ભાગ - 6
આગળના ભાગમાં આપણે જોયું કે,
કરણ પૂજાને પેલા બદમાશ લોકોના હાથમાંથી બચાવીને પૂજાને પોતાના બાઈક પર છેક તેના ઘર સુધી મૂકીને નીકળી ગયો છે.
આજે કરણને લીધે પૂજાના માથેથી, એક બહુ મોટી ઘાત ટળી ગઈ છે.
પરંતુ
પૂજાને એ ખબર નથી કે, આવનારા દિવસોમાં એના ઉપર તકલીફોનો પહાડ તુટી પડવાનો છે.
અને થાય છે પણ એવું જ,
આ ઘટનાના થોડા દિવસો બાદ એક દિવસ કોઈ કારણસર ઇશ્વરભાઈ પોતે, રજા ઉપર હોય છે,
તેથી ઈશ્વરભાઈના શેઠ જાતે પોતાની ગાડી ડ્રાઈવ કરી,કંપની પરથી ઘરે જવા નીકળે છે, અને રસ્તામાં એમની ગાડીને એક ટ્રક સાથે અકસ્માત થાય છે.
અકસ્માત બહુ મોટો અને ગંભીર છે, એટલે તેમને ફટાફટ હોસ્પિટલ લઈ જવામાં આવે છે.
હોસ્પિટલના ડૉક્ટર તાત્કાલિક સારવાર શરૂ કરી દે છે.
બે-ત્રણ દિવસની સારવાર પછી તેમનામાં રિકવર આવતું હોય તેવું ડોક્ટર ને લાગે છે, પરંતુ
એકતો શેઠની વધુ ઉંમર, અને તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી, તેઓ હજુ પુરેપુરા હોશમાં નથી આવ્યાં, ડોક્ટરના વધારે ચેક કર્યા બાદ ખબર પડે છે કે, તેઓ કોમામાં જઈ રહ્યા છે.
ત્યારે
શેઠ કોમામાંથી ક્યારે બહાર આવશે, એ કહેવાય નહીં,
એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે.
આકસ્મિક આવી પડેલ પરિસ્થિતિને લીધે,
શેઠ વગર કંપનીનું જે કામ અટક્યું કે બગડી રહ્યુ હતુ,
તેનુ ધ્યાન કોણ રાખશે ?
ઈશ્વરભાઈ અને સાથે-સાથે પુરી કંપનીનો સ્ટાફ, શેઠની તબીયત અને કંપનીના કામકાજની ચિંતામાં આવી ગયા હતા, અને ત્યાંજ,
ત્રીજે દિવસે શેઠની કંપનીમાં રિસેપ્શન પર બેઠેલી રિસેપ્શનિસ્ટને એક ફોન આવે છે.
કે
ઇશ્વરભાઈ ડ્રાઈવરને ગાડી લઈને ઘરે મોકલો, શેઠ સાજા ન થાય ત્યાં સુધી હું કંપની પર આવીશ.
હા આ ફોન હતો,
ઇશ્વરભાઈના શેઠના પત્નીનો.
દિવ્યા તેનું નામ.
દિવ્યા શેઠાણી આજે કંપની પર પ્રથમ વખત આવતા હોય છે.
ઈશ્વરભાઈ કંપની પરથી ગાડી લઈને શેઠના ઘરે પહોંચે છે, અને શેઠાણીને લઈને કંપની પર આવે છે.
ગાડીમાં દિવ્યાને જોતાજ,
કંપનીના ગેટ પર વોચ-મેન, ઓફિસ સ્ટાફ, પટાવાળો, બધા જ
શેઠાણીને જોતા જ રહી જાય છે. કેમકે
દિવ્યા શેઠાણી, ઉંમરમાં શેઠ કરતા લગભગ અડધી ઉંમરનાં, અને સ્ટાઇલિસ્ટ હોય છે.
દિવ્યા શેઠાણીને જોઈ બધા સ્તબ્ધ થઈ જાય છે, સીવાય ઈશ્વરભાઈ.
કેમકે
ઈશ્વરભાઈ રોજ શેઠના ઘરે જતા-આવતાં હોવાથી તે દિવ્યા શેઠાણીને "સારામાંસારી" રીતે ઓળખતા હોય છે.
દિવ્યા શેઠની ઓફિસમાં આવીને બે મીનિટ બેસી,
કંપનીમાં એક ચક્કર લગાવવા નીકળે છે, અને ત્યાંજ દિવ્યાની નજર પ્રમોદ પર જાય છે, અને દિવ્યાના શરીરમાં એક હળવી ઝણઝણાટી આવી જાય છે.
બીજીજ ક્ષણે દિવ્યાનું મેલું દિમાગ એક્ટિવ થઈ જાય છે.
હકીકતમાં દિવ્યા, બિલકુલ પ્રમોદની જેમ રંગીન મિજાજની છે.
અને એટલેજ...
શેઠ ભાનુપ્રસાદની ઉંમર મોટી હોવા છતાં, માત્રનેમાત્ર શેઠ ભાનુપ્રસાદના રૂપિયા અને મિલ્કત જોઈ,ભાનુપ્રસાદને ઈમોશનલી છેતરીને તેમની સાથે લગ્ન કર્યા હોય છે.
પ્રમોદ પહેલી નજરમાંજ દિવ્યાને ગમી જાય છે.
ઓફિસમાં રાઉન્ડ મારી દિવ્યા પોતાની કેબીનમાં જઈને બેસે છે, પરંતુ એના ગંદા દિમાગમાં એજ ગંદા વિચારોનું વાવાઝોડું એની પરાકાષ્ટાએ ફરી રહ્યુ છે.
થોડાવારમાંજ દિવ્યા...
કોઈ કામનું બહાનું કાઢી પ્રમોદને પોતાની ઓફિસમાં બોલાવે છે, અને કોઈ પેપર્સ ચેક કરવાને બહાને,
પ્રમોદને તેની બાજુમાં/નજીક બેસાડે છે, અને આમ જાણી જોઈને અને આમ અજાણતા, ઘડીકમાં પોતાનો હાથ કે ઘડીકમાં પોતાનો પગ, પ્રમોદને અડાળી અશોભનીય વર્તન ચાલુ કરી દે છે.
હવે પ્રમોદને તો, ભાવતું હતું ને વૈદે કીધું.
બંને સરખા સ્વભાવવાળા બહુ થોડા સમયમાંજ, ખૂબ નજીક આવી જાય છે, અને પછી શરૂ થાય છે...
મુલાકાતો
કોઈકવાર ઓફિસની બહાર કોઈ હોટલમાં, કે કોઈવાર દિવ્યાના ફ્લેટ પર કે ફામપર, અને દરેક મુલાકાતમાં હદ પાર થતી રહે છે.
વધું ભાગ - 7 માં