આરોહ અવરોહ - 39 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આરોહ અવરોહ - 39

પ્રકરણ - ૩૯

રાતનાં સમયે જ શકીરા ફરી પોતાનાં નવાં શકીરા હાઉસમાં સજીધજીને જાણે કોઈ આવકારવા બેઠેલી છે. ફરી એજ રીતે કે કોઈ પણ પુરુષને પોતાની બાહોમાં આવવા મજબૂર કરે એ જ રીતે કપડાં પણ પહેર્યા છે.

એ જ સમયે એક વ્યક્તિ શકીરા હાઉસમાં પ્રવેશ્યો. એણે શકીરાને આમ બેઠેલી જોઈ. એ કંઈ બોલે એ પહેલાં જ શકીરા ઉભી થઈને પોતાનાં કપડાં સરખા કરવા લાગી. પછી તરત બોલી, " અરે અશ્વિન તુમ યહાં? અભી? ઈસુએ વક્ત?"

" ક્યા હુઆ? તુજે સરપ્રાઈઝ પસંદ નહીં આયા. મુજે લગાવી તું ખુશ હો જાયેગી. પર તું એસે જૈસે કસ્ટમર તેરે પાસ હી આનેવાલે હો એસે સજધજ કે ક્યું બેઠી હે?"

" અરે વો તો..." શકીરાની જીભ થોથવાઈ.

" કહી ફિર સે તું તો યે કામ...?"

શકીરાએ કંઈ વળતો જવાબ આપ્યાં વિના જ કહ્યું, " તું તીન દિન સે બોલ રહા હે, આજ ટાઈમ મીલા આને કે લિયે? મે તુમસે નારાજ હું."

" તુને મેરે સવાલ કા જવાબ નહી દીયા."

શકીરા ગુસ્સામાં બોલી, " તો ક્યા કરું? તુ તો અભી તક કુછ નહીં કર પાયા. તેરે ગુડે લોગ ભી કુછ નહીં કર પાયે. વો ચારો લોગ સાથ મેં હે વો તો પતા ચલ ગયાં પર બડી મુશ્કિલ સે વો મિલે થે ઉનકો ભી પકડ નહીં પાયા. તો અબ ક્યા કરું? કિતને કસ્ટમર વો ખાસ કરકે આધ્યા ઓર સોના કી વજહ સે વાપિસ જા રહે થઈ તો મુજે યે કામ કરનાર હી પડેગા ના? એસે હી કસ્ટમર ચલે જાયેંગે તો એક દિન યે બંધ કરને કી નોબત આ જાયેગી."

"પર પતા હે ના મેને તુજે મના કીયા હે અભી તુજે યે સબ કુછ નહીં કરના હે તો?"

" તો ફિર ક્યા કરું? કિસી ભી તરહ મુજે યે પેસે તો ચાહીયે."

"અરે લેકિન ઉન લોગો કો બચાવે વાલા કોઈ બડા આદમી લગ રહા હે. પર કોન હે વો અબ તક પતા નહીં ચલ સકા હે. જો આદમી ઉસકે સાથ થા વો એસા કામ નહીં કરવા શકતા ઈસલિયે કુછ સમજ નહીં આ રહા હે. લેકિન મેં ઉસે ઢંઢ લૂગા. પર અબ તું યે કામ નહીં કરેગી "

શકીરા : " તુમ અભી રૂમ મેં જાઓ. કસ્ટમર આને કા ટાઈમ હો ગયા હે."

અશ્વિન સીધો જ શકીરાનો હાથ પકડીને બોલ્યો, " જાનેમન અભી મેરે સાથ અંદર ચલ. મેં અલગ મુડ હે આજ. વો સબ કિસી ઓર કો દેદો.. તેરી યે ખૂબસૂરતી ઓર મહોબ્બત મેં પાગલ બનકે તો યે ઈતના કર રહા હું... ઓર તું હે કી..." શકીરાનું કંઈ ચાલ્યું નહીં... એ સીધો જ સામે રહેલાં રૂમમાં એને પકડીને લઈ ગયો... એ સાથે જ દરવાજો ફટાક કરતો અંદરથી બંધ થઈ ગયો...!

***********

આધ્યા એ લોકો સાજનું જમવાનું બનાવીને બેઠા છે. ત્યાં નેન્સી બોલી, " યાર બેસી રહીને ભૂખ પણ લાગતી નથી. ત્યાં તો જમવાનું જાણે ઓછું પડી જતું હતું નહીં?"

 

"એ તો એવું જ ને. કામ કરીએ તો પેટ ખાલી થાય. થોડીવાર પછી જમીએ એવું હોય તો."

" પણ સાડા આઠ વાગ્યે તો ઉત્સવભાઈ આવવાનાં છે ને? તો જમવાનું પતાવી દઈએ તો?" આધ્યા સોનાની સામે જોઈને આખ મીચકારતા બોલી.

આ સાંભળીને બધાં હસવા લાગ્યાં.

સોના : " હજુ તો વાર છે ચાલો જમી લઈએ." એટલામાં જ બંગલાનો દરવાજો કોઈએ ખખડાવ્યો.

ઉત્સવે કહેલી વાત યાદ આવતાં કોઈએ દરવાજો ખોલ્યો નહીં. ઘણીવાર સુધી દરવાજો ખખડાવ્યો પછી લેન્ડલાઈન પર ફોન આવતાં વાત થયાં પછી દરવાજો ખોલ્યો તો ઉત્સવ દેખાયો.

ઉત્સવ હસીને બોલ્યો, " તમે લોકો તો દરવાજો ન જ ખોલો એમ ને? મારું કહ્યું માનો છો ખરાં એમ ને? મને એમ કે આટલું ખવડાવીશ તો ખોલી જ દેશો."

આધ્યા હસીને બોલી, " તમે તો સાડા આઠે આવશો એવું સોનાએ કહેલું. એટલે પોણાઆઠે કેવી રીતે ખબર પડે કે તમે જ હશો? તમે અમારાં માટે આટલું કરો છો અમે એમ પાણી તો ન જ ફેરવીએ ને? "

"અરે સોરી. જરા ઓફિસથી ડાયરેક્ટ આવી ગયો એટલે વહેલો આવ્યો. મારે એકલાને જ આવવાનું હતું તો સીધો આવી ગયો." આ સાંભળતા જ આધ્યા ઉત્સવ સામે જોવા લાગી.

"સોરી તમારી સરપ્રાઈઝ નેક્સ્ટ ટાઈમ... " આધ્યા સામે જોઈને ઉત્સવ પોતાના હાથમાં રહેલી ફાઈલોને માડ માડ હાથમાં પકડતો બોલ્યો.

સોના : " અરે !આ ફાઈલો આટલી બધી કેમ ઉપાડીને ઉભાં છો? એ પણ પાટાવાળા હાથે..."

"હા પણ જ્યાં છોકરીઓ એકલી હોય એમ ન આવી જવાય ને? જમાનો બહું ખરાબ છે. તમે હા કહો તો અંદર આવું ને?તમે ક્યાંક મારાં પર કેસ કરો તો? "ઉત્સવ હસીને બોલ્યો.

પછી ઉત્સવ અંદર પ્રવેશ્યો. ડાયનિગ ટેબલ પર જમવાનું જોઈને એ બોલ્યો, " સોરી મને લાગે છે તમે લોકો જમવા બેસતાં હતા. એવું હોય તો પતાવી દો. હું બેસું છું થોડીવાર."

"અરે કંઈ નહીં. અમારે ક્યા જવાનું છે વળી? તમે ત્યારે અમારે કામ શું કરવાનું છે કહો. તમે જમવામાં કંપની આપતાં હોવ તો પહેલા જમી લઈએ. અથવા કામ પતાવીને તમે પણ પછી અમારી સાથે જમવા આવી જજો." આધ્યા બોલી

"થેન્ક્યુ મેમ.. પણ ઘરે મમ્મી પપ્પા રાહ જોતાં હશે જમવા માટે. હું તમને કામ માટે જણાવી દઉં. કહીને એણે થોડીક ફાઈલો બતાવીને એમાં થોડુક બધું કામ કઈ રીતે કરવાનું શીખવ્યું. આધ્યાને જાણે આ કામમાં ફટાફટ બધું સમજાઈ ગયું. એ જોઈને ઉત્સવ ધીમેથી બોલ્યો, " મોરનાં ઈડાને ચીતરવા ન પડે."

સોના તરત બોલી, " શું બોલ્યા તમે?"

"અરે કંઈ નહીં. તમને બધાંને સમજાઈ તો ગયું ને? તમે ચિંતા ન કરતાં. આ બધાં માટે હું બહાર જે પેમેન્ટ આપું છું એ તમને મળી જશે."

આધ્યા : " એ તો અમે સાથે કરી લેશું. અમને શરમાવશો નહીં. તમારી આ મદદ સામે આ કામ કંઈ જ નથી."

"ચાલો સારું એ જોઈ લેશું. હું નીકળું છું ત્યારે.. "

એટલામાં જ અકીલા બોલી, " આપ હમારે સાથ ડીનર લેતે તો અચ્છા હોતા."

"થેન્ક્યુ...પર અગલી બાર દૂસરે ગેસ્ટ કો ભી સાથ મેં લેકે સ્પેશિયલ આઉગા."

આધ્યા: " અગલી બાર આપ આઓ તો પ્લીઝ જો ભી સચ હે બતા દેના. મેરા દિમાગ ગુમરા રહા હે. મુજે સચ જાનના હે. હમારે લિયે કોઈ ઈતના ક્યુ કરતા હે હમારે લિયે...કુછ તો હે.."

ઉત્સવ : " હર ચીજ સમય કે સાથ પતા ચલેગી. બસ હમારે પર વિશ્વાસ રખના. ચલો નીકલતા હું." કહીને ઉત્સવ જવા માટે નીકળ્યો. એ સમયે ઉત્સવ અને સોનાની આખો એકબીજા સામે ટકરાઈ એ બધાની નજર સામે આવ્યાં વિના ન રહ્યું. તરત જ ઉત્સવ પછી બંગલામાંથી નીકળી ગયો...!

***********

સવાર સવારમાં વહેલા છ વાગ્યે જ કર્તવ્યના મોબાઈલમાં ફોન આવ્યો. એણે અડધી ઉઘમા જ જોયું પણ એ નંબર જોયું ત્યાં જ એ ફટાફટ એ ઉભો થયો. જાણે એની ઉઘ ઉડી ગઈ.

"અરે વંદનભાઈ શું થયું? કંઈ પ્રોબ્લેમ?" કર્તવ્ય ફોન ઉપાડતા જ બોલ્યો.

" કર્તવ્યભાઈ હા એક જગ્યાએ આવી શકશો? થોડો પ્રોબ્લેમ પણ છે અને મદદની પણ જરૂર છે."

" હા એડ્રેસ કહો પહોંચ્યો હમણા જ. "

કદાચ કર્તવ્ય થોડી સમસ્યા ગંભીર અને ઝડપી જવું જરૂરી લાગતા એ ફટાફટ કપડા પણ ચેન્જ કર્યા વિના નાઈટ ડ્રેસમા જ નીકળી ગયો. શિલ્પાબેનને લોકો પણ હજુય ઉઠ્યા ન હોવાથી એ મેસેજ છોડીને સીધો જ ગાડી લઈને નીકળી ગયો....!

લગભગ વીસેક મિનિટમાં કર્તવ્ય સવારે તો ટ્રાફિક એટલું ન હોવાથી ફટાફટ એ જગ્યા પર પહોંચી ગયો. ત્યાં વંદનભાઈ અને સ્નેહલભાઈ બંને સાઈડમાં કંઈ વાત કરતાં દેખાયાં. તો બીજી બાજુ કેટલાક ગુડા જેવા લોકો ઉભેલાં દેખાયા. એમની હાથમાં થોડાં હથિયાર પણ દેખાઈ રહ્યા છે.

એ ફટાફટ એમની પાસે પહોચ્યો ત્યાં જોયું તો સ્નેહલભાઈને હાથ પર લોહી વહી રહેલું દેખાયું.

કર્તવ્ય ચિંતાતુર બનીને બોલ્યો, " શું થયું આ? મામલો શું છે આખરે? આ જગ્યા કઈ છે? પણ એક મિનિટ ઉભાં રહો." કહીને એ ફટાફટ પોતાની ગાડીમાં જઈને ફર્સ્ટ એઈડ કીટ લઈ આવ્યો. એણે ફટાફટ ત્યાં પાટો બાંધીને થોડું લોહી વહી રહ્યું હતું એ બંધ કરી દીધું. પછી બોલ્યો, " હવે તમને બરાબર લાગે છે ને સ્નેહલભાઈ? "

" હા ઠીક છું. પણ આજે કામ થતાં પહેલાં ગુડા તત્વો અહીં આવી પહોંચ્યાં. અહીં બહું સ્ત્રીઓ આ ધંધામાં ફસાઈ છે એવી જાણકારી મળી એટલે અમે અચાનક જ રેડ પાડીને આવી ગયાં પણ કદાચ આમાં કોઈ મોટું માથું સંડોવાયેલું લાગે છે કારણ કે હજુ એની મેઈન મેડમ હાથમાં આવી ત્યાં જ આ તત્વો આવી ગયાં. થોડી મારામારી કરવા લાગ્યાં."

"ચિતા ન કરો હું હમણાં આવ્યો" કહીને એ સાઈડમાં ગાડી પાસે જતો રહ્યો...!

કર્તવ્ય કઈ રીતે આ બધું પાર પાડશે? આમાં સંડોવાયેલા તત્વો કોણ હશે? ઉત્સવ અને સોનાનાં સંબંધને કંઈ વેગ મળશે ખરાં? ઉત્સવ શું સરપ્રાઈઝ આપવાનો હશે? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૪૦