આશ્રય મળ્યું પ્રકૃતિની ગોદમાં Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

આશ્રય મળ્યું પ્રકૃતિની ગોદમાં

*આશ્રય મળ્યું પ્રકૃતિ ની ગોદમાં*. ટૂંકીવાર્તા.... ૧૩-૮-૨૦૨૦ ગુરૂવાર...

એક નાનાં શહેરમાં રહેતી હતી રવિના....
રવિના ઘરમાં મોટી હતી પછી એક નાની બહેન અને સૌથી નાનો ભાઈ હતો...
માતા-પિતા નોકરી કરતા અને ત્રણેય ને ભણાવતાં હતાં...
રવિના કોલેજમાં હતી સાથે ભણતાં અંબરીશ સાથે પ્રેમ થઈ ગયો...
ઘરમાં એણે વાત કરી...
માતા-પિતા એ વિરોધ કર્યો...
પણ રવિના નાં માની અને અંબરીશ સાથે ભાગીને લગ્ન કર્યા એટલે માતા-પિતા એ એની સાથે સંબંધ તોડી નાખ્યો...
રવિના અને અંબરીશે કોર્ટમાં મેરેજ કર્યા...
અંબરીશ નાં ઘરનાં એ પણ આ બંન્નેનો બહિષ્કાર કર્યો...
અંબરીશ નાં પિતા ને પોતાનો ધંધો હતો...
એટલે અંબરીશે કોઈ તકલીફ સહન કરી નહોતી...
અંબરીશ પાસે‌ હતાં એટલાં રૂપિયામાં ભાઈબંધ દોસ્તારો ની મદદથી એક રૂમ, રસોડામાં સંસાર ચાલું કર્યો ....
પણ અંબરીશ નોકરી કરવા નાં જાય એટલે રવિના એક બે જણાં નાં ઘરે રસોઈ કરવા જવા લાગી...
પણ અંબરીશ નો વહેમીલો સ્વભાવ ... રોજ ઝઘડાં થાય...
રવિના બધું સહન કરતી....
રવિના ને એક દિવસ સવાર સવારમાં વોમીટ થવા લાગી...
અંબરીશ એને નજીકના ડોક્ટર પાસે લઈ ગયો...
ડોક્ટરે કહ્યું કે અભિનંદન તમે પિતા બનવાનાં છો...
આ સાંભળીને અંબરીશ ખુશ થયો ...
રવિના ને આરામ કરવાનું કહીને એ સીધો પિતાની ફેક્ટરીમાં ગયો...
એણે જઈને પિતાને વાત કરી...
એનાં પિતાએ આ સાંભળીને કહ્યું કે એ છોકરી અને આવનારા સંતાનનો ત્યાગ કરીશ તો જ આ ફેક્ટરી અને બંગલામાં તું વારસદાર તરીકે રહીશ નહીંતર આ બધી જ મિલ્કત હું દાનમાં આપી દઈશ વિચારી જો...
અંબરીશ ભારે હ્રદયે ઘરે આવ્યો અને રવિના સાથે ઝઘડો કર્યો કે તારાં લીધે હું દુઃખી થઈ ગયો પણ હવે નહીં આજથી હું તને છોડીને મારાં પિતા પાસે પાછો જવું છું....
રવિના બૂમો પાડતી જ રહી અને એ જતો રહ્યો...
રવિનાએ કોર્ટમાં કેસ કર્યો પણ અંબરીશ રૂપિયા વાળો હતો એટલે રવિના ને ‌ચાલ ચલનગત સારી નથી એમ કહીને છૂટાછેડા આપી દીધા....
રવિના આજે નિઃસહાય થઈ ગઈ...
એણે એનાં મમ્મી-પપ્પા ને ફોન કર્યો પણ એ લોકોએ એવું કહ્યું કે તારાં કરેલાં કર્મ તું ભોગવ... અમે તને નાં પાડી હતી પણ તે અમારી વાત માની નહોતી માટે ફરી અહીં ફોન નાં કરીશ...
રવિના સાથે ભણતી એની ખાસ બહેનપણી માલિની યાદ આવી...
અંબરીશ જોડે લગ્ન કર્યા પછી બે-ત્રણ વખત માલિની નો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે કંઈ કામ હોય તો‌ યાદ કરજે...
માલિની નાં લગ્નમાં એ જઈ શકી નહોતી એ‌ અફસોસ હતો પણ અત્યારે કોઈ બીજો આધાર ન દેખાતા એણે માલિનીને ફોન કર્યો....
માલિનીએ ફોન ઉપાડ્યો અને કહ્યું બોલ રવિના શું ચાલે છે???
રવિના એ‌‌ પોતાની આપવીતી સંભળાવી...
આ સાંભળીને માલિની બોલી કે તારી પાસે બેંગલોર આવવાનાં રૂપિયા છે???
રવિના કહે નાં આ કેસ કર્યો એમાં બધું જ સાફ થઈ ગયું...
માલિની કહે ચિંતા ના કરીશ...
તું હાલમાં ક્યાં છે???
રવિના એ ભાડાના મકાનનું સરનામું આપ્યું..
માલિની કહે તું ઘરે જઈને તારી જરૂરિયાત ની વસ્તુઓ અને કપડાં પેક કરી દે...
થોડીવારમાં મારો ભાઈ ‌તને વ્યવસ્થા કરી આપી જશે...
રવિના એ ગળગળા સાદે આભાર માન્યો...
માલિની કહે આભાર વાળી તું મળ પછી તારો આભાર હળવો કરું છું એમ કહીને હસીને ફોન મૂક્યો...
રવિના ઘરે ગઈ અને જરૂરી વસ્તુઓ અને કપડાં પેક કર્યા અને આરામ કરવા લાગી...
એક કલાક પછી દરવાજે ટકોરા પડ્યા...
રવિના એ પુછ્યું કોણ???
બહારથી હું માલિનીનો ભાઈ લોકેશ છું દીદી...
રવિના એ દરવાજો ખોલ્યો...
લોકેશ અંદર આવ્યો અને બેંગલોર જવાની રાતની ટ્રેનની ટીકીટ આપી અને નાસ્તો અને બીજા બે હજાર રૂપિયા આપ્યા..
અને કહ્યું કે ચલો તમને હું ટ્રેનમાં બેસાડી આવું....
રવિના એ ઘર બંધ કર્યું અને મકાન માલિકને ચાવી આપી દીધી અને લોકેશ જોડે રેલ્વે સ્ટેશન જવા નીકળી ગઈ...
સમય જતાં બેંગલોર ની ગાડી આવી એટલે રવિના ને એમાં બેસાડીને બોલ્યો કે બેંગલોર પહોંચી માલિની બહેન ને ફોન કરજો એ તમને લેવાં આવશે...
રવિના એ લોકેશ નો આભાર માન્યો પણ લોકેશ બોલ્યો દીદી આભાર નાં માનવાનો હોય આ તો મારી ફરજ છે બસ આપ આશિર્વાદ આપો એમ કહીને રવિના ને પગે લાગ્યો...
અને ગાડીમાં થી નીચે ઉતર્યો...
ગાડી ચાલુ થઈ ગઈ...
થોડીવારમાં જ માલિનીનો‌ ફોન આવ્યો અને કહ્યું કે એ ફોન કરતી રહેશે....
આમ રવિના બેંગલોર સ્ટેશન પહોંચી ત્યાં તો માલિની ડ્રાઈવર સાથે ગાડી લઈને ઉભી હતી...
બન્ને સખીઓ ત્યાંજ ભેટી પડી...
બધો સામાન ગાડીમાં મૂકાવીને ગાડી ઊટી નાં રસ્તે દોડવા લાગી...
બન્ને સખીઓ અલકમલકની વાતો કરતી હતી...
વાતો વાતોમાં ઊટી કયારે આવ્યું એ રવિના ને ખબર નાં પડી...
એક વિશાળ બંગલામાં ગાડી ઉભી રહી...
માલિનીએ ટેકો આપીને રવિના ને બંગલામાં લઈ ગઈ અને નીચે એક વિશાળ રૂમમાં એને નાહી ધોઈને આરામ કરવા કહ્યું...
રવિના તો બંગલો જોઈને આભી જ બની ગઈ હતી...
એણે નાહી ને પલંગમાં લંબાવ્યું ..
અડધો કલાક પછી માલિની નોકર સાથે જમવાનું લઈને આવી...
ચા, પાણી, નાસ્તો રસ્તામાં જ કર્યા હતાં એટલે રવિના એ જ કહ્યું હતું કે એ હવે જમવાનું જ જમશે..
માલિની અને રવિના સાથે જમ્યાં....
પછી માલિનીએ કહ્યું કે તું આરામ કર...
બાકી વાતો આપણે કાલ સવારે કરીશું ચા સાથે અને ત્યારેજ તને તારાં જીજાજી નાં દર્શન થશે આમ કહીને શુભ રાત્રી કહીને છૂટાં પડ્યાં....
રવિના માલિની નાં સુખનો અને એણે કરેલા ઉપકાર પર વિચારો કરતી થાકની મારી સૂઈ ગઈ....
સવારે એની આંખ ખૂલી ત્યારે એ ફ્રેશ હતી...
નિત્યક્રમ પરવારીને એ રૂમની બહાર આવી ત્યારે ડાઈનીગ ટેબલ ઉપર ચા,નાસ્તા ની ગોઠવણ ચાલતી હતી...
રવિના ને જોઈ ને માલિની શુભ સવાર કહ્યું અને એનો હાથ પકડીને ડાઈનીગ ટેબલની ખુરશી પર બેસાડી ત્યાં સામેની ખુરશીમાં છાપું વાંચતા આશિષે પણ રવિના ને શુભ સવાર કહ્યું...
એટલે માલિની બોલી આ તારાં જીજાજી છે...
આમ ઔપચારિકતા પૂરી થઈ એટલે ચા,નાસ્તા ને ન્યાય આપ્યો...
પછી રવિના એ કહ્યું કે મને કોઈ કામકાજ શોધી આપો...
માલિનીએ કહ્યું આ તારું જ ઘર છે તું અહીં આરામથી રહે...
પણ રવિના એ જીદ કરી એટલે આશિષે કહ્યું કે ઊટી એ હિલ સ્ટેશન છે અહી પ્રકૃતિની ગોદમાં ઘણાં ટૂરિસ્ટો આવે છે એટલે અહીં ખાણીપીણી નો ધંધો ચાલે...
મારી પોતાની બે‌ હોટલ છે...
એમાં કામગીરી કરવી હોય તો રિસેપ્શન કાઉન્ટર પર બેસી શકો છો...
માલિની કહે તારું બાળક આવી જાય ત્યાં સુધી આ ઘરમાં જ રહે અને અમારી જ હોટલમાં કામ કર...
પછી તને બીજું ગોઠવી આપીશું...
આમ રવિના ને આશ્રય મળ્યો પ્રકૃતિ ની ગોદમાં...
એણે નોકરી ચાલુ કરી...
એનો પગાર માલિની બેંકમાં મૂકાવી દેતી...
આમ સમય જતાં રવિના એ એક દિકરીને જન્મ આપ્યો...
પછી માલિની અને આશિષ ની મદદથી અને બેંકમાં મૂકેલા રૂપિયા થી એણે નાનું ઘર લીધું અને પોતાની રસોઈ ની આવડત નો ઉપયોગ કરીને નાનાં પાયે ખાણીપીણી નો ધંધો ચાલુ કર્યો...
અને ઊટીને એણે એની કર્મ ભૂમિ બનાવી અને પ્રકૃતિ નાં સાનિધ્યમાં રહીને જૂની વાતો ભૂલીને નવેસરથી દિકરી હિયા સાથે જીવન જીવી રહી....
ભાવના ભટ્ટ અમદાવાદ....