હોલ મા અચાનક એકદમ શાંતિ વ્યાપી ગઈ હતી. કોઈ કશું બોલી રહ્યું ન હતું સિવાય કે નયન. નયને જ્યારે બધા સમક્ષ કહ્યું કે મારું સંકેત સાથે પ્રેમ પ્રકરણ ચાલે છે ત્યારે મારી સાથે બધાને આઘાત લાગ્યો હતો.
મારા તો શ્વાસોશ્વાસ ઉભા રહી ગયા હતા. એક તો નયન મારી સામે આવ્યો અને એક થપાટ મારી ત્યાં જ મારા હોશ ઉડી ગયા હતા. પણ જ્યારે નયને કહ્યું કે મારું સંકેત સાથે પ્રેમ પ્રકરણ ચાલે છે ત્યારે મારા પગ નીચેની જમીન ખસી ગઈ હતી. ત્યારે મને લાગ્યું કે નયને આમ આવીને તરત જ મારા પર હાથ કેમ ઉપાડ્યો.
હું ફર્સ પર પડી ધ્રૂજતી હતી. નયન મારા અને સંકેટના સબંધ વિચે કહી રહ્યો હતો. બધાએ પહેલા નયનને શાંતિથી સાંભળ્યો. આ બધામાં હજી મારા કાકી આવ્યા ન હતા.
"હવે આ કુબ્જા એ શું કર્યું. જેના કારણે આટલો બધો દેકારો ઘરમાં થઈ રહ્યો છે."કાકીએ હોલમાં આવતાની સાથે કહ્યું.
"તમને જાણીવિસ તો તમને મારી વાત પર ભરોસો નહીં આવે. એવું કામ આ બેશરમે કર્યું છે." નયન
"હવે કહીશ કે શું વાત છે કે પછી આમ જ ગોળ ગોળ વાતો કરતો રહીશ." કાકી.
"આ નવ્યા નું સંકેત સાથે પ્રેમ પ્રકરણ ચાલે છે." નયને કહ્યું.
આ સાંભળીને પહેલા તો કાકીએ મને બે લાત મારી. એક હું નયન ના હાથનો લાફો ખાઈને ફર્સ પર પડી હતી ત્યાં થોડીવારમાં કાકીએ માને બે લાત મારી. એટલે મારી રહી સહી શક્તિ પણ આ બે લાત પરથી ખર્ચાય ગઈ. હું ત્યારે ઉભી થવામાં અશક્ષમ હતી. મને બે લાત મારતા કાકીએ કહ્યું. " નવ્યા શુ આ સાચું બોલે છે?" પણ હું કશું બોલવા કે હલનચલન કરવામાં અસમર્થ હતી.
હું હવે ગંભીર સમસ્યામાં પડી હતી. આ સંકેત સાથેના સબંધ માં મારો કોઈ વાંક ન હતો. બધું જ આરતીએ કર્યું હતું. તેની લાલસ જ આ વિશે જવાબદાર હતી. મને એક વખત વિચાર આવ્યો કે હું બધું સત્ય હકીકત કહી આરતીનો અસલી સહેરો બધા સામે લાવું. પણ આવું કરવામાં મને જ વધુ જોખમ હતું. કારણ કે હજી ફક્ત મારા અને સંકેટના જ પ્રેમ પ્રકરણ ની જાણ થઈ હતી. જો ભૂલેચૂકે ડૂબલિકેટ અજય વિચે ખબર પડે તો મારી હાલત ખૂબ ખરાબ થાય.
બીજું એ કારણ હતું કે જો આરતી વિચે કહું તો સીધી જ આરતીની નજરે આવું. આના કારણે મારે આરતીનો સામનો કરવો પડે. પણ હાલ મારે આરતીની જરૂર હતી. એક આરતી જ હતી જે મને આ સમસ્યામાંથી બહાર નીકળી શકે. કેમ કે આ વિશે નયનને આરતીએ કહ્યું નહીં હોય. અને મારી આઈડી પણ ચેક કરી નહીં હોય. જો મારી આઈડી પણ ચેક કરવામાં આવી હોત તો સંકેત સાથે ડૂબલિકેટ અજય સાથેના સબંધ વિચે પણ ખબર પડી જાત. હાલ નયનના કહ્યા પ્રમાણે તેને ફક્ત મારા અને સંકેત વિશે જ ખ્યાલ આવ્યો છે. જે મારા માટે સારું હતું.
મારાથી થોડે દુર ઉભી આરતી આ બધું જોઈ રહી હતી. તેણે સરસ એક યોજના બનાવી હતી. મને આ ઘરમાંથી બહાર નીકાળવાની. જે એક ઝટકે તેની યોજના વિફળ ગઈ હતી. હવે મને આરતી સાથે કોઈ પણ સંજોગોમાં આરતીના ફ્રેન્ડના બેનના મેરેજમાં નહીં જવા મળે તે બાબત આરતી સમજી શુકી હતી. તેને હાલ તો મારા ઉપર દયા તો આવતી ન હતી. પણ તેની પાસે મને આ સમસ્યા માંથી બચાવા સિવાય કોઈ રસ્તો ન હતો.
મને ખ્યાલ આવી ગયો હતો કે મને હવે એક રૂમમાં કેદ કરવામાં આવશે. કેદ થી મને કશો ફર્ક ન પડે આમ પણ હું તે ઘરમાં એક કેદી જ હતી. પણ સાથે સાથે મારો ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. મારી પાસે ફોન ક્યાંથી આવ્યો તેવું પૂછવામાં ન આવ્યું. નયને પોતે એવું ધારી લીધું કે સંકેતે મને ફોન આપ્યો હશે. જેના વિશે કોઈએ વિરોધ ના કર્યો. બધા એ નયનની વાત માની લીધી. જે ખરેખર ખોટી હતી. સાચું તો કઈંક બીજું જ હતું.
મેં ડૂબલિકેટ અજયને મારા વિશે સત્ય હકીકત કહેવાની યોજના કરી હતી. હું આજ રાતે ડૂબલિકેટ અજયને બધું કહેવાની હતી. પણ મારા નસીબમાં કઈંક બીજું જ હતું. જેની તો ફક્ત આ શરૂઆત હતી. હવે આગળ શું થશે તે બધું જ મેં ભગવાન ભરોસે મૂકી દીધું હતું.
આ બધું થયું ત્યારે કાકા હાજર ન હતા. તે મારા માટે સારું હતું. તે રાતે આવશે ત્યારે તેમને ખબર પડશે એ મારા માટે વધુ જોખમી હતું. નમ્ય અને હાર્દિક હોલમાં ઉભા ઉભા બધો ખેલ જોઈ રહ્યા હતા. નમ્ય મને નફરત કરતો હતો. પણ હાર્દિક ને મારી પ્રત્યે સહાનુભૂતિ હતી. તે હંમેશા મારું હિત વિચારતો. જ્યારે ઘરે કોઈ ના હોય ત્યારે મને કામમાં મદદ કરાવતો. મારા માટે ચોરીછુપી થી બહારથી ક્યારેક સારી સારી વસ્તુ ખાવા માટે લાવતો. ક્યારેક ક્યારે તે મને દસ પંદર મિનિટ બહાર ફરવા પણ લહી જતો. બહારની દુનિયા ખૂબ સરસ છે તેવું કહેતો. મને હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કરતો.
"બોલતી કેમ નથી. તારું મોઢું સિવાય ગયું છે કે મોઢામાં મગ ભર્યા છે." કાકીએ મને એક લાત મારતા કહ્યું. ત્યારે હું ભાન મા આવી. મારુ આગળ શું થાશે એ વિચારમાં હું પડી હતી.
"એક મિનિટ ભાઈ તને કેવી રીતે ખબર પડી કે નવ્યા નું સંકેત સાથે...." આરતીએ નયને પૂછતાં કહ્યું. ક્યારની શાંત ઉભેલી આરતી આખરે બોલી. મને હવે તેના પર ભરોસો હતો કોઈ પણ રીતે તે મને આ સમસ્યામાંથી બહાર નિકાળશે. આખરે મારી સાથે આજે તેની યોજના પણ નિષ્ફળ ગઈ હતી. હવે મને આરતી સાથે તેની ફ્રેન્ડના બેનના મેરેજમાં નહીં જવા મળે તે બાબત આરતી સમજી ગઈ હતી. પણ જો મને આ સમસ્યા માંથી બહાર નીકળે તો મારા માટે સારું ન કહેવાય. તો મારે આરતી સાથે જવું પડે તેની યોજનાનો ભાગ બનીને. હું એ નકકી કરી શકતી ન હતી કે મારા માટે આ સમસ્યા મોટી છે કે પછી આરતી સાથે મળી ચોરી કરવાની સમસ્યા મોટી છે. જો હું આરતી સાથે મળી ચોરી કરું તો આરતીએ કહ્યા પ્રમાણે તે મને થોડા પૈસા આપશે. પણ જો હું પોલીસના હાથમા ફસાઈ જાવ તો શું થશે મારું. અને જો બધું જ આરતીની યોજના પ્રમાણે થયું અને જ્યારે ડૂબલિકેટ અજય ને આ વિશે માહિતી મળે ત્યારે તે મને ક્યારેય નહીં અપનાવે. મારા માટે એક બાજુ કૂવો અને બીજી બાજુ ખાય જેવી સ્થિતિ ઉભી થઈ હતી.
"સંકેટનો ડ્રાઈવર વિરુ એ મને આ વિશે ખબર આપી. વિરુ મારો દોસ્ત છે. તે સારી રીતે નવ્યા ને ઓળખે છે." નયને કહ્યું.
"તમને એની વાત પર ભરોસો છે." આરતીએ કહ્યું. હાલ આરતી મારી તરફ બોલતી હતી. જેમાં તેનો પણ સ્વાર્થ છુપાયેલો હતો. હું છુપછાપ શાંતિથી ફર્શ પર બેઠી બેઠી રડતી હતી.
"હા, મને તેની પર ભરોસો છે. તેને જ મને કહ્યું કે સંકેત અને નવ્યા બે દિવસ પછી ભાગીને લગ્ન કરવાના છે. આ વાત ની મને ખબર જો પહેલા ન થઈ હોત તો આ નવ્યા તે સંકેત સાથે ભાગીને લગ્ન કરી લેત." નયને ગુસ્સે થતા કહ્યું.
આ વાત સાંભળીને કાકીએ મને ખુબ મારી. મને એક રૂમમાં કેદ કરવામાં આવી. મારો ફોન મારી પાસે ન હતો. જ્યારે નયને મને લાફો માર્યો ત્યારે ફોન મારી પાસે હતો. કાકીએ મને મારી ને મારો ફોન છીનવી લીધો.
આરતીએ મને બચવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તે નિષ્ફળ નીવડી હતી. આરતીએ મારો પક્ષ લોધો એટલે મને એટલો વિશ્વાસ બેસી શુકયો હતો કે આરતી મને બહાર નિકાળવાનો કોઈ ઉપાય શોધશે. એ પણ કાકા આવે તે પહેલાં.
મને રૂમમાં કેદ કરી બધા પોતપોતાના કામે લાગી ગ્યા. મારું હવે શું કરવું તે હવે રાતે વિચારશે. નયને મારું શું કરવું તે વિચારી રાખ્યું હતું. તે રાતે કાકા આવે એટલે કહેવાનો હતો. મારા માટે આરતી વધુ ચિંતિત હતી. તે પણ સાંજ થતા પહેલા કેવી રિતે મને બહાર નિકાળવી તે વિશે વિચારતી હતી.
મને એવું લાગતું હતું કે આ મારી સૌથી મોટી મુસીબત હતી. પણ આનાથી મોટી મુસીબત મારી પ્રતીક્ષા કરતી હતી. જો આરતી મને બહાર નીકાળે તો એક ચોરીની સમસ્યા. જો નો નીકાળે તો રાતે આવતા કાકાની સમસ્યા. અને એક નયનની સમસ્યા કે એને મારી માટે વિચાર કરી રાખ્યો હતો કે મારા લગ્ન રજન્ટ કરવાનું. તે કાકા ને હવે સમજાવી પણ શકે એમ હતો. પણ આ બધી મુસીબત કરતા એક અજાણ મુસીબત મારી પ્રતીક્ષા કરતી હતી. જેની શરૂઆત થઈ ગઈ હતી જ્યારે નમ્ય મારી રૂમમાં આવ્યો અને મને આ ઘરની બહાર લઈ ગયો ત્યારથી.
(વધુ આવતા અંકે)