Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 2

ભાગ - 2
પ્રમોદની કંપનીમાં શેઠના ડ્રાઈવર તરીકે કામ કરતા અને પ્રમોદના પડોશી એવા, ઈશ્વરભાઈ પોતે વિધુર છે, અને એમને પણ સંતાનમાં એક દીકરી છે, અને તે પણ પૂજાનીજ ઉંમરની.
આરતી તેનું નામ.
હા પણ, આરતી દેખાવે બિલકુલ હુબહુ, પૂજા જેવી લાગતી હોય છે, જાણે કે બે જુડવા બહેનો.
પરંતુ
પૂજા અને આરતીમાં ફર્ક એકજ વાતનો, કે આરતી જન્મથીજ અંધ હોય છે.
આરતી જન્મથીજ અંધ હોવા છતાં, તેને સંગીતનો ખૂબ જ શોખ હોય છે, અને તે બચપનથીજ હાથથી કે મોઢેથી કંઇક ને કંઇક મ્યુઝીક વગાડતી રહેતી, અને અત્યારે ર્હાર્મોનિયમ અને વીણા ખુબજ સરસ રીતે વગાડી લે છે, અને એટલુંજ નહીં તે ઘરે મ્યુઝિક ક્લાસ પણ ચલાવે છે.
પ્રમોદની દીકરી પૂજા માધ્યમિક શિક્ષણ પુરૂ કરી કોલેજ જવાની ઉંમર સુધી પહોંચે છે, જ્યારે પૂજાનો નાનો ભાઈ વિનોદ, ધોરણ 12માં આવે છે.
વિનોદ એસ.એસ.સી સુધી તો ઘરમાં અને ભણવામાં બરાબર હતો, પરંતુ અગિયારમા ધોરણથીજ તે ખોટી સોબતે ચડવા લાગ્યો હતો.
આવારા ભાઈબંધો સાથે તેમની ગાડીઓમાં કે બાઈકોમાં, આખો દિવસ રખડવું, પિક્ચર જોવા જતું રહેવું, બસ આજ એક એનું કામ.
આજ સુધી તો વિનોદ આ બધું બહેન પૂજા, અને મમ્મી વીણાબહેન જાણી ન જાય તે રીતે ચોરી છુપે કરતો હતો, પણ હવે તો એવી હોશિયારી આવી ગઈ હતી વિનોદમાં કે તે,
બહેન પૂજા અને મમ્મી વીણાબહેનને ઇમોશનલ બ્લેકમેઇલ કરવા લાગી ગયો હતો.
જેમકે,
હવે હું ધોરણ ૧૨માં આવ્યો, મારા બધા મિત્રો મોટા-મોટા ક્લાસીસમાં ટ્યૂસન રાખવાના છે, મારે પણ ક્લાસ ચાલુ કરવા છે. અને મારા બધા મિત્રો પોતપોતાનું ટુ-વ્હીલર લઈને આવે છે, મારે પણ મારું પોતાનું વીહકલ જોઈએ.
મારા બધા મિત્રો પાસે મોંઘા-મોંઘા મોબાઇલ છે, તો મારે પણ મોબાઈલ જોઈએ.
વિનોદની રોજે-રોજની આ પ્રકારની માંગણીઓ જોઈ/સાંભળી, વીણાબહેનને દુઃખ તો થાય છે, પણ આ બાબતે તેઓ કંઈ કરી શકતા નથી.
પરંતુ
બહેન પૂજા, માતાની મનોસ્થિતિ સમજી જાય છે, અને તે આ બાબતે બહું ઊંડું વિચારી, મમ્મીનો ભાર હળવો થાય, વિનોદની બધી માંગણીઓ સંતોષાય અને પપ્પાને કંઈ કહેવું કે કરવું ન પડે તેવો રસ્તો શોધી લે છે.
હા આ રસ્તો પૂજાના પોતાના માટે ભલે નુકશાન કરતા છે, પરંતુ આનાથી વિશેષ બીજો કોઈ રસ્તો નહીં દેખાતા પૂજા આ રસ્તા પર ચાલવા મક્કમ થઈ જાય છે.
વિચારને અમલમાં મૂકતા પૂજા, પોતાનું જૂનું ટુ વ્હીલર અને પપ્પાએ પૂજા માટે કે પછી ઘર માટે લાવી આપેલ મોબાઇલ, બંને વિનોદને આપી દે છે અને વિનોદને કહે છે કે,
પૂજા :- ભાઈ તારે કયા ક્લાસીસમા એડમિશન લેવું છે ?
તે મને કહે, જેથી હું તને ત્યાં ગોઠવવાની વ્યવસ્થા કરી દઈશ.
વિનોદને આટલું કહીને પૂજા તેની મમ્મી પાસે જાય છે, અને મમ્મીને હિંમત આપે છે કે,
પૂજા :- મમ્મી તું નિરાશ ન થઈશ.
હું દીકરી જાત, મારે આગળ ભણવું છે, પરંતુ આપણા ઘરની પરિસ્થિતિ એની મંજૂરી આપે તેમ નથી, અને પપ્પા કંઈ સાંભળવા તૈયાર નથી.
આ બાબતે ફરી ઘરમાં મોટા ઝઘડા થાય, એના કરતાં હું મારો અભ્યાસ મૂકી દઉં છું, અને જે મારા અભ્યાસના પૈસા બચશે, તે પૈસા ભાઈના ભણતરમાં કામ લાગશે, અને આમે પપ્પાતો ક્યારના કહેજ છે ને કે,
પૂજા તારે આગળ વધારે ભણવાની કોઈ જરૂર નથી.
ખોટા પૈસા ન બગાડ.
મમ્મી, ભાઈ વિનોદ ભણીગણીને તૈયાર ને હોશિયાર થશે તો, બાકીની જિંદગીતો સારી રીતે જીવી શકાશે.
અને બીજું મમ્મી કે હું,
ઈશ્વરકાકાને કહીને નાની-મોટી નોકરી ચાલુ કરી દઉ, જેથી આપણને ઘર ખર્ચમાં રાહત રહે.
મમ્મી પૂજાની આ વાત સાંભળી ગદગદ થઈ જાય છે, અને પૂજાને પોતાની દીકરી નહીં, પરંતુ પોતાનો દીકરો છે, એમ કહીને દીકરી પૂજાને માતા વિણાબહેન વ્હાલથી ગળે લગાવી લે છે.
વધુ આગળ ભાગ - 3માં