Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 10

ભાગ - 10
વાચકમિત્રો, આગળના ભાગ 9માં આપણે જાણ્યું કે,
દિવ્યા અને પ્રમોદ, જે અનૈતિક સંબંધોથી જોડાયા છે, અને અત્યારે અંગત પળો માણતા-માણતા,
પ્રિ-પ્લાનિંગના ભાગરૂપે, દિવ્યાએ અચાનક
પ્રમોદને કહેલ વાતથી પ્રમોદ શોક થઈ જાય છે.
પરંતુ,
પ્રમોદ, દિવ્યાને તેનો જરા-સરખો અણસાર પણ આવવા દેતો નથી.
દિવ્યાએ હાલ કરેલ વાત, પ્રમોદ માટેતો અણધાયૉ આંચકા સમાન હતી.
પ્રમોદને તો, આમ અચાનકજ, દિવ્યા તરફથી એક દિવસ આવી અકલ્પનીય શર્ત આવશે,
એવું તો આજ સુધી પ્રમોદે, સ્વપ્નેય વિચાર્યું નહોતુ.
પ્રમોદતો જ્યારથી દિવ્યાએ એને પસંદ કર્યો હતો, ત્યારથી બિલકુલ સાન-ભાન અને દુનિયાદારી ભૂલી દિવ્યામય થઈ ગયો હતો,
રંગીન સપનાઓની દુનિયામાં ખોવાઈ ગયો હતો. અને હા,
પ્રમોદ પોતે,
આવા રંગીન સપનાઓમાં ખોવાય પણ કેમ નહીં ?
શરીરસુખ, માણવા કે ભાગવા,
એનો સ્વભાવતો પહેલેથીજ રોજ-રોજ નવી જગ્યાએ ભટકવા વાળો હતો.
આવા નરાધમ અને હલકી નિયતવાળા પ્રમોદને,
આજે એને ગમતી અને એ વિચારી પણ ન શકે, એટલી સુંદર સ્ત્રી, એટલે કે, દિવ્યાએ એને પસંદ કર્યો હતો, અધૂરામાં પુરુ, પ્રમોદ જે કંપનીમાં જોબ કરે છે, દિવ્યા પાછી તે કંપનીની બોસ પણ,
એટલે,
પ્રમોદને તો, ગાડી, બંગલો, ફાર્મ-હાઉસ...
મતલબ બધુજ, જયાં જોઈએ, જ્યારે જોઈએ, હાજર, અને એ પણ વગર પૈસે, અને કોઈપણ જાતના સમયના બંધન વગર,
પછી તો, એ સપનામાં ખોવાયજને.
પરંતુ,
આજે દિવ્યાએ, પ્રમોદને કરેલ વાત સાંભળી,
અચાનક, પ્રમોદને પોતાના મિત્ર કહો, સહ-કર્મચારી કહો કે પડોશી જે કહો એ, ડ્રાઇવર ઇશ્વરભાઇએ થોડા વખત પહેલાજ કહેલ વાત યાદ આવે છે, દિવ્યાના સ્વભાવને લઈને દિવ્યાથી સાચવવા અને દુર રહેવા, જે વાત ઈશ્વરભાઈએ હમણાં થોડા સમય પહેલાંજ પ્રમોદને કહી હતી, અને
આ પ્રમોદના દિવ્યા સાથેના અનૈતિક સબંધો બાબતે, ગંભીર અને સાફ શબ્દોમાં, પ્રમોદને ચેતવ્યો પણ હતો, કે...
( પ્રમોદ આજે જે વિકટ પરિસ્થિતિમાં ભરાવા જઈ રહ્યો છે, આવો દિવસ એની જિંદગીમાં બહુ જલ્દીજ આવશે )
ઇશ્વરભાઇએ પ્રમોદને આ વાત સાફ-સાફ શબ્દોમાં કહી હતી.
ઈશ્વરભાઈ :- જો ભાઈ, આજે મારી એક વાત કાન ખોલીને સાંભળીલે, આજ સુધી તુ જયાં ને ત્યાં, જે ધંધા કરતો આવ્યો છે, એ બાબતને લઈને, મે તને કોઈ દિવસ રોક્યો નથી.
પરંતુ...
હમણાં થોડા સમયથી, તુ જે રસ્તે ચાલી રહ્યો છે, કે ચાલી નીકળ્યો છે, બની શકે એટલી વહેલીતકે, તુ એ રસ્તેથી પાછો વળીજાય, એમાજ તારી ને તારા ઘર-પરીવાર, બધાની ભલાઈ છે.
કેમકે
આ દિવ્યાને, હું સારી રીતે ઓળખું છું, એનો પડછાયો લેવામાંય મજા નથી.
દિવ્યા એટલી સ્વાર્થી અને લાલચી છે કે, પોતાનો સ્વાર્થ પૂરો કરવા, મનમાં જે આવે એ કરવાવાળી છે.
બસ, ગમે તેમ કરીને, તેનુ કામ નીકળવું જોઈએ, પછી ભલે તેના માટે સામેનો વ્યક્તી જીવે કે મરે, એનાથી એને કોઈ મતલબ નથી. પોતાના સ્વાર્થ આડે, એ કોઈની સગી થાય એમ નથી.
એક દિવસ એ તને એવી લાત મારશે, કે તું ક્યાંયનો નહીં રહે.
( હકીકતમાં, ઈશ્વરભાઈ, શેઠના ડ્રાઇવર હોવાથી, રોજે-રોજ તેમનુ શેઠના બંગલે આવવા જવાનું રહેતું, એટલે ઈશ્વરભાઈ દિવ્યાને પહેલેથી અને બહુ સારી રીતે ઓળખતા હતા કે, દિવ્યા શેઠનાજ પૈસાથી, શેઠને અંધારામાં રાખી કેવા-કેવા ધંધા કરે છે )
આજે દિવ્યાએ કહેલ વાતનો,
પ્રમોદ દિવ્યાને શુ જવાબ આપશે ?
પ્રમોદ દિવ્યાની માયાજાળમાં આવી, તેની શર્ત મંજુર કરશે ?
જો તે, દિવ્યાની શર્ત મંજુર કરે તો,
તેના પરીવારનું શુ ?
પ્રમોદ એની પત્નીને તો, પત્ની તરીકેનો દરજ્જો કે ઈજ્જત પહેલેથી નથી આપતો, અને રોજ નાના-મોટાને ખરા-ખોટા કારણો આપી ઝગળતો રહે છે.
છતા, ઘરની આબરુ જળવાઈ રહે, અને આજુ-બાજુમાં ફજેતી ન થાય, ને લોકો વાતો ન કરે, તેથી પ્રમોદની પત્ની બધુ સહન કરી, ચલાવે જાય છે, ઘણીવાર તેમની દિકરી પૂજા પોતાની મમ્મીનો પક્ષ લઈ તેના પપ્પાને કંઈ કહેવા/બોલવા જાય તો એને પણ તેઓ સમજાવી રોકી લેતા.
આજે પ્રમોદ જો દિવ્યાની વાતમાં આવી, તેની પત્ની સાથે છુટાછેડાની વાત કરશે, તો એમના પર આભ તૂટી પડશે.
અને આજ સુધી, મમ્મીની વાત સાંભળી/માની, ઘરમાં થતા નાના-મોટા ઝગડા વખતે આંખ આડા કાન કરતી પૂજા...
પૂજા પર આની શું અસર થશે ?
બાકી આગળ ભાગ 11 માં.