Ascent Descent - 25 books and stories free download online pdf in Gujarati

આરોહ અવરોહ - 25

પ્રકરણ - ૨૫

રાતનાં અઢી વાગ્યાનો સમય થયો છે પણ આજે શકીરા હાઉસમાં રાતનો સૂનકાર થવાને બદલે કોઈ પ્રસંગ હોય એમ કોલાહલ સંભળાઈ રહ્યો છે. બધું બચેલું હવે ફટાફટ પેક કરવામાં આવી રહ્યું છે‌. એક ગાડી મોકલી દીધાં બાદ હવે ત્રણ મોટી ગાડી સાથે જ મોકલવાનો તાત્કાલિક શકીરા દ્વારા નિર્ણય કરાતાં હવે ત્રણેય ગાડીઓ અને શકીરા માટે આવેલી એક ખાસ ગાડી એમાં બધાં ફટાફટ ગોઠવાવાં લાગ્યાં.

અંતે આખું શકીરા હહાઉસ પૂર્ણ રીતે ખાલી કરીને લોક થઈ ગયું. સર્વત્ર સૂનકાર છવાઈ ગયો. બહાર રહેલાં વોચમેન કાકા તો આ બધું જોઈ જ રહ્યાં. એમને એમ કે હવે છેલ્લે તો મેડમ એને ત્યાં આવવા ગાડીમાં બેસવાનું કહેશે પણ શકીરાએ એની સાથે જોવા છતાં જાણે એને નકારી દીધો કંઈ કહ્યું પણ નહીં. મહીનાનો અંત છે, વળી ક્યાં નવી જગ્યાએ જઈ રહ્યાં છે એ પણ ખબર નથી તો બિચારો માણસ ચાલું મહિનાનો પગાર પણ ક્યાંથી મેળવે?

બધાં જ ગાડીમાં ગોઠવાઈ ગયા સાથે જ એક મોટા ટ્રકમાં બધો સામાન પણ. છેલ્લે શકીરા પોતે પણ કાકાને કંઈ કીધા વિના એ ગાડી તરફ જવાની તૈયારીમાં જ છે ત્યાં જ એક પરિવારવાળો વ્યક્તિ મજબૂરીનો માર્યો થોડો લાચારીભર્યા સ્વરે બોલ્યો, " મેમ મેરી નોકરી કા ક્યા હે? મેં કલ સે વહા આઉના? અગર નઈ જગહ કા એડ્રેસ મિલ જાતા તો...?"

સામેવાળી વ્યક્તિની મનોદશાનો સહેજ સરખોય વિચાર કર્યાં વિના જ શકીરા બોલી, " વો ક્યા હે ભૈયા, નઈ જગહ તીન વોચમેન હે પહેલે સે બડી જગહ હે તો. અભી મેં નયા કોઈ વોચમેન રખ શકું એસી જગહ નહીં હે. હમેં ભી નઈ જગહ થોડે દિન પેસો કી તકલીફ પડેગી ના?"

વોચમેન બિચારો જાણે આશાઓના અરમાન તૂટીને ચૂરેચૂરા થઈ ગયાં હોય એમ બોલ્યો, " આપકો તકલીફ ? છોડીયે ઉસકો...પર મેમ મે ભી ઈતને સાલો સે આપકે યહાં કામ કર રહા હૂં ના? મેં ભી પરિવારવાલા આદમી હું. અગર આપને મુજે થોડે દિન પહેલે બતાયા હોતા તો શાયદ..."

"અરે ઈતને સાલો કા અનુભવ હે તો આપકો કહી પે ભી નોકરી મિલ જાયેગી આપ કો. અગર કોઈ નોકરી છોડેગા તો આપ કો જરૂર બુલાઉગી."

વોચમેનને જાણે આ સ્ત્રી માણસ છે કે હેવાન એ જ સમજાયું નહીં. જાણે એ પોતે કોઈ ભણેલો , ગણેલો કોઈ મોટી કંપનીમાં નોકરી કરતો હોય એમ ઠંડા કલેજે બોલી રહી છે કે તમને તો અનુભવ છે જ ને?

નાછૂટકે ચાચાના મનમાં એક નિસાસો નંખાઈ ગયો કે આ સ્ત્રી ખરેખર કદી સુખી ન થઈ શકે. આખરે એમણે હિંમત કરીને પૂછી લીધું, " ઈસ મહિને કી તન્ખ્વાહ તો મિલેગી કી નહીં?"

એ બોલી," હા, વો બાન્દ્રા હે વહા પે‌ અશ્વસેન્ટર કે પાસ...." બોલતાં અટકી ગઈ પછી કહેવા લાગી, " ચલો મેં આપકી દો તારીખ કો યહા પે ભીજવા દૂગી. ઠીક હે." કહીને ચાચા કંઈ બોલે એ પહેલાં જ ગાડીમાં બેસી ગઈ. એ સાથે જ બધી જ ગાડીઓ એક પણ એક ત્યાંથી રવાના થઈ ગઈ. ને વોચમેન હવે એક ટકાનો પણ આ સ્ત્રી પર વિશ્વાસ કરી શકે એમ નથી વિચારી એણે સવાર પડતાં જ નવી નોકરી શોધવાનું શરું કરશે એમ વિચારતો એ આધેડવયનો પુરૂષ હિંમત હારીને જાણે એ ખુરશી પર રીતસરનો ફસડાઈ પડ્યો....!

**********

ગાડીઓ રાતનાં અંધકારમાં મુંબઈની એ થોડી સૂની બનેલી સડકો પર ફટાફટ દોડવા લાગી. જાણે કોઈ એમ્બ્યુલન્સ દોડે એમ સડક પર આ ગાડીઓ એ પણ મેઈન રસ્તેથી નહીં પણ કોઈ ટુંકા રસ્તે જઈ રહી છે. બધાંની આવી રીતે જવાનું થતાં ઉંઘ પણ ઉડીને હરામ થઈ ગઈ છે‌. સોના ,અકીલા,નેન્સી બધાં જ એક ગાડીમાં છે‌.

સોના ધીમેથી બોલી, " આધ્યાને વહેલાં મોકલી દેવાઈ છે પણ એની તબિયત ઠીક નથી તો મને ચિંતા થાય છે. હું એને ઉતાવળમાં તાવની દવા પણ આપવાનું ભૂલી ગઈ."

અકીલા : " મુજે લગતા હે ઉનકો કોઈ છોટી તકલીફ નહીં હે. કુછ બડી તકલીફ હે. ચાર દિન હો ગયે હે‌. વો અગર હમારે સાથ હોતી બીચ મેં કહી દિખા દેતે..."

નેન્સી : " પણ દિવસે શિફ્ટ થઈએ તો ને? અડધી રાત્રે કોણ ડૉક્ટર એને જોવે?"

"અગર નઈ જગહ જાકે કુછ હો તો ઠીક હે. લેકિન ઉસકે લિયે કુછ તો અભી કરના પડેગા." કહેતાં જ સોનાએ બહારથી ધસમસતા આવી રહેલાં મધ્યરાત્રિએનાં એ ઠંડા સ્પર્શને માણતાં જ એ બોલી, "કાશ! આવી સ્વતંત્ર રીતે વહી શકે એવું આપણું જીવન પણ હોત !" પણ આવું વિચારવું પણ કદાચ અશક્ય છે એવું વિચારીને બધાં જ ચૂપ બની ગયાં.

લગભગ પોણો કલાક જેવું થયું છે. પૂરપાટ જઈ રહેલી ગાડીમાં શકીરાની ગાડી પાછળ અને બાકીની બધી ગાડીઓ આગળ જઈ રહી છે. ત્યાં જ એકાએક રોડની સાઈડમાં એક જગ્યાએ પાંચેક છોકરાઓ ત્યાં ટોળામાં ઉભાં રહીને કંઈ ઠઠામશ્કરી કરતાં દેખાયા. જેવી એક ગાડી આગળ પસાર થઈ કે બધાં જ ગભરાઈને આઘાપાછા થવા લાગ્યા.

સોના અને નેન્સીનું ધ્યાન એ તરફ ગયું. પણ અંધારાને કારણે કોણ છે કે શું છે એ બહું દેખાયું નહીં. આમ જગ્યા થોડી સુનકાર દેખાઈ રહી છે. સોનાએ ગાડી ઉભી રખાવી કે શું થયું છે એ જાણવા પણ તરત જ પાછળથી આવીને ઉભી રહેલી શકીરાની ગાડીએ ગાડીને ફટાફટ ત્યાંથી લઈ જવાં કહ્યું.

સોના બોલી, "મેમ આજકલ રેપ કે કિસ્સે બહોત હોતે હે મુજે લગતા હે કહી કોઈ લડકી..."

સોનાની વાતને વચ્ચે કાપતા જ શકીરા થોડી ગુસ્સામાં બોલી, " તો હમ ક્યા કરે? ઇતની રાત કો નીકલને સે પહેલે સોચના ચાહિયે ના? અભી તો એસે કેસ મેં કોઈ ઉલઝન મેં ફસ જાયેંગે. ચાલો ફટાફટ યહાં સે નીકલતે હે."

બધાંને શકીરાની એક સ્ત્રી થઈને બીજી સ્ત્રી માટેની નિષ્ઠુરતા જોઈને સહુને એનાં માટે ગુસ્સા સાથે નફરત થઈ. પણ કોઈ કશું બોલી ન શક્યુ. ને ગાડીઓ ફરીથી ધસમસતી દોડવા લાગી.

થોડીવારમાં તો બધાં નવી જગ્યાએ પહોંચી ગયાં. એ સાથે જ જે વ્યક્તિએ બહારથી લોક કર્યું હતું બંગલાને એ ખોલી દીધું. બધાં રાતનો સમય હોવાથી ફટાફટ અંદર ગયાં. આવેલાં લોકોમાંથી અમૂક લોકો તો ત્યાં એમ જ સૂઈ ગયેલા દેખાય છે. સોના અને અકીલાએ બધાં તરફ નજર કરી પણ આધ્યા ક્યાંય દેખાઈ નહીં. એણે થયું બીજે ક્યાંય હશે...એણે થોડું આમ તેમ જગ્યા જોવાને બહાને અકીલા અને નેન્સીની સાથે બધું જોયું પણ આધ્યા ક્યાંય દેખાઈ નહીં. શકીરા તો આ બધું શિફ્ટ કરાવવાની વેતરણમાં છે.

ધીમેથી સરકીને સોનાએ પાયલને આધ્યા વિશે પૂછ્યું. પાયલ થોડી ગભરાઈ ગઈ એ બોલી," દીદી આધ્યા હમ વહા સે ઉતરે તબ તક થી. પર અંદર આને પર દેખા તો વો અંદર થી હી નહીં. અંદર ચેક કરને કે બાદ બહાર દેખને જાયે ઉસસે પહેલે હી દરવાજા બહાર સે લોક હો ગયા થા‌. ન કોઈ ફોન હે કી હમ આપકો બતા શકે. આપને ઉસકો કહી બહાર દેખા? હમેં ઉસકી ચિંતા હો રહી હે."

આ સાંભળીને જ સોના, અને અકીલા બેય ગભરાઈ ગયાં. સોનાનું મગજ કોણ જાણે બીજી દિશામાં દોડવા લાગ્યું. શકીરાને કહેવું કે ન કહેવું એની અવઢવમાં એ લોકો સાઈડમાં આવી ગયાં.

નેન્સી : " કદાચ આધ્યાદીદી આ શકીરા હાઉસ છોડીને જતાં રહેવાનું વિચારતા હતા ને...?

" પણ એની જે પ્રમાણેની શારીરિક સ્થિતિ છે એ મુજબ અત્યારે તો...એ હંમેશાં માટે આ કાળકોટડી છોડીને નવી દુનિયા બનાવી શકે તો સારું પણ ક્યાંક...!" સોના અટકી ગઈ.

વાક્યને કંઈ કોઈ દિશામાં ફંટાવતી અકીલા બોલી," કહી વો જો હમને દેખા થા...શાયદ.."

સોના ગભરાઈને બોલી ," સચ કહું તો મુજે ભી એસા કુછ લગ રહા હે. પર ભગવાન કરે એસા ના હો વો જહા ભી હો ઠીક હો....પર જબ તક ઉસકા કુછ પતા નહીં ચલતા મુજે ચેન નહીં મિલેગા."

"વો જગહ જાકે ફિર સે એકબાર દેખ લે તો...?"

આ સમયે શિફ્ટીગ માટે આવે થોડાં જેન્ટસ્ પણ છે. સોનાએ કંઈ દીમાગ દોડાવ્યું અને કહ્યું, " ચાલો મારી સાથે..." વ્યસ્ત બનેલી શકીરાની ચાલાક નજરને માત આપીને ત્રણેય જણાં બહાર આવ્યાં. એમાંના એક ડ્રાઈવરને ફટાફટ એ જગ્યાએ ફરી જવાં કહ્યું. આમ તો એ જગ્યા બહું દૂર નથી પણ એણે શકીરાથી ગભરાઈને ના કહી. પણ પછી તરત જ અકીલાએ આધ્યાએ આપેલા પૈસામાંથી થોડાં પૈસા આપીને કહ્યું, " પ્લીઝ ભૈયા યે લો એડવાન્સ..." સોના અને નેન્સીને અકીલા પાસે પૈસા ક્યાંથી આવ્યાં એ વિચારીને નવાઈ લાગી પણ સમયને અનુરૂપ કોઈએ હાલ એને કંઈ પણ પૂછવાનું ટાળ્યું.

તરત જ ડ્રાઇવરે એ લોકોને ગાડીમાં બેસવા ઈશારો કર્યો. ત્રણેય જણાં એક પછી એક ધીમેથી ગાડીમાં ગોઠવાઈ ગયાં. ગાડી સડસડાટ કરતી ફરી એ જ સૂનકારભરી સડક તરફ પૂરવેગે દોડવા લાગી...!

શું સોના લોકોની શંકા સાચી ઠરશે? એ આધ્યા જ હશે? એ લોકો આધ્યા સુધી પહોંચી શકશે? શકીરાને આ ચારેયના ગાયબ થયાની જાણ થશે તો એ શું કરશે? આધ્યા સલામત પાછી ફરી શકશે? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૨૬

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED