41

પ્રકરણ - ૪૧

કોઠો બંધ કરવાની વાત સાભળીને જ અંતરાના પગ થંભી ગયાં. એ સ્નેહલભાઈ અને વંદનભાઈ તરફ જોઈને બોલી, " આ બે વ્યક્તિને મેં મારાં માણસો દ્વારા મોકલી દીધેલાં. એટલે તને બોલાવીને લાવ્યાં એમ ને? પણ એમનાં આવવાથી હું તો ઉલટું સમજી હતી. આ કોઠો બંધ કરાવવા જેવું મોટું લક્ષ્ય છે તમારું એ તો ખબર જ નહોતી. એનાં વિશે ક્યારેય વિચાર્યુ જ નહોતું, પણ એનાથી તમને શું મળશે?"

"અમને તો શું મળવાનું? કેટલીય મજબૂરીમાં પોતાનાં દેહને રોજેરોજ કુરબાન કરતી સ્ત્રીઓને મુક્તિ..."

અંતરા હસીને બોલી, " આ હવસથી ભરપૂર પુરુષ પ્રધાન સમાજમાં એ શક્ય છે? એવું જ હોય તો શું રોજ એક ઘરમાં જ રહેતી કેટલીય સ્ત્રીઓ પર બળાત્કાર ઓછાં થાય છે? ક્યાંક દહેજને નામે, તો ક્યાંક અબળા તરીકે તો , ક્યાંક સંતાન ખાતર રોજ એની ઈજ્જતના ચૂરેચૂરા થાય છે. ત્યાં શું કરશો? એ બધું બંધ કરવું શક્ય છે?"

"તું ઉમરમાં નાની છે પણ કદાચ સમજણમાં ઘણી મોટી છે.તો એક વાત વિચાર, આ હકીકતોને સ્વીકારીને ક્યાંકથી તો એને નાથવાની શરૂઆત કરવી જ પડશે ને?"

" પણ આ કોઠાને બંધ કરવો શક્ય નથી."

કર્તવ્ય અંતરાના કોન્ફિડન્સને માપતા બોલ્યો ,"એવું કેમ? એવું શું કારણ છે? "

" બસ એમ જ. તમારો જીવ સુદ્ધાં દાવ પર લાગી શકે છે એટલે પ્લીઝ...સમય વ્યર્થ કર્યાં વિના ચાલ્યા જાવ."

કર્તવ્ય : " અમે ગભરાઈશુ નહીં જે હોય તે કહે."

" ના પ્લીઝ... ચાલ્યા જાવ.." કદાચ આ બોલતા સમયે અંતરાનુ દિલ તો કદાચ એમને રોકવાની જ કોશિશ કરી રહ્યું છે એ સ્પષ્ટ દેખાતાં ના છુટકે કર્તવ્ય બોલ્યો, "તો તું નહીં જ માને એમ ને?" કહીને એણે કોઈને ફક્ત એક ફોન કરીને ફક્ત, " ઓન... કમ.." એટલું જ કહ્યું એટલામાં જ કેટલીક સ્ત્રીઓ ફટાફટ અંદર પ્રવેશી. એ કોઈ સામાન્ય સ્ત્રીઓ નથી લાગતી કોઈ કરાઠે ચેમ્પિયન જેવી પહેલવાન જેવી સ્ત્રીઓ છે. "

એમનાં આવતાં જ કર્તવ્ય એ કહ્યું, " સ્ટાર્ટ..." એ સાથે એ લોકોએ પહેલાં તો અંતરાને પકડી લીધી. પણ કર્તવ્ય એ એને કંઈ પણ ન કરવા કહ્યું આથી એને એ લોકો ઊભા છે એ સાઈડમાં ઉભી રાખી દીધી.

ફટાફટ બધાં રૂમમાં ખખડાવીને એ લોકોએ દસ જ મિનિટમાં તો લગભગ પચાસેક છોકરીને બહાર લાવીને દીધી. બધાને એક જ બાજુએ ઊભા રાખવામાં આવ્યાં. કોઈની પાસે મોબાઇલ નથી એ ચેક કરવામાં આવ્યું.

અંતરા : " તમે અમને હવે ક્યાં લઈ જશો? આ આટલાં લોકોનો રોજીરોટીનો ઈતજામ કરાવી શકશો? આ છોકરીઓની આગળ પાછળ કોઈ છે નહીં એમને આશરો આપી શકશો?"

કર્તવ્ય : " એની ચિંતા ન કર. બસ હવે તું મારી સાથે આ રૂમમાં ચાલ."

અંતરા થોડી ગભરાઈ. બધાંને કંઈ સમજાયું નહીં કે કર્તવ્ય કેમ આવું કહી રહ્યો છે.

" ચિતા ન કર. તું આમાંથી કોઈ પણ છોકરીને સાથે લઈ શકે છે જેની પર તને વિશ્વાસ હોય. પણ જરાય ચાલાકી નહીં. હું તને કંઈ કરવાનો નથી "

" તો અહીં જ વાત કરો ને! "

" ઘણી વસ્તુ કે વાત જાહેરમાં ન થાય એ જ બધાં માટે યોગ્ય છે.ભલે પછી બધાને ખબર જ હોય."

અંતરાને હવે કોઈ વિકલ્પ ન લાગતાં એણે એક સ્વાતિ નામની છોકરીને એની સાથે આવવા કહ્યું. એ સાથે જ કર્તવ્ય એ અંતરા પાસેથી એનો ફોન લઈ લીધો.

કર્તવ્ય એ સ્નેહલભાઈ અને વંદનભાઈને બહાર આ લોકોની ધ્યાન રાખવા કહ્યું.

અંદર પહોચીને તરત જ કર્તવ્ય એ અંતરાને સાઈડમાં બેસાડીને શાંતિથી વાત શરું કરતાં કહ્યું, " મારાં પર વિશ્વાસ રાખ. હું કોઈનું ખરાબ કરવા નથી ઈચ્છતો. બસ મને બધી હકીકત જણાવ કે આ કોઠો ક્યારથી છે? એનો ભૂતકાળ અને વર્તમાન બધું જ...હું તને મદદ કરીશ. "

અંતરા થોડીવાર ચુપ રહી પછી બોલી" પણ તમે કોણ છો એ હકીકત જાણ્યા વિના તમને કેવી જણાવું? અને વળી તમે તો મારા ધંધા પર લાત મારવા આવ્યાં છો તો તમને કેવી રીતે બધું જણાવી શકું?"

"હું સત્ય હકીકત કહું તો હું એક બિઝનેસમેન છું. બાકીની આખી ઓળખ તમે મને બધું કહેશો તો હું ચોક્કસ જણાવીશ.મને લાગે છે તું કોઈથી ગભરાય છે પણ એ ડર તું કાઢી નાખ."

અંતરા હવે કોઈ વિકલ્પ ન લાગતાં બોલી, " આ કોઠો લગભગ સતાવીસ વર્ષથી છે. મારી મમ્મીએ એક સમયે કોઈ કારણોસર એનાં પરિવારને ગુમાવતાં એણે જીવન નાવ આગળ હંકારવા માટે કોઈનાં દ્વારા પ્રેરાઈને એક જગ્યાએ આ વેશ્યા તરીકેનું કામ શરું કરેલું. એની ઉમર કદાચ એ વખતે ફક્ત અઢાર વર્ષની હશે. ભણતર બહું નહોતું પણ દેખાવે રૂપરૂપનો અંબાર! એ દરમ્યાન કામ કરતાં એની પાસે પોતાની વાસના સંતોષવા આવતો એક પુરુષ જેને મારી માતા બહું ગમી ગઈ. એણે એક દિવસ મારી માતાને એની સાથે કાયમ માટે રહેવા માટે વાત કરી. પહેલાં તો કોઈ અજાણ્યા પુરુષ સાથે જીવન વસાવવાની વાતથી એ ગભરાઈ પણ પછી આખરે એ માની ગઈ.

પણ એ પુરુષ એને રાખવા સહમત થયો પણ લગ્ન જીવનમાં બંધાવવા માટે નહીં. મારી માતાને કદાચ એક સહારાની આશાએ ઘણું વિચાર્યા બાદ એ તૈયાર થઈ ગઈ. એમનું જીવન શરું થયું. થોડાં સમય પછી એ વ્યક્તિએ મમ્મીને બધું જાણકારી હોવાથી પોતાનાં પૈસાના રોકાણ અને આવકનાં સાધન તરીકે આ કોઠો ખોલવાની વાત કરી. મમ્મીએ કદાચ આ બધાથી છુટવા એને જીવનસાથી બનાવવા માટે હા કહેલી. મમ્મીએ થોડો સમય આનાકાની કરી પણ આખરે એ વ્યક્તિ એનાં પૈસા અને તાકાત વડે આ કોઠો શરું કરાવીને જપ્યો. શરૂઆતમાં બધું સારું ચાલ્યું. મમ્મીએ એ કામ બંધ કરી દીધું. એ ફક્ત બધું કારભાર સંભાળતી હતી.

સમય થયો એમ અહીં બધું ધમધમવા લાગ્યું. લોકો મો માગ્યા રૂપિયા આપીને જતાં. એ સમય દરમ્યાન એ પુરૂષ સાથે લગ્ન વિના જ મારી મમ્મી પ્રેગ્નન્ટ બની. એ વ્યક્તિ બહું ખુશ થયો હતો એવું મમ્મીને લાગ્યું. પણ હકીકતમાં એ ખુશ નહોતો. નવ મહિના વીતતાં મારો જન્મ થયો. પણ મમ્મી જેવી સુદર દેખાતી મને જોઈને એ ખુશ થઈ ગયો. એના મનમાં શું હતું એ તો કોઈને ખબર નહોતી.

હું અહીં જ મોટી થતી ગઈ. પણ સમય વીતતાં શું થયું કે જે મારી માતાનાં રૂપમાં એ પાગલ હતો એણે એને જ હવે બીજા લોકો માટે ફરી મનોરંજનનું સાધન બનાવવા મજબૂર કરી દીધી. એનું આવવાનું પણ ઓછું થવા લાગ્યું. દર મહિને એનાં માણસો આવીને બધાં પૈસા લઈ જાય. મમ્મી પાસે તો માડ થોડાં રૂપિયા રહેતાં.

મમ્મી માટે બધું અસહ્ય બની રહ્યું હતું. એ પુરુષની પરવા ઓછી થવા લાગી. પણ કદાચ એક માતા તરીકે એને મારી ચિંતા થવા લાગી. બધું આમ જ ચાલતું રહ્યું. હા પણ એ અચુક મને મળતો. મમ્મીને પણ એ મને મળતાં વિચારીને થોડી નિરાંત થતી કે મારી દીકરીને પિતાનો પ્રેમ તો મળે છે ને.

સમય વીતતો ગયો. અહીં રહેવાવાળી લગભગ અનાથ કે નિરાધાર છોકરીઓ જે અહીં જ રહે એવી વ્યવસ્થા હતી. પણ મોટાં ભાગના લોકો આમ આવીને જતાં રહે એટલે અંદર શું ચાલે છે કોઈને બહું ખબર ન પડે.

એક દિવસ મમ્મીની તબિયત ખરાબ થતાં એને હોસ્પિટલ એડમિટ કરવામાં આવી હતી. એ વખતે હું સત્તર વર્ષની જ હતી. મમ્મીની સાથે બે દિવસ રહ્યાં બાદ અહીંથી બીજા બે લોકોને સાથે હોસ્પિટલ રહેવાનું કહીને થોડાં સમય માટે હું એ વખતે મારાં એ પપ્પાની સાથે મહિનાનો અંત હોવાથી હિસાબ કિતાબ માટે અહીં પાછી આવી. મારાં પિતા સાથે હોવાથી મમ્મીને મારી સુરક્ષા બાબતે લેશમાત્ર ચિંતા નહોતી કારણ કે પપ્પા કોઈ પણ પુરુષ કે વ્યક્તિને મારી નજીક પણ ન આવવા દે... પણ એ રાત્રે કોઠા પર આવ્યાં બાદ હિસાબ પતાવીને પછી..." કહેતાં જ અંતરા ધ્રુસકે ધ્રુસકે રડી પડી...!

અંતરાને આમ રડતી જોઈને કર્તવ્ય થોડો ગભરાઈ ગયો પછી એણે કહ્યું, " પ્લીઝ અંતરા તું મને જે બન્યું હોય એ જણાવ. તું મને તારો ભાઈ સમજીને કહી શકે છે. તારાં આ વર્તન પરથી હું બે વસ્તુની ધારણા કરી શકું છું. મારું મન કોઈ વધારે વિચાર કરે એ પહેલાં તું જ જણાવી દે. સચ્ચાઇ સામે આવશે તો કંઈ કરી શકીશું અમે. સ્ત્રી જો આમ જ પોતાના પર થતાં અત્યાચારો છુપાવશે તો કોઈ સાચાં અર્થમાં મદદ કરવા ઈચ્છતું હશે એ પણ કેવી રીતે કરી શકશે? "

પણ અંતરા કદાચ ભૂતકાળ યાદ કરીને રડવાનું બંધ ન કરી શકી.

" તું કહે તો હું સ્વાતિને બહાર મોકલું અથવા એને ખબર હોય તો એને પૂછી શકું? "

થોડીવારમાં અંતરા થોડી સ્વસ્થ બનીને બોલી, " ભાઈ કહ્

યો છે ને મારી વાત સાંભળવાની હિમ્મત રાખજે... " કહીને અંતરા પોતાની વાત આગળ કહેવા મક્કમ બની.

શું બન્યું હશે અંતરા સાથે? કર્તવ્ય સાચે જ આ મામલામાં સફળ બનશે? એનાં મિશનને વેગ મળશે ખરાં? આધ્યાને શું સરપ્રાઈઝ મળશે? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૪૨