Ascent Descent - 21 books and stories free download online pdf in Gujarati

આરોહ અવરોહ - 21

પ્રકરણ - ૨૧

કવિતાને એના પિતાએ પહેલીવાર એની સાથે આવો એક સ્વાર્થી વ્યવહાર કરતાં એને આજે લાગી આવ્યું. હજું સુધી તો ક્યારેક એનાં માતાપિતાએ આટલી તકલીફ હોવાં છતાં કદી નોકરી કે કામકાજ કરવા સુદ્ધાંની વાત નહોતી કરી. આજે અચાનક શું થયું હશે? એ લોકો મારી સાથે આવું કરશે તો હું શું કરીશ એ ચિંતામાં એણે ફટાફટ ઓરડામાં જઈને દરવાજો બંધ કરી દીધો.

એની મમ્મીને કંઈ શંકા જતાં એણે ફટાફટ દરવાજો ખખડાવ્યો. એને સમજાવીને પરાણે દરવાજો ખોલાવ્યો. એ વખતે તો એમણે કંઈ ખાસ પૂછ્યું નહીં પણ બે દિવસ પછી એનાં મમ્મી-પપ્પા બંનેએ શાંતિથી એની સાથે વાત કરવાનું વિચાર્યું.

એની મમ્મી શાંતિથી એની પાસે આવીને એનું આવું સૂનમૂન રહેવાનું અને નોકરી છોડવાનું કારણ પૂછ્યું. પહેલાં તો કવિતાએ કંઈ પણ જવાબ ન આપ્યો પણ એ સમજી ગઈ કે એ ભાઈને મારાં પરિવારજનો બહું તપાસ ન કરે એટલે દસ હજાર અહીં આપીને ચાલીસ હજાર પોતાનાં ખિસ્સામાં નાખીને બધાંને છેતરી દીધાં છે. પહેલાં તો કવિતાએ કંઈ કહ્યું નહીં પણ આખરે એને બહું વધારે લાગણીસભર રીતે પુછતાં એ રડી પડી. એણે બધી જ વાત કરી.

એની મમ્મી તો વિશ્વાસ જ ન કરી શક્યાં. પોતાની દીકરી સાથે આવું બની ગયું એ વિચારીને જ એ ચક્કર ખાઈને ઢળી પડ્યાં. પછી એમણે ક્હ્યું કે એ ભાઈએ કહ્યું કે ત્યાં ફકત કોઈ કંપનીમાં કંઈ સામાન પેકિંગ કરવાનું હોય છે પણ સાવચેતી રાખવાની હોય બસ, સારું કામ કરે એને સારો પગાર મળે. બધી છોકરીઓ જ હોય છે ત્યાં મોટે ભાગે રહેવા જમવાનું પણ ત્યાં જ વ્યવસ્થા હોય. એને પણ સારી કંપની મળી રહેશે એટલે તારા પિતાને થયું કે આવું સારું કામ પણ તને ફાવ્યું નહીં.

આ હકીકતની જાણ થતાં કવિતાનો એના પિતા પરનો ગુસ્સો ઓગળી ગયો એનાં પિતાને ખબર પડતાં એમણે પણ દુઃખી થઈને કવિતાની માફી માગી. બીજાં એનાં મમ્મીએ એનાં પપ્પાને વાત કરતા એનાં પપ્પાને દિલથી બહું દુઃખ થતાં એમની તબિયત ખરાબ થાય એવું થઈ ગયું. એમને તો કોઈ કલ્પના જ નહોતી. એ માણસ પર કેટલો વિશ્વાસ કરીને કવિતાને એમની સાથે મોકલી હતી અને એણે સાવ આવું કર્યું? પણ એવી સ્થિતિ થઈ છે કે કોઈને કહેવાય પણ નહીં કે સહેવાય નહીં.

પછી એ લોકોએ નક્કી કર્યું કે બને એટલું જલ્દી કોઈ સારું ઘર શોધીને એને પરણાવી દેશે.

કર્તવ્ય : " અને તમે બંને મળી ગયાં એમને અંકલ?"

વાત એટલેથી ન પતી એનાં એ સંબંધીને ત્યાંથી કોલસેન્ટરની મેડમે ફોન કરીને કીધું કારણ એનાં તો પચાસ હજાર પાણીમાં ગયાં હતાં. એ સંબંધીને એણે બ્લેકમેઇલ કરીને એ પૈસા તો પાછાં લઈ લીધાં પણ એ વ્યક્તિએ તો દસ હજાર તો કવિતાનાં માતા-પિતાને આપી દીધાં હતાં એનો તો એને લોસ હતો‌. પણ આવું થયાં બાદ હવે એ કોઈ રીતે કવિતાનાં માતા-પિતા પાસે પૈસા પાછાં માંગવા આવી શકે એમ નહોતો કારણ કે એને એટલી તો ખબર તો પડી ગઈ હતી કે એણે ઘરે વાત કરી જ હશે.

એણે ઉંધી રમત રમીને લોકો સમક્ષ ઉલટી અફવા ફેલાવી દીધી કે એ કોઈ છોકરાની સાથે ભાગી ગઈ હતી અને એની સાથે રાત વીતાવી અને પછી એ છોકરાએ એને છોડી દેતાં એ પરત આવી ગઈ છે. આ વાતથી ફરીવાર કવિતાનો પરિવાર ચિંતામાં આવી ગયો. એનાં પપ્પાએ એ સંબંધીને સામેથી બોલાવીને એને દસ હજાર આપી દીધાં. પણ નફ્ફટ માણસ જ આવું કરી શકે એમ એણે જે અફવા ફેલાવી હતી એણે એ આગ શામવાને બદલે વધારે ફેલાવી દીધી.

ગામમાં જાતજાતની વાતો થવાં લાગી. લોકો કેટલાંય મહેણાં મારવાં લાગ્યાં. એ કારણે કંટાળીને એમણે પોતાનું ગામ છોડવું પડ્યું. ને આખરે કોઈ અમારાં સંબંધી દ્વારા એનાં માટેનાં માગાની વાત કરી. ત્યાં એ નવી જગ્યાએ કોઈને આવી વાતની કોઈ જ ખબર નહોતી. પણ હું જોવા ગયો ત્યારે કવિતા મને તો પહેલી નજરમાં જ ગમી ગઈ હતી. પણ અમને એકબીજાંને એકાંતમાં વાત કરવા માટે મોકલ્યાં ત્યારે એણે હું કંઈ પણ એને પૂછું કે કહું એ પહેલાં એણે મને મેં તને કહ્યું એ હજું સુધીની બધી જ જણાવી દીધું. પછી એ ચૂપ થઈ ગઈ. એણે આ બધું મક્કમતાથી કહ્યું.

એણે ફક્ત એટલું જ કહ્યું કે મેં કહ્યું હોત તો કદાચ તમને ખબર ન પણ પડત પણ હું મારાં જીવનસાથી સાથે કોઈ પણ વાત ન છુપાવી શકું. જો આ ભૂતકાળ સાથે તમે મને અપનાવવા માંગતા હોય તો કંઈ આગળ વિચારવાનું થશે નહીંતર કદાચ...આ વાત કોઈ પરિવારજનો નહીં ઈચ્છે કે હું સામેવાળા છોકરાને કહું. પણ આવાં અપરાધના બોજ સાથે નવાં જીવનની શરૂઆત નથી કરવા ઈચ્છતી." બસ મને એની સત્ય કહેવાની હિંમત, નિખાલસતા, અને સરળતા સ્પર્શી ગઈ. પછી મેં આ વાત પરિવારમાં કે કોઈને પણ કરી નહીં. અમે બંને થોડાં જ સમયમાં લગ્ન કરીને પરણી ગયાં.

બસ પછી તો આટલાં સમય સુધી જીવન વીતતું રહ્યું છે. પણ એ જ દિવસથી મેં નક્કી કર્યું હતું કે હું આવી રીતે કેટલી અસંખ્ય પીડીત દીકરીઓ કે સ્ત્રીઓને છોડીને એમને સુંદર જીવન આપીશ પણ આ વસ્તુ બહું મોટી અને કદાચ અશક્ય ઘણી શકાય. હવે બધું જ સેટલ થઈ ગયું પણ એ વિચાર હજું પણ મારાં મનમાં જીવંત છે એ દિવસ બાદ મેં કવિતા સામે આ વાત માટે ક્યારેય કોઈ શબ્દ ઉચ્ચાર્યો નથી. નસીબજોગે હમણાં જ એક દિવસ મને વિચાર ફરીવાર આવ્યો અને વળી અનેક લોકો આ સાથે જોડાવા તૈયાર થયાં સાથે તારાં જેવો હેન્ડલિંગ કરનાર યુવાન મળ્યો. બાકી અમારાં જેવાં ખખડી ગયેલાં હવે શું કરવાના?

કર્તવ્ય : " આટલું બધું બની ગયાં પછી હવે કેમ હારી ગયાં?"

"પણ જ્યારે મને અમૂક લોકો દ્વારા ખબર પડી કે મિશનમાં રહેલાં અમૂક મોટાં માથાં જ એને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં કારણ કે એમને આ રીતે આવી સ્ત્રીઓની પનાહ વિના હવે ચેન નથી પડતું. ઘરનાં અન્નથી પેટ ભરાય છે કદાચ ઈચ્છાઓને સંતોષ કે સ્વાદ નથી મળતો એટલે જ કદાચ દર થોડાં દિવસે હોટેલો કે બહારનો આસ્વાદ લેવા જવાં મજબૂર બની જાય છે‌. આવું જ આ લોકોનું હોય છે."

કર્તવ્ય: " તમારો એક વ્યક્તિનો વિચાર જે ખાસ કારણસર હતો એ આજે અનેક લોકોનું લક્ષ્ય બની ગયું છે હવે તો તમારી સાથે અનેક લોકો છે. જેટલાં વિરોધી લોકો છે એનાથી સારાં જે દસ જણા છે એમનામાં અનેકગણી તાકાત છે સાથે ધગશ પણ છે બે જણાંએ એ ચાર કોલ સેન્ટરો મેં કહ્યાં મુજબ બંધ પણ કરાવી દીધાં છે. એ લોકોએ એનાં માટે લડાઈ કરી તો ક્યાંય સત્તાનો સારો ઉપયોગ, અને સાથે જ એ મુક્ત થયેલી સ્ત્રીઓને પરિવાર સાથે મળાવવાનું તો એમને બીજાં ધંધામાં જોડીને પગભર કરવાનું કામ પણ શરું છે. એવું નથી, સાથે ત્રણ જગ્યાએ આ કામને કોઈ મોટા માથાઓ દ્વારા ધમકી આપીને રોકવામાં પણ આવ્યું છે. એટલે એક જ વારમાં સફળ થવાય એવું પણ જરૂરી નથી."

"ઓહો આવું કરનાર કોણ છે? મારે એમને શતશત વંદન કરવા જોઈએ. "

"મિસ્ટર વંદન શાહ અને મિસ્ટર સ્નેહલ પટેલની જોડી આ કામ કરી રહી છે. પણ આ નામ ક્યાંય જવાં ન જોઈએ...કારણ કે આ બધું કામ એક છૂપી રીતે થઈ રહ્યું છે." કર્તવ્ય હસીને બોલ્યો.

મિસ્ટર નાયક : " એ લોકો તો કદાચ પચાસેક વર્ષની આસપાસના જ છે અને કદાચ બિઝનેસ પાર્ટનર પર છે. પણ પ્લાસ્ટિક વર્લ્ડમાં એમનો બિઝનેસ, એમનું નીતિનું કામ અને એમની જોડી બહું વખણાય છે. પણ ચાલો કામ શરું થયું અને સફળતા પણ હાથ લાગી રહી છે એ બહું મોટી વાત છે‌. સોરી બેટા હવે મિશન બંધ કરવાની વાત નહીં કરું. ચાલ હવે મારામાં નવી હિંમત આવી ગઈ છે."

"હા અંકલ, બસ હવે હું પણ નીકળું જ છું અંધારું થઈ ગયું છે...આજે તો ઘરે જવું જ પડશે. હમણાંથી આ કામમાં થોડો લેટ જાઉં છું તો મમ્મીએ આજે તો સવારે જ કહી દીધું કે રાત્રે ઘરે આવજે અમારી સાથે તો તને વાત કરવાનો પણ સમય નથી હોતો."

"હમમમ, મને પણ તારી આન્ટી કેટલાંય સવાલો કરી દેશે કારણ કે આ મિશનની સમગ્ર વાત એનાંથી અજાણ છે કારણ કે કદાચ એને અત્યારે ખબર પડે તો ફરી ભૂતકાળને યાદ કરીને એના દિલને ઠેસ પહોંચે બસ હું એ જરાં પણ નથી ઈચ્છતો. ચાલ આપણે સાથે જ નીકળીએ"

હમમમ...ધરતી પરનો દરેક પુરુષ આવું વિચારી શકે તો કદાચ આ બધું શરું કરવાની આજે જરુર જ ન પડી હોત!" કહીને બેય જણાં કર્તવ્યની ઓફિસમાંથી બહાર નીકળ્યાં.

કર્તવ્યનું મિશન ખરેખર હવે સફળ થશે? આધ્યાને નવી જગ્યાએ મલ્હાર મળશે ખરાં? એની તબિયતમાં સુધારો આવશે ખરાં? શકીરાનું આટલાં મોટાં નિર્ણય પાછળનું કારણ શુ હશે? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૨૨

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED