Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 8

ભાગ - 8
વાચક મિત્રો, આગળના ભાગમાં આપણે જાણ્યું કે,
લાજ-શરમ નેવે મુકી, રંગરેલીયા મનાવવા, અને ઈજ્જતની પરવા કર્યા વગર જીવનમાં બસ મોજ મનાવવાવાળી દિવ્યા સાથે તેના જેવોજ સ્વભાવ ધરાવતો પ્રમોદ, દિવ્યા અને પ્રમોદ, વારંવાર એકાંતમાં મળીને મર્યાદા ઓળંગી રહ્યાં છે, ને એકદિવસ અચાનક ...
આ મજા લેતા પ્રમોદ માટે તેનો સમય, કાળ બનીને આવશે,
એવું તો પ્રમોદે સ્વપ્ને પણ વિચાર્યું નહોતું.
પ્રમોદ તો પહેલેથીજ ઐયાસી હતો, અને એમાંય જ્યાંરથી દિવ્યા એના જીવનમાં આવી ત્યારથી તો એ બિલકુલ હવામાજ ઊડતો રહેતો.
મૃગજળ રૂપી સપનામાં રાચતા પ્રમોદને એ ખબર ન હતી કે,
જે રસ્તે અત્યારે એ ચાલી નીકળ્યો છે, ચાલી નીકળ્યો છે
નહિ,
રીતસર આંધળો થઈને દોડી રહ્યો છે, તે રસ્તા પર અચાનક આવો અણધાર્યો, અસહ્ય ને શ્વાસ થંભાવી દે, તેને અને તેના પરિવારને પાયમાલ કરી દે, તેવો અણધાર્યો મોડ આવશે, અને એ સમયે તેની પાસે પાછા વળવાનો કે આગળ વધવાનો કે પછી એમાંથી બહાર નીકળવાનો કોઈજ વિકલ્પ નહીં બચે.
આમતો
આ રસ્તે ગયેલ પ્રત્યેકે, વિચારવું રહ્યુ કે,
કોઈપણ વ્યક્તીના જીવનમાં વગર મહેનતે, કે આસાનીથી...
ધાર્યા કરતા પણ વધારે અને સતત
જો મજા મળવાની ચાલુ થઈ જાય તો,
એજ ક્ષણે, સમજી લેવું જોઈએ કે,
એણે જે રસ્તો પસંદ કર્યો છે, એ રસ્તો, ખોટો ખોટો ને ખોટોજ હોય છે.
અને એ રસ્તાના અંતમાં, માત્રનેમાત્ર બરબાદી હોય છે.
કોઈપણના જીવનમાં આવી મજા જે વગર મહેનતે મળવા લાગી હોય, તો તેણે ત્યાં જ થોભી,
એ મજા મળવાનું કારણ, અને એ મજાનો અંત શું હોઈ શકે ?
એ વિચારવું અત્યંત જરૂરી બની જતુ હોય છે.
પરંતુ
લગભગ, નીજી સ્વાર્થમાં,કે દગામાં, કે પછી મોહ, માયા અને ખોટી લાલચમાં જે વ્યક્તિ સપડાય છે,
તો આવા સંજોગોમાં, સૌથી પહેલી એની પોતાની વિચારશક્તિ બંધ થઈ જતી હોય છે.
સાથે-સાથે એ જેને મજા સમજી આગળ વધી રહ્યો છે, એ હકીકતમાં એક અંગારા ભર્યા રસ્તા પર આગળ વધી રહ્યો છે, જેની, એને જાણ પણ નથી હોતી કે,
આ એની મજા લાંબે ગાળે એના માટે સજા બની જશે.
આવી મજા જે-તે વ્યક્તી માટે એના જીવનની સૌથી મોટી ભૂલ બનીને રહી જતી હોય છે, અને એ ભૂલના પરિણામ સ્વરૂપ
તે વ્યક્તિનું પોતાનું સાથે-સાથે તેના પરિવારનું પતન બની, બધાનું જીવન ઝેર બનાવી દે છે.
આવા બે-શરમ અને બેજવાબદાર જે-તે વ્યક્તિ,
જો શરૂઆતમાંજ આંખ બંધ કરી, શાન-ભાન ભૂલી આ રસ્તે ચાલી નીકળે છે, તેમના માટે, આ મજા મુસીબતના પહાડ સિવાય વિશેષ કંઈ જ નથી હોતી.
આજે પ્રમોદ સાથે પણ આવુજ કંઈક થવા જઈ રહ્યુ છે કે,
જેની પ્રમોદને અત્યારે બિલકુલ જાણ નથી.
દિવ્યા સાથે રંગરેલિયા મનાવતા પ્રમોદને,
એક દિવસ દિવ્યા, તેના ફાર્મ હાઉસ પર બોલાવે છે.
પ્રમોદ તો હંમેશની જેમ ઐયાસીના રંગીન સપનામા રાચતો, ખુશ થતો, દિવ્યાના ફાર્મ પર પહોંચે છે.
આજે એને એ ખબર નથી કે, આજે અત્યારે એની જે ખુશી છે, તે ફાર્મ પર પહોંચ્યા પછી, કેટલા મોટા દુઃખ અને અસમંજસમાં ફેરવાઇ જવાની છે.
પ્રમોદ ફામ પર પહોચે છે.
આજે દિવ્યા રોજ કરતાં પણ અધિક મોહક થઈ પ્રમોદને આવકારે છે.
દિવ્યાએ આજે જે કપડાં પહેર્યા હતા, તે અત્યંત ચુસ્ત અને ટૂંકા હતા.
સાથે-સાથે એણે આજે નશો પણ, રોજ કરતા અધિક માત્રામાં કર્યો હતો.
આજે આ બધુ કરવું, એતો દિવ્યાનું પ્રિ-પ્લાનિંગ હતુ, પરંતુ આની પ્રમોદને બિલકુલ જાણ ન હતી.
આજે દિવ્યાની આંખો,
નશાની હાલતમા, જે કાતિલ અદા કરી રહી હતી, એ કોઈપણ માણસને મોહમાયામાં ગાંડો કરી, તેની માયાજાળમાં ફસાવવા કાફી હતી.
પ્રમોદ ફામ પર પહોંચતાજ, દિવ્યા અગાઉની પૂરેપૂરી તૈયારી સાથે, પ્રમોદ પર વરસી પડે છે.
દિવ્યા આજે પ્રમોદ પાસે એવું એક અપરાધીક કામ કરાવવા માંગે છે કે, જેના માટે, રોજ કરતા વધારે આકર્ષિત થઈ, તે પ્રમોદને પોતાના વસમા કરી, પોતાનો મનસૂબો પ્રમોદ દ્રારા પાર પાડવા માંગે છે, અને આમાં તો એ પહેલેથીજ પારંગત છે.
પ્રમોદને દિવ્યામાં, આજે કોઈ અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે.
પરંતુ આ વિશે, પ્રમોદ વિશેષ કંઈ સમજી નથી શકતો.
પ્રમોદ અને દિવ્યા, થોડો સમય તો એકાંતમાં પરોવાઈ અંગત પળો માણી રહ્યા છે, ત્યાં જ દિવ્યા પોતાનુ પોત પ્રકાશી, પ્રમોદ સામે પોતાની વાત રજૂ કરી છે.
વધુ ભાગ - 9 મા