ટોય જોકર - 15 Pankaj Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટોય જોકર - 15

પાર્ટ 15
મયુર શોપની બહાર આવ્યો એટલે તેણે પ્રજ્ઞા ને કહ્યું કે જરૂર અહીં કંઈક ગડબડ છે. અહીં ધ્યાન રાખવું પડશે એ હેતુ થી મયુર ત્યાં આજુબાજુ નજર રાખવા લાગ્યો. પ્રજ્ઞા ને બીજી શોપે ચેક કરવા જવાનું કહ્યું.
મયુર શોપની સામે એક ચાના કેબિને જઈને બેસી ગયો. શોપ પર આવતા લોકો અને શોપ પરથી જતા લોકો પર તે બારીકાઈથી ધ્યાન રાખતો રહ્યો. બે કલાક જેવો સમય થઈ ગયો પણ તેને કશું પણ એવું જોવા ન મળ્યું જેવું તે ઈચ્છતો હતો.
મયુર ત્યાં આજુબાજુ કોઈને પણ શક ન પડે તેમ હરતો ફરતો હતો. તેણે અતિયારે પોતાના પોલીસ યુનિફોર્મ ને સેન્જ કરીને સાદા વસ્ત્ર મા હતો. જેથી કોઈને પણ શક ન પડે કે મયુર પોલીસ ઓફિસર છે. મયુર હજુ પોતાની રીતે શોપ પર જ નજર રાખતો હતો ત્યાં તેની પાસે પ્રજ્ઞા આવી. પ્રજ્ઞા જોઈને મયુરને એટલો તો ખ્યાલ આવી ગયો કે પ્રજ્ઞાએ પોતાના વિસ્તારમાં આવતી બધી જ શોપે જઈને તપાસ કરી લીધી છે.
"કોઈ પણ શોપે આ પ્રકારના ટોય મળતા નથી." મયુર પાસે આવીને પ્રજ્ઞાએ કહ્યું.
"અહીં પણ કશું મળે એવું મને લાગતું નથી." મયુર પણ હવે શોપ પર ધ્યાન રાખીને કંટાળી ગયો હતો તેવું તેના અવાજ પરથી લાગતું હતું.
"તો શું આપને ત્રિવેદી સરને કહીને પોલીસ શોકી જતા રહેવું મને ઉચિત લાગે છે. આપણે અહીં નકામો ટાઈમ બગાડવી છીએ." પ્રજ્ઞા એ કહ્યું.
"આપણે હજી થોડી વાર રાહ જોઈએ પછી નક્કી કરીશું આગળ શું કરવું." માયુરે કહ્યું.
"ઓકે," માયુરના કહેવાથી પ્રજ્ઞા એકબાજુ જઈને શોપ પર નજર રાખવા લાગી.

@@@@@
રાકેશે હવે નક્કી કર્યું હતું કોઈ પણ રીતે આ સમસ્યાનું સમાધાન લાવવું. તે માટે તે જંગલ તરફ રવાના થયો હતો. તેની બાઇકની રફતાર તેજ હતી. તે આજે કોઈ પણ રીતે આ સમસ્યાનું સમાધાનની કોઈ તો કડી શોધી કાઢશે તેવું તેને વિચાર્યું હતું.
પોતાના મનમાં રહેલા વિચારોના કારણે તેને સામેથી આવતી એક એક્ટિવા ન દેખાતા અચાનક રાકેશ પોતાની બાઈક પરનું કન્ટ્રોલ ગુમાવી દેતા તે એક્ટિવા સાથે રાકેશની બાઈક અથડાની. આ બધું અચાનક અને ખૂબ ઝડપે થયું હતું કે રાકેશને વિચારવાનો સમય ના મળ્યો. અચાનક જ આ એક્સિડન્ટ થઈ ગયું.
રાકેશ ઉભો થયો. તેની સામે કોણ હતું તે જોવા તેણે જોયું કે એક એક્ટિવા ત્યાં આડી પડી છે અને તેનાથી થોડી આગળ કોઈ છોકરી પડેલી હતી. તે છોકરી ને પાસે જઈને રાકેશે તેને ઉભી કરી. તે છોકરી બીજી કોઈ નહીં દિવ્યા હતી.
"દિવ્યા તું અહીં." રાકેશે જ્યારે તે છોકરીનો સહેરો જોયો ત્યારે તે દિવ્યા ને ઓળખી ગયો. દિવ્યા પણ રાકેશને ઓળખાતી હતી. તેવું દિવ્યના હાવભાવ થી લાગી રહ્યું હતું.
"રાકેશ તું અહીં." દિવ્યા એ પણ રાકેશનું અનુકરણ કરતા કહ્યું.
રાકેશ દિવ્યા સાથે વધુ વાત કરે ત્યાં આજુબાજુ લોકો ભેગા થવા લાગ્યા. લોકો મા ગણગણાટ થવા લાગ્યો. લોકો પોતાના અભિપ્રાય આપવા લાગ્યા. દિવ્યાં ને કશું થયું નથી એમ પૂછવા લાગ્યા. કોનો વાંક છે કે તે વિચે ચર્ચા કરવા લાગ્યા.
દિવ્યા ને કશું થયું ન હતું. સામે રાકેશને પણ કશું થયું ન હતું. આ અકસ્માત માં કોઈને નુકશાન થયું ન હતું. દિવ્યા એ લોકોને જવાનું કહી ને લોકોની ભીડ ઓછી કરવાની કોશિશ કરી. પણ ભીડ ઓછી થવાનું નામ લેતી ન હતી. આથી દિવ્યા એ રાકેશને તેની સાથે આવવાનું કહી એક્ટિવા શરૂ કરીને તે આગળ જતી રહી. રાકેશ પણ દિવ્યા પાછળ પાછળ જતો રહ્યો.
રાકેશ અને દિવ્યા એક સાથે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. સ્કૂલમાંથી તેની સારી એવી ઓળખાણ હતી. તે બંને હંમેશા સાથે લાયબ્રેરી મા અભ્યાસ કરતા. સ્કુલ પછી દિવ્યા કોલેજ કરવા જતી રહી અને રાકેશે કોલેજ વિશે ન વિચાર્યું. ત્યાંથી તે બંને અલગ થઈ ગયા હતા જે આજે એક અકસ્માતમાં મળ્યા હતા.
દિવ્યા એ આગળ એક્ટિવા ઉભી રાખી. તેની પાછળ રાકેશે બાઈક ઉભી રાખી. બને આગળ પડેલા બાંકડે જઈને બેઠયા.
"ત્યાં ખૂબ ભીડ હતી." દિવ્યા એ કહ્યું.
"આપણું એક્સિડન્ટ થયું એટલે ભીડ તો હોય જ તે સ્વાભાવિક છે." રાકેશ
"મને વિશ્વાસ નથી આવતો કે આટલા વર્ષે તું મને મળ્યો તે પણ એક અકસ્માત ના કારણે." દિવ્યા એ કહ્યું.
"મને પણ આશ્ચર્ય થાય છે." રાકેશ.
"તું મને એ નહીં પૂછીશ કે આટલા વર્ષ હું ક્યાં હતી." દિવ્યા
"નહીં." રાકેશ.
"કેમ. આટલા વર્ષે તને મળી તો પણ તારે એ નથી જાણવું કે હું ક્યાં હતી." દિવ્યા.
"હું જાણું છું કે તું ક્યાં હતી." રાકેશે કહ્યું.
@@@@@
પ્રતીક અને જયદીપ લગભગ શહેર ની બધીજ ટોય શોપે જઈ આવ્યા હતા. પણ તેને કોઈ પણ શોપે તે પ્રકારના ટોય જોકર જોવા મળ્યા ન હતા. તે હાલ એક શહેરની બહાર આવેલા એક કારખાને તપાસ કરવા જઈ રહ્યા હતા.
"આ શહેરમાં થઈ રહેલા ખૂન વિશે તારે શું કહેવું છે." ગાડી ચલાવી રહેલા જયદીપે પ્રતીકને કહ્યું.
"મારું જ્યાં સુધી માનવું છે ત્યાં સુધી આ કોઈ એક વ્યક્તિનું કામ નથી. કોઈ આખી ગેંગ છે. અને કશુંક એવુ છે જે આપણે નથી જોઈ શકતા." પ્રતિકે કહ્યું.
"ઓહ તારા વિચાર પણ ત્રિવેદી સરના વિચાર સાથે મળે છે." જયદીપ.
"હાલ સુધીને પરિસ્થિતિ તો મને એવું જ કહે છે." પ્રતીક
"પણ મને એવું નથી લાગતું."
" તો મહોદય તમને કેવું લાગે છે." પ્રતીક
"મારું માનવું તો એવું છે કે આ કોઈ માણસ નું કામ નથી." જયદીપે કહ્યું.
"મતલબ કે તું કેવા શું ઈચ્છે છો." પ્રતીક
"કોઈ શૈતાન નું આ કામ લાગે છે." જયદીપ.
(વધુ આવતા અંકે)