પ્રેમ શું છે?- લોહીના સંબધ સિવાયના એવા સંબધ જે જીવનના છેલ્લા શ્વાસ સુધી નિભાવવાનું મન થઇ જાય?
પ્રેમ શું છે?- એક એવો સુખ જે બધા માણવા ઇચ્છે છે?
પ્રેમ શું છે?- બિનશરતીય બંધન?
જેટલા લોકો એટલી પરિભાષા, પ્રેમમાં લાગણીઓ વ્યક્ત કરવા શબ્દોની જરૂર ક્યાં હોય છે? કદાચ પ્રેમ પ્રાણીઓ પણ કરતા હશે? આપણે એને ફક્ત સેક્સ કરતા જ જોયા છે? ડિસ્કવરીવાળાઓ પણ સાલા એ જ જોવે છે. જુવો આ સભોંગ કરે છે. પણ શું લાગણીઓનો ભાષા ક્યારે કેમરામાં કેદ થઈ શકે? સિંહ અને સિંહણ કેવી રીતે એકબીજાને ચાહતા હશે? શું સિંહ એ સિંહણની સામે સિંહ બની શકતો હશે? મોટા મોટા ન્યાયાધીશ જેના ફેસલાથી દેશની ન્યાય વ્યવસ્થા ચાલે છે. આઈ.એસ, આઈ.પી.એસ, દેશ દુનીયાના પ્રધાનમંત્રીઓ, રાષ્ટ્રપતિઓ, હાથમાં હથિયાર સાથે પકડાયેલા આરોપીઓને નિર્દોષ છોળાવી મુકતા વિદ્વાન ધારા શાસ્ત્રીઓ પત્નીની નાનકડી જીદ સામે નહીં ઝૂકી જતા હોય? એક ચા માટે રિકવેસ્ટ નહીં કરતા હોય? પત્ની- ગર્લફ્રેન્ડ પર લાખો જોક કરીને હસતા લોકો પણ એ જાણતા હશે કે એ ડર નહીં પ્રેમ છે. આ પ્રેમની શૂરઆત ક્યારે થઈ હશે? કેવા સંજોગોમાં થઈ હશે? ધરતી સાથે કોઈ વિશાળ અવકાશી પદાર્થ અથડાયાઓ હશે? ત્યારે પણ કોઈ પ્રેમ કરી રહ્યું હશે? અથડાવા પછી, વર્ષો સુધી ભળભળતી અવની પર બચી ગયેલા જીવો શું પ્રેમ કરતા હશે? જુરાસિક યુગમાં ચારે તરફ ડાઇનોસોર્સનો ત્રાસ હશે , શું ત્યારે પણ કોઈ પ્રેમ કરતું હશે? ડાઇનોસોર્સ પણ પ્રેમ કરતા હશે? આપણી આકાશગંગાના કોઈ અજણાયા ગ્રહ પર? બ્રહ્માંડના કોઈ બીજા છેડે? વોર્મહોલનો અંદર? એસિડમાં પેદા થતા એ અજણાયા એક કોષી જીવો? શું એ પ્રેમ કરતા હશે? કદાચ ભાષા નહીં હોય, એ શબ્દની સમજ નહીં હોય, પણ, તમામ જીવ સૃષ્ટિ કદાચ પ્રેમથી જ ચાલતી હશે?પેહલી વખત પ્રેમ કોણે કર્યો હશે? શું ત્યારે આઈ લવ યુ, મેરી મી જેવા શબ્દો પ્રચલિત હશે? એકબીજાને જોયા વિના પરણી ગયેલા આપણા વડીલો, જેને ન લવ યુની સમજ હતી. ન એને એ વિશે જણવામાં ક્યારે રસ હતો. બસ દાદી પાસે બેસી દાદા, પરદાદાઓ શોર્યકથાઓ કે એના એના કારનામાઓ સંભળાવતી વખતે એના બોખા કરચલીઓ વાળા ચેહરા પર સ્મિત જોઈને આપણે ન સમજી શકીએ? શું એ પ્રેમ નથી? રોજ લાકડીથી ચાલીને છેક બગીચામાં દીકરા,વહુ, પૌત્રાઓથી બે ઘડી દૂર થઈ એકબીજા માટે ખોવાઈ જતા એ વડીલો વચ્ચે પ્રેમ નથી? ભલે શરીર નથી, કદાચ શરીર કામ નથી કરતું, પણ પ્રેમ એવો જ છે. એકબીજા માટે ભૂખ એટલી જ છે. સિત્તેર વર્ષની ઉંમરે પણ એને જાહેરમાં ચુંબન કરવાની ઈચ્છા થઈ જાય એ હદે પ્રેમ છે. આ પ્રેમ ભાગ્યશાળી લોકોને જ મળે, સમજદાર લોકો જ પ્રેમ સમજી શકે! સાંચવી શકે. આ પ્રેમની શૂરઆત ક્યારે થઈ હશે? શું દરેક યુગમાં પ્રેમ એક જેવો જ હશે? પેહલી વખત પ્રેમ તલવારની નોક પર પણ થયો હોય? વનવાસી હથિયાર લઈને પોતાની અને પોતાના કબીલાની રક્ષા કરતી સ્ત્રીને ભલે એ અજણાયો હથિયારધારી પુરુષ ગમી ગયો હોય, અને ભાલો લઈને બંને એકબીજા પર તૂટી પણ પડ્યા હોય, એકબીજાને ઘાયલ પણ કરી લીધા હોય, પછી એહસાસ થયો હોય કે આ તો મારા જેવો છે. માણસ છે? કદાચ આંખોથી સંવાદ થયો હોય? સંબધ પણ? પ્રેમ કોઈ પણ રીતે થઈ શકે. વિરોધભાષ સ્વભાવવાળી વ્યક્તિથી પણ પ્રેમ થઈ શકે, દુશ્મન રાજ્યની રાજકુમારી પણ ગમી જાય, તેને ઉઠવાની એને કેહવાનું મન થઈ જાય કે હું તમે ચાહું છું. આ પ્રેમ યુદ્ધ કરાવી પણ શકે, અટકાવી પણ શકે,
કેટલીક પ્રેમ કહાનીમાં સમાજ, પરિવાર અવરોધ બનતો હોય છે. કેટલીક કહાનીમાં ગુસ્સો, ઈગો, કે પછી જીદ અવરોધ બનતા હોય છે. પ્રેમ બિન શરતીય એટલે જ કેહવા કેમ કે એમાં કોઈ શરતો લાગુ ન પડે, પ્રેમ બંધન નથી આઝાદી છે. જો માનીએ તો, પ્રેમ એક તરફો હોય એ પાગલપન કહેવાય, એ પ્રેમને પણ નકારી ન શકીએ, બંને તરફનો પ્રેમ એ એક સમજદારીનો કરાર હોય છે. દરેક સંબધના અંત જરૂરી નથી હોતા, બ્રેકઅપ પછી જોડાયા રહેતા પ્રેમીઓ એ સમજી જ નથી શકતા કે હું એકબીજા વિના અધૂરા છે. પ્રેમ આંધળો હોય છે? આંધળો હોત તો એકબીજાને ગમવાની શૂરઆત આંખોથી કેમ થઈ હોત? પ્રેમ બાળ ઉંમરમાં થયા તોય વૃદ્ધ છે. એટલો વૃદ્ધ કે ખોટી ચિંતાઓ, સતત બેચેની, પોતાના પાટર્નર માટે ના વિચારો આવ્યા કરતા હોય છે. કોઈ જાણી જોઈને પઝેસિવ નથી હોતો. એની લાગણી એટલી હદે તમારી સાથે જોડાયેલી છે કે એમને સતત ચિંતાઓ થયા કરે છે કે એને કંઈ થઈ ન જાય, એની સાથે કંઈ ખોટું ન થાય, એ વિચારો ખોટા નથી, એ માણસ ખોટો નથી. કદાચ એનો ગુસ્સો, એનો પ્રેમ, એના શબ્દો ખોટા હશે. પ્રેમમાં સાબિતઓ ન હોય, અનુભૂતિ હોય, જો તમે કોઈનો પ્રેમ અનુભવી શકતા હોવ તો એમને રોકી લ્યો, મન ને મનાવી લ્યો, તમારા ઈગો, ગુસ્સો, ક્રોધ, કે પછી એની ભૂલોને, શબ્દોને જતા કરો? વિચારો કે તમારા વચ્ચે જ્યારે બધું જ સારૂ હતું. ત્યારે તમે એને ગળે વળગી લવ યુ બેબી કહી શકતા હોવ, તો તમારા ખરાબ ટાઈમમાં એક વખત હું સાથે છું કેમ ન કહી શકો? પ્રેમ ફક્ત સારા ટાઈમ પૂરતો જ સીમિત છે? ભલેને પ્રેમ વિશે આપણે ગમે એ વિચારીએ, આપણા વડીલો ગમે એ વિચારે, એના અસ્તિત્વ ને આપણે નકારી શકીએ ખરા? આંખ મીંચી લેવાથી અંધારું નથી થઈ જતું. હું આજે પણ જુનવાણી પ્રેમમાં મુક્તિ હોય, આઝાદી હોય, કોઈએ ખરું કહ્યું છે. પ્રેમ એ મંજિલ ન હોય તો શું થયું? વિસામો તો છે ને? પોતીકાનો અવાજ સાંભળી, એનો ચહેરો જોઈને બધો, થાક, દુઃખ, પીડાઓ દૂર થઈ જતી હોય તો એ જાદુ નથી તો બીજું શું છે?
-અભય
નોટીસ બોર્ટ પર લોકલ સમાચાર પત્રમાં છપાયેલા આ આર્ટિકલને વાંચી રહેલી મિથ્યા હસી રહી હતી. એની પાસે ઊભેલી એની મિત્રો પણ મિથ્યાને નવાઈ પૂર્વક જોઈ રહી હતી. મિથ્યાને દુરદુર સુધી પ્રેમ શબ્દ સાથે લેવા દેવા નથી, તેમ છતાં એ આ આર્ટિકલને ચાર- પાંચ વખત વાંચીને હસી રહી હતી. શું આ આર્ટિકલે મિથ્યાના મનમાં પ્રેમની જ્યોત જગાળી દીધી હતી? અત્યાર સુધી કેટલાય છોકરાઓના જાહેરમાં એ પ્રપોઝલ ઠુકરાવી ચુકી છે. એક બે અવળચંડાઓને આડે હાથ લીધા છે. ફટકાર્યા છે. એને કેમ ન ફટકારે? ભુજના નવા મહિલા એસ.પીની છોકરી, જેને ભારતમાં લેડી સિંઘમ કેહવા આવે છે? નાનપણથી એવા વાતવારણમાં ઉછેરાયેલી મિથ્યા ક્યાંક ક્યાંક એની મમ્મીનો જ પડછાયો હતી. એની મમ્મી તો એને પોલીસ ખાતામાં જ આવાનું કહેતી હતી. પણ એને એને વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધવું છે. એને બી.એસ.સી પછી ઝુલોજિમાં અભ્યાસ કરવું છે.
"મિથ્યા? શું એકને એક આર્ટિકલ વાંચ્યા કરે છે?"
" આ જ્ઞાનીને એક વખત મળીને ફટકારવો છે."
"ફટકારવો છે મતલબ?"
"અરે ગપ્પાઓ મારવાની હદ હોય? કલ્પનાઓની પણ હદ હોય? આવું ભોળી છોકરીઓ વાંચીને પ્રેમની કલ્પનાઓ કરતી થઈ જાય, આર્ટિકલને નોટિસ બોર્ડ ઉપરથી ઉખડી ફેંકો!"
"એવું ન હોય, આર્ટ્સમાં સાહિત્યના નામે આવું બધું ચાલે, એ લોકો સાહીત્યના વિદ્યાર્થીઓ છે. એની માટે શબ્દો સાથે રમવું, કલ્પનાઓને આકારા આપવું, કવિતા, વાર્તાઓનું સર્જન કરવું એ આવડત હોય છે. એવું લોકો વાંચતા હોય છે. એને સાહિત્ય કહેવાય, આવું લખવું કોઈ એરાગેરના કામ નથી, તે જરૂર એના કલાસનો હોશિયાર વિદ્યાર્થી હશે."
"મને મજા ન આવી, મારે આ આર્ટિકલ ઉખડી ફેંકવું છે."
"આ આપણો વિભાગ નથી, આપણે આર્ટ્સ વિભાગમાં છીએ, કોઈ ઝગડો થયો તો?"
"તું એક નંબરની ફટુ છે." કહેતા જ મિથ્યાએ નોટિસ બોર્ડમાં લાગેલા એ આર્ટિકલને કાઢ્યો, એ ન્યુઝ પેપરના કાગળના ટુકડાઓ કરી, ત્યાં જ ઉડાળી દીધા! તેના ચેહરા પર કોઈ અફસોસ નોહતો. કદાચ પુલીસ અધિકારીની પુત્રી, એને ઉપરથી તેનું રૂપ એને એવું કરવા માટે બળ આપી રહ્યું હશે! ત્યાં ઉભેલા આર્ટ્સના વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ જોઈ રહ્યા, કોઈએ જઈને પુછ્યું પણ નહીં કે આવું કેમ કર્યું? આ જોઈને ભીડમાં ઉભેલો અભય મૂછમાં મલકાઈ રહ્યો હતો. અભયથી પરિચિત લોકો તેને આવું કરતા જોઈએ, વધારે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.
ક્રમશ
Author.alpeshbarot@gmail.com