આજનો રોલ મોડલ (Role Model) - ELON MUSK પરમાર રોનક દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આજનો રોલ મોડલ (Role Model) - ELON MUSK

Hello , friends. જય શ્રી કૃષ્ણ. મારુ નામ પરમાર રોનક છે અને આપણે ELON MUSK વિશે ની જાણકારીની આપ-લે શરૂ કરીએ તેની પહેલા હું તમને એક પ્રશ્ન પૂછવા માગ્યું છું : ' માની લો કે તમારી પાસે 1 કરોડ છે. હવે તમે આ 1 કરોડના અડથા પૈસા એક કમ્પનીમાં અને બાકીના પૈસા બીજી કમ્પનીમાં નાખી દો છો ! ધીરે ધીરે આ પૈસા પુરા થતા જાય છે અને તમે તમારા દોસ્તને ત્યાં રહેવા ચાલ્યા જાવ છો. તમારું તણાવ (tension) વધતું જાય છે. કારણ કે તમારી સામે જ તમારા પૈસા ઉડતા જાય છે અને તમે આને રોકી પણ શકતા નથી. ઉપર થી તમારું તલાક પણ થવાનું છે. તો , હવે તમારી માનસિકતા (mindset) કેવું હશે ? ઉપરથી તમારી પાસે જેટલા પૈસા છે તે પૈસા તમે માત્ર એક જ કમ્પનીમાં નાખી શકો છો અને બીજી કમ્પનીમાં પૈસા નાખી શકતા નથી. તેથી એ બીજી કમ્પની ડૂબી જશે. અને જેમાં તમે પૈસા નાખો છો તેમાં પણ કઈ ગેરેન્ટી નથી કે તે કમ્પની ગ્રો કરશે. તમારી પાસે પૈસા ઓછા છે તો હવે તમે શું કરશો ?? તમારે પૈસા તો નાખવા જ પડશે નકર તે બન્ને કમ્પની ડૂબી જશે અને એ તમે ઇચ્છતા નથી. તો હવે તમે શું કરશો ?? ' આ પ્રશ્નનો જવાબ તમને આજના આ બ્લોગ માં મળી જશે.
આ બ્લોગને તમે Elon Musk biography by Ashlee Vance બૂકની Book summary પણ માની શકો છો. આજે આપણે કુલ 6 પોઇન્ટ ઉપર વાત કરીશું. જેમાં પોઇન્ટ 1 છે , Elon નું બાળપણ. પોઇન્ટ 2 છે , Elon ની પહેલી કમ્પની - Zip 2. પોઇન્ટ 3 છે , X.com થી PayPal સુધી. પોઇન્ટ 4 છે , Spacex માં Space જેટલી મોટી મુસીબતો. પોઇન્ટ 5 છે , ઇલેક્ટ્રિક કાર - Tesla. અને આખરે પોઇન્ટ 6 છે , મુસીબતો બાદ સફળતા.
No. 1 : Elon નું બાળપણ

● જે ગાંડો વ્યક્તિ એવું વિચારે છે કે , તે દુનિયા બદલશે. ખરેખરમાં એ જ દુનિયા બદલે છે.

- Steve Job

Elon Musk નો જન્મ 28 જૂન 1971 ના રોજ સાઉથ આફ્રિકાના Pretoria ( પ્રિટોરિયા ) શહેર માં થયો હતો. Elon Musk નું પૂરું નામ , Elon Reeve Musk ( ઇલોન રિવ મસ્ક ) છે. ઇલોન ના પિતાનું નામ Errol Musk ( એરોલ મસ્ક ) છે જ્યારે ઇલોન ની માતાનું નામ Maye Musk ( મેય મસ્ક ) છે. ઇલોન , મેય અને એરોલનો પહેલો બાળક છે. જે તેમના લગ્નના એક વર્ષ બાદ જ જન્મ્યો હતો. ઇલોન ના બાદ તેના ભાઈનો જન્મ થયો અને ત્યાર બાદ તેની બહેન નો. ઇલોન ના ભાઈ નું નામ કિમ્બલ ( Kimbal ) અને બહેન નું નામ ટોસ્કા ( Tosca ) મસ્ક છે.

ઇલોન નાનપણ થી જ બહુ હોશિયાર હતો. પણ હા , તે સ્કૂલમાં વધુ માર્ક લેતો આવતો નહતો. તેને સ્કૂલી ભણતર કરતા self education ઉપર વધુ ધ્યાન આપ્યું. તેથી તે બુક્સ વાંચવા લાગ્યો. તે બહુ નાની ઉમરથી જ બુક્સ વાંચવા લાગ્યો હતો. તેને નાનપણ માં જ ઘણી કોમિક્સ ( comics ) books , Sci-fi books અને એક સમય એવો હતો કે તેને પોતાના ઘરની નજીક માં આવેલ library ની બધી જ બુક્સ વાંચી લીધી હતી. ત્યારે તેએ આખી Encyclopaedia Britannica વાંચી નાખી હતી. કહેવામાં આવે છે કે જ્યારે ઇલોન 10 વર્ષ નો થયો ત્યાં સુધીમાં તેએ એટલી બુક્સ વાંચી લીધી હતી જેટલી એક કોલેજ માંથી પાસ થયેલ વિદ્યાર્થીએ વાંચી ન હોય. પણ ઇલોન ના જીવન માં ઘણી મુશ્કેલીઓ પણ આવી છે.

જ્યારે ઇલોન 10 વર્ષથી નાનો હતો ત્યારે તેના માતા પિતા નું તલાક થઈ ગયું હતું. ત્યારે તેએ પોતાના પપ્પાની સાથે રહેવાનો નિર્ણય રાખ્યો અને આ જ નિર્ણય તેના માટે અને તેના ભાઈ બન્ને માટે ગુનો બન્યો હતો. કારણ કે ઇલોનના પપ્પા ઇલોન અને કિમ્બલને બહુ હેરાન કરતા હતા. એરોલ તેના બન્ને બાળકોને માનસિક તણાવ આપતા હતો. આજે પણ ઇલોન જ્યારે પોતાના બાળપણની વાત કરે છે ત્યારે તે બહુ નિરાશ થઈ જાય છે. એરોલ તે બન્ને ભાઈઓને એટલો હેરાન કરતો કે જ્યારે ઇલોન ના બાળકો જન્મ્યા ત્યારે ઇલોને નિર્ણય લીધો હતો કે તેના બાળકો ક્યારે પણ એરોલથી મળવા ન જોઈએ.

લગભગ 12 વર્ષની ઉંમરમાં ઇલોને એક વિડિઓ ગેમ બનાવી નાખી. જેનું નામ બ્લાસ્ટર રાખ્યું. જે તેમને $500 (ડોલર) માં વેચી પણ નાખી. અને આવી રીતે તેમનું બાળપણ તેમના પિતાની સાથે પરેશાન થી ગયું.

આખરે તે 18 વર્ષ ની ઉંમરમાં કેનેડા પોતાની માતા પાસે ચાલ્યો ગયો અને ત્યાંથી તેઓ USA ગયો અને ત્યાં જઈને તેએ Stanford University માં પોતાનું એડમિશમ કરાવ્યું. ત્યાં તેને પોતાની ભાવિ પત્ની Justine મળી. પણ માત્ર બે દિવસ બાદ જ ઇલોને એ કોલેજ માંથી ડ્રોપ આઉટ લઈ લીધું. કારણ કે ત્યારે ( એ સમયે ) ઇન્ડરનેટ પોતાની બૂમ માં ( એટલે કે બહુ લોકપ્રિયતામાં ) હતું. આ તકનો લાભ ઘણા લોકોએ લીધો તેમાંથી એક ઇલોન પણ હતો.

No. 2 : Elon ની પહેલી કમ્પની - Zip 2

● A big business start small

- Richard Branson

કોલેજ માંથી ડ્રોપ આઉટ થયા બાદ ઇલોને અને તેના ભાઈ કિમ્બલે 1995 માં Zip 2 નામની એક કંપનીની સ્થાપના કરી. Zip 2 એટલે કે આજના Google Map જેવું જ. ત્યારના સમયમાં આ idea બહુ મોટો હતો. ધીરે ધીરે આ કંપની ગ્રો થતી ગઈ અને આ કંપનીના સભ્યો વધતા ગયા. ઇલોન આ કંપનીમાં પહેલાથી જ CEO ( Chief executive officer ) બનાવા માંગતો હતો. પણ નાની ઉંમરે અને વધુ અનુભવ ન હોવાને કારણે ઇલોન ને CEO બનાવવામાં ન આવ્યું. ધીરે ધીરે આ કંપની સમાચાર પત્રિકાઓને મદદ કરવા લાગી. એક બાજુ ઇલોન આ સમાચાર પત્રિકાઓની મદદ કરવાના વિરુદ્ધ હતો અને બીજી બાજુ બોડ ના સભ્યો ઇલોન ની વાત ને માનતા ન હતા.

આખરે ઇન્ડરનેટનો ફુગો (Tech bubble) ફૂટે તેની પહેલા Zip 2 ને compaq નામની કંપનીને વાંચી નાખવામાં આવી હતી. ફેબ્રુઆરી 1999 માં Zip 2 compaq એ લગભગ $307 million (એટલે કે 23174370850.00 ભારતીય રૂપિયા ) માં વાંચી દેવામાં આવી. Zip 2 માં સૌથી મોટો સેર હોલ્ડર ઇલોન જ હતો. ઇલોન પાસે Zip 2નો 7% સેર હતા. તેથી ઇલોન ને આ ડીલથી $22 million (એટલે કે 1660582000.00 ભારતીય રૂપિયા) મળ્યા. એટલે ટૂંકમાં ઇલોન માત્ર 28 વર્ષની ઉપરમાં જ એક કરોડ પતિ બની ગયો હતો.

ત્યારે નવા નવા બનેલા કરોડપતિઓ કોઈ પણ એક નાનું ટાપુ ખરીદી લેતા અને ત્યાં જ મજા કરતા. તેઓ બીજી કોઈપણ કંપનીમાં ત્યાં સુધી પૈસા ન લગાડતા જ્યાં સુધી એ કંપનીમાંથી પૈસા આવવાની ગેરેન્ટી હોય. પણ ઇલોન આવી વિચારધારા વાળો વ્યક્તિ ન હોતો. જ્યારે Zip 2 ના કર્મચારીઓ કંપની વેચવવાની ખુશી મનાવતા હતા ત્યારે ઇલોન પોતાની બીજી કંપની વિશે વિચારતો હતો. પણ તે ખુશ હતો કે તેની કંપની વેચાય છે. આ સાથે ઇલોને જસ્ટિન ને પ્રોપોઝ પણ કર્યો હતો અને જલ્દી જ બન્ને લગ્ન કરવાના હતા. Zip 2 ના પૈસાથી ઇલોને અને કિમ્બલે પોતાની મન પસંદ કાર ખરીદી અને સાથો સાથ ઘણી પલ્ટીઓ પણ કરી. આ સમયે 'રાતો રાત અમીર બનેલ' ઇલોન મસ્કનું interview પણ લેવામાં આવ્યું. એ interview માં ઇલોને પોતાના આખા સફર વિશે , પોતાના આગલા પ્લેન વિશે અને પોતાની નવી કંપની - X.com વિશે પણ વાત કરી.

No. 3 : X.com થી PayPal સુધી

● પોતે એ બદલાવ બનો , જે તમે દુનિયામાં જોવા માંગો છો.

- મહાત્મા ગાંધી

જ્યારે Zip 2 વેચાવવાના સમાચાર બાળે બડયા તેની પહેલાથી જ ઇલોને X.com વિશે વિચારી રાખ્યું હતું. X.com એ સમયનો બહુ મોટો પ્રોજેકટ હતો. X.com ઓનલાઈન ડ્રાન્જેકસન માટેની ઓનલાઈન બેન્કિંગ સિસ્ટમ વાળી કંપની હતી. એટલે કે ભૌતિક બેન્ક ની જગ્યાએ , ઓનલાઈન બેન્ક ! આ પ્રોજેકટ એ સમયમાં બહુ મુશ્કેલ હતો , કારણ કે ત્યારે જે લોકો ઇન્ટરનેર ને ઓળખાતા હતા તે લોકો X.com અને Amazon જેવી ઇન્ટરનેટથી ચાલતી કંપનીઓ ઉપર વિશ્વાસ કરતા હતા. પણ જે લોકો ઇન્ડરનેટને બહુ સમજતા ન હતા તે લોકો આવી ઇન્ડરનેટથી ચાલતી કંપનીઓ ઉપર જરીક પણ વિશ્વાસ કરતા નહતા. અને બદનસીબીને કારણે આવા લોકોની સંખ્યા બહુ વધુ હતી.

Zip 2 ફેબ્રુઆરી 1999 માં Compaq એ ખરીદી હતી. અને તેના એક મહિના બાદ જ ઇલોને X.com ની સ્થાપના કરી , એટલે કે માર્ચ 1999 માં. ઇલોને પહેલાથી જ વિચારીને રાખ્યું હતું કે આ કંપનીમાં તે જ CEO ના પદ ઉપર રહશે. ઇલોને જે લોકોની મદદથી X. com શરૂ કરી હતી તે લોકો ધીરે ધીરે એ કંપનીની શરૂઆતમાં જ નીકળી ગયા. કારણ કે તે લોકોની સાથે ઇલોનને ફાવતું હતું. તેથી બાદમાં ઇલોને એકલો પડી ડયો હતો. પણ તેને હાર ન માની અને કંપનીનું કામકાજ આગળ ચલાવ્યું.

અને ધીરે ધીરે X.com ગ્રો થવા લાગી. બોડ સભ્યો વધતા ગયા અને ઇલોનને CEO ના પદ ઉપર બેસાડી દેવામાં આવ્યું. બધું બરાબર ચાલતું હતું. બાદમાં જ્યારે X.com નો IPO નીકળવાનો વાળો આવ્યો તો ઇલોન ને CEO ના પદ થી ઉતાડી પાડવામાં આવ્યો. કારણ કે ઇલોન પાસે વધુ અનુભવ નહતો. પણ આખરે એ જ CEO રહ્યો અને સફળતા પૂર્વક તેએ X.com નો. IPO નીકળ્યો.

આ જ સમયે માર્કેટમાં એક બીજી , confinity નામની કંપનીની સ્થાપના થઈ. confinity કંપની પણ X.com જેવી જ સુવિધાઓ આપતી હતી. confinity જે સિસ્ટમથી ઓનલાઈન બેન્ક રજૂ કરતી હતી એ સિસ્ટમનું નામ ' PayPal ' હતું. શરૂઆતથી જ X.Com અને confinity વચ્ચે સંઘર્ષ ચાલતું હતું. બન્ને કંપનીઓ પોતાની સિસ્ટમને વધુ થી વધુ લોકો સુધી પહોંચાડવા માંગતા હતા. બન્ને કંપનીઓ પોત પોતાના પૈસા પાણીની જેમ વ્હેડાવી રહ્યા હતા. આખરે બન્ને કંપનીઓની આખો ખુલી અને આ સાથે જ બન્ને કંપનીઓ જોડાઈ ગઈ.

અને આ નવી કંપનીનું નામ ' PayPal ' રાખવામાં આવ્યું. જો કે ઇલોનની ઈચ્છા હતી કે આ નવી કંપનીનું નામ X.com જ રહે પણ એ ઈચ્છા પૂરી થઈ નહિ. આ કંપની માં પણ ઇલોન જ CEO હતો. આ જ સમયે ઇલોન અને જસ્ટિનના લગ્ન પણ થયા. પણ બન્ને કપલ હનીમૂને જઈ શક્યા ન હતા. કારણ કે ઇલોન પોતાની કંપનીનું કામકાજ છોડી શકતો નહોતો. એક વાર એવું થયું કે ઇલોન PayPal ને Microsoft Windows માં રાખવા માંગતો હતો. જ્યારે તેના બીજા સાથી દારો PayPal ને Linux માં રાખવા માંગતા હતા. આ વાત ની જાણકારી બોડના સભ્યોને ન હતી.

આખરે કામના કારણે ઇલોનને બારે જવાનું હતું. તો તેને વિચાર્યું કે આ જ સમયે હનીમૂન મનાવવામાં આવે. તેથી લગભગ 6 મહિના બાદ ઇલોન અને જસ્ટિન હનીમૂને ગયા. આ જ વચ્ચે ઇલોન ની સાથે કામ કરતા બીજા સાથીદારો જે PayPal ને Linux માં રાખવા માંગતા હતા , તે લોકોએ બોડ ના સભ્યો ને આ બધી વાત કરી અને ઇલોન ને CEO ના પદ થી હટાવી દેવાની મંગણી કરી. આ વાતથી બોડ ના સભ્યો પ્રભાવિત થયા અને ઇલોન ને CEO ના પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યું. જ્યારે ઇલોનને આ વાત ની જાણ થઈ તો તેએ આ પરિસ્થિતિઓ સ્વીકાર કરી નાખ્યો. અને ઇલોન ને CEO ની જગ્યાએ CTO ( chief technology officer ) બનાવી દેવામાં આવ્યું.

ત્યાર બાદ , eBay નામની કંપની PayPal ને ખરીદવા માટે આગળ આવી. eBay PayPal ને $ 1.5 billion ( એટલે કે 1,12,54,59,00,000.00 ભારતીય રૂપિયા ) માં ખરીદવા માટે તૈયાર હતી. ઇલોનના " ના " કહેવા છતાં પણ PayPalના બોડે PayPal કંપનીને eBay ને વેચી નાખી. આ કંપનીમાં પણ ઇલોનનો સેર સૌથી મોટો હતો. તેથી ઇલોનને કુલ $165 million મળ્યા. અને ત્યાર બાદ ઇલોનનું નામ બહુ પ્રખ્યાત થઈ ગયું.

આ વચ્ચે 2002 માં ઇલોનના ઘરે એક બાળકનો જન્મ થયો. એ બાળકનું નામ Nevada Alexander Musk રાખવામાં આવ્યું. પણ બદનસીબી માત્ર 10 અઠવાડિયા બાદ તેનું શ્વાસ ન લેવાને કારણેને મૃત્યુ થયું. આ વાતનું દુઃખ જસ્ટિનને આજે પણ હેરાન કરે છે. ઇલોન ને પણ આ વાતનું દુઃખ તો છે જ , પણ તે આ વાત ને જાહેરમાં બતાવતો નહતો. જો કે આ ઘટના બાદ જસ્તીને એક વાર ત્રિપુટીઓને (એટલે કે એકીસાથે 3 બાળકોને) જન્મ આપ્યો અને બીજી વાર જોડકાઓને (એટલે કે એકીસાથે બે બાળકોને) જન્મ આપ્યો.

PayPal ના વેચાયા બાદ ઇલોન અને તેની સાથે કામ કરતા સાથીદારોની લોકપ્રિયતા વધી ગઈ. કારણ કે જે જે લોકો PayPal થી નીકળ્યા , ( જેમાં ઇલોનનું પણ સમાવેશ થાય છે. ) તે લોકો આગળ જઈને કઈ મોટું કરી શક્યા છે. એક ઉદાહરણ આપું તો , Youtube ને બનાવનાર પણ પહેલા PayPal માં કામ કરતા હતા. અને આવા ઘણા લોકો છે જે આગળ પોતાનું નામ કરી શક્યા. તેથી આ બધાને 'PayPal Mafia' ના નામથી ઓરખવામાં આવે છે. ( વધુ ઉદાહરણ તમે નીચેના ફોટાથી જોઈ શકો છો. )

No. 4 : Spacex માં Space જેટલી મોટી મુસીબતો

● मैं मौत से नहीं डरता, लेकिन मुझे मरने की कोई जल्दी नहीं है। मेरे पास पहले करने के लिए इतना कुछ है।

- Stephen Hawking

PayPal ના વેચાયા બાદ ઇલોન કેલીફોનીએ રહેવા ચાલ્યો ગયો. ત્યાં તે ' Mars society ' નામની એક NGO સંસ્થા સાથે જોડાયો. Mars society નો ધ્યેય એ હતો કે તેઓ Mars એટલે કે મંગળ ગ્રહ પર મનુષ્યો ને રહેવા માટે મોકલે. પણ આ idea જેટલો મજેદાર લાગે તેટલો વધુ પૈસા લેનાર હતો. તેથી Mars society ના સભ્યોએ (જેમાં ઇલોન પણ હતો) , એ બધાએ એવું વિચાર્યું કે પહેલા થોડા ઉંદરોને રોકેટમાં બેસાડીને મંગળ ગ્રહમાં મોકલવું સસ્તું રહશે. ત્યાર બાદ વિચાર આવ્યો કે ઉંદરોને પૃથ્વીના વાયુમડલ ના એવા સ્થાને રાખવું જોઈએ જ્યાં મંગળ ગ્રહ જેવું જ ગુરુત્વ લાગુ પડે. આખરે આ પ્લેનને લાગુ કરવું એવો નિર્ણય લેવાના આવ્યો.

આ પ્લેન માટે અલગ અલગ લોકોને અલગ અલગ જીમેદારી આપવામાં આવી. આ વચ્ચે ઇલોન એક દિવસ જ્યારે નાસા ની વેબસાઈડ જોતો હતો તો તેને જાણવા મળ્યું કે નાસાએ મંગળ ગ્રહ વિશે કઈ પણ વિચાર્યું નથી. તેથી તે બહુ નિરાશ થઈ ગયો.

ત્યાર બાદ ઇલોન રશિયા ગયો , રોકેટની કિંમત વિશે જાણવા. ત્યાં તેનું બહુ અપમાન થયું અને સાથો સાથ તેને રોકેટ દેવાની પણ " ના " પડું દીધી. રશિયાથી ઇલોન જ્યારે USA પાછો આવ્યો તો ત્યારે ઇલોને રોકેટ સાયન્સ ઉપર ઘણી બુક્સ વાંચી નાખી. અને ત્યાર બાદ ઇલોને જૂન 2002 માં SPACE X ( Space Exploration) નામની કંપનીની સ્થાપના કરી. SPACE X નું મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં લોકોને મંગળ ગ્રહમાં લઈ જઈ શકે એટલા સસ્તા રોકેટ બનાવવાનો છે. Space x બહુ સસ્તા રોકેટ બનાવવા માંગે છે. પણ આ બધું કઈ સરળ હોય નહીં , એ વાતની જાણ ઇલોનને પણ હતી. ઇલોનને જેટલા પૈસા PayPal માંથી મળ્યા હતા તેના ઘણા ટકા ઇલોને Space x માં નાખી દીધા.

ઇલોનની સાથે ઘણા એવા પણ લોકો હતા જે એ નાસા માં પણ કામ કર્યું હોય. અને ઘણા એવા પણ સાથીદારો હતા કે જે રોકેટ વિશે ઘણું ઘણું હતા. જાણતા તો હતા જ પણ તેઓ રોકેટ વિશે ગાંડા પણ હતા.

Space x નો પહેલો મિશન નું નામ હતું - Falcon (ફેલકન) 1. Falcon 1 ને પૃથ્વી ના વાયુમંડળ માં મોકલીને પૈસા કમાવવાનો પ્લેન હતો. જેથી ભવિષ્યના પ્લેનો માટે પૈસા ખૂટે નહિ. Falcon 1 માટે લોકો બહુ ઉત્સાહી હતા. કારણ કે Space x ની પહેલા કોઈ પણ પ્રાઇવેટ કંપનીએ આવું કરવાની હિંમત કરી ન હતી.

રોકેટ લોન્ચ કરવા માટે કવાઝ ટાપુ ( Kwaj Island ) પસંદ કરવામાં આવી. ત્યારે Space x પાસે પોતાના રોકેટ લોન્ચ કરવા માટે કોઈ જગ્યા ન હતી. તેથી તેમને નછૂટકે પણ ત્યાં જ કામ કરવું પડતું હતું.

પહેલું રોકેટ બનતા બહુ વાર લાગી. પણ એ પહેલો રોકેટ અસફળ રહ્યું. આખી ટીમે ઘણી મહેનત કરી હતી. ઘણા રોકેટ એન્જિનિરો એ કવાઝ ટાપુ માં જ ઘણા મહિના ઓ સુધી પોતાના પરિવારથી દૂર રહ્યા હતા. બધા બહુ દુઃખી હતા. પણ કોઈએ હાર ન માની અને બીજો રોકેટ બનાવવાની શરૂઆત કરી દીધી. ઘણી ભૂલો સુધારીને Falcon 1 નો બીજો રોકેટ બનાવવામાં આવ્યો.

પહેલો રોકેટ લોન્ચ કરતા જ ફાટી પડ્યો હતો. જ્યારે આ બીજી વાર લોન્ચ થતા રોકેટ ઉપર બધાને આશા હતી. રોકેટ ને લોન્ચ કરવામાં આવ્યો , રોકેટે ઉંચી ઉંડાણ પણ ભરી પણ થોડી પ્રોબ્લમ ને કારણે તે વાયુમંડળ માં જ ફાટી પડ્યો. બધા બહુ ચિંતામાં પડી ગયા હતા. કારણ કે શરૂઆતમાં ઇલોને Falcon 1 ની લોન્ચિંગ માટેની જે તારીખ મીડિયા પાસે આપી હતી તે તારીખ ચાલી ગઈ તેના ઘણા મહિના થઈ ગયા હતા. આખરે બધી આ ચિંતાના વાતાવરણથી ઉઠ્યા અને Falcon 1 માટેનું ત્રીજું રોકેટ બનાવવાની શરૂઆત કરી.

Falcon 1 હજુ બનીને લોન્ચ પણ થયું ન હતું ને ત્યારે ઇલોન Falcon 9 વિશેની વાતુઓ મીડિયા પાસે કરવા લાગ્યો હતો. ઘણા લોકોને આ વાત ન ગમી. બીજી બાજુ કવાઝમાં રહેલ space x ની ટિમ બહુ થકી ગઈ હતી. કારણ કે રોકેટનું મોટા ભાગનું કામ કાજ ત્યાં જ થતું હતું. ત્રીજું રોકેટ તૈયાર હતું. બધા ઉત્સુક હતા. બધાને લાગ્યું કે આ વખતે તો સફળતા પાક્કી જ !

ત્રીજું રોકેટ લોન્ચ થયું.... બધા લોકોની આખો મોનીટર ઉપર જ હતી. બધું બરાબર થતું હતું. થોડી વાર પછી બધા લોકો ખુશ થઈને નાચવા લાગ્યા કે ત્યારે જ રોકેટ માં કઈ પ્રોબ્લમ આવી જેના કારણે આ મિશન પણ અસફળ ગણાયો.

No. 5 : ઇલેક્ટ્રિક કાર - Tesla

● "સમય ઇલેક્ટ્રિક કરર્સ માટે યોગ્ય છે - હકીકતમાં, સમય મહત્વપૂર્ણ છે."

-કાર્લોસ ઘોસન

વર્ષ 2002 ની આ વાત છે. એક પ્રતિભાશાળી એન્જિનિર જે.બી.સ્ટોબેલ પોર્શ કાર ખરીદી. ત્યાર બાદ તેએ આ કાર ને એક ઇલેક્ટ્રિક કાર માં પરિવર્તન કરી નાખ્યું. આ એ સમય હતો કે જ્યારે ક્લીન ટેકનોલોજી નો બોલબળો ન હતો. ત્યાર બાદ સ્ટોબેલે આ પ્રોજેકટ માટે ઇન્વેસ્ટમેન્ડ શોધવાની શરૂઆત કરી. ઘણી જગ્યાએ ધક્કા ખાધા બાદ આખરે સ્ટોબેલની મુલાકાત ઇલોન મસ્કથી થઈ. ઇલોનને આ Idea બહુ ગમ્યો. ઇલોને આ idea માં ઇન્વેસ્ટ કરવાનું ગમ્યું. ઇલોને આમાં ઘણા પોતાના વિચારો પણ રાખ્યા. અને આ સાથે જ ઇલોન અને સ્ટોબેલની દોસ્તીની શરૂઆત થઈ.

આ સાથે જ ઘણા એવા પણ લોકો હતા જે બિઝનેસ પાર્ટનર હતા અને તેઓ ઇલેક્ટ્રિક કાર બનાવવા માંગતા હતા. જુલાઈ 2003 માં એ બધાએ Tesla Motors ની સ્થાપના કરી. ઇલેક્ટ્રિક મોટરના રચિતા 'નિકોલા ટેસ્લા ( NIKOLA TESLA )' ના નામ ઉપરથી આ કંપનીનું નામ રાખવામાં આવ્યું હતું. આ કંપનીનું ધ્યેય global warming ને ઓછી કરવી અને ઇલેક્ટ્રિક કારને લોકપ્રિય કરવાનું હતું. ઇલોન પહેલાથી જ ક્લીન એનર્જીને વધારવા માંગતો હતો. આવી રીતે ટેસ્લા ની શરૂઆતથી અને ઇલોન એ કંપની માં ચરમેન અને સૌથી મોટા શેર હોલ્ડર પણ બન્યા.

ધીરે ધીરે ટેસ્લા ને જણવા મળ્યું કે કોઈ પણ કાર કંપની કાર બનાવતું નથી. મોટી મોટી કંપની અલગ અલગ જગ્યાએથી કારની વસ્તુઓ લેતી અને તેને એક સાથે જોડીને વેચતી. પણ ટેસ્લા આવું કરવા માંગતી ન હતી. ટેસ્લા માં નાનીથી નાની વસ્તુ એ ફેકટરીમાં જ બને છે.

ટેસ્લા ની પહેલી કારનું નામ હતું ' Tesla Roadster' હતું. એ કાર બનવામાં એટલો સમય લાગ્યો અને એટલા પૈસા લાગ્યા કે એ કાર બહુ મોંઘી બની. અને હવે ટેસ્લા પોતાની બીજી કાર ઉપર કામ કરી રહ્યું હતું. એ બીજી કારનું નામ Model S રાખવામાં આવ્યું. પણ આ વખતે ઇલોન પાસે પૈસા જ ન હતા.

No.6 : મુસીબતો બાદ સફળતા

ઇલોન બહુ પોતાની કંપનીઓને કારણે બહુ લોક પ્રિય બની ગયો હતો. અલગ અલગ સુપ્રસિદ્ધ લોકો તેને ઓર્ખતા હતા. Robert Downey Junior જે Marvel ની મૂવીઓ માં Iron man નો રોલ કરતા હતા. તેમનું કહેવાનું છે કે જ્યારે તેઓ Tony Stark માટેની પ્રેરણા ગોતતા હતા ત્યારે તેઓ ઇલોન પાસે આવ્યા. R.D.J. ને ઇલોન ની અંદર Tony નું રૂપ દેખાણું.

આવી રીતે ઇલોન પ્રસિદ્ધ થતો ગયો. પણ તેના અંગત જીવન ( personal life ) માં મુસીબતોની શરૂઆત થઇ હતી. હવે , જસ્ટિન અને ઇલોનના કુલ પાંચ બાળકો હતા. હવે એ જ પહેલો પ્રશ્ન ફરીથી : માની લો કે તમારી પાસે 1 કરોડ છે. હવે તમે આ 1 કરોડના અડથા પૈસા એક કમ્પનીમાં અને બાકીના પૈસા બીજી કમ્પનીમાં નાખી દો છો ! ધીરે ધીરે આ પૈસા પુરા થતા જાય છે અને તમે તમારા દોસ્તને ત્યાં રહેવા ચાલ્યા જાવ છો. તમારું તણાવ (tension) વધતું જાય છે. કારણ કે તમારી સામે જ તમારા પૈસા ઉડતા જાય છે અને તમે આને રોકી પણ શકતા નથી. ઉપર થી તમારું તલાક પણ થવાનું છે. તો , હવે તમારી માનસિકતા (mindset) કેવું હશે ? ઉપરથી તમારી પાસે જેટલા પૈસા છે તે પૈસા તમે માત્ર એક જ કમ્પનીમાં નાખી શકો છો અને બીજી કમ્પનીમાં પૈસા નાખી શકતા નથી. તેથી એ બીજી કમ્પની ડૂબી જશે. અને જેમાં તમે પૈસા નાખો છો તેમાં પણ કઈ ગેરેન્ટી નથી કે તે કમ્પની ગ્રો કરશે. તમારી પાસે પૈસા ઓછા છે તો હવે તમે શું કરશો ?? તમારે પૈસા તો નાખવા જ પડશે નકર તે બન્ને કમ્પની ડૂબી જશે અને એ તમે ઇચ્છતા નથી. તો હવે તમે શું કરશો ??

આવી ઘટનામાં તમે શું કરશો એ મને નથી ખબર પણ ઇલોને શું કર્યું એ જાણવા જેવું છે. જસ્ટિન અને ઇલોનનું તલાક થયું. અને ઇલોને Talulah Riley સાથે લગ્ન કરી લીધા. ઇલોન ના બાળકો ઇલોનની સાથે જ રહેશે તેવો કોટનો હુકમ હતો. હવે વેટ કરીએ કંપનીઓ વિશે. ઇલોને હાર ન માની અને બન્ને કંપનીમાં બરાબર પૈસા નાખ્યા. હવે , આખી દુનિયાની નઝર ઇલોન ઉપર હતી.

Space x માં Falcon 1 ની ચોથી લોન્ચિંગ થવાની હતી. આખી દુનિયાને જાણવું જતું કે આગળ શું થશે !! ઘણા space lover હતા તેથી તેમને પરિણામ વિશે જાણવું હતું , તો ઘણા પત્રકારોને ટીકા કરવાનો એક નવો વિષય મળી જાય એ માટે તેઓ પણ પરિણામ જાણવા માંગતા હતા. આખરે Falcon 1 નું ચોથું રોકેટ ઉડયું. અને આ વખતે એ બધું થયું જે થાવું જોઈતું. આ રોકેટ સફળ ગયું. એ સાથે જ space x ને NASA થી એક બહુ મોટો કોન્ટ્રેક્ટ પણ મળી ગયો. ત્યાર બાદ Space x એ ઘણા રેકોડ બનાવ્યા અને ઘણા તોડ્યા.

Tesla માં પણ હાલત સુધરી ગયા. Model S જ્યારે લોન્ચ થયું ત્યારે લોકોને તે બહુ ગમ્યું. અને તેને ઘણા અવોડ પણ મળ્યા.

તો , આવી હતી 'આજના રોલ મોડલ ઇલોન મસ્ક' ની સ્ટોરી. આ સ્ટોરીને ઘણા લોકોને પ્રેરણા આપી છે. જો તમને ઇલોન મસ્ક વિશે વધુ જાણવું હોય તો તમે તેમની જીવની બુક પણ ખરીદી શકો છો : Elon Musk: Tesla, SpaceX, and the Quest for a Fantastic Future. મેં આ બુક વાંચી છે અને મને આ બુક બહુ ગમી. કારણ કે હું પણ ઇલોન મસ્ક નો એક ફેન છું. અને હા , અંતમાં એટલું જ કહીશ કે "ઇલોન ભલે દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ બને કે ન બને પણ તે તેના કામથી બહુ મોટો બની ગયો છે".

🙏🙏🙏 Thank you very much 🙏🙏🙏


----------------------

જો તમને first principle વિશે , ઇલોન મસ્ક થી શું શીખવા મળે એ વિશે કે પછી બીજી વિજ્ઞાન અને જ્ઞાનની વાતુઓ જાણવી હોય તો તમે મારી બન્ને બ્લોગ વેબસાઈડ જોઈ શકો છો.

Didyouknow136.blogspot.com

(☝️ Blog in Gujarati)


Parmarronak136.blogspot.com

(☝️ Blog in English)


---------------------