દો ઈતફાક - 15 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

દો ઈતફાક - 15


🔹️15🔹️
દો ઈતફાક
Siddzz 💙





થોડા દિવસ માં દિવાળી આવવાની હતી. યુગ વેકેશન ની રાહ જોતો હતો. પણ થોડો દુઃખી પણ હતો કેમકે આ ટાઈમ ફેમિલી જોડે ફરવા નઈ જઈ શકે. એની એક્ઝામ હતી દિવાળી પછી થોડા દિવસ માં એટલે.


લેક્ચર પતાઈ ને એ લોકો કેન ટીન માં બેસેલા હતા. આજે એ લોકો ને કંટાળો આવતો હતો અને મૂડ પણ નઈ હતો આગળ ના લેક્ચર ભરવાનો. યુગ ને સવાર થી જ આવવું નઈ હતું પણ ઈશાન ને લીધે આવવું પડ્યું.


" યુગ શું કરે પેલી સુરત વાળી ?" નવ્યા એ પૂછ્યું.

" જલસા "

" સારું થઈ ગયું ? તાવ આવ્યો હતો ને એને ?" ઈશાન એ પૂછ્યું.

" હા સારું થઈ ગયું. " યુગ ને ખબર હતી આજે એને આ લોકો હેરાન કરવાના હતા.

" આજ કાલ તું ફોન બોવ ઓછા કરે છે એને . ફાઇટ થઇ છે ? " પાર્થ એ પૂછ્યું.

" ના "

" તો કેમ નઈ કરતો. અને અમને તો બતાવ કોઈ વાર સુરત વાળી ને " ઈશાન બોલ્યો.

" તારે જોઈ ને શું કરવું છે. " યુગ બોલ્યો.

" અમને પણ ખબર પડે ને કે ભાભી કેવા છે એ " પાર્થ મસ્તી મા બોલ્યો.

" કેવા છે એટલે. માણસ જ છે એ. કઈક એલિયન નથી એ " યુગ આ વાત આગળ ના વધે એમ વિચારતો હતો.

" યુગ ફોટો તો બતાવ તમારો ?" શાંતિ થી બેસેલી નવ્યા બોલી.

" તમારો ?" યુગ એ પૂછ્યું .

" એટલે કે તારો અને એનો "

" હું હજી એને મળ્યો જ નથી " યુગ બોલ્યો.

" સાચે ?" ઈશાન એ પૂછ્યું.

" હા તમને પેલા તો કીધું જ હતું ને મે " યુગ એ કહ્યું .

" પણ અમને એમ તું મસ્તી કરે છે કોઈ વાર તો મળ્યો હસે ને ?" ઈશાન એ પૂછ્યું.

" ના કોઈ વાર નઈ. "

" લો બોલો. છોકરી મળી છે ભાઈ ને મળવું નથી " પાર્થ બોલ્યો.

યુગ મસ્તી મા એક ઝાપટ મારી પાર્થ ને.

" હું શું ખોટું બોલ્યો " પાર્થ બોલ્યો.

" ના તું કંઈ ખોટું... " ઈશાન બોલે એ પેલા.

" એ મારી ફ્રેન્ડ છે અને ફ્રેન્ડ જ રહેશે. " યુગ એ કહ્યું.

" સાચે ને ?" નવ્યા એ પૂછ્યું.

" હા સ્ટેમ્પ પેપર પર લખી આપું કહેતા હોય તો " યુગ ને આટલો કન્ફિડેન્સ થી બોલતો પહેલી વખત જોયો આ લોકો ને.

" ચાલો જોઈએ તો. યુગ બે ત્રણ મહિના પછી પણ એ ફ્રેન્ડ રહેશે તો અમે માની લઈશું તું સાચો છે. " ઈશાન બોલ્યો.

" પણ જો એ ભાભી બનશે તો પાર્ટી આપવી પડશે અમે કહીશું ત્યાં " પાર્થ બોલ્યો.

" પણ બે મહિના માં કેમ ખબર પડશે ?" નવ્યા એ પૂછ્યું.

" દિવાળી વેકેશન માં યુગ ને વાત કરવાનો ટાઈમ થોડો વધારે મળશે એટલે કઈક થઇ જાય લવ તો " ઈશાન બોલ્યો.

" અને જો એવું નઈ થાય તો તમારે મને પાર્ટી આપવી પડશે. " યુગ બોલ્યો.

" હા ચોક્કસ. એક દિવસ આખો આપડે ચાર ફરવા જઈશું અને એ દિવસ નો તારો બધો ખર્ચો અમારો " પાર્થ એ કહ્યું.

" આ ચાર કોણ ?" નવ્યા એ પૂછ્યું.

" કેમ બેન તમને અમારી સાથે આવવામાં પ્રોબ્લેમ થશે ? કે પછી પેલા ગુંડા જોડે જવાનું છે " પાર્થ બોલ્યો.

" ના પણ " નવ્યા બોલી.

" કોઈ બીજા સાથે જવું હોય તો અમને વાંધો નથી " ઈશાન બોલ્યો.

" ઓકે આવીશ " નવ્યા બોલી.

" યુગ હજી વિચારી લે પાર્ટી આપવી ના પડે " ઈશાન એ પૂછ્યું.

" તમે એની ચિંતા ના કરો. તમારી કરો. કેમકે એ ફ્રેન્ડ જ રેવાની છે મારી " યુગ બોલ્યો.

" અમે કઈ રીતે માની લઈએ. અને એ અત્યારે તારા માટે શું વિચારે છે એ અમને થોડી ખબર છે " ઈશાન બોલ્યો.

" યુગ અત્યારે તો એ ઘરે હસે ને એ તો ફોન કર અને પૂછ" પાર્થ એ કીધું.

" અત્યારે તો ખબર નઈ ઘરે હસે કે નઈ. પણ આમ ના પૂછાય ને " યુગ બોલ્યો.

" હા પાર્થ આમ એ કોઈ ને ના પુછાય " નવ્યા એ કીધું.

" પાર્થ ના આ નઈ પુછી શકીએ. જો એના માઈન્ડ માં કઈક હસે તો વાત કરે ત્યાં જ ખબર જાય ને " ઈશાન બોલ્યો.

" સારું. સોરી યુગ ખોટું લાગ્યું હોય તો " પાર્થ એ કીધું.

" તું જા બે ... " યુગ એ કીધું.

" યુગ તું ફોન કરે ને તો સ્પીકર પર રાખજે કદાચ થોડી અમને ખબર પડે. શું વિચારે છે એ થોડી તો ખબર પડે " નવ્યા બોલી.

" યુગ તું ફોન કર સ્પીકર પર રાખજે. તું દર વખતે જેમ વાત કરે છે એમ જ કરજે " ઈશાન એ કીધું.

" હા " પાર્થ એ કીધું.

યુગ એ ફોન કર્યો. રીંગ વાગતી હતી.

" બોલ તો ખરો. કેમ ચુપ થઇ ગયો એની સામે " પાર્થ એ મસ્તી મા કીધું.

" અબે ફોન તો ઉંચકવા દે પેલા."

" ના ઉપાડતી હોય તો રહેવા દે થોડી વાર રહી ને કર " નવ્યા એ કીધું.

" હમ "

" એવું નથી લાગતું નવ્યા આપડી જોડે રહી ને થોડી સમજદાર થઈ ગઈ છે " ઈશાન બોલ્યો. યુગ અને પાર્થ હસવા લાગ્યા.


થોડી વાર રહી ને માયરા નો ફોન આવ્યો.
" હેલ્લો " યુગ ફોન ઉપાડતા બોલ્યો.

" હા હું દસ મિનિટ માં કરું ઘરે જઈ ને "

" શું વિડિયો કૉલ ?" યુગ એ પૂછ્યું.

" ના " કહી ને માયરા એ ફોન મૂકી દીધો.

" તને ફૉન સ્પીકર માં રાખવા કહ્યુ હતુ " ઈશાન બોલ્યો.

" કરે છે દસ મિનિટ માં ફોન તું શાંતિ રાખ " યુગ એ કહ્યું.

" ગાય્સ મને ભૂખ લાગી છે હું સેન્ડવિચ મંગાવું છું. તમે કોઈ ખાવાના ?" પાર્થ એ પૂછ્યું.

બધા એ હા પાડી.


દસ મિનિટ ની પંદર મિનિટ થઈ. યુગ ફોન સામે જ જોતો હતો. ત્યાં માયરા નો ફોન આવ્યો.

" હા બોલ શું કામ હતું ?" માયરા એ પૂછ્યું.

" કેમ કામ હોય તો જ ફોન કરવાનો ?" યુગ એ પૂછ્યું.

" ના પણ અત્યારે ક્લાસ માં નથી. કે બંક માર્યો છે ?" માયરા એ પૂછયું.

ફોન સ્પીકર પર હતો. અને માયરા જ્યારે આ બોલી ત્યારે તો ઈશાન થી હસવાનું કંટ્રોલ નઈ થતું હતું.

" નઈ મૂડ યાર "

" તો મૂડ શેનો છે જનાબ " માયરા બોલી.

માયરા તો દર વખતે જેમ બોલે એમ જ બોલતી હતી અને ફોન સ્પીકર પર હતો એટલે ઈશાન અને પાર્થ ને તો નવાઈ લાગતી હતી માયરા જે રીતે બોલતી હતી એ સાંભળી ને.

" મૂડ તારો કઈક અલગ લાગે છે આજે " યુગ બોલ્યો.

" ના. આજે હોટેલ માં ગઈ હતી જમવા એટલે થોડી ખુશ છું "

" એકલી એકલી "

" ના પપ્પા સાથે "

" હમ "

" તે બંક કેમ માર્યો ?" માયરા એ પૂછ્યું.

" નઈ ઈચ્છા થતી હતી એટલે. "

" અચ્છા સારું "

" વિડિયો કૉલ કર. કઈક બતાવું " યુગ એ કહ્યું.

" કેમ ? આજે કઈ નવી ફેશન કરી છે તે"

" તું કર પછી કહું " કહી ને યુગ એ ફોન મૂકી દીધો.


" યુગ બંક કેમ માર્યો ?" ઈશાન, પાર્થ અને નવ્યા ત્રણેવ એક સાથે બોલ્યા.

" હવે પ્લીઝ તમારા મોઢા થોડા બંધ રાખજો " યુગ બોલ્યો.

" હું કહીશ યુગ એ અમને પણ ક્લાસ માં ના જવા દીધા." ઈશાન બોલ્યો.

" હા જોઈએ કોણ બોલે છે એ " યુગ બોલ્યો.


માયરા એ વીડિયો કૉલ કર્યો,

" બોલ કઈ નવી ફેશન કરી. "

" તું પેલા આમ કેમેરા સામે તો આવ " યુગ બોલ્યો.

" હા શાંતિ રાખ ને થોડી "

" તૈયાર ના થઈશ બોવ. ખોટું કોઈ છોકરા નું દિલ આવી જસે " યુગ બોલ્યો.

" હું પાછું આપી દેવા. એવુ કોઈ નું દિલ ના લેવાય " માયરા બોલી.

એવું કોઇ નું દિલ ના લેવાય એ સાંભળી ને ઈશાન , નવ્યા અને પાર્થ હસતા હતા.

" ક્યાં છે ? આ કોણ હસે છે ?"

માયરા હજી ફોન ચાલુ રાખી ને એનું કામ કરતી હતી એટલે એને ખબર નઈ હતી કે યુગ ક્યાં છે એમ.

" ફોન મા જોવાય તો ખબર પડે "

" હા ચાપલા "

" તું કરે છે શું " યુગ એ પૂછ્યું.

" હવે બોલ તુ " માયરા એ હવે ફોન હાથ માં લીધો હતો. યુગ એના વાળ સરખા કરતો હતો.

" યુગ વાળ બરાબર જ છે. "

" હા "

યુગ ઈશાન બાજુ કેમેરો કરે છે પણ આ વાત ઈશાન ને ખબર નઈ હોતી. કેમકે ઈશાન અને નવ્યા સામે બેસેલા હતા. પાર્થ યુગ ની બાજુ માં હતો.

" ઓહ વાઉ ક્રોસ " માયરા બોલી.

ઈશાન ખ્રિસ્તી હતો એટલે એ ક્રોસ પહેરતો. ✝️

" કોણ છે એ ?"

" મને શું ખબર " માયરા એ કહ્યું.

" યાદ કર "

" તારો ફ્રેન્ડ હસે "

" હા પણ નામ "

" હમમ.. પાર્થ. ના ના એ થોડો હેલ્થી છે આ મકડી છે શું હતું એનું નામ હા... ઈશાન ... ઈશાન જ છે ને " માયરા બોલી.

ઈશાન શોક થઈ ગયો માયરા નામ બોલી ત્યારે.

" હા એજ છે " નવ્યા બાજુ કેમેરો કર્યો યુગ એ " આ કોન છે ?"

" નવ્યા છે. ઓહો તમે બધા એ બંક માર્યો છે એમ ને "

" હા "

" તો પેલો ક્લાસ માં ગયો " માયરા એ પૂછ્યું.

" ના આ રહ્યો " પાર્થ બાજુ કેમેરો કરતા કહ્યું.

" ઓહ હાઈ પાર્થ "

" હાઈ "

" મને પણ કોઈ વાર હાઈ બોલાય. પણ મને તો શું કામ છે આમ બોલે " યુગ એ કહ્યું.

" માણસ ને હાઈ બોલાય કૂતરા ને થોડું કહેવાય " માયરા બોલી.

" બસ બોવ બોલી લીધું " યુગ એ કહ્યું.

" માયરા આ તારો ફ્રેન્ડ છે ને બોવ ફ્લર્ટ કરે છે " નવ્યા બોલી.

માયરા હસવા લાગી પછી કહ્યું, " કરે જ ને દિવસો છે એના "

" અમને ક્લાસ પણ ભરવા નઈ દેતો યુગ "

" ના એવું તો હોય જ નઈ " માયરા એ કીધું.

" હા યુગ એ જ અમને બંક મારવાનું કીધું હતું " ઈશાન બોલ્યો.

" ના એવું ના કહે એ. તે જ કીધું હસે એને બંક કરવાનું "

થોડી વાર વાત કરી પછી માયરા ને ટ્યુશન જવાનું હતું એટલે એને ફોન મુકી દીધી.

" યુગ ગ્રેટ " પાર્થ બોલ્યો.

" માયરા ને તારી આટલી બધી ખબર છે સારી વાત છે " નવ્યા બોલી.

" હમ " યુગ એ ટૂંક મા જ જવાબ આપ્યો.

આમ કોઈ વાર યુગ જ્યારે કોલેજ માં હોય અને માયરા નો ફોન આવે ત્યારે એ બધા ને હાઈ કરતી. એમની સાથે વાત કરતી.

ઈશાન એ તો કેટલી વાર કીધું હતું કે યુગ તું બોવ લકી છે કેમકે આવી ફ્રેન્ડ બોવ ઓછા લોકો ને મળે છે.


દિવાળી વેકેશન પડવાનું હતું એટલે માયરા ખુશ હતી. એ તો રાહ જોતી હોય ક્યારે વેકેશન પડે અને એને ડ્રોઈંગ કરવાનો ટાઈમ મળે.


રવિવાર હતો આજે.
માયરા સવાર ની ઘર સાફ કરવા માં લાગી હતી.

વિરાજ ભાઈ " બેટા બીજું કાલે "

" પપ્પા દરરોજ દરરોજ હું નથી કરવાની " માયરા માળિયા માં ચડી હતી અને બોલી.

" બેટા મને ભૂખ લાગી છે "

" હા તો ખાઈ લો ને "

" ના તું સાફ કરી લે પછી "

ત્યાં માયરા ના ફોન મા રીંગ વાગી.

વિરાજ ભાઈ ફોન લેવા ગયા ત્યાં સુધી મા ફોન કપાઈ ગયો. ત્યાં પાછો ફૉન આવ્યો.

"તુફાન " લખ્યું હતું. વિરાજ ભાઈ વિચારતા હતા આ કોણ હસે ? કોઈ માયરા ને હેરાન તો નઈ કરતું હોય ને. વિરાજ ભાઈ એ માયરા ને પૂછ્યું ,

" આ તુફાન કોન છે માયરા "

" છોકરો કેમ ?" માયરા હજી માળિયું સાફ કરતી હતી.

" તને હેરાન કરે છે એ"

" ના કેમ " માયરા એ પૂછ્યું.

" ફોન આવે છે એનો "

" ઉપાડો તમે " માયરા એ કહ્યું.

વિરાજ ભાઈ એ ફૉન ઉપાડ્યો,
" હાઇ માયરા
જલ્દી વિડિયો કૉલ રિસીવ કર "

આટલું કહી ને યુગ એ ફોન મુકી દીધો.

" શું થયુ પપ્પા " માયરા એ કહ્યું.

" એને તો વિડિયો કૉલ કરવાનું કહ્યું " વિરાજ ભાઈ બોલ્યા.

" એવું શું કામ છે એને " માયરા એ પૂછ્યું .

" મને શું ખબર "

" સારું નેટ ઓન કરો તો " માયરા એ કહ્યું.

વિરાજ ભાઈ નેટ ઓન કર્યુ ત્યાં તો યુગ ના બે મીસ્કોલ પડ્યા હતા.

ત્યાં પાછો ફૉન આવ્યો એટલે વિરાજ ભાઈ એ ઉપાડ્યો,

" માયરા હવે શું યાર. એક મસ્ત કૂતરું હતું એટલે તને બતાવવા ફૉન કર્યો હતો " યુગ બોલ્યો.

" માયરા ફોન ઉપર આપુ ?" વિરાજ ભાઈ એ પૂછ્યું.

" ના સ્પીકર પર કરો " માયરા બોલી.

વિરાજ ભાઈ એ ફોન સ્પીકર પર કર્યો અને કેમેરો ઓફ કર્યો ત્યાં યુગ ને ખબર પડી ગઈ ફોન વિરાજ ભાઈ પાસે છે.

" હાઈ અંકલ માયરા ક્યાં ?" યુગ એ પૂછ્યું.

" એ એ તો... " વિરાજ ભાઈ શું બોલવું એ વિચાર કરતા હતા.

" શું છે તારે ?" માયરા બોલી.

" એક મિનિટ " વિરાજ ભાઈ એ કેમેરો માયરા બાજુ કર્યો પછી કહ્યું

" જો માયરા અહીંયા છે. માળિયા માં "

યુગ હસવા લાગ્યો અને પછી બોલ્યો

" ઓહ નો ખોટા ટાઇમ પર ફોન કરી દીધી "

" હા " માયરા બોલી.

" સારું તું ઘર સાફ કર પછી મળીયે "

" પણ તે ફોન કેમ કર્યો હતો. " માયરા એ પૂછ્યું.

" અહીંયા એક મસ્ત કૂતરું આવ્યુ હતું એ બતાવવા "

" વાહ. કૂતરું કૂતરા ને જોવે. શું વાત છે ?" માયરા બોલી.

" અંકલ આને કઈક કહો. કેવું કહે છે " યુગ બોલ્યો.

" આ તો ઓછું છે બેટા. તારો નંબર એને તોફાન નામ થી સેવ કર્યો છે " વિરાજ ભાઈ બોલ્યા.

આ સાંભળી ને માયરા માથા પર હાથ રાખતા બોલી,
" આ શું કહી દીધું પપ્પા તમે "

" માયરા આવું નામ કોણ રાખે યાર " યુગ બોલ્યો.

" માયરા. બસ એને બધા ને હેરાન કરવા માં બોવ મઝા આવે " વિરાજ ભાઈ એ કીધું.


વિરાજ ભાઈ યુગ ને જાણે વર્ષો થી ઓળખતા હોય એમ વાત કરતા હતા. દસ પંદર મિનિટ વાત કરી એમને.

માયરા ની સાફ સફાઇ પતી ગઈ હતી અને એ મસ્ત ફ્રેશ થઈ ને જમવા બેસી ગઈ.

" હવે રહ્યું કઈ સાફ કરવાનું ?" વિરાજ ભાઈ એ પૂછ્યું.

" ના હવે બધું પતી ગયું. " જમતાં જમતાં બોલી.

" બેટ કોઈ ને આમ તુફાન ના કહેવાય "

" શું ? " માયરા એ પૂછ્યું.

" તે યુગ નું નામ તોફાન લખ્યું છે ને ફોન મા "

" હા તો "

" એવું ના કહેવાય બેટા કોઈ ને "

" સારું "


વિરાજ ભાઈ ફ્રી મેન્ડેડ હતા. એટલે માયરા બધું એમની સાથે શેર કરતી. કઈ પણ વાત હોય એ કહેતા એ ડરતી નઈ.


માયરા વિરાજ ભાઈ ને ભાવતું જમવાનું બનાવવાનો પણ ટ્રાય કરતી. અમુક વાર યુ ટ્યુબ પર થી જોઈ ને નવી નવી વાનગી બનાવતી. એક મોકો ના જવા દેતી વિરાજ ભાઈ ને ખુશ કરવાનો.



દિવાળી વેકેશન હતું. માયરા આખો દિવસ ફ્રી હોય એટલે કઈ નું કંઈ ડ્રોઈંગ કર્યા કરતી આખો દિવસ. અનેં ટીવી જોતી. બીજું કોઈ ફેમિલી માં હતું નઈ એટલે નવા વર્ષ મા કોઈ ને મળવાનું કે એવું નઈ હતું.

આ ટાઇમ પણ દિવાળી ના દિવસે માયરા અનાથ આશ્રમ માં ગયેલી. ત્યાં ના બાળકો સાથે એ ડર વખત ની જેમ આ ટાઈમ દિવાળી ઉજવતી.


આ બાજુ યુગ ની પહેલી દિવાળી મુંબઈ મા હતી. એ તો ખુશ હતો. ડાન્સ ક્લાસ માં એમના સર એ બધા સ્ટુડન્ટ્સ ને ગિફ્ટ આપ્યા હતા. બીજા અમુક સર એ પણ નાના મોટા ગિફ્ટ આપ્યા હતા.


યુગ એ એના ફોઈ ને ઘર સાફ કરવામાં મદદ કરી હતી આ ટાઈમ . અને પેલા સ્મિતા બેન એને કેટલું કહેતા પણ એ કઈ ના કરતો.

હવે યુગ એના ફોઈ ને રસોઈ માં કઈક ને કઈક રીતે મદદ કરતો. રાધિકા દીદી ને પણ અમુક વાર એમના એસાઈમેંત લખી આપતો. ફુઆ સાથે રાતે મોડા સુધી જગવામાં પણ કંપની આપી દેતો. નીલ જ્યારે ગુસ્સા મા હોય ત્યારે એને પણ હસાવી દેતો.


આજે નવું વર્ષ હતું.
યુગ ના મમ્મી પપ્પા અને યશવી આજે મુંબઈ આવવાના હતા. અને બે દિવસ પછી એ લોકો પંજાબ ફરવા જવાના હતા. યુગ અને નીલ એ બંને જ સિવાય બધા જ જવાના હતા.

આજે યુગ સવારે જલ્દી ઉઠીને ને ફુઆ સાથે મંદિર જઈ આવ્યો હતો. પછી એના ઘરે મહેમાન આવવાના ચાલુ થઈ ગયા હતા. યુગ ઈશાન અને પાર્થ ના ઘરે પણ જઈ આવ્યો હતો. નવ્યા ના ઘરે એ ત્રણ સાથે જવાના હતા એટલે બે દિવસ પછી જવાનું નક્કી કર્યુ હતું.

બપોરે જમવા બેઠા ત્યારે

અજય ભાઈ બોલ્યા
" યુગ તમને હેરાન તો નથી કરતો ને ?"

" ના " યુગ ના ફોઈ બોલ્યા.

" ફોઈ હેરાન કરતો હોય તો કહી દેજો પપ્પા એને બોલશે તો મઝા આવશે " યશવી એ કહ્યું.

" તું ખા ને શાંતિ થી " યુગ બોલ્યો.

" ના યુગ આવ્યો પછી અમને મઝા આવે છે. " રાધિકા એ કહ્યું.

" હા મને રસોઈ માં પણ મદદ કરે છે દરરોજ " યુગ ના ફોઈ એ કહ્યું.

આ સાંભળી ને સ્મિતા બેન યુગ સામે જોતા હતા.

" મમ્મી આમ શું જોવો છો "

" મને એવું લાગે છે હું સપનું જોવું છું. આ યુગ જ છે ને " સ્મિતા બેન બોલ્યા.

" હા મને પણ વિશ્વાસ નઈ થતો આ યુગ છે એમ " યશવી બોલી.

" ખાઇ લે તું પછી તને વિશ્વાસ કરાવું " યુગ બોલ્યો.

" આજે પૂરી યુગ એ જ બનાઇ છે " યુગ ના ફોન બોલ્યા.

" હું ક્યારનો એજ વિચારું છું કે આ પૂરી આવી કેમ છે?" અજય ભાઈ એ કહ્યું.


આજે યુગ ને હેરાન કરવા માં કોઈ બાકી રહ્યું નઈ હતું. અને યુગ ના ફોઈ એ એને બચાવવા માટે પણ કઈ બાકી રાખ્યું નઈ હતું.


સાંજે યુગ ના મમ્મી પપ્પા અને ફોઈ ફુઆ વાતો કરતા હતા. યુગ એના કોઈ ફ્રેન્ડ નો ફોન આવ્યો તો એના રૂમ માં ગયો હતો. નીલ બહાર ગયો હતો અને રાધિકા એના ફ્રેન્ડ સાથે બહાર જવા માટે તૈયાર થતી હતી.


યુગ એના બેડ પર બેસી ને કોઈ ની સાથે વાત કરતો હતો. ત્યાં કોઈ એ દરવાજો ખોલ્યો.

" અંદર આવું ?" યશવી એ પૂછ્યું.

યુગ એ ઈશારા મા જ હા પાડી દીધી.

હજી યુગ નો ફોન ચાલુ હતો એટલે યશવી બાલ્કની માં ગઈ.




થોડી વાર પછી,

" બોલો મેડમ કેમ ચાલે ?" યુગ એ યશવી ને અંદર આવતા પૂછ્યું.

" મારું તો બરાબર ચાલે છે પણ તારું કઈ સમજ મા નઈ આવતું " યશવી બોલી.

" શું સમજ મા નઈ આવતું તને ?" યુગ એ પૂછ્યું.

" તું બોવ બદલાઈ ગયેલો લાગે છે "

" કેમ ? "

" કેમ વાળી. દેખાય છે કેટલો બદલાઈ ગયો છે એ " યશવી બનાવતી ગુસ્સા સાથે બોલી.

" કેમ ? બોલ તો કેમ એવું લાગે છે તને "

" કેમ કે તું ફોઈ ને હેલ્પ કરતો થઈ ગયો આમ સપનું જોતી હોવ ને એવું લાગે છે મને " યશવી બોલી.

" હા લાગે તો મને પણ એવું છે. પણ આ જ હકીકત છે "

" હા પણ શું હું જાણી શકું એના પાછળ હાથ કોનો છે એ" યશવી બોલી.

" માયરા " યુગ એક દમ ઝડપથી બોલી ગયો.

" કોણ ?"

" કોઈ નઈ. " યુગ ને લાગતું ક્યાં આની સામે બોલાઈ ગયું.

" ભાઈ મને નઈ કહે બોલ ને "

" કોઈ નથી પણ "

" સારું તો માયરા નું નામ કેમ બોલ્યો " યશવી એ પૂછ્યું.

" ના . એ... એ ... એ તો ભૂલ માં બોલાઈ ગયું " યુગ માંડ માંડ બોલી શક્યો.

" ભાઈ ભૂલ માં કે પછી બીજું કઈક છે. " યશવી એ પૂછ્યું.

" ના કોઈ નથી. અને આવશે પણ નઈ " યુગ બોલ્યો.

" કેમ ?" યશવી ને ખબર હતી યુગ કેવો હતો પેલા એટલે પૂછ્યું.

" પેલા કઈક બનવું છે પછી જ કોઈ લાઈફ મા આવવા દઈશ " યુગ બોલ્યો.

" એટલે નો ગર્લ ફ્રેન્ડ ?"

" ના "

" સાચે ?" યશવી ને હજી યકીન નઈ થતો હતો કે આ વસ્તુ યુગ બોલે છે.

" હા. આપડા મમ્મી પપ્પા આપડા માટે કેટલું કરે છે તો આપડે પણ કઈક કરવું જોઈએ ને કે એમને પણ ગર્વ થાય".

" ભાઈ તને તાવ તો નથી આવતો ને " યશવી યુગ ના માથા પર હાથ મૂકી ને ચેક કરવા લાગી.

" ના દી " યુગ એ કહ્યું.

" યુગ એક વાત કહું ?"

" હા બોલ ને "

" પપ્પા મમ્મી તું અત્યારે છે એવો બનાવવા માટે કેટલો ટ્રાય કર્યો હતો. એમનું સપનું હતું એક સારો અને એના પર ગર્વ થાય એવો છોકરો "

" હા દી. પણ મને થોડી મોડી ખબર પડી. પણ હજી ટાઈમ જતો નથી રહ્યો. હવે તો મને રસ્તો બતાવવા વાળું પણ છે." યુગ બોલ્યો.

" એટલે ?"

" દી પેલા તમે અને મમ્મી પપ્પા મને કહેતા હતા. પણ મને જ સમજાવવું જોઈએ એ રીતે નઈ... " યુગ ને અટકાવતા યશવી બોલી,

" એટલે અમે તને સુધારવા માટે કઈ નઈ કર્યું એમ ?"

" ના દી એવું નઈ. મને મારી ભાષા માં સમજાવવા વાળું કોઈ નઈ હતું " યુગ બોલ્યો.

" સારું. તું સમજી ગયો એજ બોવ છે પણ એ તો કહે કોણ છે એ જેના લીધે તું આટલો બદલાઈ ગયો ?" યશવી એ પૂછ્યું.

" માયરા "

" ઓહ સાચે.?" યશવી એ પૂછ્યું.

" હમ "

" કેમ એને તો તારું નામ પણ નઈ પૂછયું હતું ? તારો ઇગો પણ ... " યશવી આગળ બોલતા બોલતા અટકી ગઈ કેમ કે યુગ એ પિલો લીધો હતો હાથ માં.

" દી એ અલગ છે બધી ગર્લ્સ કરતા તમને શુ લાગે છે ?" યુગ એ પૂછ્યું.

" કેમ એલિયન છે ?" યશવી પણ મસ્તી કરતા બોલી.

" ના હવે. બોવ અલગ છે " યુગ બોલ્યો.

" હા એ તો છે. પણ તું કે તો કેમકે તું તો હજી મળ્યો પણ નથી તો કેમ એવું લાગે છે " યશવી એ પૂછ્યું.

"એક તો એ બોલે ને એમાં જ આપડો સોરી નઈ મારો થાક દૂર થઈ જાય. અને જેમ બધી છોકરીઓ વિડિયો કૉલ પર નાટક કરે ને જેમ તું કરે છે. પણ આને તો વિડિયો કૉલ કરવાની જ આળસ આવે. "


" હું ક્યાં નાટક કરું છું ?"

" કેમ કપડાં નઈ બદલી આવતી? વાળ સરખા કરશે ને પછી... " યશવી ને લાગ્યું આ યુગ ખોટી બેઇજ્જતી કરે એની પેલા એને ચુપ કરવો પડશે એટલે એને કહ્યુ,

" હા એ તો મને ખબર છે એને વિડિયો કૉલ થી નફરત છે થોડી "

" તને બોવ ખબર ને " યુગ બોલ્યો.

" હા તારા કરતા પેલા મારી ફ્રેન્ડ છે એ. એ ના ભૂલીશ તું "

" હા ચાપલી બોવ સારું "

" તું એના લીધે આટલો બદલાઈ ગયો મને વિશ્વાસ નઈ થતો " યશવી બોલી.

" એના લીધે બદલાઈ ગયો એવું તો નથી પણ એને મને બદલ વામાં મારું થિંકિંગ બદલવામાં બોવ હેલ્પ કરી છે અને કરે પણ છે "

" ચાલો સારું કોઈ છોકરી ને લીધે તું સુધર્યો "

" હું સુધરેલો જ હતો "

" હા ખબર. ખાઇ ને ડિશ પણ ટેબલ પર થી અંદર ના મુકાય નઈ યુગ "

" હા હતો એવો હું. પણ ત્યારે માયરા નઈ હતી ને ?"

" ઓહ લવ ?"

" ના હો. લવ બવ કઈ નથી. દોસ્ત છે મારી " યુગ બોલ્યો.

" અચ્છા તો ક્યારે મળ્યો દોસ્ત ને ?"

" હજી એક પણ વાર નહિ. ફોન પર જ મળ્યો છું. " યુગ બોલ્યો.

" અચ્છા "

" પણ યશવી એની બ્લેક બિન્દી " યુગ આગળ બોલે એ પેલા યશવી એ કહ્યું,

" એ હજી પણ બ્લેક બિન્દી કરે છે ?"

" હા પણ હજી પણ એટલે ?"

" મતલબ કે પેલા કરતી. એના પપ્પા ને ગમતી એટલે અને કોઈ ની નઝર ના લાગે એટલે "

" હમ "



યુગ અને યશવી ઘણા દિવસ પછી આમ શાંતિ થી મળ્યા હતા એટ્લે વાતો ઓછી થતી નઈ હતી.

યુગ ની એ દિવસે તો માયરા સાથે બોવ વાત નઈ થઈ હતી. ખાલી મેસેજ પર હાઈ હેલ્લો જેટલી વાત થઇ હતી.



બીજે દિવસે સાંજે યુગ અને નીલ આ લોકો ને સ્ટેશન મૂકી ને આવ્યા પછી બેઠા હતા.

" યુગ ચલ ને મઝા આવસે " નીલ એ કહ્યું.

" ભાઈ આવવું તો મારે પણ છે મહાબળેશ્વર પણ એક્ઝામ છે "

" આવી ને વાંચી લેજે " નીલ યુગ ને આમ એકલો મૂકવા નઈ માંગતો હતો એટલે કહ્યું.

" ભાઈ હજી કઈ કર્યુ નથી મે વાંચવાનું ચાલુ એટલે. તમે જઈ આવો હું આવીશ બીજી વાર તારી સાથે. અને મારી ચિંતા ના કર"

" કેમ કોઈ મળી ગયું છે ?" નીલ એ પૂછ્યું.

" તારા જેવા ક્યાં નસીબ. " યુગ થોડું ધીમે થી બોલ્યો.

" કેમ મારા જેવા ?"

" નોકરી પણ મસ્ત છે અને છોકરી પણ " યુગ આંખ મારતા બોલ્યો.

" હા નોકરી તો મસ્ત છે પણ છોકરી ?"

" કેમ સ્વાતિ ભાભી મસ્ત નથી ?" યુગ એ પૂછ્યું.

" હા એ તો છે જ ને મસ્ત " નીલ બોલ્યો.

" હોય જ ને. ભાઈ કોનો છે " યુગ એના ટી શર્ટ નો કોલર ઊંચો કરતા બોલ્યો.

" બસ બેટા માપ માં " નીલ બોલ્યો.

" હા બસ. પણ કોઈ બીજી છોકરી હોય તો મારું કઈક સેટિંગ કરાવજે " યુગ એ કહ્યું.

" કેમ તારા ડાન્સ ક્લાસ માં કોઈ સારું નથી ?" નીલ એ પૂછ્યું.

" છે પણ તો બી કઈ મસ્ત હોય તો "

યુગ હવે આગળ બોલે એ પેલા નીલ નો ફોન વાગ્યો. એના સ્વાતિ નામ લખ્યું હતું એટલે નીલ એના રૂમ માં જતા જતા બોલ્યો,

" હવે બીજી વાત આપડે પછી કરીશું "

" હા ભાઈ . "

યુગ એના રૂમ માં આવી ને સુઈ ગયો.




...