દો ઈતફાક - 16 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દો ઈતફાક - 16



🔹️16🔹️
દો ઈતફાક
Siddzz💙



બીજે દિવસે નીલ એના ફ્રેન્ડ સાથે મહાબળેશ્વર ગયો. યુગ એકલો હતો. આખો દિવસ એક્ઝામ નું વાંચ્યું એને અને રાતે ઈશાન સાથે બહાર ફરવા ગયેલો.


બે દિવસ પછી તો યુગ ના ડાન્સ ક્લાસ પણ ચાલુ થઈ ગયા હતા. સવાર મા યુગ વાંચતો અને બપોર પછી એ ક્લાસ જતો.


એક દિવસ ક્લાસ પર થી આવતો હતો એ. પંક્તિ મેમ અડધે સુધી મૂકી ગયા હતા. અને યુગ પછી ચાલી ને ઘર જતો હતો.


ત્યાં એક ફ્લેટ ની બહાર બોવ બધી ભીડ હતી. પોલીસ પણ ઊભેલી હતી. યુગ શું થયું છે એ જોવા ત્યાં ગયો ત્યારે ખબર પડી કે કોઈ છોકરા એ સુસાઇડ કર્યુ છે. અને એને 15 માળ ની બિલ્ડિંગ પર થી કૂદકો માર્યો હતો.


યુગ ત્યાં થી ફટાફટ ઘરે આવી ગયો. એ ફ્રેશ થઈ ને ટીવી જોતો હતો પણ હજી એના ચહેરા પર પરસેવો થતો હતો. યુગ એ આજ સુધી ટીવી માં જોયેલું કોઈ માણસ આવી રીતે કૂદકો મારે. ખબર નઈ પણ કેમ યુગ ને ડર લાગતો હતો.

બધા ફરવા ગયા હતા એટલે કોઈ ને ફોન તો કરાય નઈ. ઈશાન ને ફોન કર્યો પણ એ બહાર હતો. અને પાર્થ એના કઝીન આવેલા હતા એમની સાથે હતો. નવ્યા તો રાતે નવ વાગે તો એને કૉલ કરાય નઈ.


છેલ્લે એને ફોન મૂકી ને ટીવી જોવા બેઠો. કલાક જેવું થઈ ગયું પછી પાછું એને એજ યાદ આવવા લાગ્યું. છેલ્લે એ ટીવી બંધ કરી ને સુવા ગયો.


આજે તો નીંદ નઈ આવતી હતી યુગ ને. અને થોડી બીક લાગતી હતી. શેની બીક હતી એ તો યુગ પણ નઈ ખબર હતી.


છેલ્લે એને સાડા દસ એ માયરા ને ફોન કર્યો.

" બોલો જનાબ કેમની મારી યાદ આવી ?"

" યાર બોવ ખતરનાક બીક લાગે છે મને "

" કેમ ? "

યુગ કહે છે જે એને જોયુ હતુ એ.

" ઓહ તને બીક લાગે છે એમ ને ?"

" હા યાર ફાટી રહી છે મારી તો " યુગ બોલ્યો.

" ઘરે એકલો છે ને ?" માયરા એ પૂછ્યું.

" હા કેમ ?"

" તો દરવાજા બંધ કરી દેજે "

" કેમ ?"

" ભૂત આવસે જો દરવાજો ખુલ્લો હસે તો. અને તું એકલો છે એટલે "

" મને બીક લાગતી હતી એટલે તને ફોન કર્યો પણ અહીંયા તો તું જ મને ડરાવે છે " યુગ બોલ્યો.

માયરા હસતી હતી.
" શું કરે છે તું ?" યુગ બોલ્યો.

" કઈ નઈ દરવાજાને તાળું મારું છું. ભૂત ના આવે એટલે "

" તું ક્યાં એકલી છે ? અંકલ નથી ?" યુગ એ પૂછ્યું.

" ના પપ્પા મોરબી ગયા છે એટલે હું એકલી જ છું. "

" તને બીક નથી લાગતી " યુગ એ પૂછ્યું.

" ના એમાં શુ બીવાનું. "

" સારું કહેવાય. "


સાડા દસ એ યુગ એ ફોન કર્યો હતો બાર વાગવા આવ્યા હતા પણ હજી બંને ની વાત ચાલુ જ હતી.

" એક સવાલ પૂછું ?"

" હા બોલ ને " માયરા એ કહ્યું.

" તે તારી ડાયરી માં એમ લખ્યું છે મારા મમ્મી ક્યાં છે એ નઈ ખબર પણ તમને તો ખબર છે ને ? આવું કેમ લખ્યું છે " યુગ બોલ્યો.

માયરા ચુપ થઇ ગઇ હતી. યુગ પણ પાંચ મિનિટ સુધી કઈ ના બોલ્યો.

" કેમકે મને નઈ ખબર યુગ કે અત્યારે મારા મમ્મી ક્યાં છે ?"

" એટલે ? "

" હું પેલા ધોરણ માં હતી ત્યાર ના મમ્મી ને જોયા જ નથી"

" કેમ એમને કઈ થયું હતું. આઇ મીન જીવે છે કે પછી ?" યુગ એ કહ્યું.

" હા જીવે છે પણ મને નઈ ખબર ક્યાં છે એ "

" સોરી માયરા મને નઈ ખબર હતી પણ એ તમારી જૉડે કેમ નઈ રહેતા ?"

" યાર... " માયરા બોલતા બોલતા અટકી ગઈ.

" ઈટ્સ ઓકે. ના બોલ . હું નઈ પૂછું આ સવાલ"

" જવાબ છે પણ તું મળશે ને ત્યારે કહેવા પ્રોમિસ "

" સાચે ને ?"

" હા "

" હું એક સવાલ કરું ?" માયરા એ કીધું.

" હા બોલ ને "

" તારું ડ્રીમ શુ છે ? શું બનવાનું છે ?"

" બોવ અઘરો સવાલ કર્યો "

" સારું ના કહીશ. " માયરા એ ફોર્સ ના કર્યો પૂછવાનો.

" એન્જિનિયરિંગ કરું છું. પણ મારે કઈક બીજું જ કરવું છે. "

" એટલે શું ?"

" ડાન્સ "

" ડાન્સર બનવું છે ?"

" હા પણ ખાલી ડાન્સ નઈ કરવો " યુગ એ કહ્યું.

" તો "

" ડાન્સ માં કઈક નવું કરવું છે. મને ડાન્સ કરવો તો ગમે જ છે સ્ટેજ પર. પણ એના કરતાં પણ વધારે ડાન્સ ને કોર્ડિયોગ્રાફ કરવો ગમે છે "

" એટલે બેક સ્ટેજ વર્ક "

" હા અને ના. આપડે ટીવી માં જોઈએ ત્યાં સુધી તો એવું જ લાગે કે કોર્ડિયોગ્રાફ એટલે બેક સ્ટેજ. પણ એવું નથી. કોર્ડિયોગ્રાફ એટલે ડાન્સ ને ડિઝાઇન કરવો. સોંગ હોય એના થી કઈક અલગ મેસેજ પબ્લિક ને આપવો. "

" ઓહ આવું તો મને ખબર નઈ હતી "

" મને પણ અહીંયા આવી ને ખબર પડી "

" ઓકે તો તું કરી શકશે એ ?"

" હા. અત્યારે પણ ક્લાસ માં અમુક વાર મેમ ને કહું ને મેમ આમ નઈ આમ કરીએ તો. ત્યારે પણ અમારા સર મને એજ કહે છે તું કોર્ડિયોગ્રાફર સારો છે. "

" ગુડ "

" પણ એક જ બીક લાગે છે યાર "

" કઈ ?" માયરા એ પૂછ્યું.

" પપ્પા મમ્મી ને તો એવું જ લાગશે ને કે અહીંયા આવી ને પણ ભણ્યો નહિ "

" એવું કેમ લાગે. કોર્ડિયોગ્રાફર બનવું પણ સહેલું નથી ને "

" હા બોવ અઘરું છે. અને એન્જિનિયરિંગ તો પતાવિશ જ હું. પણ આગળ મારે ડાન્સ માં કરિયર બનાવવું છે "

" સરસ "

" પણ અમારા ફેમિલી ના બીજા લોકો બોવ ખરાબ વિચારે છે. એ લોકો એવું કહે છે ડાન્સ કરવો એ આપડા માં ના આવે. ડાન્સ ર લોકો વલગર હોય. કઈ એ લોકો ને સંસ્કાર અને રિસ્પેક્ટ જેવું ના ખબર હોય "

" યુગ મને નઈ લાગતું કે સ્મિતા આંટી આવું વિચારતા હોય "

" મમ્મી પપ્પા , ફોઈ ફુઆ , યસુ , નીલ , રાધિકા દી કોઈ ને પણ પ્રોબ્લેમ નથી હું ડાન્સ કરું એમાં "

" તો કેમ બીજા ની ચિંતા કરે છે. મુક એ લોકો ને સાઇડ પર અને ધંધા મા ધ્યાન આપ " માયરા બોલી.

" ધંધો ? કયો ધંધો ?"

" અબે મગજ ડાન્સ. મિસ્ટર. કોર્ડિયોગ્રાફર "

" હજી બન્યો નથી હુ " યુગ બોલ્યો.

" જરૂર બનીશ કેમ નઈ બને "

" ઓકે જોઈએ હવે શું થાય છે એ " યુગ એ કહ્યું

" જોઈએ નઈ યુગ. કરવાનું જ છે. અને બનવાનું જ છે. "

" જો તું સપોર્ટ કરશે તો જરૂર મારું આ ડ્રીમ પૂરું થશે "

" હું તો બધા ને હેલ્પ કરું જ છું. મને જ ખાલી... " માયરા બોલતા બોલતા અટકી ગઈ. અને યુગ એ પણ કઈ ના પૂછ્યું.

" તારે શું બનવું છે ?" યુગ એ પૂછ્યું.

" એક મસ્ત વ્યક્તિ "

" એ તો તું છે જ "

" એમાં નઈ મિસ્ટર કોર્ડિયોગ્રાફર "

" તો કેમ " યુગ એ પૂછ્યું.

" ફેસબુક માં બધા ના નામ સર્ચ કરવાથી મળે છે. એમ મારું નામ ગુગલ પર માયરા પરમાર લખે તો મળવું જોઈએ. બસ આટલું જ સારું વ્યક્તિ બનવું છે "

" ઓ ભાઇ સાહબ... તમે તો એક લાઈન માં બોવ બધું કહી દીધું"

" હા "

" તું ડ્રોઈંગ તો મસ્ત કરે છે એ તો મને ખબર છે એના સિવાય તને શુ ગમે છે ?"

" હમમ એના સિવાય તો... કઈક નવુ કરવું, લખવું બોવ ગમે છે "

" શું લખવાનું "

" શોર્ટ સ્ટોરી "

" બીજું " યુગ એ પૂછ્યું.

" ખાવાનું અને ફરવાનું. મારી વિશ લીસ્ટ ની બધી જગ્યા એ ફરવું છે " માયરા એક દમ ખુશ થતા બોલી.

" આ વિશ લીસ્ટ શું હોય ?" યુગ એ પૂછ્યું.

" બધા લખે ને આ કરવું છે. આમ બનવું છે. એવી રીતે હું પણ એક ડાયરી માં લખું છું. કઈ જગ્યા એ જવું છે એ. "

" સ્પેશિયલ સાથે ?"

" મારી લાઈફ મા પપ્પા જ છે. જે કહો એ. બીજું કોઈ નથી. બાકી ફ્રેન્ડ માં યશવી અને તું. અને અનાથ આશ્રમ ના બાળકો બીજું કોઈ નથી મારી લાઈફ મા "

" અને કોઈ આવસે તો "

" એવું થશે જ નઈ. અત્યાર સુધી જેટલા પણ આવ્યા છે એ બધા મને તોડી ને જ ગયા છે. હવે મારે પાછું એવી કોઈજ પરિસ્થિતિ માં નઈ મુકાવું "

દોઢ વાગ્યા સુધી બંને એ વાત કરી અને પછી સૂઈ ગયા.


યુગ અને માયરા આજે બંને એક બીજા સામે ઓપન બુક જેવા હતા. બંને ના લાઈફ ની બધી જ વાત એક બીજા નેં ખબર હતી. અને ડ્રીમ પણ.

યુગ ની તો એ ટુ ઝેડ વસ્તુ માયરા ને ખબર પડી ગઈ. અને યુગ ને પણ. પણ અમુક વસ્તુ માયરા ની યુગ માટે પઝલ બની જતી.


થોડા દિવસ પછી તો માયરા ની સ્કૂલ ચાલુ થઈ ગઈ હતી એટલે એ ઓનલાઇન બોવ ઓછી આવતી. અને યુગ ની પણ એક્ઝામ ચાલતી હતી એટલે એ પણ એમાં વ્યસ્ત હતો.

યુગ ની એક્ઝામ પણ થોડા દિવસ માં પતી ગઈ. એની એક્ઝામ સારી ગઈ હતી. માયરા ને જયારે ફ્રી હોય ત્યારે અમુક વાર ફોન કરી લેતો.


આમ ને આમ દિવસો જતા ગયા. માયરા બારમાં ધોરણ માં હતી એટલે હવે એને ટ્યુશન માં પણ એક્ઝામ ચાલુ થઈ ગઈ હતી.

યુગ ને એક્ઝામ પછી એક વીક નું વેકેશન હતું એટ્લે એ આખો દિવસ ડાન્સ ક્લાસ પર જ હોય. પંક્તિ મેમ પણ ખુશ હતા યુગ ને આખો દિવસ આમ ક્લાસ માં મહેનત કરતો જોઇ ને.

એક દિવસ યુગ સાંજે ક્લાસ પતાવી ને બેઠો હતો. ત્યાં સર એ એને ઓફિસ માં બોલાયો.

યુગ ઓફિસ માં ગયો ત્યારે એના સર અને બીજા સર મેમ અને પંક્તિ મેમ પણ હતાં.

" યુગ એક વાત કરવી હતી ?" સર એ કહ્યું.

" હા બોલો સર " યુગ એક દમ શાંતિ થી બોલ્યો.

" આ સર છે. આપડી સાથે નવરાત્રિ માં આવ્યા હતા યાદ છે ?"

" હા " યુગ એ કહ્યું.

" હા તો એમને જ તારું કામ છે " સર એ કહ્યું.

" એમને મારું શુ કામ ?" યુગ એ પૂછ્યું.

" હાઈ યુગ. હું હર્ષ. કાંદિવલી માં મારો ડાન્સ ક્લાસ શરૂ કરું છું. બે દિવસ પછી. અને એમાં એક ગરબા અને દાંડિયા માટે હું તને મળવા આવ્યો છું "

" કઈ સમજ ના પડી " યુગ એ કહ્યું.

" જો યુગ ચોખ્ખી વાત કરું. નવરાત્રિ માં તને જોયો ને ગરબા રમતા ત્યાર થી જ દિલ આવી ગયેલું તારી પર. તારી ગરબા રમવાની સ્ટાઇલ પર "

" ઓહ " પંક્તિ મેમ યુગ સામે જોઈ ને બોલ્યા.

" મારા ક્લાસ માં ત્રણ ચાર સ્ટુડન્ટ છે એમને ગરબા શિખવા છે. હું પણ શિખવાડી શકું પણ કદાચ તારા થી સારું કોઈ ને અહીંયા ગરબા રમતા નઈ આવડતા. એટલે તારા થી સારું કોઈ નઈ શિખવાડી શકે " હર્ષ સર બોલ્યા.

" હા પંક્તિ ને પણ ગરબા રમતા આવડતા જ નથી. જ્યારે હોય ત્યારે ભટકતી જ હોય છે એ " સર પંક્તિ મેમ ની સામે જોઈ ને બોલ્યા.

" તો મારી અને તારા સર મેમ ની પણ એજ ઈચ્છા છે કે તું મારા સ્ટુડન્ટ્સ ને ગરબા શિખવાડે. ચિંતા ના કર એનો પગાર તને મળી જસે. અને અઠવાડિયા મા બે જ વાર બે કલાક તો ટાઈમ તું નીકળી જ સકે ને " હર્ષ સર બોલ્યા.

" હા પણ હું તો રાતે ફ્રી થાવ છું " યુગ બોલ્યો.

" અને હા એ લોકો પણ રાતે જ ફ્રી થાય છે. " હર્ષ સર બોલ્યા.

" તો યુગ શુક્ર શનિ રાતે બે કલાક તું શિખવાડવા જઈશ ને?" યુગ ના સર એ પૂછ્યું.


યુગ એ પંક્તિ મેમ સામે જોયું. અને પંક્તિ મેમ એ પણ યુગ ને ઈશારા મા હા પાડી એટલે યુગ એ પણ હા પાડી દીધી. હર્ષ સર ગયા અને બીજા સર અને મેમ ગયા પછી ખાલી યુગ, પંક્તિ મેમ અને એમના ક્લાસ ના એક સર આ ત્રણ જ ઓફિસ માં હતા.

" પંક્તિ તારો છોકરો તો સર બની ગયો "

" યસ. પ્રાાઉડ ઓફ યુ માય બોય " પંક્તિ મેમ એ કહ્યું.

" પેહલા પગાર માથી અમને પાર્ટી આપવી પડશે "

" હા સર ચોક્કસ આપીશ " યુગ એ કહ્યું.

" અને મને ?" પંક્તિ મેમ એ પૂછ્યું.

" તમારા માટે ને... કઈક વિચારીશ " યુગ એ કહ્યું.

સર ને કોઈ નો ફોન આવતા બહાર જતા રહ્યા.

" તો તારા ઇતેફાક સાથે ક્યારે મલાવે છે ?" પંક્તિ મેમ એ કહ્યું.

" હવે તો મારે પણ એને મળવું છે "

" કેમ હવે ? પેલા નઈ મળવું હતું ?" પંક્તિ મેમ એ આંખ ઊંચી કરતા બોલ્યા.

" હમ . એને કીધું હતું બીજા શું વિચારે એ છોડી ને સપના પાછળ મહેનત કરવી જોઈએ. તમને તો ખબર છે ને મારે એક સારો કોર્ડિયોગ્રાફર બનવું છે. તો એને જ કીધું હતું મહેનત કરો. "

"ઓહો. એમ પણ યુગ તને ખબર છે એક સફળ છોકરા પાછળ કોઈ છોકરી નો જ હાથ હોય છે. તને મુંબઈ મોકલવામાં પણ તારા ઇતેફાક નો જ હાથ હતોને. "

" હા એ દિવસે એને ના કીધું હોય તો હું મુંબઈ નઈ આવ્યો હોત "

" કઈ નઈ તારું આ સપનું પૂરું કરવા માં પણ એનો હાથ હસે " પંક્તિ મેમ કહી ને બહાર ગયા.

યુગ પણ ઘરે આવ્યો. એ એટલો ખુશ હતો ને કે એની કોઈ હદ નઈ. રાતે એને બધા માટે ઓ રિયો શેક બનાવ્યો હતો અને પછી એની ખુશી નું કારણ કીધું હતું.

પછી એને સ્મિતા બેન અને અજય ભાઈ ને કીધું હતું અને યશવી ને પણ કીધું હતું.

માયરા ને કહેવા માટે એ એક દિવસ ની રાહ જોતો હતો થોડા જ દિવસ માં આવવાનો હતો.


યુગ સવારે કોલેજ અને કોલેજ પતાવી ને ડાન્સ ક્લાસ. હવે તો એને જીમ માં પણ જવાનું ચાલુ કરી દીધું હતું. પાતળું થવા નઈ પણ મસલ્સ મજબૂત બનાવવા માટે.

ઈશાન તો ઘરે જઈ ને પબ્જી રમ્યા કરતો રાતે મોડા સુધી અને પાર્થ પણ અમુક વાર રમી લેતો. બાકી એ પણ ઘરે જઈ ને આમ તો તેમ આંટા મારતો અને ફર્યા કરતો. અને નવ્યા તો એ બેન તો ઘરે જઈ ને ઘર નું કામ હોય એ કરે પછી ટીવી માં આવતી સિરિયલ જોતી.

યુગ નું રૂટિન જોર દાર હતું. સોમ થી ગુરુ સવારે કોલેજ પછી ક્લાસ અને રાતે જીમ. અને શુક્ર શનિ કોલેજ ક્લાસ અને ગરબા ક્લાસ.

ગરબા ક્લાસ માં ત્રણ છોકરી અને એક છોકરો હતા. બધા યુગ ને પેલા તો સર જ કહેતા પણ યુગ ના પાડતો સર કહેવાની એટલે બધા એને ભાઈ કહેતા. એક બે કલાક ના ગરબા ક્લાસ માં અમુક વાર અઢી કલાક થઇ જતા પણ કોઇ થાકતું નઈ. યુગ ને પણ એમને શિખવાડવા માટે બોવ મહેનત કરતો. અમુક વાર એમની માટે ચોકલેટ પણ લઈ જતો.


આજે યુગ ગરબા ક્લાસ પર થી આવી ને જમવા બેઠો હતો. સાડા દસ વાગી ગયા હતા એટલે યુગ સિવાય ના બધા એ જમી લીધું હતું. યુગ ટીવી જોતો જોતો ખાતો હતો. ત્યાં કોઈ નો ફોન આવ્યો.

મોસ્ટલી ઈશાન કા તો પાર્થ જ યુગ ને આટલા વાગે ફોન કરતાં એટલે યુગ ફોન ઉપાડતાં બોલ્યો,

" બોલ ભાઈ "

" ભાઈ નઈ બહેન બોલું. જો જરા નંબર સેવ કર્યો હોય તો જો " યશવી બોલી.

" હા બોલ દી "

" કાલે શું છે યાદ છે ને ?"

" ના કેમ. શું છે ?" યુગ એ યાદ કર્યું પણ એને યાદ ના આવ્યું.

"16 ડિસેમ્બર છે કાલે "

" હા પણ કાલે તો કોઈ ની બર્થડે નથી ને દી " યુગ એ કહ્યું.

" બેટા કાલે માયરા ની બર્થડે છે "

" અરે રે હું તો ભૂલી જ ગયો હતો "

" મને ખબર હતી તું ભૂલી જઈશ એટલે યાદ કરાવવા માટે જ ફોન કર્યો હતો તને " યશવી એ કહ્યું.

" ઠેનક યું યાદ કરાવવા "

" એ નઈ જોઈતું. કાલે આપડે બંને સાથે એને વિડિયો કૉલ કરીશું સવાર મા "

" સવાર મા એની સ્કૂલ હોય છે " યુગ એ કહ્યું.

" 7 વાગ્યા પેલા કરીશું "

" સારું. મારું નેટ બંધ હોય તો ફોન કરજે "

" હા ચલ બાય "

" હમ " કહી ને યુગ એ ફોન મૂક્યો. થોડી વાર પછી સૂઈ ગયો.



બીજે દિવસે સવારે

માયરા જલ્દી ઊઠી ને તૈયાર થતી હોય છે. વિરાજ ભાઈ એ એને સવાર સવાર મા એક મસ્ત બર્થડે ગિફ્ટ સાથે વિશ કરી હતી.

ગિફ્ટ માં હતા વોટર કલર અને અમુક સ્કેચબુક. આ વસ્તુ માયરા ને વધારે ગમતી એટલે.

માયરા ને નાની બે ચોટી વારી ને બલેંક બિન્દી કરી ને એનું ટિફિન બોકસ ભરતી હતી ત્યાં કોઈ નો ફોન આવ્યો.

" પપ્પા તમારો ફૉન વાગે છે "

" મારો નઈ તારો વાગે છે "

" અત્યાર માં કોણ હસે " એમ કહી ને માયરા ફોન લેવા ગઇ. " અરે રાતે નેટ ચાલુ જ રહી ગયું હતું. પછી એને ફોન ઉપાડ્યો.

" ઓહો બે નમૂના એક સાથે " યુગ અને યશવી ને જોતા માયરા બોલી.

" હેપ્પી બર્થ ડે માયરા " યુગ અને યશવી બંને એક સાથે બોલ્યા.

" ઠેંક યુ"

" બે ચોટી માં મસ્ત લાગે છે તું તો " યુગ બોલ્યો.

" હા એમાં પણ બ્લેક બિન્દી દિલ લઈ જાય છે " યશવી બોલી.

" ના ના મારે નઈ જોઈતું તારું દિલ. તારી પાસે જ રાખજે" એક દમ માસુમ મોઢું કરી ને માયરા બોલી.

યુગ એ બે કદાચ એના થી પણ વધારે સ્ક્રીન શોટ પાડી લીધા હતા.

" મારે આપવું હોય તો " યશવી બોલી.

" ના મારે નઈ જોઈતું " માયરા બોલી.

" અરે રે યશવી આને પણ તારું દિલ નઈ જોતું. " હસતા હસતા યુગ બોલ્યો.

માયરા હસવા લાગી અને પછી એને કહ્યું,
" સોરી મને સ્કૂલ જવા ના લેટ થાય છે એટલે હું ફોન મૂકું છું "

" હા ઓકે " યશવી એ કહ્યું.

માયરા સ્કૂલ એ ગઈ. એના અમુક ફ્રેન્ડ એ વિશ કર્યું અને માયરા એ એ લોકો ને ચોકલેટ આપી. સાંજે ટ્યુશન પતાઈ ને એ અનાથ આશ્રમ ગઈ.

ત્યાં એને બધા બાળકો ને ચોકલેટ આપી અને થોડી વાર મસ્તી કરી ઘરે આવી. આજે તો વિરાજ ભાઈ દરરોજ કરતા જલ્દી આવી ગયા હતા.

" ચલ પેલા જમી લે " વિરાજ ભાઈ એ કીધું.

" કેમ તમે બનાવ્યું છે જમવાનું ?"

" ના પિત્ઝા લઈ ને આવ્યો છું. " વિરાજ ભાઈ બોલ્યા.

" ઓહો પિત્ઝા અને તમે. "

" હા હું પણ ખાઈશ આજે તો પિત્ઝા "

માયરા આજ ના દિવસ માં શું કર્યું એ બધી વાત વિરાજ ભાઈ ને કરતી હતી. જમી ને પછી એ એના રૂમ માં જઈ ને હોમ વર્ક કરતી હતી ત્યાં સ્મિતા બેન નો ફોન આવ્યો.

" હાઈ બેટા
હેપ્પી બર્થડે " સ્મિતા બેન બોલ્યા.

" થેક યુ આંટી "

" કેવો ગયો દિવસ ?"

" મસ્ત "

" થેક યુ બેટા " સ્મિતા બેન એ કહ્યું.

" કેમ ?"

" યુગ ને આટલો ચેન્જ કરવા માટે. અમે એને કેટલું કહેતા પણ એ એનુ ધાર્યું જ કરતો. કદાચ અમે એને સમજાઈ ના શક્યા "

" એવું કઈ નથી આંટી "

" એવું જ છે બેટા. જે છોકરો ડિશ પણ ઊભો થઈ ને મૂકી નઈ શકતો હતો એ આજે જમવાનું બનાવવામાં હેલ્પ કરે છે. સવાર મા કેટલી બૂમો પાડવી પડે ત્યારે એ ઉઠે અત્યારે એની જાતે ઉઠતો થઈ ગયો. અને આજે ગરબા ક્લાસ લેતો થઈ ગયો. જો તે એને મુંબઈ જવાનું અને મહેનત કરવાનું ના કીધું હોત તો આજે એ જેવો હતો એના થી પણ ખરાબ હોત "

" બસ બસ આંટી હવે રડાવસો કે શું ?" માયરા બોલી.

" ના બેટા. તને રડાવી ને મારે ક્યાં જવું " સ્મિતા બેન બોલ્યા.

" કોની સાથે વાત કરે છે સ્મિતા ?" અજય ભાઈ એ પૂછ્યું.

" માયરા છે "

" હેપ્પી બર્થ ડે કેજે એને " અજય ભાઈ એ કીધું.

" હા. "

" હેપ્પી બર્થડે કીધું છે તને અજય એ "

" થેક યુ અંકલ "

માયરા એ સ્મિતા બેન સાથે થોડી વાર વાત કરી અને પછી એ સૂઈ ગઇ. દસ વાગ્યા માં.

અગિયાર વાગે યુગ ફ્રી થઈ ને એના રૂમ માં ગયો.

" આવું અંદર ?" રાધિકા બોલી.

" હા આવો ને દીદી "

" હેપ્પી બર્થડે "

" મારો આજે બર્થ ડે નથી દીદી " યુગ બોલ્યો.

" તને નઈ માયરા નો છે ને એને કઈ દેજે " રાધિકા એ કહ્યું.

" તમે જ કહી દો. હું એને જ ફોન કરું છું "

" ઓકે "

યુગ એ ફોન કર્યો.

" હેલ્લો " માયરા ધીમા અવાજે બોલી. પણ અવાજ ધીમો નઈ હતો એ ઊંઘ મા હતી એટ્લે.

" હેપ્પી બર્થડે " યુગ એ કહ્યું.

" થેક યુ "

" કોઈ તને વિશ કરવા આવ્યું છે "

" યુગ રાતે અગિયાર વાગે તને મસ્તી સૂઝે છે " માયરા બોલી.

" મસ્તી નઈ સાચું કહું છું એક મિનિટ " યુગ એ રાધિકા ને ફોન આપ્યો.

" હેપ્પી બર્થ ડે સ્વીટુ "

" થેક યુ દીદી " માયરા ને રાધિકા નો અવાજ ખબર પડી ગઈ.

" યુગ ને આપુ " રાધિકા એ ફોન યુગ ને આપ્યો.

" હવે તું વાત કર બાર વાગ્યા સુધી " આંખ મારી ને જતા જતા રાધિકા બોલી.

" દીદી હમણાં સૂઈ જસે શું વાત કરી " યુગ રૂમ નું બારણું બંધ કરતા બોલ્યો.

" હેપ્પી બર્થડે "

"કેટલી વાર કહીશ "

" જ્યાં સુધી તું સરખી રીતે નઈ બોલે થેક યુ ત્યાં સુધી " યુગ બોલ્યો.

" યાર પ્લીઝ મને સુવા દે બોવ નીંદ આવે છે "

" ના આજે બાર વાગ્યા સુધી તો જાગવું જ પડશે " યુગ એ કહ્યું.

" કેમ?"

" પેલી વિશ તો બધા કરે પણ છેલ્લી વિશ કરવા વાળા સ્પેશિયલ હોય છે "

" હમ "

" મમ્મી નો ફોન આવ્યો હતો ?" યુગ એ પૂછ્યું.

" હા પણ હું તારા થી નારાજ છું બોવ જ "

" કેમ ?"

" ગરબા ક્લાસ ચલાવે છે અને મને કીધું નઈ . હુહ..."

યુગ એ અત્યાર સુધી નું જે બાકી હતું એ બધું કીધું. કેવી રીતે સર એ એને કીધું અને બીજું પણ. આમ વાત કરતા હતા ત્યાં વચ્ચે યુગ બોલ્યો,

" હેપ્પી બર્થડે માયરા "

" યુગ કેટલી વાર ?"

" ટાઈમ જો " યુગ એ કહ્યું.

" બાર વગવામાં એક મિનિટ બાકી છે "

" હા થઈ ગઈ ને લાસ્ટ વિશ મારી. "

" હા તું સ્પેશિયલ છે પ્રૂફ કરવાની જરૂર નથી યુગ " માયરા
એ આજે પેલી વાર આ વાત કહી હતી. અને એ સાંભળી ને યુગ એટલો ખુશ હતો કે કોઈ રિયાલિટી શો મા વિન થયો હોય.

" કેમનું ?"

" યુગ પછી કહીશ અત્યારે સૂઈ જા "

" હા ગુડ નાઈટ
સ્વીટ ડ્રીમ "

" સ્પાઈશી ડ્રીમ " માયરા એ કહ્યું.

" હા "

યુગ એટલો ખુશ હતો કે એને ખુશી મા ક્યારે નીંદ આવી ગઈ એની ખબર જ ના રહી.