જ્હોને સામે ની બાજુ જોયું તો એક વિશાળ પિરામિડ પ્રકાર નો મહેલ હતો.
(રાણી વિક્ટોરિયા નો મહેલ )
બધી મહિલાઓ ને બજાર માં એક અડ્ડા પર લઇ જવામાં આવી કે જ્યાં મહિલાઓ નું વેચાણ કરવામાં આવે અને રાણી ના નગરવાસીઓ તેનો ભાવ લગાડે.
જ્હોન ની નજર પિરામિડ ની નીચે પડી તે જોઈને તેના રુંવાડા ઉભા થઇ ગયા, નીચે ખૂબ મોટી સંખ્યા માં મૃતદેહો પડ્યા હતા જેના શરીર પર લાલ રંગ લગાડવામાં આવ્યો હતો અને નવાઈ ની વાત એ હતી કે બધા મૃતદેહો ના ખાલી ધડ જ હતા તે બધા નું માથું ગાયબ હતું !!
વિકટરે બધાને લાકડી સાથે બાંધેલી દોરી છોડવા આદેશ આપ્યો અને જ્હોન અને તેના સાથીઓ અને બીજાં ૧૪ જણ પર આ વાદળી રંગ લગાડવામાં આવ્યો. એનાથી જ જ્હોન ને ખ્યાલ આવી ગયો કે અમારા લોકો ની પણ આવીજ હાલત થવાની છે.
જ્હોને ઉપર જોયું તો કોઈ વ્યક્તિ નું માથું આ પિરામિડ ની સીડીઓ પરથી પટકાતું પટકાતું નીચે આવ્યું !! બધાના રુંવાડા ઉભા થઇ ગયા જ્હોન તો હજુ એ જ સમજી નહોતો શકતો કે આ મારી સાથે શુ થઈ રહ્યું છે.
વિકટરે એક્સ ને ઈશારો કર્યો કે બધાને ઉપર લાઇ જા, એટલે એક્સ એ જ્હોન સામે હસતા હસતા જોયું અને જોરથી માથા માં ટપલી મારી કહ્યું **** ચાલ ચાલ જલ્દી આગળ વધ.
જ્હોન ને ખૂબ ગુસ્સો આવતો હતો પણ મજબૂરીવશ તે કશું કરી શકે એવા તેના નશીબ જ ન હતા. જ્હોન ની આગળ બીજા ઘણા લોકો હતા. બધા ધીમે ધીમે કરી પિરામિડ પર ચડી ગયા, જ્હોને ત્યાં વિક્ટર ને જોયો એટલે નવાઈ પામ્યો જ્હોન ને થયું તે તો નીચે ઉભો હતો તો કેવી રીતે ઉપર પહોંચી ગયો !!
પિરામિડ ની નીચેના ભાગમાં એક ગુપ્ત માર્ગ બનાવવામાં આવ્યો હતો જે રાણી ના ખાસ લોકો ને જ તે માર્ગ ની જાણ હતી.
જ્હોન પોતાની જમણી બાજુ જોયું તો રાણી વિક્ટોરિયા કોઈ પણ જાત ના ખોફ વગર બિન્દાસ પોતાના આસન પર બેઠી હતી વિકટરે જ્હોન ને જોતા જ રાણી ના કાન માં કહ્યું કે જે તમને ધુરી ને જોઈ રહ્યો છે એ જ જ્હોન રેડ છે, રેડ ટેરર નો લીડર ! રાણી અને જ્હોન ની આંખ મળી રાણી એ હળવું સ્મિત કર્યું અને પોતાનું ધ્યાન બલી ચડતા વ્યક્તિ પર કેન્દ્રિત કર્યું.
જ્હોને સામે જોયું તો એક બંદી ને એક લાકડા પર માથું રાણી બાજુ રહે એ રીતે સુવડાવવામાં આવ્યો હતો.
જે બંદી બનવેલા ને સુવડાવ્યો હતો તેની નજીક ઉભેલા રાણી ના માણસે હાથ માં છરી પકડી હતી તેની પાછળ એક હાથ માં અગ્નિ વાળું પાત્ર હતું જેમાંથી લાકડા અને અજીબ માંસ ગંધાય એવી વાસ આવતી હતી. જેણે છરી પકડી હતી એ માણસે રાણી સામું જોયું અને પછી ઉપર આકાશ માં સૂર્ય દેવ ને નમસ્કાર કર્યા અને પછી હાથ માં રહેલું ખંજર સીધુ લાલ રંગ વાળા આદિવાસી ની છાતી માં ઘુસાડી દીધું પછી આમતેમ હલાવી તેમા હાથ નાખી તેનું હૃદય કાઢી હાથ માં લીધું..
રાણી ના સામ્રાજ્ય ના લોકો ની માન્યતા પ્રમાણે હમણાં પાંચમાં સૂર્યદેવ છે આના પહેલા બીજા ચાર સૂર્યદેવ એ રાજ કર્યું છે !!, સૂર્ય દેવ ને માણસો ની બલી ચડાવવામાં આવે છે કારણકે ઇથોપિયા માં એક ભયાનક બીમારી ફેલાઈ હોય છે અને ઇથોપિયા માં સારી ફસલો થાય એના માટે પણ આ બલી નું તેના સામ્રાજ્ય માં ખૂબ મહત્વ હતું. જાહેર માં બલી ચડતી અને ત્યાં ના લોકો ઉત્સાહ માં નાચતા અને બલી ચડતી વખતે બન્ને હાથ ઊંચા કરી સૂર્ય દેવ ને રીઝવવા પ્રાથના કરતા.
(બલી આપી સૂર્ય દેવ ને અર્પણ થતું હૃદય !!)
હાથ માં પકડેલા હૃદય ને ભડ ભડ બળતા અગ્નિ પાત્ર માં મૂક્યું અને સૂર્ય દેવ સામે જોઈ પ્રાથના કરી.
હવે જ્હોન ની બલી ચડવાની વારી હતી..