માધુકરી
એક ગામડાનો 10 વર્ષનો છોકરો એના મનમાં થયું કે, આપણે ભણીએ તો જ આપણો ઉદ્ધાર થાય, બસ ! તેણે પોતાની માતા પાસેથી બે ચાર રોટલી, થોડી ચટણી, પૌવા અને ગોળ લઇને એ શહેરમાં ચાલ્યો .. કયું શહેર ? ગમે તે પુના, સાપુતારા, વાપી, નાસિક ,બેલગામ અથવા અમરાવતી શહેરમાં જઈને બે-ચાર ઘેર તપાસ કરી કે રહેવાની જગા મળશે કે કેમ, અને તે જગા પણ મફતમાં જોઈતી હતી એટલે કોઈ આપે પણ નહીં જેથી એ છોકરો સીધો મંદિરમાં ગયો અને તેણે ત્યાં પોતાની પથારી પાથરી. બીજે દિવસે મળસ્કે ઉઠ્યો, નાહી-ધોઈ તિલક કરી પાસે ની નિશાળ માટે શાસ્ત્રી પાસે ગયો.
“ગુરુજી ! મારે ભણવું છે.”
ગુરુજી કહે, “ ઠીક, ભણવા બેટ, તું ક્યાં રહે છે ?”
“ હું કાલે જ આવ્યો છું. અને મુરલીધર ના મંદિર માં રહું છું.”
ગુરુજી પાસેથી પ્રથમ પાઠ લખી છોકરો 10 વાગે પાછો આવ્યો. હાથ-પગ ધોઈને અબોટિયું પહેરી, હાથમાં ઝોળી લઈને બહાર નીકળ્યો. ઝોળી એટલે બે હાથ ચોરસ એક લૂગડું. એના બે છેડાની ગાંઠ વાળે છે ને વચ્ચે થાળી મૂકે છે. એક હાથમાં લોટો હોય. આટલી વસ્તુ લઈને જે પોળમાં તે રહેતું હોય ત્યાં કોઈ ઘરના બારણા આગળ ઉભો રહી ને છોકરો સ્પષ્ટ , શુદ્ધ અવાજ પોકારે છે ; “ओम भवती भिक्षम देही “
મોટુ પીતાંબર પહેરેલી એક સ્ત્રી ઘરમાંથી બહાર આવે છે અને પૂછે છે : अरे मुला, तू नवीन दिसतोस. तू कुठला ? इकडे कोणाकडे शिकतोस ?” પ્રશ્નોમાં તિરસ્કાર બિલકુલ નથી સહાનુભૂતિ પણ નહીં : તે તો છોકરાએ મેળવવી રહી.
છોકરાએ પણ સામે ટૂંકમાં પણ નિખાલસ હૃદયથી જવાબ આપ્યો ત્યારે ‘ કાકુ’ અંદર ગઇ એણે કડછી ભાત,રોટલાનો એક ટુકડો અને એક બે કડછી ખાટી દાળ, એટલું છોકરાને લાવી આપ્યું. રોટલા પર ઘીના એક બે ટીપા તો હોય જ. તમે કહેશો કેટલી કંજુસાઈ ! પણ આવા પાંચ/દસ છોકરા બીજા આ કાકુને ત્યાં આવનાર હતા અને આ કાકુ બધાને થોડું થોડું આપ્યા વિના ન રહે.
આટલું લીધું અને તે છોકરો બીજા ને ત્યાં ગયો અને ત્યાં પણ..“ओम भवती भिक्षम देही “ ત્યાં પણ એવા જ સવાલ અને જવાબ ત્યાં પણ એટલો જ ભાત એકલો જ રોટલો મને એકલું જ ઘી મળ્યું અમે અહીંયા ખાટી દાળ ને બદલે શાક મળ્યું. ત્રીજા ઘરે ગયો ત્યાંની કાકુ એ કહ્યું “ હજી રસોઈ તૈયાર થઈ નથી; પણ થોડો ગોળ આપું”.
છોકરો પાંચ છ ઘર ફર્યો અને તેને બે ટંક પૂરતું ખાવાનું મળી ગયું. તે તેના મંદિરના ઉતારે પરત આવ્યો અને જે મળ્યું હતું તેમાંથી કેટલાક રોટલાના ટુકડા, ગોળ અને શાક તેણે કેળના પાન ઉપર અલગ મૂક્યા. બાકીનું ખાઈ થાળી ઘસીને એ જ થાળીમાં સાંજનું ખાવાનું મૂક્યું અને ઝોળી ખીટી પર મૂકી દીધી.
ફરી બપોરે ભણવા ગયો. ત્યાં નિશાળ ના કેટલા છોકરાઓ સાથે મૈત્રી કરી. સાંજે બધા સાથે રમ્યો, તેની રમવાની હોશિયારી જોઈ બીજા છોકરાઓ ખુશ ખુશ થઈ ગયા અને તેની પૂછવા લાગ્યા, “ તું કોણ ? ક્યાંનો? હમણાં ક્યાં રહે છે ?”
મહારાષ્ટ્રમાં આવી “ માધુકરી” માગી ખાવા આવું અપમાન ભરેલું ગણાતું નથી. ગરીબાઈ એ કાંઈ પાપ નથી. આળસ એ પાપ છે.છોકરો કોઈએ ઘર ઉપર આધાર રાખતો ન હતો, કેમકે તેને પરિણામે તો તેને પરતંત્ર થવું પડે, અને ઘરના લોકોની ખુશામત કરવી પડે ; જમવાનો, ભણવાનો અને નિશાળે જવાનો વખત ન સચવાય. માટે એ પાંચ/દસ ઘરે છે. બધા લોકો સાથે એને ઓળખાણ પણ થાય અને એથી વિશેષ તો એ જેટલી વ્યક્તિને ત્યાંથી ખાવાનું લઇ આવે છે તે તમામ વ્યક્તિની એના પર દેખરેખ રહે છે. આ બધા લોકો ની માયા મેળવી અને મળતી ‘માધુકરી’ ગુમાવવી એ એના ચારિત્ર્ય અને ઉદ્યોગ પર અવલંબે છે.
ત્રીજે દિવસે રજા હતી. તે દિવસે આ છોકરો નવા કરેલા દોસ્તોને ઘરે ગયો. ત્યાં તેને જોઇતી જૂની ચોપડીઓ મળી ગઈ. ‘ અમરકોશ’ અથવા ‘ડીક્ષનરી’ જીવી ચોપડી તો એને મળે જ નહીં.
એ છોકરા નું ભણતર ઠીક ઠીક પ્રમાણમાં આગળ ચાલ્યું હતું. વ્યાકરણ બરાબર આવડતું નહોતું. એને ખ્યાલ નથી કે તેનો એક મિત્ર વ્યાકરણમાં ખૂબ હોશિયાર હતો, જો એ રોજ અડધો કલાક આપશે તો તેને ખાતરી હતી કે બે મહિનામાં વ્યાકરણ માટે તૈયાર થઇ જશે. છોકરો એ તેના મિત્ર, ગણપત ને ત્યાં ગયો અને કહ્યું ; ગણપત, હું તારે ત્યાં રોજ દેવપૂજા ને માટે ફૂલ અને પૂરતી લાવી આપીશ. તારે મને વ્યાકરણ ભણાવવાનું છે.“ ગણપતે કહું, હા ચોક્કસ હું તને વ્યાકરણ સારી રીતે શીખવાડીશ.
બે મહિનામાં છોકરા નું વ્યાકરણ પાકુ થઈ ગયું. એક દિવસ ગણપત ના દાદાએ એ છોકરાને પૂછ્યું, “તને દેવ પૂજા કરતા આવડે છે ?” છોકરાએ કહ્યું, “ ના જી, હું તો ફક્ત સંધ્યા અને રામ રક્ષા ભણ્યો છું.” દાદાએ કહ્યું, “તારે અમારા ગણપતને ‘ પુરુષો સૂક્ત’ ભણાવવા રામ ભક્ત શાસ્ત્રી આવે છે એની પાસે આવી ને તું પણ ભણજે.” દાદા મનમાં કહે છોકરો ચાલાક લાગે છે, બે મહિનામાં વ્યાકરણ શીખી ગયો. ગણપત સાથે વેદ ભણશે તો ગણપત ખંતથી અભ્યાસ કરશે. સ્વાર્થ પણ થયો અને પરમાર્થ પણ થયો.”
ધીમે ધીમે છોકરાનું શરીર, એનું ભણતર, એનું ચારિત્રય અને એની કીર્તિ વધતા ગયા. સ્વાભાવિક રીતે એમાં દસ-બાર વાલીની એમાં તરફની સહાનુભૂતિ પણ વધી ગઇ. તે છોકરાનું ચારિત્રય અને તેની હોશિયાળી જોઈ ગણપત ના દાદાએ તેને કહ્યું, “ અલ્યા તું મંદિરમાં રહે છે એના કરતા અમારે ત્યાં આવીને રહે. અમારે ત્યાં જમજે અમે રોજ સવારની દેવપૂજા પણ કરવાની.”
છોકરો કહે, “ તમારે ત્યાં રહેવા તો આવીશ, પણ હું તો માધુકરી માગીને જ ખાઈશ. તમારે ત્યાં દેવ પૂજા કરીશ, તેના બદલામાં તમે મને પહેરવાના કપડા અને લાઇબ્રેરીના ચાર આના આપશો તો ઠીક થશે.”
....ઘણાં વર્ષ આ રીતે ગયાં. હવે તે છોકરો શહેરના એક-બે છોકરાને ગણિત ભણાવે છે. તેમાંથી તેને દસ-બાર રૂપિયા મળે છે. આમ છતાં તેણે ‘માધુકરી’ ન છોડી. પછી તે છોકરો ગણપત સાથે કોલેજમાં ગયો. ત્યાં છાત્રાલયમાં સાત ક્લબ હતી ગણપત ના પિતાની ઓળખાણ ને કારણે એને વાર મળ્યા. વાર એટલે અઠવાડિયામાં એક એક દિવસ એક એક ક્લબમાં મફત જમવાની રજા.
મફત જમે તેથી કોઈનો ઓશિયારો નથી. ચર્ચા-પરિષદમાં તે આગળ પડતો ભાગ પણ લેતો થયો હતો. પ્રતિસ્પરધીઓનો જોરદાર વિરોધ કરતો અને પોતાના મત વિષે તે અભિમાન ધરાવતો. બીજા છોકરાઓને ભણાવીને મેળવેલ પૈસાથી તેણે પ્રથમ સત્રની ફી ભરેલ હતી. ફાઇનલ પરીક્ષામાં તેણો નંબર બીજો આવતાં તેને છાત્રવૃતિ મળી અને આમ તે ધીમે ધીમે પ્રખ્યાત વિદ્વાન બની ગયો.
આજે આ છોકરો બીજા દસને અભ્યાસ કરવામાં મદદ કરતો થયો.
આમ મહારાષ્ટ ની આ એક નામંકીત એનજીઓ ‘માધુકરી ‘ બાળકોને આગળ લાવવામાં મદદરૂપ બને છે.
DIPAK CHITNIS (dchitnis3@gmail.com)