જ્હોન રેડ - ૮ Parixit Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

જ્હોન રેડ - ૮

જ્હોન સાથે બીજો સાથી બીજું કોઈ નહીં ડ્રેકો હતો. બન્ને એ ચાલાકી થી એવું કર્યું કે બધા ના તિર અને ભાલા ના નિશાન જ આ બન્ને પર ન લાગ્યા ..


જ્હોન અને ડ્રેકો બન્ને ક્રોસ માં દોડવા લાગ્યા થોડીવારે ડ્રેકો ડાબી બાજુ જતો રહે તો થોડી વારે જ્હોન !!


વિક્ટર ને બધા ભાલા અને તીર ફેંકી રહ્યા હતા પણ કોઈનો નિશાનો લાગતો ન હતો છેવટે વિકટરે હાથમાં તીરકામથું ઉઠાવ્યું , બાણ માં તીર લગાડી પોતાના ખભા સુધી બાણ ની દોરી ખેંચી અને જ્યાં ડ્રેકો ક્રોસમાં દોડીને પહોંચવાનો હતો એ જગ્યાએ અગાઉથી જ તીર છોડી દીધું.. ડ્રેકો દોડતો બરાબર એ જ જગ્યાએ આવ્યો જ્યાં તીરે તેના શરીર ને વીંધી નાખ્યું અને ત્યાં જ ઢળી પડ્યો.


જ્હોને પોતાની ભાગવાની પેટર્ન બદલી અને સામે જોયું તો એક્સ હાથ માં લોહી લુહાણ કુહાડી લઈને ઉભો હતો નીચે તેનો ભાઈ લોહીથી લથપથ પડ્યો હતો.


એક્સે પોતાની કુહાડી પર ના હાથ મજબૂત કર્યા અને જ્હોન પર હુમલો કરવા જેવો આગળ વધ્યો કે તરત જ્હોન ના ભાઈ એ તેનો પગ પકડી લીધો એટલે બેલેન્સ ન જળવતા તે નીચે પડી ગયો અને કુહાડી પણ હાથમાંથી સરી પડી મૌકા નો લાભ ઉઠાવતા જ્હોને તરત કુહાડી ઉઠાવી કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર ૩ ઘા મારી એક્સ નું શ્રીફળ વધેરી નાખ્યું !!


વિક્ટર અને તેના સાથીઓ ત્યાં ઉભા ઉભા જોઈ જ રહ્યા દૂરથી પણ તે લોકો ને લોહી થી લથપથ હાલત માં હાથમાં કુહાડી લઈને ઉભેલો દેખાતો હતો.


જ્હોને જંગલ તરફ દોટ મૂકી, વિક્ટર અને તેના બધા ત્યાં ઉભેલા સાથીઓ પણ જ્હોન ની પાછળ જંગલ તરફ દોડ્યા.


ત્યાં ઉભેલા બંદીઓ એ એકબીજા ને ભેટી પડ્યા અને તેમાં ના કેટલાક ડ્રેકો પાસે જઈ તેનું માથું ખોળામાં મૂકી રોવા લાગ્યા એ ગ્રુપ માંથી બે જણ પણ દોડતા દોડતા જંગલ માં આવી પહોંચ્યા.


ઈથોપિયા નું એ ખૂંખાર જંગલ હતું કે જ્યાં જંગલી પ્રાણી ઓ સાપ અને ચિત્તા ઓ પણ હતા ત્યાંના લોકો તેને "ખાલ" જંગલ કહી ને બોલાવતા જે રાણી ના મહેલ ની પાછળ ના ભાગમાં આવેલું છે. રાણી નો પાલતુ ચિત્તો પણ આ જંગલમાંથી આવ્યો હોવાનું કહેવાય છે.


મદગાસ્કર ટાપુ પર જ્હોને કૂવામાંથી બહાર નીકળવા માટે નું જે દોરડું બાંધ્યું હતું તે ધીરે ધીરે કૂવામાં નીચે ખેંચાઈ રહ્યું હતું નીચે મેરી એ દોરડા ને ખેંચી રહી હતી, અને છેલ્લે એનો છેડો પણ કૂવામાં ખેંચાઈ આવ્યો !!


એક્સે ઝાડ સાથે બાંધેલું દોરડું કાપી નાખ્યું હતું એના લીધે આખી દોરી ખેંચાઈને જ કૂવામાં જતી રહી આ જોઈને મેરી ને થોડો ડર લાગ્યો અને ચિંતા થવા લાગી કે હવે હું આ કુવામાંથી બહાર કેવી રીતે નિકળીશ ! બાજુ માં છોકરાને પગ માં વાગ્યું હતું જેના કારણે તેના પગમાંથી ઘણું બધું લોહી વહેતુ હતું. ઘા રુજવાનું નામ જ નહોતા લેતા..


એવામાં મેરી ની નજર એક મંકોડા પર પડી એટલે તેણે મંકોડા ને પોતાના હાથની ની અંગુઠા અને આંગળી વચ્ચે દબાવી તેના છોકરા પાસે લઈ આવી અને તે બોલી બેટા જલ્દી તારી આંખ બન્ધ કરી દે...!


મેરી એ તેના ઘાવ પર મંકોડા બન્ને તીક્ષ્ણ દાંત જ્યાં કાપો પડ્યો હતો ત્યાં ખૂંપાવી દીધા એટલે મંકોડા એ ગુસ્સા માં બન્ને દાંત ભીંસી દીધા જેના કારણે એક સાંધા જેવું થઈ ગયું. તેનો છોકરો રડવા લાગ્યો અને બોલ્યો મમ્મી હવે નહિ !!


મેરી એ બીજા મંકોડા લાવી એક પછી એક એમ આખો ઘાવ બૂરી દીધો અને છેલ્લે બધા મંકોડા ના ધડ ને તેના માથા થી અલગ કર્યા એટલે માથાનો ભાગ રહ્યો જેણે વહેતો લોહીનો પ્રવાહ બંધ કર્યો.


થોડીવાર થઈ ત્યાં વાદળો ના ગડગડાટ સાથે વરસાદ ચાલુ થઈ ગયો અને કૂવો ભરાવા લાગ્યો !! મેરી ને પાણી માં તરતા નહોતું આવડતું અને એમાં વળી એક્સે વધારામાં પૂરું કરી દોરી કાપતો ગયો હતો !!..