The conspiracy he was innocent may be (coniuratio) - 71 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The conspiracy he was innocent may be (coniuratio) - 71

conspiracy અને ડેનિમ ની રૉકર સાથેની મિટિંગ થયા ને તો ઘણો બધો સમય વીતી ગયો હતો અને તેમ છતાં પણ આ બંને ઇન્ટેલિજન્સ ના મગજ કેટલા strong હશે કે માત્ર દસ જ સેકન્ડની અંદર બંને એ ઓર્ડર એક્સચેન્જ કરી લીધા.
rocker ના ગયાા પછી ઘણા લાંબા સમય પછી ડેનિમે થોડોક નિરાંતનો શ્વાસ લીધો અને મુખેથી શ્વાસ ફેંકીને બહુ સમય પછી પહેલીવાર તેમની ચેરમાં રિલેક્સ બેઠા.

મીલીના ને અંશ ભાર પણ અંદાજો નહોતો કે મિસ્ટર જકસન તેના માટે આટલા મોટા સો સો ફૂટ ઊંચા લાંબા
રજીસ્ટન્સ ઉભા કરી શકે છે.

જોકે મીલીના ને એ તો અંદાજો હતો જ કેેે મિસ્ટર જેકસન મારું કામ બગાડી શકે છે.
આ સંસારમાં જો ફાયરિંગ એન્ડ કિલિંગ ના યથાર્થ અર્થઘટનો વાળા સાચા લાયસન્સ અગર કોઈની પાસે હોય તો તે એક માત્ર પ્રોફેશનલો અને ઇન્ટેલિજન્સો ની પાસેે જ હોય છે.
કંપની ના વંશ વારસો અને મલ્ટિનેશનલ કંપનીના ચેરપર્સનો ક્યારેક આવા અધિકારો નો દુર ઉપયોગ કરતાં પણ જોવા મળતાં હોય છે. પરંતુ પ્રોફેશનલ અને ઇન્ટેલિજન્સ ના હાથે આવાા દુષ્કૃત્યો બહુ જ ઓછા થતા જોવા મળે છે.
ડેનિમ પણ એક ટ્રીગર દબાવી ને પોતાની સફાઇમાં ચાર-પાંચ ભારે ભરખમ વાક્યય બોલીને ચેન ની નીંદ સૂઈ શકે છે પરંતુુ તેમણે આમ નહોતું કર્યું તેની પાછળ પણ આ જ સિદ્ધાંત કામ કરતો હતો.

રૉકરે બહુ જ થોડા સમયમાં ઘણા બધા કામ કરવાના હતા. જેમાંનું એક તો નિષ્પક્ષ સાક્ષીઓને વિશ્વાસમાં લેવાના હતા અનેે બીજું વ્હાઇટ હાઉસની અંદર વર્ણભેદ નું વાતાવરણ ઉભું કરવાનું હતું.
ડેનિમ રૉકર ને instruction આપે કેે ના આપે પરંતુ rocker ભલીભાતી જાણતો હતો કે ડિવાઇડ એન્ડ rule નુ આ વાતાવરણ પ્રેસિડેન્ટ માટે ઈમોશનલ રહેવું જોઈએ અન્યથા સરવાળે બહુ માથાકૂટ જ થઈને રહેશે
મીલીનાએ પ્રેસિડેન્ટ ને માત્ર કહેવા ખાતર જ કહ્યું હતું કે મને માત્ર ફારિયા જ નહીં બલ્કે એ બધી જ સ્ત્રીઓ ની સાથે પ્રોબ્લેમ છે જેની સાથે તમે વૉર્મ છો. પરંતુ અહીં રૉકરે વાસ્તવમાં જ મીલીના નો એ બધી જ સ્ત્રીઓ ની સાથે પ્રોબ્લેમ ક્રિએટ કરાવાનું ચાલુ કરી દીધું હતું.માત્ર દસ જ દિવસ પછી રૉકર નો ડેનિમ પર મેસેજ આવે છે અને એ મેસેજ વાંચીને એની બહુ લાંબા સમયે પછી ડેનિમ થોડુંક હસી શક્યા હતા.
એ મેસેજમાં લખ્યું હતું કે અપડેટેશન્સ લેવાનું ચૂકતા નહીં.
મેસેજ વાંચીને ડેનિમ થોડુંક હસીને બોલ્યા, rocker તું ખરેખર એ જ જલ્લાદ છે.
ડેનિમ જાણતા હતા કે જો સામે ચાલીને અપડેટેશન્સ લેવા જઈશ તો રૉકર નો ભાંડો ફુટી જશે. અને સંભવ છે કે બાકીના એક્ટિવ ઇન્ફોર્મર્સ પણ લેઝી થઈ જશે.અને એટલે જ ડેનિમે આ બાબત ઉપર ચૂપકીદી સાધી અને silently તેમની ડિફેન્સ conspiracy ને ઓપરેટ કરતા રહ્યા.
ડેનિમ એન્ડ કંપનીની એક ખાસિયત એ પણ હતી કે તેના બધા જ ઇન્ટેલિજન્સ અને ઇન્ફોર્મર્સ એકબીજાથી સંપૂર્ણપણે અજાણ હતા.
ડેનિમ ના દરેક ઇન્ફોર્મર્સ ને એમ જ લાગતું હતું કે હું એકલો જ મિસ્ટર જેક્સનના પક્ષમાં છું,બલ્કે સત્ય એ હતું કે ડેનિમ એન્ડ કંપની માં એકલા white house inside જ 50થી પણ વધારે સ્પાય હતા.અને ડેનિમ ચૂપચાપ ડિફેન્સ conspiracy ને ઓપરેટ કર્યે રાખતા હતા.
ડેનિમ સામે ચાલીને અપડેટેશન લેવા જવાના મૂડમાં જરાય ન હતા. એટલે રૉકર ના મેસેજ આવ્યા પછી પણ ડેનિમ દસ દિવસ સુધી ચુપચાપ બેસી રહ્યા. અને આમેય પણ ડેનિમ જાણતા જ હતા કે વ્હાઈટ હાઉસના સેમિસેક્યુલર એટ્મોસ્ફિયર ની અંદર જાતિવાદનો ભડકો કરવો અથવા કરાવવો કેટલો મોટો સંવિધાનિક અપરાધ કહેવાય.