Slander books and stories free download online pdf in Gujarati

નિંદર

આજ અચાનક મને નિંદર ઉપર લખવાનું મન થયું એ પણ એટલે કે રાતના બાર વાગ્યા છે પણ નિંદર નથી આવતી . નિંદર રોજિંદી અને સહજ ક્રિયા છે એટલે કદાચ આપણને વિચાર નહીં આવતો હોય કે નિંદર કેટલી અદ્ભુત વસ્તુ છે . કાં પછી જે લોકો નિંદરની અલૌકિકતા જાણી ગયા હશે એ લોકો એ નિંદર બગાડીને એના વીશે લખવાનું વ્યાજબી નહીં સમજ્યું હોય . બાકી માણસની ઉપાધિના મશીન આટલી ઘડી બંધ રે એ કાંઈ જેવી તેવી વાત છે...? એ સારું છે કે નિંદર કરતી વખતે શરીરના મશીન બંધ નથી પડી જાતાં બાકી પછી નિંદર જ કરવાની રહે . નિંદરની વાત નીકળી છે તો યાદ આવ્યું . હમણાં જ મગનનો બાબો પહેલા ધોરણમાં આવ્યો ને શાળાનો સમય થયો સવારે સાડા સાત . મગન તો એના બાબાની નિશાળે ફરિયાદ કરવા પહોંચી ગયો કે આટલો વહેલો સમય હોતો હશે ક્યાંય . શિક્ષકોએ કહ્યું બાળકને વહેલું ઉઠવાની ટેવ પાડવી જ જોઈએ . ત્યારે મગને ચોખવટ કરી કે એને તો વહેલું ઉઠવામાં કોઈ વાંધો નથી પણ એને મુકવા મારે આવવાનું હોય છે એ તકલીફ છે .

નિંદર પણ કેટલીયે જાતની હોય છે , નહીં..? કામઢાઓ ની ઘસઘસાટ નિંદર , નવરાઓની અધકચરી નિંદર , વિધ્યાર્થીઓને ઉઠી ગયા પછી ફરી જે પાંચ મિનિટ ઉંઘવા મળે એ દિવ્ય નિંદર , અલાર્મ બંધ કરીને ચોરી કરતાં હોય એવી નિંદર , મોટા ધનકુબેરોના પણ નસીબમાં ન હોય એવી બપોરની જાહોજલાલી વાળી નિંદર અને આવી તો કેટ કેટલી નિંદર . હમણાં નથુએ પશાકાકાને ભર નિંદર માંથી જગાડ્યા એમાં પશાકાકા એ નથુ નું માથું ફોળી નાખ્યું . નથુએ કરી પોલીસને ફરિયાદ સાહેબે તો બે હવલદાર મોકલ્યા પશાકાકાને પકડવા પણ હવલદાર ખાલી હાથે પાછા આવ્યા . સાહેબે પૂછ્યું એલા કેમ ધોયેલા મૂળાની જેમ પાછા આવ્યા ?ત્યાં તો હવલદાર બોલ્યા પશાકાકા સુતા તા . જોયું..??!! આ છે નિંદરનુ મહાત્મ્ય .

નિંદર પાછી વસ્તુ ગજબ છે હોં . નિંદર વધારે આવે તોય ઉપાધિ નિંદર નો આવે તોય ઉપાધિ . હમણાં બિચારા મથુરને નિંદર નોતી આવતી , તે નિંદરની ગોળીઓ લેતો તો પણ કોણ જાણે કેમ એક દિવસ એને ઘસઘસાટ નિંદર આવી ગઈ . ત્યાં તો એના ધર્મપત્નીએ હડસેલો માર્યો " ઉઠો ઉઠો....આ ગોળી નથી લેવી..? " તે હજુ સુધી મથુર ગોળી લે છે . ચીમનને બિચારાને ઉંધુ હતું એ સવારે વહેલો ઉઠી શકતો ન્હોતો . તે ચીમન ગયો ડોક્ટર પાસે . ડોક્ટર સાહેબે દવા આપી કહ્યું બે દિવસ પછી સવારે અગ્યાર વાગે બતાવવા આવજો . ચીમને કહ્યું દસ વાગે આવું તો ચાલે ? ત્યાં ડોકટર સાહેબ બોલ્યા " દસ વાગે તો હું ઉઠું છું.."

જોયું મિત્રો નિંદરનુ તો આવું છે . માણસના જીવનનો ઘણો ભાગ નિંદરમાં જ જાય છે . ત્યારે હારુ વિચાર આવે કે નિંદર નો હોત તો આટલો ટાઈમ કાઢત ક્યાં..? કંટાળી જાત નહીં..? અને આ ધરતીને માણસના ત્રાસથી જે કંઈ થોડોઘણો આરામ મળે છે એ પણ ન મળત અને હા જાગતા રહેત તો પાછું આપણે રાતેય ખા-ખા કરત એ જુદું . મમ્મીને રાત્રે પણ રસોડા માંથી નવરાશ ન મળેત... અને કેટલાય ઘરના ઝઘડા તો આજ અને કાલ વચ્ચે જે નિંદર આવે છે એમાં જ ઉકલી જાય છે . સવારે ઉઠોને ગરમાગરમ ચા મળે એટલે ઝઘડો પૂરો . બાકી તો છૂટાછેડાના કેશ પણ બહું વધી જાત . નહીં..?? આહાહા મને તો લાગે છે મનુષ્યને નિંદર હજારો વર્ષો પહેલાં કોઈ વરદાનમાં જ મળી હશે . હજુ તો મારે નિંદર પર કેટલુંય લખવું છે પણ હું કરવું હવે નિંદર બહું આવે છે....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED