CANIS the dog - 32 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

CANIS the dog - 32

એક અંશ ઉપર ભીડ થી ખીચોખીચ ભરેલો મૉલ pin drop silence માં કન્વર્ટ થાય છે અને તરત જ મૉલમાં બે અવાજો સુસ્પષ્ટ સંભળાવા લાગે છે. એક તો ભિસ્તી ની પખાલ નો  જે તસ્કર તેના ગળા નીચે ડુમો  ઉતારે છે. અને તરત જ બીજો અવાજ સંભળાય છે લુહારની ધમણનો. અને બૉબી  અત્યંત તેજ ગતિથી તેનો શ્વાસોશ્વાસ કરતો  દેખાય છે.

બૉબી તેનાજ કોન્ફીડન્સમાં યોગી સમાન ઉદાસીન ઊભો છે. અને  તસ્કર હજુ  પણ કોઈ ચાન્સ લેવાનું વિચારી રહ્યો છે.

તસકરે તેનું પ્લાનિંગ સમજી લીધુ અને ગ્લાસ ગેટ સુધી પહોંચવાના તેના કાઉન્ટડાઉન પણ. અને તેેેેેે એ પણ સમજી ગયો હતો કે  ડૉગ ક્યાં સુુધી પહોંચશે?
અને ગેટ  ક્યારે બંધ થશે?

તસ્કરે પ્લાનિંગ કરી દીધું હતું કે જો ગેટ ખુલી જાય તો ઠીક  છે અધરવાઇઝ ગ્લાસ તોડીને પણ ભાગી જવાનું છે. 

તસ્કર એસ્કેલેટર ની રેલીંગ પરથી જ તેના સ્કેટિંગ બોર્ડ વડે નીચે ઊતર્યો. અને રેલીંગ  પૂરી થતાની સાથે જ તેના bump વડે જ છલાંગ મારીને મૉલ ની બહાર દોડવા લાગ્યો.
મૉલજનો  મામલામાં  વચ્ચે નહોતા પડવા માંગતા કેમ કે તેમણે સમજીી લીધુ હતું કે આજે ચોરની ખેર નથી.

તસ્કર નેે જોતા એમ જ લાગ્તું હતુ  કે આજે  ગ્લાસ ગેટ ફુટી ને જ રહેશે. અને ખરેખર થતે પણ એમ જ, જો એક વૃદ્ધ્ધ્ધ મહિલા તે ગ્લાસ ગેટ ની સામે  થી પસાર ના થઇ હોત. તેે વૃદ્ધ મહિલા glass gate ની સામેથી પસાર થાય છે અનેેેેે ગેટ ખુલી જાય છે.
 
તસ્કર વિના પરેશાની તે ગેટ ની બહાર નીકળીને થોડીવાર રહીને ગ્લાસ ની પેલી બાજુ બૉબી ને જોઈને હસી પડે છે. તો બૉબી વાયુ સમાન તસ્કર બાજુ ધસી રહ્યો હતો. તસ્કરે બોબી અને ગેટની વચ્ચે ના  સુમસાન અંતરને જોઈને ફરી થી હસી લીધું.અને બૉબી વાયુની ગતિ થી ગેટ બાજુ દોડવા લાગ્યો.
 
તસ્કરે સમજી લીધું કે હવે ડૉગ બહાર નહીં નીકળી શકે(human સેન્સર) અને માથું હલાવતો હલાવતો તેના બોર્ડ પર પગ મૂકીને આરામથી ચાલવા જાય છે. અને ત્યાં જ પાછળથી ધમાકા સાથે કાચ ફુટવા નો એક જોરદાર અવાજ સંભળાય છે. તસ્કરે  પાછળ વળીને જોયુ  અને બૉબી એ તેને  હવા માંથી જ દબોચી લીધો.
 
કેનિસ ના પડઘમ શાંત થાય છે અને તરત જ એક પોલીસ કાર માંથી બે પોલીસ બહાર નીકળીને તસ્કર  ને arrest કરે છે.
 
મૉલ જનો બહાર દોડી આવે છે અને દ્રશ્યને જોઈને તાલીઓના ગડગડાટથી બૉબી ને વધાવી લે છે.અને બૉબી, સીતા અને આર્નોલ્ડ ની પ્રતીક્ષા મા  લાગી જાય છે.
 
આર્નોલ્ડ અને સીતા બંને દોડીને ઘટનાસ્થળ પર પહોંચે છે અને પોલીસે સીતાનું ગોલ્ડન ચેન વાળું પર્સ  આર્નોલ્ડ ના હાથમાં થમાવ્યું.
 
પોલીસે સીતા ને કહ્યું નાઇસ dog મેમ, but he is some injured take care of him. have a nice day. અને પોલીસ ત્યાંથી નીકળી ગઈ.
 
પોલીસના ગયા  પછી આર્નોલ્ડે  સીતા ને પર્સ આપ્યું અને કહ્યું યોર એવરીથીંગ.
 
સીતાએ પણ મજાક વાળી નફ્ફટાઈમાં પર્સ ખોલ્યું અને એક લૌતી લિપસ્ટિક બહાર કાઢી. અને પર્સ આર્નોલ્ડ ને પાછુ  સોંપ્યું.અને થેન્ક્સ કહી ને તેવી જ નફ્ફટાઈ માં લિપસ્ટીક લગાવતી લગાવતી રોડ ઉપર ચાલવા લાગી.
 
આર્નોલ્ડે  પર્સને ઊંધુ કરીને ફફોળ્યુ, તો તેમાંથી કશું જ ના નીકળ્યુ અને બોબી થોડુંક ભસ્યો.
 
આર્નોલ્ડે  પાછળથી સીતાને બૂમ પાડતા કહ્યું અરે, પણ મારા બૉબી નુ  શુ!!
 
દ્રશ્ય ની પૂર્ણાહુતિ સાથે જ રશિયાના અંત્રીમ ગલીયારા ઓ દેખાય છે, જે કદાચ રશિયાની આદિમ સંસ્કૃતિની જ એક ભાગ હશે.