જ્હોન રેડ - ૩ Parixit Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જ્હોન રેડ - ૩

અને ફરી જામી રાણી અને જ્હોન વચ્ચે ની તકરાર...


રાણી ને આ વાત ની ખબર પડતાં જ વિક્ટર ને બોલાવી તેને ગમે તેમ કરી ને રેડ ટેરર ના લીડર જ્હોન રેડ ને પકડી લાવો જ્યાં સુધી પકડાય નહિ ત્યાં સુધી પાછા ન ફરતા..

આ વાત વાયુ વેગે જ્હોન અને તેના સાથીઓ ને મળી એટલે અહીંથી કશેક દૂર જતા રહેવામાં જ પોતાની ભલાઈ સમજી. જ્હોન નો પરિવાર અને બીજા રેડ ટેરર ના સદસ્યો મળી આમ ટોટલ 40 આદિવાસી નો કાફલો બધા હથિયારો સાથે દરિયાઈ માર્ગ વહાણ લઈ મદગાસ્કર ટાપુ તરફ રવાના થયો.

મદગાસ્કર પહોંચતા જ તેણે પોતાના એક સાથી ને ત્યાં નજીક ધ્યાન રાખવા માટે ઉભો રાખ્યો. અને બાકી બધા અંદર જંગલ તરફ ગાયબ થઈ ગયા.




આગળ તરફ જતા એક નદી આવી જે ઉપર પહાડો માંથી આવતી હતી નીચે જતા તે ધોધ માં પરિવર્તિત થતી હતી, જ્હોન અને તેના સાથી ઓ એ આ નદી પાર કરી સામેકાંઠે જતા રહ્યા.

બધા ત્યાં પહોંચતા જ એક સારી એવી જગ્યા શોધી અને પોતાને રહેવામાટે ઝૂંપડી બનાવવા લાગ્યા લાકડા અને બધો સામાન જંગલ માંથી લાવી એક દિવસ માં બધાએ મળી ૭ મોટી ઝૂંપડીઓ બનાવી નાખી વચ્ચે ની બાજુ એક મોટી ઝૂંપડી અને આગળ ના ભાગ માં થોડી સજાવટ થી બધા કરતા અલગ જ્હોન રેડ ના પરિવાર માટે બનાવવામાં આવી.

વિક્ટર ચાલક અને ખતરનાક લીડર હતો તેણે જ્હોન ના જુના ઘર પરથી તપાસ કરતા અંદાજો આવી ગયો કે તે લોકો ભાગી ગયા હતા એટલે દરિયાઈ કિનારા પર તપાસ કરતા ખબર પડી કે એક મોટો હથિયાર સાથે આદિવાસીઓ નો સમૂહ દરિયાઈ માર્ગે વહાણ લઈ રવાના થયો હતો.



વિકટરે મહેલ માં આવી રાણી ને આ વાત ની જાણ કરી અને ૩ વહાણ લઈ જ્હોન રેડ ને પકડવા માટે ની પરમિશન માંગી રાણી ની હા સાથે જ વિક્ટર ની તૈયારીઓ શરૂ થઈ ગયી તેના સાથી ઓ ને કહ્યું કે ૮ દિવસ માં આપણે નીકળવાનું છે બધો હથિયાર નો સામાન તૈયાર રાખજો.

વિક્ટર ને અંદાજો હતો જ કે જ્હોન અને તેના સાથીઓ મદગાસ્કર ટાપુ પર જ ગયા હોવા જોઈએ કેમ કે તેના સિવાય આસપાસ બીજો કોઈ ટાપુ ન હતો.

આ આઠ દિવસ ના સમયગાળા માં જ્હોન અને તેના ભાઈઓ જંગલ ના વિસ્તાર થી વાકેફ થઈ ગયા હતા તેના વિસ્તાર માંથી કોઈપણ શિકાર ને આસાની થી પાછું ના ફરે !!

જ્હોન ના પિતા એ એક ઝેરી દેડકો જોયો જે તેને નાનપણ માં ઇથોપિયા માં જોયેલો પછી મદગાસ્કર પર બીજી વાર તેના દર્શન થયા એટલે તે પોતાના વિસ્તાર માં જ્હોન ને બતાવવા સાથે લેતા આવ્યા. ત્યાં પહોંચી જ્હોન ના પિતા એ બધાને એકત્ર કર્યા અને એક કાંટો લઈ આ દેડકા નો ઉપયોગ આપણે બીજા લોકો ના શિકાર માટે કેવી રીતે કરી શકાય તેની જાણકારી આપતા કહ્યું કે દેડકા ને કસથી પકડી બીજા હાથે કાંટો લઈ દેડકા ના પીઠ ના ભાગ ને બે ત્રણ વાર વીંધી નાખવાનો એટલે જે દેડકા ના શરીર માં જે ઝેર હોય તે આ કાંટા પર આવી જાય અને પછી એ કાંટો લાકડીની ભૂંગળી માં નાખી ફૂંક મારતા જ શિકાર ના શરીર માં ઘુસી જાય અને ગણતરી ના સમય માં તેનું કામ થઈ જાય !



જ્હોન નાનપણ થી જંગલ ની બધી કુદરતી વસ્તુઓ ની મદદથી તેને પોતાના શિકાર સામે કેવી રીતે વાપરવી એ તેના પિતા પાસેથી શીખ્યો હતો.