જ્હોન રેડ - ૧ Parixit Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જ્હોન રેડ - ૧

ઇથોપિયા માં આદિવાસી સમૂહ માં જ્હોન રેડ નો જન્મ થયેલો ત્યાં આવેલા જંગલ માં જ તેનો ઉછેર થયેલો નાનપણ થી જ તીર અને બાણ ચલાવવા માં કુશળ હતો.

જ્હોન ના પિતા અને તેના ભાઈઓ એકવાર જંગલ માં શિકાર કરવા નીકળ્યા ત્યાં કઈક અવાજ આવતા બધા પોતાની જગ્યા પર એકદમ સ્થિર થઈ ગયા અને જે દિશા માંથી અવાજ આવ્યો ત્યાં ધ્યાનથી સાંભળવા લાગ્યા, તેણે જંગલી ભૂંડ નજર આવ્યું એટલે બધા એ તરત તીરકામથું હાથ માં લીધું અને ભૂંડ ને પકડવા પાછળ દોડવા લાગ્યા.

જંગલી ભૂંડ એટલે ઘણું દોડાવ્યા છતાં હાથ માં ન આવ્યું એટલે જ્હોન એક ઝાડ નજીક એક કાંટાવાળો થાંભલો બનાવ્યો કે જેમાં આગળ ના ભાગ માં મોટા અણી વાળા લાકડા ને બાંધ્યા અને નીચે દોરી થી એવી રીતે ફિટ કર્યું કે જેવું દોરી માં પગ ફસાય કે તરત પેલું કંટાવાળુ લાકડું છૂટે અને સીધું શિકાર ની છાતી ને વીંધી લે !!

બધા પ્લાન મુજબ તે ભૂંડ ને એ દોરી સુધી લઈ આવ્યા અને જેવો ભૂંડ નો પગ ભરાયો કે તરત પેલુ કંટાવાળું લાકડું છૂટ્યું અને ભૂંડ ના શરીર ને વીંધી નાખ્યું .

બધા એ ભૂંડ ને પોતાના ઘર તરફ લઈ જતા હતા ત્યાં જ અચાનક કશે હલચલ થતા બધા ફરી પોતાની જગ્યા પર ઉભા રહી ગયા અને ધ્યાન દઈ સાંભળવા લાગ્યા ત્યાં દૂર થી તેમનો બીજા આદિવાસી નો સામનો થયો , તેમના મોઢા પર ભય સાફ નજરે પડતો હતો જ્હોન અને તેના પરિવારે પોતાના તીરકામથા પર હાથ મુક્યો પણ સામેથી કોઈ રિસ્પોન્સ ન આવ્યો એટલે ફરી પોતાના હાથ હળવા કર્યા અને જ્હોન બોલ્યો અમે શિકાર કરવા માટે આવ્યા છીએ અમે મેરુ કબીલા ના આદિવાસી છીએ ત્યાં સામેથી એક આદિવાસી બહાર આવ્યો આખા શરીર પર વિચિત્ર ટેટુ ઓ થી સજાયેલો જુવાન કે જેના ડાબા કાન પરથી લોહી વહેતુ હતું તેણે પોતાના એક સાથી નું નામ બોલી આગળ આવવા કહ્યું એટલે જ્હોન ને એ લોકો એ ફરી તીરકામથા પર હાથ સરકાવ્યો !!

સામેથી એક આદમી એ ટોળા માંથી બહાર આવ્યો તેના હાથ માં ૩ માછલીઓ હતી જે તેણે અમારી બાજુ થોડુંક આગળ વધી જમીન પર ફેંકી દીધી અમે તીરકામથા માંથી હાથ છોડ્યા અને અમે જંગલી ભૂંડ નો થોડોક હિસ્સો તેના તરફ આગળ કર્યો ત્યાં જ્હોન એ પૂછ્યું તમે ક્યાં જાવ છો ? ત્યાં સામેથી અવાજ આવ્યો અમે લોકો નવી શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ તેણે બધું તબાહ કરી નાખ્યું છે !!

જ્હોન પૂછવા માટે આગળ આવ્યો કે કોણે તબાહ કર્યું ત્યાં તેના પિતા એ રોક્યો અને જ્હોન ને પોતાની સાથે આવવા કહ્યું અને ત્યાંજ આદિવાસી નો એ સમૂહ જતો રહ્યો એ બીજું કોઈ નહિ ડ્રેકો હતો !!

જ્હોન ઘર તરફ જતો હતો તેના મનમાં અનેક સવાલો ફરતા હતા કે આખરે કોણે આવું કર્યું હશે અને એ લોકો ક્યાં જઈ રહ્યા હતા મને પિતા એ કેમ રોક્યો !! જેવા પોતાના ઘરે પહોંચ્યા ત્યાં જ્હોન ની ધીરજ ખૂટી અને બોલી ઉઠ્યો કેમ તમે મને રોક્યો !! શા માટે એ લોકો ને જવા દીધા...

જ્હોન ના પિતા બોલ્યા મેં તેના મોઢા પર ડર જોયું હતું એ લોકો ને ખોફ હતો અને હું નહોતો ઇચ્છતો કે એ ડર ની અસર આપડા સમૂહ પર પડે આપણે પહેલે થી જ ડર કોને કહેવાય એ જોયું નથી પણ જો આ લોકો થી મને ખતરો લાગ્યો એટલે મેં તને ના પાડી..જ્હોન ને તેના પિતા ની વાત વચ્ચેથી કાપતા બોલ્યો હું આવી વાતો માં વિશ્વાસ નથી કરતો એમ કહી ગુસ્સા માં તેની પત્ની પાસે જતો રહ્યો.

જ્હોન ની પત્ની નું નામ મેરી હતું. જ્હોન ને એક છોકરું હતું અને બીજું આવવાની તૈયારી માં હતું !

મેરી પ્રેગનન્ટ હતી તે દેખાવ માં ઘણી જ ખુબસુરત હતી ખાલી અમુક જગ્યા સિવાય આખું શરીર તેનું કપડાં વગર હતું જો કે આદિવાસી સમૂહ માં કપડાં નામ પૂરતા જ હતા ખાલી અમુક હિસ્સા ને છુપાવવા માટે જ વાપરતા.