Featured Books
શ્રેણી
શેયર કરો

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૨૨ - 2

મારીશિક્ષણ યાત્રાની ૨ દાયકાની સફરે

ભાગ ૨૨(૨)

( ગતાંકથી ચાલુ )

આતુરતાથી એની ખુશી અંગે જાણવા એની રાહ જોઈ રહી. માંડ આસુને ખાળીને એ બોલી કે બહેન, તમારી વાતનો જાદુ તો જોરદાર થયો. હું કદી કલ્પી પણ ન શકું એવું બની ગયું! બહેન, મારા પપ્પા કાલે જિગરના પપ્પાના ઘરે ગયા હતા અને બધી વાતો કરી,નક્કી કરી આવ્યા કે અમે બે સારી રીતે ભણી લઈશું અને જિગર નોકરી કે ધંધો કરી સેટ થઈ જાય એટલે અમારા લગ્ન કરી આપશે...બહેન બહેન હું એટલી ખુશ છુ કે શું કહું તમને ? હું પણ ખૂબ ખુશ થઈ, મારા માનવા મુજબ આ બનવાનું જ હતું, પણ આટલું વહેલું કેમ થયું એ ન સમજી શકી. એટલે બધુ વિગતે સમજાવવા કહ્યું. જિગીષાએ કહ્યું કે હમણાં બોર્ડ પરીક્ષા નજીક હોવાથી મારૂ શાળાએ આવવાનું ઓછું થતું એટલે બસમાં અમે મળી શકતા નહીં, જો કે તમારી વાત માનીને મે પપ્પાને વાચના આપ્યું હતું એમ હું જિગર સાથે વાત ઓછી કરતી અને મોબ આવ્યા પછી પણ મોબ માં પણ વાતો ઓછી કરતી, પણ એ રહી ન શકતો એટલે વાત કરવાની જીદ કરતો.મોબાઇલમા ફોન કરતો. જો કે બંને પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હતા. મારી 12માં ધોરણની બોર્ડની પરીક્ષા અને એની કોલેજના છેલ્લા વર્ષની હોવાથી અમે ફોનમાં વાતો કરતી વખતે બહુ જલ્દી સાથે રહેવાના સ્વપ્નો જોતાં.પણ મે તમને અને પાપા મમ્મીને આપેલ વચન મુજબ હું બહુ વાતો ન કરતી. એ વાતે પાપા ખુશ હતા.પણ ગામના લોકોએ કોઈ કારણસર જૂની વાતને એટલી ચગાવી ને અમારા વિષે ખૂબ બોલવા લાગ્યા.આ બાજુ પપ્પાની ચકોર નજરમાં અમારું અલગ રહેવાનુ દુખ અને અમારો સાચો પ્રેમ છુપો ન રહ્યો. દીકરીને હમેશ સુખી જ જોવા ઇચ્છતા પિતૃ હ્રદયે સમાજ સામે બાથ ભીડી ને એવો નિર્ણય કર્યો અને જિગરના પાપા ને પણ માનવી લીધા. જિગરના મામી પાપા, ને એની એક માત્ર બહેને આ સંબંધ હસતાં મોએ સ્વીકારી વચન આપ્યું કે બંને ભણતર પૂરું કરી સેટ થાય એટલે તરત જ બંનેના લગ્ન કરી આપવા. આટલું નક્કી થઈ જતાં ગામ લોકો બોલતા બઅંધ થઈ જાય અને અમે બંને પણ નિશ્ચિંત થઈ સારી રીતે અમારી કારકિર્દી તરફ ધ્યાન આપી શકીએ. હું અને એ બંને થોડી વાર એકબીજાનો હાથ પકડી અમારી હ્રદયની ભાવના પરસ્પર અનુભવી રહ્યા. રિસેશ પૂરી થતાં એ વર્ગમાં જવા લાગી ને થોડા વખતમાં ખૂબ જ શરમાતી પાછી આવી ને એ મુગ્ધા મને કહે બહેન તમને એક મસ્ત સંદેશો આપવાનું તો હું ભૂલી જ ગઈ ! મે પ્રશ્નાર્થ નજરેએની સામે જોયું. શર્મના શેરડા સાથે કહે બહેન, જિગરે તમને સ્પેશિયલ થેંક્સ કહેવડાવ્યું છે. કેમકે જ્યારે તમે અમને થોડો વખત અલગ રહેવાનુ કહ્યું હતું ત્યારે અમે બે એ ચિંતા માં હતા કે ક્યાક પાપા મારૂ કોઈ બીજા સાથે ગોઠવી દેશે તો? ત્યારે તમે જ અમને વિશ્વાસ દેવડાવતા કહ્યું હતું કેજો મને જિગરનો પ્રેમ સાચો લાગશે ને તારા વાલી ના પડશે તો હું જાતે તમારા બેનાં લગ્ન કરવી દઇશ આપની એ વાતે અમને બેને બહુ મોટો સધિયારો આપ્યો હતો. અને અમને થોડો વખત તમારી વાત અઘરી લાગી હતી પણ તમે કહેલું એમ ધીરજના ફળ મીઠા. એ સાચું પડ્યું એ માટે ખાસ થેન્ક યુ કહેવડાવ્યું છે. એમ કહી એ શરમાતી ભાગી ગઈ. એની સાથે હું પણ ખુશી અનુભવતી મારા વર્ગ તરફ ચાલી.

બોર્ડ પરીક્ષા આવી, પરિણામ આવી ગયા બેય એ ખૂબ સારી મહેનત કે જેનું પરિણામ પણ ખૂબ સરસ આવ્યું.છેલ્લે દિવસે મને ભેટી ખૂબ રડી, મે મજક્મા કહ્યું કે અરે તું તો સાસરે જતી હોય એમ રડે છે હજુ તો સાસરે જવાની વાર છે હો...ત્યારે સાખ્ય ભાવે બોલી બહેન સાસરે જતી વખતે હું શું કામ રડું ? ત્યારે તો હું હસ્તી હસતી જઈશ!! અને અમે બંને ખડખડાટ હસતાં હવે પછી એને એકલીને નહિ, પણ બેને મળવાના વાયદા સાથે છૂટા પડ્યા.

નવા વર્ષે નવા અનુભવો સાથે હું આગળ વધતી રહી, જિગીષાના મેસેજ કે ફોન ક્યારેક આવતા, તેના દ્વારા જિગરને યાદ કરતી રહી, બંને સોનેરી ભાવિના સ્વપ્ન જોતાં તેની વાતો કરતી. ધીમે ધીમે મેસેજ, ફોન ઓછા થતાં ગયા હું સમજી કે બંને સુંદર ભવિષ્ય બનાવવા વર્તમાનમાં વ્યસ્ત થઈ ગયા હશે.પછી તો સાવ મેસેજ ફોન આવતા બંધ થઈ ગયા. મને શંકા પડી કે એ માનામાં એવું બહુ બનતું કે વિજાતીય આકર્ષણમાં આવેશમાં લીધેલ ક્યાક પ્રેમની ઊગતી કળી કોઈ કારણસર મુરજાઈ તો નહીં ગઈ હોય ને ?પણ ફરી જિગીષાના પ્રેમમાં વિશ્વાસ પ્રત્યે ખોટી શંકા કર્યાના અફસોસ સાથે હું મારા કામમાં ડૂબતી ગઈ. જિગીષા બહારગામ થી અપ ડાઉન કરતી હોવાથી ,મારા સંપર્કમાં અહી એનું મિત્ર વર્તુળનું કોઈ ખાસ ના હતું. પણ તે છતાં ક્યારેક એમના સમાચાર મેળવતી રહેતી.બંને પ્રેમ માં અને કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હતા એ જાણી ખુશ હતી.મારો મોબાઈલ બદલાતો રહ્યો ને જૂના કોંટેક્ટ ન રહેતા એનો નંબર પણ ન રહ્યો.

3 વર્ષ પછી અચાનક એક સાંજે એની બહેનપણી કાજલ નો ફોન આવ્યો કે જિગીષા આવી છે ને તમને મળવા માંગે છે . મે કહ્યું કોણ જિગીષા ? !1 સાચું કહું તો હું એના પ્રેમ પ્રકરણની વાત સાવ ભૂલી જ ગઈ હતી.! એની મિત્ર આખાબોલી હતી એટલે કહે અરે બેન કેમ ભૂલી ગયા ? ઓલી કે જે તમારું રોજ રિસેસ માં માથું ખાતી ( જો કે એ તો કઈ મારા માટે નવી વાત નહોતી, મારી બધી દીકરીઓ માટેના પ્રેમની અને આએમની ખાનગી વાતોની એ સ્ટાફરૂમ ની બહારની પાળી સાક્ષી હતી.)અને જેને તમે એના મિત્ર સાથે ભાગી જતી અટકાવી હતી ?! અને અમે બંને ખૂબ હસ્યા. હું ખૂબ ખુશ થઈ મે કહ્યું અરે વાહ, જિગીષા, બહુ વર્ષે ? બેય આવ્યા છે કે એકલી ? લઈને આવી જ જાવ મારા ઘરે... એટલે એ કહે હાલે તો તમને ખુશ ખબર આપવા આવી છે કે એની સગાઈ થઈ ગઈ છે ને તમારા આશિષ લેવા એકલી જ આવી છે... ને વળી કઈક મુંજાઈ તે તમે યાદ આવ્યા છો ...આવીએ છીએ હો... છેલ્લા વાક્યે મને વિચારતી કરી દીધી. પણ વધુ વિચારું એ પહેલા તો બેય બહેનપણી 2 મિનિટમાં આવી ગઈ મારા ઘરે. મને પગે લાગી, ભેટીને ખૂબ રડી. મે માથે હાથ ફેરવી,પાણી આપી શાંત કરી..

બેયએ મને અને એમના વાલીને આપેલ વચન પાળ્યું, સરસ કારકિર્દી બનાવી સેટ થઈ ગયા તો તો સામે પાપાએ પણ એમનું વચન પાળ્યું અને સગાઈ કરી આપી એની બધી વાત કરી. હું તો વિચારતી હતી કે તો પછી હવે હેપ્પી એંડિંગ છે તો પ્રશ્ન ક્યાં હશે ? મારા મનને જાણી ગઈ હોય એમ બોલી કે બહેન હવે પ્રશ્ન એ છે કે આટલા વર્ષ તો પ્રેમ બહુ સારો ચાલ્યો નાના મોટા મીઠા જગડા, રિસામના મનામણાં સમયે સારા લગતા હતા, પણ સગાઈ પછી જાણે એ આખો બદલાઈ ગયો, પતિ સહજ હક બતાવે એ તો ઠીક, પણ બધી જ વાત માં મારા પર શંકા કરે એ કેટલું યોગ્ય? શું સંબંધને નામ અપાઈ જાય એટલે વ્યક્તિ બદલાઈ જાય ? એનો વેધક પ્રશ્ન મને ઘણું સમજવા મજબૂર કરી ગયો. મે મારી ક્ષમતા અને અનુભવ મુજબ એને સમજાવવાણિ કોશિશ કરી.અનુકૂલન સાધવાનું સમજાવી ચોકલેટ ખવડાવી, ફ્રી એકબીજાના નંબર લઈ, ફોન મેસેજ કરવાના વાયદા સાથે વિદાય કરી.

આ વાતને વર્ષ વીતી ગયા પછી એની મિત્ર કાજલ મને મળી, મને જિગીષા ના કોઈ સમાચાર ન હતા એટલે મે કાજલને પુછ્યું.કાજલ કહે: બહેન તમે તો જાણો જ છો. અમારા બેનો સ્વભાવ સાવ અલગ. હું બિન્દાસ્ત છુ ને સહન ન કરી શકું. મે તો એને ત્યારે જ કહ્યું તું કે આવા શકકી માણસ સાથે ન રહેવાય. મૂકી દે...પણ માનતી નથી.. સાથે રહીને દુખી છે ને કહે છે કે મૂકીશ તો પણ દુખી થઈશ. ચિંતામાં મે જિગીષાને કોલ કર્યો એ નંબર નો રિપલાય આવ્યો. પછી તો કાજલ પણ લગ્ન કરી એની જિંદગીમાં એના જેવા મસ્ત બિન્દાસ્ત વ્યક્તિ સાથે સેટ થઈ ગઈ હવે મને જિગીષાના સમાચાર આપવા વાળું કોઈ ન રહ્યું. બધુ સારું થયું હશે જ વિચારે આ પ્રકરણ અહી પૂરું કરીએ

પણ દરેક માટે બે પ્રશ્ન સાથે વિરમીએ કે એક તો દરેક સ્ત્રી પુરુષને પૂછવા લાયક ને વિચારવા લાયક કે સંબંધનું નામ બદલાય તો શું સંબંધના સમીકરણ પણ બદલાય ? ને બીજું શું વિજાતીય આકર્ષણ ને પ્રથમ પ્રેમ કહીએ એ ખરા અર્થ સાચો જ હોય ? અને જો પ્રેમ હોય તો એ સિક્કાની બીજી બાજુ જેમ એની સાથે વિશ્વાસ હોય જ ને ?