ભાગ - 7
મિત્રો આગળના ભાગમાં આપણે જાણ્યું કે,
એક્ષિડન્ટમાં, ગંભીર રીતે ઘાયલ થયેલા અને ધીરે-ધીરે કોમામાં જઈ રહેલા શેઠ ભાનુપ્રસાદની સારવાર કરી રહેલ,
ડોક્ટરના કહેવા પ્રમાણે,
શેઠ ભાનુપ્રસાદ, સંપુર્ણ પણે ક્યારે ઠીક થાય, એ નક્કી ન કહી શકાય એમ હોવાથી, અને બીજીબાજુ બે-ચાર દિવસથી શેઠ કંપની પર ન જઈ શક્યા હોવાથી, બગડી રહેલ કંપનીના કામ પર નજર રાખવા માટે, શેઠ ભાનુપ્રસાદના પત્ની, કે જેનું નામ દિવ્યા છે, અને તે ઉંમરમાં શેઠ કરતા અડધી ઉંમરના છે, તે કંપની પર આવે છે, અને કંપની પર પહેલીજ વાર આવેલ દિવ્યાની નજર તેના જેવો જ રંગીન મિજાજ ધરાવતા પ્રમોદ પર પડે છે, અને થોડાજ સમયમાં એ બંને ખૂબ નજીક આવી જાય છે, અને પછી શરૂ થાય છે, એમની મુલાકાતો.
દિવસે દિવસે આ મુલાકાતો વધતી જાય છે, ને એ દરેક મુલાકાતોમાં દરવખતે, પ્રમોદ અને દિવ્યા, લાજ શરમ નેવે મુકી, જો કે, એ બન્નેના સ્વભાવ પ્રમાણે આ લાજ અને શરમથી તેઓને દુર-દુર સુધી કોઈ લેવાદેવા ન હતુ.
બસ આમજ, એ લોકોની દરેક મુલાકાતમાં મર્યાદા ઓળંગાતી રહે છે, હદપાર થતી રહે છે.
પરંતુ,
પ્રમોદને એ ખબર નથી કે,
આજ સુધી બહાર ભલે તે, જે કરતો આવ્યો હોય, પ્રમોદ એની શરીરભુખ સંતોષવા ભલે બહાર જ્યાં ને ત્યાં ફરી પૈસા આપી એનો ગાંડો શોખ પુરો કરતો રહ્યો, પરંતુ,
આજે એને એ ખબર નથી કે,
એજ શોખ પૂરો કરવા આજે એણે જે દિવ્યા વાળો રસ્તો અપનાવ્યો છે,
એ રસ્તો એને ક્યાં લઈ જશે ?
આપણે જાણીએ છીએ કે,
દિવ્યાને તેના પતિ,
શેઠ ભાનુપ્રસાદથી કોઈ લેવા-દેવા નથી, એને તો માત્ર ને માત્ર એમની મિલકત, અને જાહોજલાલીથી જ મતલબ છે, બાકી એની આગળ-પાછળ, કે દુર-દુર સુધી દિવ્યાને કોઈ રોકવાવાળું કે પછી દિવ્યા પાછળ કોઈ રોવાવાળું હતું જ નહીં.
પરંતુ
પ્રમોદનો તો પરીવાર છે, એ વાત અત્યારે પ્રમોદ ભુલી ગયો છે, કે એને પત્ની છે, એક દીકરી છે, એક દીકરો છે.
ભલે એના ઘરે રોજ ઝઘડા થાય છે,
પરંતુ તેનો પરીવાર ખંડિત નથી.
હવે દિવ્યા અને પ્રમોદની આ મુલાકાતો, ઇશ્વરભાઇની નજર થી અજાણ રહેતી નથી, બે-ચાર દિવસમાંજ ઈશ્વરભાઈને દિવ્યા અને પ્રમોદના આ આડા સંબંધો વિષે જાણ થઈ જાય છે, અને સારામાંસારી રીતે ખ્યાલ પણ આવી ગયો છે, અને એ આડા સંબંધોનું અંધકારમય ભાવિ પણ,
પ્રમોદને કયા સ્વરૂપે મળશે ? અને
એ પણ નજીકના ભવિષ્યમાંજ, ઈશ્વરભાઈને આ બધુ સાફ-સાફ દેખાઈ રહ્યુ છે.
કેમકે,
દિવ્યાને ભલે પ્રમોદ નથી જાણતો, પરંતુ ઈશ્વરભાઈ રોજેરોજ શેઠને મુકવા લેવા શેઠને ઘરે જતા હોવાથી, ઈશ્વર ભાઈ દિવ્યાને સારી રીતે જાણે છે.
માટે પ્રમોદનું ઘર ન ભાગે, એની પત્નીને બાળકો રખડી ન પડે, અને પ્રમોદ પણ ખોટો ક્યાં ભરાય કે ફસાય નહીં માટે, એકદિવસ મોકો મળતા, ઈશ્વરભાઇ પ્રમોદને આ વિશે,
એક મિત્ર તરીકે સમજાવે છે કે,
ઈશ્વરભાઈ : - પ્રમોદભાઈ, ભલે તમે આજ સુધી બહાર જે કરતા આવ્યા, પરંતુ
આ રસ્તો તમને અને તમારા પરિવારને કેવળ ને કેવળ બરબાદીના પંથે જ લઈ જશે, તમે ક્યાંયના નહીં રહો.
કેમકે,
હું દિવ્યાને સારી રીતે ઓળખું છું, એ બહુ પહોચેલી માયા છે.
દિવ્યા તમારાથી ધરાઈને તમને લાત મારતા વાર નહીં કરે. આજ સુધી દિવ્યા, તમારા જેવા અસંખ્ય લોકો સાથે આવા સંબંધો રાખી ચૂકી છે.
તો મહેરબાની કરી, તમે આ રસ્તેથી પાછા વળો, એજ તમારા માટે યોગ્ય છે.
આજ સુધી મે તમને કોઈ વાતમાં રોક્યા નથી.
પરંતુ,
આનું માઠું પરીણામ, મને નજર સામે અને એ પણ નજીકના ભવિષ્યમાંજ દેખાઈ રહ્યું છે.
આજે હું તમને રોકી રહ્યો છું, એ માત્ર તમારી પત્ની કે બાળકો માટે નહીં, પરંતુ તમારા પોતાને માથે પણ મુસીબતોનો પહાડ તુટી ન પડે, એટલેજ એક સાચા હમદર્દ દોસ્ત તરીકે હું તમને સમજાવી રહ્યો છું, આ રસ્તેથી પાછા વળવામાંજ તમારી, તમારા પરીવારની, બધાની ભલાઈ છે.
પ્રમોદને ઈશ્વરભાઈની વાત સાચી લાગે છે, ઈશ્વરભાઈની આજની વાત પર થોડો વિશ્વાસ પણ આવે છે,
પરંતુ
આતો પ્રમોદ, અને વાત પણ શરીર સુખની, જે ગમે તેને અંધ બનાવી દે.
ઈશ્વરભાઈની વાત સાંભળી,
પ્રમોદને મનમાં એમ કે, દિવ્યા તો કંપનીની બોસ કહેવાય, મારે ક્યાં પૈસા કે સમયની ગણતરી કરવાની છે ?
બસ, આટલુ વિચારી પ્રમોદ એનો રસ્તો બદલ્યા સીવાય કે ઈશ્વરભાઈની વાતને પૂરેપૂરી સમજ્યા સીવાય, દિવ્યા સાથેની મુલાકાતો ચાલુ રાખે છે, ને એકદિવસ...
વધું ભાગ - 8 માં