CANIS the dog - 23 books and stories free download online pdf in Gujarati

CANIS the dog - 23

સીતાનું મગજ એ બાબત ઉપર ચાલી રહ્યું છે કે ડૉગસ ક્યારે બેકાબૂ બને છે. ડોગ્સ ના બેકાબૂ બનવા માટે ઝંઝીરો થી મુક્ત થવા જેવું કોઈ જ કારણ નથી. એ તો બંદિ સ્થિતિમાં પણ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે.
પરંતુુ સીતા એક એક્સ્ટ્રીમ જિનેટિકલ લેબ આસિસ્ટન્ટ છે. એટલે તેને જિનેટિક એક્ટિવિટી બોર્ન થવાના કાઉન્ટડાઉન સ્વાભાવિક રીતે જ ખબર હોય. પરંતુ છતાં પણ સીતા હજુ તેના મગજ થી કન્ફ્યુઝ જ છે.
કદાચ સંભવ છે કે થોડીવાર રહીને પેલા ડૉગસ ને સાંકળોથી છોડવામાં આવે અને ડૉગસ બેકાબુ બને, પરંતુ આ વાત સીતાના કેલ્ક્યુલેશન નો ભાગ તો નથી જ.એનુ concentration એક્ચ્યુલી વુલ્ફ ઉપર છે.અને તે વુલ્ફ ની એક્ટિવિટી ને બોર્ન થવાની પ્રતીક્ષા કરી રહી છે.
ડોગ્સ તેમની વાયોલેન્ટ હારમોની થી કન્ફર્મ થઈ ગયા છે તેમના પોત પોતાના હંન્ટીગ અંગે. કદાચ તેમણે તેમના શિકારોનું ચયન કરી લીધું છે પરંતુ સીતા અને આર્નોલ્ડ બંને હજુ બેખબર છે .
કદાચ સંભવ છે કે તેમનો સૌથી પહેલો શિકાર ટ્રેનર જ હોય, કદાચ ના પણ હોય કેમકે ટ્રેનર નો શિકાર કરવો તે ડૉગસ ની રણનીતિ નો ભાગ ના પણ હોય શકે.
એવું પણ બની શકે છે કે આટલા લાંબા સમયથી ટ્રેનરની સાથે રહેનાર તે શ્ચાનોને ટ્રેનર સાથે ઘરોબો બંધાઈ ગયો હોય અને તેનો શિકાર કરવા ના પણ માગતા હોય.

એ જે પણ કંઈ હોય પરંતુ હોનારત તેના આરંભબિંદુ પરત આવીને ઉભી ચોક્કસ રહી ગઈ છે.
થોડીવાર પછી ડિસ્કના રાઉન્ડસ એન્ડ રિવૉલ્વસ શરૂ થાય છે.અને ચૌદે ચૌદ ડૉગસ વાળી સેપરેટ ડિસ્ક પણ ગોળ ફરતી દેખાય છે.
એ વાત સાચી હતી કે ડૉગસ હાઇબ્રીડ હતા અને અફકોર્સ વેલ ટ્રેન્ડ પણ.અને એટલે જ ટ્રેનર ઇત્યાદિને પણ નહોતી ખબર કે લાવા ક્યારે ભભુકશે કેમકે તે ડૉગસ ની અંદર જે વુલ્ફ ના કોડ થયા હતા તે વુલ્ફ હાઇબ્રીડ નહોતા.

disc on થતાની સાથે જ સ્પીકર્સ માંથી dogs ની બધી જ ઇન્ફર્મેશન શરૂ થાય છે, અફકોર્સ વિજ્ઞાપન સ્વરૂપમાં જ, જેને સાંભળીને પબ્લિક પોતાની જાત ને રોકી નથી શકતી અને ચિચિયારીઓ ના ગાન સંભળાવા લાગે છે.
આ બધામાં પણ ક્રેકર illumination ભૌતિકતામાં વધારો કરી રહ્યા હતા અને લોકો વધુને વધુ પાલતું જાનવરો અંગે ભૌતિકવાદી બનવા લાગ્યા હતા. કદાચ જે પણ વેરપુમા ના જ માર્કેટિંગ નો એક ભાગ હશે.

જનમેદની ની વધતી જતી ચિચિયારીઓ અને વધારે પડતા શોર બકોરે ડૉગસ ને નકારાત્મક રીતે ઉત્તેજિત થવા વિવશ કરી દીધા. જેનું પરિણામ સ્વરૂપ એ આવ્યું કે એક ડોગ રીતસર ઝંઝીરો થી બંધાયેલી હાલત માં જ ભયંકર બર્કિંગ કરવા લાગ્યો. કદાચ તેનો ક્રોધ લોહાની જંજીર પ્રત્યે હશે કેમ કે તે તેના શિકાર નું ચયન કરી ચુક્યો હતો અને ઝંજીર તેને રોકી રહી હતી.

જોકે આજ અનુસરણ ચૌદે ચૌદ ડૉગસ માં ક્યારનું ફેલાઈ ગયું હતું પરંતુ કદાચ તેઓ આમ કરવા ભયભીત હશે પરંતુ હવે ધીરે ધીરે તે ભય અદ્રશ્ય થવા લાગ્યો છે.
અને અચાનક જ ચૌદ ચૌદ ડોગ્સ ભયંકર બનીને બર્કિંગ કરવા લાગ્યા અને ડિસ્ક પર બંધાયેલ ઝંજીરો ને ગમે તેમ કરીને ઉખાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા.
dogs એ 25 હજારની મેદની ને એક જુંડ જ સમજી લીધું હતું અને તેઓ એટલી હદ સુધી કોન્ફિડન્ટ હતા કે અફરાતફરી શરૂ થશે એટલે શિકાર કઈ દિશામાં દોડશે.
અને આખરે પરિસ્થિતિ ભયાનક સ્વરૂપ ધારણ કરવા લાગે છે.
સૌથી પહેલો ડોગ કે જેણે ભયંકર બર્કિંગ ની શરૂઆત કરી હતી તેના ગળામાંથી જંજીરો ના ઘર્ષણને કારણે રીતસર લોહી નીકળવા લાગ્યું છે. પરંતુ તેને તેની પરવા નથી .તેને બસ ગમે તેમ કરીને તેના શિકારને જ દબોચવો છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED