Adhuri Puja - 1 books and stories free download online pdf in Gujarati

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ -1

માતૃભારતીના વ્હાલા વાચક મિત્રો,
આજે હું આ પ્લેટફોમ પર મારી એક નવી કાલ્પનિક પણ હદયસ્પર્શી વાર્તા પ્રસ્તુત કરી રહ્યો છું.
વાર્તા એક મધ્યમ વર્ગના પરીવારની છે.
કે જે પરીવારનો મોભી પોતાના પરીવારમાં પોતાની પત્ની, પોતાની દિકરી કે પોતાના દિકરાના ભવિષ્ય વિશે નહીં વિચારતા, પોતાની રંગરેલીયા મનાવવાની મસ્તીમાં સમય અને પૈસા ઉડાવી રહ્યો છે.
ઘર, બહાર, ઈજ્જત લોકો શું કહેશે ?
આ બધુ ભૂલી કોઈની પણ વાત કે સલાહ માન્યા કે સાંભળ્યા સીવાય બરબાદીના રસ્તે ચાલી નીકળ્યો છે.
આ સ્વભાવ એને અને એના પરીવારને ક્યાં લઈ જશે ?
એ જાણવા માટે, ચાલો આપણે આ વાર્તા શરુ કરીએ.
પ્રમોદભાઈ અને વીણાબેન, એમના બે સંતાન કે જેમા મોટી દીકરી પૂજા, અને નાનો દીકરો વિનોદ સાથે એક મિડલ ક્લાસ વસ્તીમાં રહેતા હોય છે.
પ્રમોદભાઈમાં એમનાં નામ પ્રમાણે જ ગુણ ભર્યા છે.
આમ તો, પ્રમોદભાઈને એક સારી કંપનીમાં જોબ છે, અને તેમનો પગાર પણ સારો છે.
પરંતુ
પ્રમોદભાઈ પોતે, બે સંતાનના પિતા હોવા છતાં, તેમના નામ પ્રમાણે ખૂબ જ રંગીન મિજાજના વ્યક્તિ છે.
તેઓ સ્ત્રીઓ પાછળ ફરવાવાળા વ્યક્તી છે, અને આને લીધે તેઓ પોતાના ઘરે, પૂરતો સમય કે પુરતા પૈસા આપતા હોતા નથી.
જેને લીધે તેમની પત્નીને ઘર ચલાવવામાં અને છોકરાઓને ભણાવવામાં ખુબ જ તકલીફ પડતી.
છતાં,
પ્રમોદભાઈનો ગુસ્સાવાળો સ્વભાવ તેઓ જાણતા હોવાથી મા કે દીકરી પ્રમોદભાઈને કંઈ પણ વધારે કહી શકતા નથી, અને જો સહેજ પણ આ બાબતે કહેવા જાય, તો તે વખતે તુરંત એ વાત ઉગ્ર ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લેતી, અને ત્યારે પ્રમોદભાઈ સાનભાન ભૂલી જતા, અનેં તેમની પત્નીને લાપોટ-ઝાપોટ કરતાં પણ અચકાતા નહીં.
દીકરી પૂજા ખૂબ જ લાગણીશીલ સ્વભાવની હોવાથી, તેનાથી તેની મમ્મીનું દુઃખ જોયું જતું ન હતું. પરંતુ,
પૂજા પણ તેના પપ્પાના કડક સ્વભાવ વિશે સારી રીતે વાકેફ હોવાથી, તેમજ અડોશ-પડોશમાં બદનામી થવાના ડરથી તે લાચાર હતી.
આ બધા કારણોને લીધે તેઓના ઘરમાં કાયમ માટે પૈસાની ખેંચ અને મા-દિકરીના મનમાં ઉચાટ રહેતો.
પ્રમોદભાઈ વર્ષોથી ઘરે થોડા ઘણા પૈસા આપે, અને બાકીના પૈસા તેઓ અન્ય સ્ત્રીઓ પાછળ ખર્ચી નાખતા.
પ્રમોદભાઈમાં આટલા અવગુણો હોવા છતાં, તેમનામાં ઉપરવાળાની બક્ષિશ કહો કે, પ્રમોદભાઈનું નસીબ,
તેમની પર્સનાલીટી તેમની હાઈટ- બોડી, બિલકુલ કોઈ હીરો જેવું હતું, અને આને લીધે તેઓ છે, તેના કરતાં પણ ૧૦ થી ૧૫ વર્ષ નાના દેખાતા.
પ્રમોદભાઈની કંપનીમાં શેઠના ડ્રાઈવર તરીકે કામ કરતા, અને પ્રમોદભાઈના ઘરની નજીકમાંજ રહેતા
પ્રમોદભાઈના મિત્ર કહો કે, સહકર્મચારી કે પડોશી ઈશ્વરભાઇ રહેતા.
અને આ કારણે
ઈશ્વરભાઈ પોતે પ્રમોદભાઈની દિકરી પૂજા અને તેની મમ્મીની હાલત સારી રીતે જાણતા હોય છે.
તેથી ઈશ્વરભાઈ પણ એક મિત્ર તરીકે પ્રમોદભાઈને આ વિશે અસંખ્યવાર સમજાવી ચૂક્યા હતા, પરંતુ પ્રમોદભાઈના સ્વભાવમાં કે તેમના વર્તનમાં કોઈજ ફેર પડતો ન હતો.
હા, પરંતુ ઈશ્વરભાઈ
માણસાઇની રીતે કોઈ-કોઈ વાર દીકરી પ્રિયા કે તેની મમ્મીને બનતી મદદ કરતા રહેતા, અને એ બંનેને હિંમત પણ આપતા રહેતા.
હા પ્રમોદભાઈ તેમની પત્ની વીણાબહેન કે દિકરી પૂજા પ્રત્યે જેટલો રુક્ષ કે કડવાહટ ભર્યો વ્યવહાર રાખતાં તેટલો ઉગ્ર વ્યવહાર તેઓ પોતાના દિકરા વિનોદ પ્રત્યે રાખતાં ન હતા.
વિનોદને તેઓ કંઈજ ન કહેતાં,
વિનોદ સ્કૂલ જાય છે કે નહીં ?
વિનોદ આખો દિવસ શું કરે છે ?
આ બધી બાબતો તેઓ હંમેશા ઇગ્નોર કરતા.
જો કે સામે વિનોદને પણ ઘરમાં કે બહાર, પપ્પાના આવા વ્યવહાર વર્તનથી કોઈ લેવા-દેવા ન હતુ.
આમ જોવા જઈએ તો, બાપ અને દિકરો બન્ને ઘર અને પોતાની ઘર પ્રત્યેની જવાબદારીને લઈને બે-ફિકરા હતાં.

વધું ભાગ 2 માં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED