Ganika - Shraap ke sharuaat ? - 12 books and stories free download online pdf in Gujarati

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 12

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત કરી શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb


ભાગ :- 12


મેધા waiting રૂમમાં પોતાનો નંબર આવવાની રાહ જોઈ રહી હોય છે, તેનું દિલ ખુંબ ગભરાઈ રહું હતું જેને લીધે મેધાના ધબકાર એકાએક વધી જતા તો એકાએક ઓછા પણ થઈ જતા હોય છે. થોડા સમય પછી મેધાનું નામ announce થાય છે એટલે મેધા ડરતાં ડરતાં ઉભી થાય છે. તે ધીરે ધીરે રોહનની કેબિન તરફ આગળ વધી રહી હોય છે તેને મનમાં ડર હતો કે રોહન તેને નોકરી આપશે જ નહિ! તે તેનો ધિક્કાર જ કરશે અને બે ઈજ્જત કરીને બહાર કાઢી મૂકશે. પણ મેધા તો પણ અંદર જવાની હિંમત કરે છે કેમકે મેધા માટે આ નોકરી પોતાની બેજજતી થવા કરતાં પણ ખૂબ જરૂરી હતી કેમકે હવે તેના માથે એક બીજી જવાબદારી આવીને પડી હતી જેને હરહાલમાં મેધા એ નિભાવવાની જ હતી. મેધા કેબિન તરફ આગળ વધતી હોય છે તેમ તેમ તેના મનમાં અવનવા વિચારોનું પુનરાવર્તન થઈ રહ્યું હોય છે, મેધાને એક બીજો એવો વિચાર આવે છે કે "રોહન મને આ નીકળી નહિ આપે તો; હું મારી બાકીની જવાબદારીઓ કઈ રીતે પૂરી કરી શકીશ? હે કાન્હા મારી સાથે શું થવાનું છે એ મને તો ખ્યાલ જ નથી પણ તારી ઉપરનો વિશ્વાસ અતૂટ છર અને મને ખબર છે કે તું ક્યારેય પણ મને તૂટવા નહિ દે! બસ મને આ નોકરી અપાવી દે, (થોડો સમય રોકાઈને) જો રોહન મને આ નોકરી નહિ આપે ને તો હું એના પગ પકડી લઈશ પણ કંઈપણ કરીને હું આ નોકરી મેળવી લઈશ." મેધા વિચાર કરતાં કરતાં રોહનના કેબિન સુધી પહોંચી જાય છે. મેધા જઈને રોહનની કેબિનનો દરવાજો ખટખટાવે છે, ત્યારે અંદરથી રોહનની અવાજ આવે છે "પ્લીઝ કમ ઇન" ને મેધા દરવાજો ખોલવાની કોશિશ કરે છે પણ એના હાથ ધ્રુજવા લાગી જાય છે.

જેમ તેમ કરીને મેધા રોહનની ઓફિસનો દરવાજો ખોલી ને અંદર જવાની કોશિશ કરે છે. રોહન પાછળ તરફ મોં કરીને બેઠો હોય છે પણ જેવોજ એના કાન સુધી દરવાજો ખૂલવાનો અવાજ આવે છે કે તરફ જ તે પોતાનું મોં ટેબલ તરફ કરી લે છે. રોહન જેવો જ ફરે છે કે એ પોતાની સામે મેધાને જોઈને ચોંકી જાય છે કેમકે એની નજર આગળ એજ મહિલા હતી જે બે રાતની એની નીંદ હરામ કરી રહી હતી. મેધાને જોઈને રોહનના ચહેરા ઉપર નારાજગી છવાઈ જાય છે અને તે બોલી ઊઠે છે "કાલ રાત્રે જે મારી સાથે કર્યું એનાથી તારો જીવ નથી ભરાયો કે શું? કે આજે તું અહી મારી ઓફિસ સુધી પહોંચી ગઈ? મારી નીજી જિંદગી અને બાહારી જિંદગી બંને અલગ અલગ છે તો તું અહીંથી દૂર રહે એમાં જ તારી ભલાઈ છે." રોહનની વાત મેઘાને ખોટી જરૂર લાગે છે પણ તે એ વાત ઉપર ધ્યાન આપતી જ નથી. પછી રોહન સીટ ઉપરથી ઊભો થઈને મેધા પાસે આવે છે અને કહે છે "તું ખુદ બહાર જઈશ કે મારે તને ધક્કા મારીને બહાર નીકળવી પડશે?" ત્યારે મેધા શાંતિ પૂર્વક જવાબ આપે છે "ન તમે મને બહાર નીકળશો કે ન હું બહાર જઈશ."

મેઘાની વાત સાંભળીને રોહન ચોંકી જાય છે અને કહે છે "મેધા ઓહ સોરી મિલ્લી આ ઓફિસ મારી છે અને અહીં નિયમો પણ મારા જ ચાલશે; મેં બસ તને ત્રણ દિવસ માટે ખરીદી હતી મારી પત્ની નથી બનાવી કે તું મારી ઉપર તારો હક જતાવવા લાગી ગઈ છે. તું મારાથી જેટલી દૂર રહે એમાં મારો જ ફાયદો છે કેમકે હું બરબાદ થવા નથી માગતો તારી પાછળ, તું જઈ શકે છે." ત્યારે મેધા સીટ ઉપર બેસી જાય છે અને કહે છે "મિસ્ટર અનંત હું interview આપવા માટે આવી છું અને તમે મારું interview લીધા વગર મને નીકળી ન શકો! તમે તમારી કામ ઠીક થી નિભાવો અને મારું interview લઈને મને આ નોકરી આપો કેમકે મારી અંદર કાબેલિયત પણ છે અને આવડત પણ; હું ભલે લાચાર અને બેસહારા છું પણ મને મારું કર્તવ્ય અને મારા સંસ્કાર હજુ પણ યાદ છે. રોહન હું interview માં અસફળ થાઉં તો તમે મને હસતાં હસતાં બહારનો રસ્તો દેખાડી શકો છો પણ હું મારો પ્રયાસ કર્યા વગર ક્યાંય પણ જવાની નથી! તમને મન ફાવે એમ કરી શકો છો મારી સાથે કેમકે ક્યારેય મારા પોતાના લોકોએ મારી વિશે વિચાર્યું નથી તો તમે તો પારકા છો; તમારે શું કામ મારા વિશે કે કોઈ અન્ય વિશે વિચારવું પડે! બસ તમે તમારા કામથી કામ રાખો!"


શું રોહન મેઘાને નીકાળી દેશે? શું મેધા નોકરી માટે રોહનને મનાવી શકશે? રોહન અને મેધાનો સબંધ કઈ તરફ તે બંનેને લઈ જઈ રહ્યો હતો? જાણવા માટે બન્યા રહો મારી સાથે રવિવાર અને ગુરુવારે સવારે ઠીક નવ વાગે ગણિકા - શ્રાપ કે શરૂઆતમાં?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED