ભાગ - 10
મેધા પાયલ અને અમિત ની વાત સાંભળી ચૂકી હોય છે. તે અહીં આવી ત્યારે તેને ગુડિયા શેરી ના કેટલાક નિયમો વિશે ગુડિયા બાનુ દ્વારા જણાવવામાં આવ્યા હતા. " મેધા તું હવે અહીંની એક સભ્ય બની ચૂકી છે તો તારું કર્તવ્ય બનશે કે અહીંના દરેક નિયમનું પાલન કરે! મેધા પહેલો નિયમ એ છે કે તું કોઈને પણ ક્યારેય તારું સાચું નામ નહિ જણાવે ન જાણવાની કોશિશ કરીશ. બીજો નિયમ એ છે કે કોઈ બહારના પુરુષ સાથે સબંધ ન બનાવી શકો! ત્રીજો નિયમ એ છે કે કોઈક કારણો શર ગર્ભ રહી જાય તો તેને રાખવા માટે જીદ નહિ કરો, અહીં કોઈ પણ મહિલા સંતાન ને જન્મ આપી શકે નહિ! અને છેલ્લો નિયમ કે કોઈને પણ પ્રેમ કરવાની તમને પરવાનગી નથી તો તું કોઈને પ્રેમ પણ નહિ કરી શકે મેધા!" મેધા પોતાના મનમાં આ બધા નિયમો વિશે પુનરાવર્તન કરી રહી હોય છે. એ દરમિયાન તે ગુફિયા બાનુ ના કક્ષ સુધી પહોંચી જાય છે. તે ગુડિયા બાનુ ના રૂમનો દરવાજો ખટખટાવી દે છે. ગુડિયા બાનુ અંદર થી ગહેના બાનુ બનીને બહાર આવી જાય છે.
મેધા ના મનમાં અમિત અને પાયલ ને લઈને તો અસમંજસ ઉઠેલી જ હતી પણ ગહેના બાનુ ને પણ એ સમજી ન શકતી હતી. ગહેના બાનુ ઉર્ફ ગુડિયા બાનુ રાત્રે ધંધો ચલાવતી તો દિવસે એક સ્વમાની મહિલા બનીને ફરતી. મેધા ના મનમાં ઘણા બધા પ્રશ્ન જન્મ લઈ ચૂક્યા હોય છે પણ એ પ્રશ્ન ના જવાબ મેધા ને મળશે કે નહિ! એ વાત તો મેધા પણ જાણતી ન હતી. દરવાજા આગળ મેધા ને જોઈને ગુડિયા બાનુ કહે છે " મેધા આજે તારો પ્રથમ દિવસ છે નોકરી માટે નો! તું તારા દિવસ ના ખર્ચા નોકરી કરીને કાઢી શકે છે પણ એમાંથી તું જે કંઈ પણ કમાઈશ એનો દશ ટકા હિસ્સો તારે મને આપવો પડશે કેમકે હું અહી એક અનાથ આશ્રમ અને એક વૃદ્ધાશ્રમ પણ ચલવું છું જેના આર્થિક ખર્ચ માટે આપડી શેરી ની દરેક સ્ત્રીઓ પોતાનો ફાળો આપે છે અને હું આશ રાખું છું કે તું પણ એમાં સામેલ થઈ નિસહાય લોકો ની મદદ કરશે!"
ગુડિયા બાનુ ની વાત સાંભળી ને મેધા ચોકી જાય છે. અત્યાર સુધી મેધા ના મનમાં ગુડિયા બાનુ માટે ફક્ત પ્રશ્નો જ હતા પણ તેની વાત સાંભળી ને હવે એના મનમાં ગુડિયા બાનુ માટે સન્માન પણ આવી જાય છે. તે કંઇપણ વિચાર્યા વગર જ ગુડિયા બાનુ ઉર્ફ ગહેના બાનુ ના ગળે લાગી જાય છે. ગહેના બાનુ ના ગળે આથી પહેલા કોઈપણ આટલા પ્રેમથી લાગ્યું ન હતું એટલે તરત જ તેની આંખો વહેવા લાગે છે. ગુડિયા બાનુ નું એક આંસુ મેધા ની ઉપર પડે છે. મેધા તરત જ ગહેના બાનુ ની વહેતી આંખો ને રોકવાનો પ્રયાસ કરે છે, થોડા સમય પછી ગહેના બાનુ શાંત થાય છે એટલે તે મેધા ની સાથે બહાર જવા નીકળી જાય છે.
મેધા અને ગાહેના બાનુ બજારમાં ફરી રહ્યા હોય છે, એજ વખતે મેધા ની નજર અનંત ફાઈનેન્સ ઉપર પડે છે. મેધા પહેલા થી જાણતી હોય છે કે આ રોહન ની જ ઓફિસ છે. તે વિચારવામાં લાગી જાય છે કે " મારે રોહન ને મળવું જોઈએ કે નહિ? પણ રોહન તો મારાથી નારાજ છે તો એ મારી સાથે વાત પણ નહિ કરે! અને રાત પડશે એટલે તો એ આવવાનો જ છે ને મારી પાસે; મારે એને મનાવવા જવાની કોઈ જરૂર નથી એને મારી યાદ આવશે એટલે એ આવી જ જશે." મેધા રોહન ની ઓફિસ નીચે ઊભી ઊભી વિચાર કરી રહી હોય છે. એજ વખતે રોહન બારી નજીક આવીને કોફી પી રહ્યો હોય છે. તેની નજર ફરતાં ફરતાં મેધા ઉપર આવીને રોકાઈ જાય છે. તે મેધા ને જોઈને પહેલાં તો ખુશ થાય છે પણ તરત જ ઉદાસ થઈ જાય છે કેમકે ગઈ રાત્રે મેધા એ રોહન સાથે જેવો વર્તાવ કર્યો હતો એ હજુ સુધી રોહન ભૂલી શક્યો જ ન હતો! એટલે તે પોતાની નજર ફેરવવા લાગે છે પણ મેધા એ સમયે તેની સામે જુએ છે અને બંને ની નજર એક બીજા સાથે મળી જાય છે.
રોહન અને મેધા ની નજર એક બીજા ને પ્રશ્ન કરી રહી હતી, બંને ની નજરમાં એકબીજા માટે ઘણી બધી શિકાયત હોય છે પણ તે બંને આંખો વાટે જ એકબીજાને શિકાયત કરી રહી હતી. રોહન થોડા સમય પછી મેધા થી પોતાની નજર ફેરવી ને અંદર ચાલ્યો જાય છે. પછી મેધા ત્યાં ઊભી ઊભી ગહેના બાનુ ની રાહ જોઈ રહી હોય છે. ગહેના બાનુ તેની પાસે આવી જાય છે અને કહે છે " મેધા તારી માટે જોબ ની તક છે; સેલેરી પણ ખૂબ સારી મળશે! મેધા થોડા સમયમાં તારું ઇન્ટરવ્યૂ છે. તારી પાસે તારા બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ તો છે ને?" ગહેના બાનુ ની વાત સાંભળીને મેધા ના ચહેરા ઉપર ખુશી આવી જાય છે કેમકે મેધા પોતાના જીવનમાં પ્રથમ વખત પોતાની ઈચ્છા થી કોઈક કામ કરવા જઈ રહી હોય છે. મેધા ગહેના બાનુ ને જવાબ આપતાં કહે છે " હા! હું મારી સાથે બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈને જ આવી છું. મને ખૂબ ગભરામણ થાય છે કે આ જોબ મને મળશે કે નહિ?" મેધા ની બેચેની ભાખી ને ગહેના બાનુ તેના માથા ઉપર હાથ મૂકી દે છે. મેધા ને અત્યારે ગુડિયા બાનુ ની અંદર પોતાની મા નજર આવી રહી હોય છે એટલે તેની આંખો વહેવા લાગે છે અને તે ગહેના ને ગળે લાગી જાય છે.
ज़िन्दगी ने पहनी है मुस्कान
करने लगी है
इतना करम क्यूँ ना जाने
करवट लेने लगे हैं
अरमान फिर भी
है आँख नम क्यूँ ना जाने
ओ सैयां...
મેધા ગહેના ના ગળે લાગેલી હોય છે, તેની આંખો સતત વહી રહી હોય છે તે જોઈને ગહેના તેના આંછુ લૂછવા લાગી જાય છે. તે બંને નો પ્રેમ જોઈને ત્યાં જતા આવતા લોકો વિચાર મગ્ન જ રહી જાય છે. ગહેના પછી મેધા ને કહે છે " મેધા હવે તારા ઇન્ટરવ્યુ માટેનો સમય થઈ ચૂક્યો છે, મા દુર્ગા કરે કે તમે આજે આ નોકરી મળી જાય! તું બધી રીતે કાબિલ છે અને મને પુરો વિશ્વાસ છે કે તને આ નોકરી જરૂર મળી જશે!" ગહેના નો વિશ્વાસ જોઈને મેધા ખૂબ ખુશ થઈ જાય છે. તે ગહેના ને કહે છે " પણ માટે ઈન્ટરવ્યુ માટે જવાનું ક્યાં છે?" ત્યારે જવાબ રૂપે ગહેના કહે છે " તારી પાછળ તો છે એ જગ્યા અનંત ફાઇનેન્સ!" મેધા ગહેના ની વાત સાંભળીને એકદમ ચોંકી જાય છે. તે જાણતી હોય છે કે આ ઓફિસ તો રોહન ની છે અને રોહન તેના થી ખૂબ જ નારાજ હોય છે. એટલે તે ગહેના ને કહે છે " હું અહીં નોકરી નથી કરવા માગતી. ક્યાંય બીજે મને મળી જશે! પણ અહીં નહિ."
શું મેધા અનંત ફાઇનેન્સ નોકરી માટે જશે? શું રોહન તેને આ નોકરી આપશે? જાણવા માટે બન્યા રહો મારી સાથે દર સોમવારે સવારે નવ વાગે ગણિકા - શ્રાપ કે શરૂઆત?