અસમંજસ - 11 (અંતિમ ભાગ) Aakanksha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અસમંજસ - 11 (અંતિમ ભાગ)

આપણે આગળનાં ભાગમાં જોયું કે મેઘા સામે અમનની સાચી હકીકત આવી જાય છે અને એ મેઘા સાથે ખરાબ વર્તન પણ કરે છે...! મેઘા હવે આનો કેવી રીતે પ્રતિભાવ આપશે...??!! અમન હવે શું કરશે..???!!!

ચાલો જાણીએ આગળ......


મેઘા ભાગીને નીચે ગઈ અને પાર્કિંગમાં પડેલી કાર લઈને ફટાફટ ઘરે જવા નીકળી ગઈ. ઘરે પહોંચીને મેઘાએ જોયું તો સૌમ્યાનાં મમ્મી-પપ્પા હોલમાં જ બેઠાં હતાં. મેઘાને આવી રીતે જોઈ એટલે એ સમજી ગયાં કે કંઈક થયું છે. મેઘાએ એ વાત બંનેને જણાવી. બંનેએ એને સાંત્વના આપી અને કહ્યું કે જે કંઈ પણ કરીશું એ કાલે સવારે કરીશું.


બીજાં દિવસે સવારે અમન ઑફીસ આવ્યો પરંતુ મેઘા એને દેખાઈ નહી એટલે એને શાંતિ થઈ. અમન કામ પતાવીને ઘરે ગયો તો એનાં પહેલાં એને સસ્પેન્ડ કરવામાં આવ્યાની નોટિસ આવી ગઈ હતી. અમન કાર લઈને સીધો મહેશ્વરી હાઉસ પહોંચી ગયો. એને એમ હતું કે મેઘા એકલી જ ત્યાં રહે છે. દરવાજો મેઘાએ જ ખોલ્યો. મેઘા કંઈ ના બોલી અને અંદર ઘર તરફ ચાલવા લાગી. અમન એની પાછળ-પાછળ આવ્યો.


અમન સીધો રડતો-રડતો મેઘાનાં પગમાં પડી ગયો. "ભૂલ થઈ ગઈ મારાથી.... બહું જ મોટી ભૂલ થઈ ગઈ!.... પ્લીઝ મને માફ કરી દો..." અમન માફી માંગતા બોલ્યો. "તમને હું ક્યારેય માફ કરી શકીશ કે નહિ એ તો મને નથી ખબર!, પરંતુ તમારી પર તમારાં આખાં પરિવારની જવાબદારી છે એટલે હું આ વાત પર અહીંયાં જ પુર્ણવિરામ મૂકું છું...પરંતુ હા...હવેથી તમે આ કંપનીમાંથી આઝાદ છો...!" આટલું કહીને મેઘા ઉપર જતી રહી અને અમન પણ ત્યાંથી જતો રહ્યો.


મેઘા એની રૂમમાં જઈને બેડ પર ઢળી ગઈ. એને એવું લાગતું હતું કે જાણે એનાં સમગ્ર અસ્તિત્વને કોઈએ ઢંઢોળીને મૂકી દીધું હોય..! મેઘાનાં મનમાં થોડીવાર રહીને અચાનક જ ચમકારો થયો...એ ઊભી થઈ અને એનાં ફોનમાંથી એને રોહનનો નંબર શોધીને કૉલ કર્યો.


એક વાર કર્યો તો કૉલ રિસિવ ના થયો. મેઘાને લાગ્યું કદાચ રોહન ગુસ્સામાં હશે અથવા રિસાયેલો હશે. એને ફરી રોહનને કૉલ કર્યો તો સામેથી કોઈ વૃદ્ધ સ્ત્રીનો અવાજ આવ્યો. "હેલ્લો....કોણ?!" મેઘાએ પોતાનો પરિચય આપતાં કહ્યું, "આંંટી, હું મેઘા.., રોહન સાથે વાત થઈ શકશે?!" રડમસ અવાજે રોહનના મમ્મી બોલ્યાં, "રોહન સાથે હવે ક્યારેય વાત નહિ થાય...!" આટલું બોલતાં સુધી એ રડવાં લાગ્યાં અને ફૉન રોહનનાં પપ્પાએ લઈ લીધો. "હેલ્લો બેટા...તું બીજાં કોઈ ફ્રેન્ડને કૉલ કરીને બધી માહિતી લઈ લે." આટલું કહીને કૉલ કટ કરી દિધો. મેઘાએ તરત જ એની ફ્રેન્ડ અંકિતાને કૉલ કર્યો તો ખબર પડી કે રોહને એક મહિના પહેલાં જ એની રૂમમાં ફાંસી ખાઈને આત્મહત્યા કરી લીધી.


મેઘાને વિશ્વાસ જ નહોતો આવતો કે રોહન એનાં ખોટાં આરોપનાં લીધે આત્મહત્યા જેવું મોટું પગલું ભરશે! રોહન તો જીવન પ્રત્યે કેટલો હકારાત્મક અભિગમ ધરાવતો હતો..! એ આવું કઈ રીતે કરી શકે?!...મેઘા અંદરથી પૂરેપૂરી ટુટી ગઈ હતી. એની આંખોની સામે અત્યાર સુધી રોહન સાથે વિતાવેલી દરેક ક્ષણ પસાર થઈ ગઈ... એને લાગતું હતું કે, "પ્રેમનો સાચો અર્થ ક્યારેય એ સમજી જ નથી શકી.!જે પ્રેમ એને થોડાં સમય પહેલાં ફક્ત અને ફક્ત હક જતાવવા પૂરતો સીમિત લાગતો હતો એ હવે ત્યાગ,સમર્પણ,કુરબાની,વિશ્વાસ, પર આવીને અટકી ગયો હતો. પ્રેમનાં અસમંજસ એ જ એનાં જીવનની મહત્વની બે વ્યક્તિ હંમેશા માટે છીનવી લીધી..!

#_________________*_________________#


મેઘા તો હજી પણ "પ્રેમ એટલેે શુંં?" ના અસમંજસમાં જ છે!
*____* પરંતુ તમારાં મત મુજબ, "પ્રેેેમ એટલે શું?"*____*


_______________________ધન્યવાદ_______________________