જ્હોન રેડ - ૯ Parixit Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જ્હોન રેડ - ૯

થોડીવાર થઈ ત્યાં વાદળો ના ગડગડાટ સાથે વરસાદ ચાલુ થઈ ગયો અને કૂવો ભરાવા લાગ્યો !! મેરી ને પાણી માં તરતા નહોતું આવડતું અને એમાં વળી એક્સે વધારામાં પૂરું કરી દોરી કાપતો ગયો હતો !!..

ખાલ જંગલ માં જ્હોન ની પાછળ વિક્ટર અને તેના સાથીઓ દોડી રહ્યા હતા તેની પાછળ ડ્રેકો સાથે ના બે સાથીઓ દોડી રહ્યા હતા તે બન્ને ડાબી બાજુ થી નીકળી જંગલ નો રસ્તો પાર કરી ઇથોપિયા ના બંદર પર આવી ગયા અને ત્યાં ઉભેલા નાવિક ને જલ્દી મદગાસ્કર ટાપુ પર લઈ જવા કહ્યું. નાવિક ને જાણે કશી ખબર જ ન પડી હોય એવી રીતે ઉભો રહ્યો એટલે તેમાનો એક  "મદગાસ્કર" એટલું બોલ્યો ત્યાં નાવિક સમજી ગયો.

એ બન્ને હતા સૂર્યદીપ અને રાજુ તેમને ખબર હતી કે જ્હોન રેડ એ એક મહિલા ને કુવા માં ઉતારી છે અને એ પણ ખબર હતી કે એ હજુ જીવિત છે..

એટલે જેમ બને એમ બન્ને ૨ દિવસ નો રસ્તો દોઢ દિવસ માં કાપી મદગાસ્કર ટાપુ પર પહોંચી ગયા ત્યાં હજુ ધીમો વરસાદ ચાલી રહ્યો હતો, તેમણે નાવિક ને કિનારા પર ઉભો રહેવા ઈશારો કરી બન્ને આગળ વધે છે ત્યાં એ નાવિક કશું બોલ્યો અટલે બન્ને નાવિક પાસે આવ્યા અને સૂર્યદીપે અંદાજો લગાવ્યો કે આ કશુંક વળતર માંગી રહ્યો છે એટલે તેણે પોતાના કાંડા માં પહેરેલું કડું ઉતારી તે નાવિક ને આપ્યું, ત્યાં રાજુ માથે હાથ દઈ કશુંક વિચારતો હોય એવી રીતે ઉભો રહ્યો અને બોટ માં માછલી પકડવાની જાળી અને દોરી હતી તે બન્ને ઉઠાવી ને સૂર્યદીપ અને રાજુ કુવા તરફ નીકળી પડ્યા.

બન્ને નદી પસાર કરી કુવા નજીક આવી પહોંચ્યા ત્યાં જઈ ને જોયું તો મેરી ના પેટ સુધી પાણી ભરાઈ ગયું હતું તેના ખભા પર તેનો છોકરો અને તેના હાથ માં નવજાત શિશુ હતું !!

મેરી પ્રેગ્નન્ટ હતી અને તેણે કુવા માં જ એક નવજાત શિશુ ને જન્મ આપ્યો હતો સૂર્યદીપ અને ડ્રેકો એ દોરી ત્યાં નજીક ઝાડ સાથે બાંધી અને એક છેડો કૂવામાં નાખી બન્ને એ દોરી ખેંચી ત્રણેય માં દીકરો ને બચાવી લીધા.

સૂર્યદીપ અને રાજુ ના પહેરવેશ પરથી મેરી ને થોડું અજીબ લાગ્યું પણ પોતાની જાન બચાવવા માટે ધન્યવાદ કહ્યું જોકે એ બન્ને ને કશી ખબર ન પડી કે મેરી શુ બોલી રહી છે છતાં બેવ જણે હળવી સ્માઈલ આપી.

રાજુ અને સૂર્યદીપ તે લોકો ની ભાષા જાણતા ન હતા પણ ડ્રેકો ના સાથે રહેવાથી થોડા ઘણા શબ્દો તે જાણતા હતા.

બંન્ને એ નક્કી કર્યું હતું કે આ મહિલા ને બચાવી પાછું ઇથોપિયા જ્હોન ની મદદ કરવા જતાં રહેશું પણ મહિલા ના હાથમાં નવજાત શિશુને જોતા જ બન્ને એ પોતાનો ફેંસલો બદલ્યો કારણ કે એકલી મહિલા ના માટે આ ટાપુ સુરક્ષિત ન હતો અને એ મહિલા સાથે મદગાસ્કર ટાપુ પર રહેવાનું વિચાર્યું !!

હસતા હસતા નવજાત શિશુ ને ખોળામાં લઈ રાજુ રમાડવા લાગ્યો તેણે નીચે નજર કરી ત્યાં ખ્યાલ આવ્યો કે જ્હોન ને બીજો પણ છોકરો જ થયો છે !!

બધા ફરી પોતાની તૂટેલી ઝૂંપડી ને ફરી બનાવી અને જ્હોન રેડ ની રાહ જોતા જોતા સાંજ પડી ગઇ. જ્હોન બે દિવસ થી જંગલ માં હતો પણ હજુ સુધી મેરી ને બચાવવા પાછો ફર્યો નહોતો, રાજુ અને સૂર્યદીપે મેરી ને તૂટેલી ફુટેલી ભાષા માં કહ્યું કે જ્હોન પાછો આવી જશે તમે ચિંતા ન કરશો જો કાલ સુધી માં ન આવે તો અમે તેને લઇ આવશું. મેરી ને સમજાયું કે નહીં એ તો ખબર નહીં પણ તે હકાર માં માથું ભણી પોતાની ઝૂંપડી માં ચાલી ગઈ..

બે દિવસ થી જંગલ માં હતો પણ હજુ સુધી મેરી ને બચાવવા પાછો ફર્યો નહોતો, રાજુ અને સૂર્યદીપે મેરી ને તૂટેલી ફુટેલી ભાષા માં કહ્યું કે જ્હોન પાછો આવી જશે તમે ચિંતા ન કરશો જો કાલ સુધી માં ન આવે તો અમે તેને લઇ આવશું. મેરી ને સમજાયું કે નહીં એ તો ખબર નહીં પણ તેને પણ હકાર માં માથું ભણી પોતાની ઝૂંપડી માં ચાલી ગઈ..


રેટ કરો અને રિવ્યુ આપો

Bhavna

Bhavna 6 માસ પહેલા

ashit mehta

ashit mehta 9 માસ પહેલા

Shantilal Thakor

Shantilal Thakor 9 માસ પહેલા

Mehul Katariya

Mehul Katariya 9 માસ પહેલા

Archana

Archana 9 માસ પહેલા