Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 5

ભાગ - 5
અંધારું થયે, પાર્ટીમાંથી વહેલા ઘરે પહોંચવા માટે,
બસની રાહ જોઈ રહેલ પૂજા પાસે, પેલી રિવર્સમાં આવેલ ગાડી ઊભી રહે છે.
સુમસાન રસ્તા પર એકલી ઉભેલી પૂજાને, તે ગાડીમાંથી ઊતરેલ ત્રણ ચાર લોફરો વીજળી વેગે, પૂજાને જબરજસ્તી ગાડીમાં ખેંચી લે છે.
સાવ અચાનક બનેલી આ ઘટના વિશે, પૂજા કંઈ સમજે-વિચારે એ પહેલા તો, પૂજાને ગાડીમાં બેસાડી ત્યાંથી વીજળી વેગે ગાડી નીકળી જાય છે.
આમેય ત્રણ બદમાશો સામે, અને આમ અચાનક બનેલ બીના સામે પૂજા એકલી પહોચી વળે તેમ ન હતી.
તેમજ પૂજાને બચાવો બચાવોની બુમ મારી મદદ માટે કોઈને બોલાવવાનો સમય પણ ન મળ્યો, અને કદાચ પૂજા મદદ માટે કોઈને પોકારે, તો આ જગ્યા સાંજ હોવાથી બિલકુલ નિર્જન જેવી હતી.
છતા, પૂજાનું નશીબ કે...
હવે સુમસાન રોડ પર બનેલ આ ઘટના, એજ પાર્ટીમાં જઈને સામેથી બાઈક પર આવતો, કરણ જોઈ જાય છે.
કરણ રોડની સામેની સાઈડે હોવાથી, અને સાંજનું અંધારું હોવાથી તે કોઈને ઓળખી શકતો નથી, પરંતુ એને એટલો ખ્યાલતો આવી જાય છે કે, કોઈ છોકરીને ગાડીમાંથી ઊતરેલ ત્રણ ચાર લોકોએ જબરજસ્તી ખેંચીને ગાડીમાં બેસાડી છે.
આ દ્રશ્ય જોઈ કરણ, તુરંત પોતાનુ બાઈક યુટન મારી, કરણ તે ગાડીનો પીછો કરે છે.
અત્યારે કરણે હેલ્મેટ પહેરી હોવાથી, પેલા બદમાશો કરણને ઓળખી શકતા નથી, પરંતુ એટલું સમજી ગયા છે કે, કોઈ બાઈકવાળો એમનો પીછો કરે છે.
કરણ સતત ગાડીનો પીછો કરતા, પેલા બદમાશો વિચારે છે કે, આ વ્યક્તિ આપણો પીછો નહીં છોડે, એટલે આપણે કોઈ સુમસાન રસ્તા ઉપર ગાડી વાળી લઈએ, અને ત્યાં આપણે ચારે ભેગા થઈ પહેલા એને પાઠ ભણાવીએ.
આટલુ વિચારી તેઓ તેમની ગાડી સૂમસામ રસ્તા પર લઈ જઈ ઉભી રાખે છે.
પછી ચારે પૂજાને લઈને ગાડીમાંથી નીચે ઉતરે છે.
તેની સાથેજ પાછળ ને પાછળ આવી રહેલ કરણનું બાઈક પણ આવીને ઊભું રહે છે.
બાઈકમાંથી નીચે ઉતરતા-ઉતરતા કરણની નજર ગાડીમાંથી નીચે ઉતરી ગાડીની લાઈટમાં ઉભા રહેલ પેલા બદમાશો પર પડે છે.
કરણ પેલા બદમાશોને તો ઓળખી જાય છે, સાથે-સાથે એ છોકરી પૂજા છે, એનો પણ ખ્યાલ આવી જતા, કરણ ફટાફટ પોતાનુ હેલ્મેટ કાઢે છે.
કરણનું હેલ્મેટ ઉતરતાજ, એજ ક્ષણે પેલા બદમાશો કરણને ઓળખી જાય છે.
હમણાં થોડા દિવસો પહેલાજ એ લોકોની કરણના હાથે ધરાઈને ધોલાઈ થઈ ચૂકી હોય છે.
હા આ એજ બદમાશો હતા, જે થોડા સમય પહેલા જીમ પર ઈશ્વરભાઈ સાથે બબાલ કરી હતી, અને કરણે એમને બરાબર નો પાઠ ભણાવ્યો હતો.
કરણને જોતાજ, તેઓ પૂજાને કરણ તરફ ધક્કો મારી, બિજીજ ક્ષણે, તેઓ ગાડીમાં બેસી ત્યાંથી ભાગી જાય છે.
આ બાજુ ધક્કો વાગવાથી પૂજા સીધી કરણની બાહોમાં આવી જાય છે.
બે ક્ષણ માટે કરણ કે પૂજા બંનેમાંથી કોઈ કઈ પણ બોલી કે સમજી શકતું નથી.
બન્ને અવાચક થઈ જાય છે.
થોડીવારની શાંતિ બાદ, કરણ પોતાનુ બાઇક ચાલુ કરે છે, અને પૂજાને કહે છે કે,
ચાલ તને ઘરે મૂકી જાઉં.
પૂજા પણ, બોલ્યા-ચાલ્યા વગર કરણની બાઈક ઉપર, કરણની પાછળ બન્ને વચ્ચે, થોડું અંતર રાખીને બેસી જાય છે.
અત્યારે કરણ અને પૂજાની વચ્ચે બાઈક પર માત્ર પાંચ-છ ઈંચનુંજ અંતર છે, પરંતુ બંનેને
આ પાંચ-છ ઈંચનુ અંતર કાપતાં ભવિષ્યમાં કેટલો સમય લાગશે ?
કે પછી
આ અંતર કપાશે કે નહીં ?
તેવા પોત-પોતાની રીતે મનમાં વિચારો કરતા-કરતા તેઓ પૂજાના ઘર સુધી પહોચે છે.
પૂજાનું ઘર આવી જતા, પૂજા કરણનો આભાર માનતા બાઈક પરથી ઉતરી જાય છે.
કરણ પણ બે મીનીટ પૂજાને જતી જોઈ, ત્યાંથી નીકળી જાય છે.
બાકી ભાગ - 6 માં