Ascent Descent - 16 books and stories free download online pdf in Gujarati

આરોહ અવરોહ - 16

પ્રકરણ - ૧૬

સવાર પડતાં આધ્યાને દવાની અસરથી સારું તો થયું પણ હજું એને શરીરમાં અશક્તિ વર્તાઈ રહી છે. સોનાને પણ આધ્યાની ચિંતામાં આખી રાત સરખી ઉંઘ ન આવી. એણે નક્કી કર્યું કે કંઈ પણ રીતે હવે શકીરાને આધ્યાને કોઈ સારા ડૉક્ટરને બતાવવા માટે મનાવવી પડશે. ક્યાંય આ છોકરી આમ ને આમ...! બોલતાં જ અટકી ગઈ. ભગવાન કરે કદી આવું ન થાય.

સવાર પડતાં જ સોના નીચે ઉતરી. એણે જોયું તો હજું પણ શકીરાએ દરવાજો ખોલ્યો નથી. સોનાને થયું કે એ સામેથી જઈને શકીરાને કહે. પણ પછી શકીરા બહાર આવે એની રાહ જોવાનું થોડીવાર વિચાર્યું કારણ કે કોણ જાણે એનો મૂડ કેવો હોય.

ફરી બધાં કામમાં લાગી ગયાં ત્યાં લગભગ આઠેક વાગતાં જ શકીરા રૂમમાંથી બહાર આવી છે એવું ખબર પડતાં જ બધાં સતર્ક બની ગયા. ઘણાં બધાંને તો ખબર જ નથી કે શકીરા અહીંથી આ રીતે આખો દિવસ અને અડધીરાત સુધી બહાર હતી બધાંને તો એમ જ છે કે રાતે તો આવી જ ગઈ હશે.

સોનાને આ વાતની ખબર પડતાં એ તરત જ સોનાને પેમેન્ટ આપવાને બહાને શકીરાને મળવાનું બહાનું જોઈતું હોવાથી એ સામેથી પૈસા લઈને નીચે ઉતરી. પણ શકીરાનો રૂમ તો બહારથી અડો લગાડેલો હોવાથી એ એનાં રૂમમાં ન નથી એવી ખબર પડી. એ મેશમાં બેસીને આરામથી નાસ્તો કરી રહી છે‌. પણ આજે એનાં કપડાં રૂપ રંગ જાણે અલગ દેખાઈ રહ્યાં છે. જાણે વધારે ખુશીમાં હોય કે નવું કારસ્તાન કરવાની હોય એવું એનાં તેવર પરથી લાગી રહ્યું છે.

સોના ત્યાં પહોંચીને બોલી," મેમ ઠીક હોના? મેમ કલ કે વો સબ પેસે..."

શકીરા: " કિતને હે?"

સોનાએ કંઈ કહ્યા વિના બધાં પૈસા આપીને કહ્યું," મેમ આપ ખુદ દેખ લો..જો આયા હે વહી હે. આપકે લિસ્ટ કે મુતાબિત.."

શકીરાએ નોટો આમ તેમ પછી તરત બોલી," ઇસમેં તો પેસે કમ હે..."

સોના ગભરાઈ કે એણે તો બધાં પૈસા પોતાની પાસે જ સાચવીને મૂક્યાં છે તો પૈસા ક્યાં ગાયબ થયાં હશે? એવી કોઈ શક્યતા જ નથી‌.

સોના: " સબ પેસે ઉસમેં હી હે. મેને સબ ઉસમેં સંભાલકે મેરે સાથ હી રખે થે. આપ એક બાર ફિર સે દેખ લો."

શકીરા આજુબાજુમાં રહેલી થોડી છોકરીઓની હાજરીમાં સોના પર ગુસ્સે થતાં બોલી, " મુજે સમજા રહી હે? મુજે ઉલ્લુ સમજ રખા હે? આપને આપકો બહોત સ્માર્ટ સમજ રહી હે‌."

સોનાને કંઈ સમજાયું નહીં પણ આ રીતે બધાંની સામે ખખડાવતાં એને પણ ગુસ્સો આવી ગયો કે એક તો એની ગેરહાજરીમાં બધું સંભાળી લીધું અને આ શકીરા કેમ આવું કરે છે? વળી પૈસાની તો એણે જરા પણ ગફલત કરી નથી.

એણે પોતાનાં ગુસ્સાને મનોમન દબાવીને કંઈ પણ બોલ્યા વિના જ ત્યાંથી પગ પછાડતી બહાર નીકળવા ગઈ ત્યાં જ શકીરા ચિલ્લાઈને બોલી, " પૂરે પંદરા હજાર રૂપિયે કમ હે, યે કોન દેગા?"

સોના તો સ્તબ્ધ જ બની ગઈ કે પંદર હજાર રૂપિયા ગાયબ? કંઈ સમજાતું નથી.

શકીરા બોલી, " રૂક... પાંચ મિનિટ મેં આઈ.." કહીને એ ફટાફટ પોતાનો નાસ્તો પતાવવા લાગી. પછી ઉભી થઈને સોનાને પોતાનાં રૂમમાં લઈ ગઈ.

સોના વિચારવા લાગી કે એણે કોઈનાં પૈસા તો ઓછાં પણ નથી લીધાં. એની ગણતરીમાં પણ ભૂલ ના થાય કદી. એણે પોતે જ ચેક કર્યાં છે તો પછી શકીરા શું કહી રહી હશે?

રૂમમાં જતાં જ શકીરાએ દરવાજો બંધ કર્યો એ સાથે જ સોના થોડી ગભરાઈ. શકીરા બોલી, " રાત કો જો લડકા આયા થા તૂને ક્યું ભગા દિયા? પતા હેં વો કિતના પેસા દેતા હે? વો જો દેનેવાલા થા વો પંદરા હજાર તું અબ મુજે દેગી ના? મેરા નુકસાન કોન ભૂગતેગા?"

સોના તો વિચારમાં જ પડી ગઈ કે આ વાત શકીરાને કેવી રીતે ખબર પડી હશે? ફક્ત અકીલા હતી એ સમયે બાકી તો કોઈ હાજર નહોતું. એણે શકીરાને એ યુવાન વિશે કહ્યું હશે? સોના મનોમન વિચારવા લાગી કે અકીલા તને તો નહીં છોડું. પણ અત્યારે આ પૈસાનું શું કરે? શકીરાને કેમ સમજાવે?

સોના થોડાં અચકાતાં બોલી, " આપકો કેસે.. પતા?"

શકીરા: " મેં ભલે બહાર હોતી હું મુજે સબ કુછ માલૂમ હોતા હે. મેરી આંખે યહાં પે ભી હોતી હે."

સોના સમજી ગઈ કે અહીં રહેલાંમાંથી જ કોઈ છે જે શકીરાને રજેરજની વિગત આપી રહ્યું છે.

ફટાફટ એણે મનમાં આઈડિયા વિચારી દીધો પછી એ તરત બોલી, " મેમ આપકી બાત સહી હે પર વો લડકેને ઓર કિસી કે ભી સાથ મના કિયા ઔર આધ્યા કો અભી ભી ભૂખાર હે, મુજે લગા કી પરસો રાત કો જો હુઆ થા, જો આદમી ચિલ્લાયા થા, વો તો ઠીક હે આપને ઉસકો સમજા દિયા અગર નહીં માનતા તો ક્યા કરતે? ફિર યે લડકા ભી એસા કરતા તો ક્યાં કરતે?"

પરમ દિવસે એ પુરુષની વાત થતાં જ શકીરાના થોડાં ચહેરાના હાવભાવ બદલાયા પણ પછી સામાન્ય બનતાં બોલી, " વો લડકા તો આધ્યા કો ભુખાર થા ફિર ભી પૂરી રાત અંદર થા ઉસકે સાથ પતા નહીં પૂરી રાત કયા કિયા? તો અબ ક્યું ચિલ્લાયેગા? પૈસે તો ઉસને પૂરે દિયે થે. ઓર લક્ષ્મીજી કો આતે હુએ મેં કભી નહીં રોકતી."

સોનાને અકીલા દ્વારા થોડી થોડી ખબર પડી હતી પણ સોના તો ફક્ત આધ્યાને આરામ આપવા ઈચ્છતી હતી એનો ઈરાદો ખરાબ નહોતો એણે પોતાનાં માટે પણ ઓફર કરી હતી પણ એ ન માન્યો. હવે સોનાએ બચાવ માટે કહ્યું, " મેમ મે તો આધ્યા કે સાથ વેસે બાત ભી નહીં કરતી ઓર મુજે તો પતા નહીં થા કી ઈસ દિન ઐસા કુછ હુઆ થા. ઓર એસા દો ઘંટે સે જ્યાદા તો આપ ભી નહીં રહને દેતે કિસી કો, તો ફિર ઉસે ક્યું?"

શકીરા : " ઠીક હે...પૈસા તો પૈસા તો હોતા હે. અભી દિમાગ કી કઢી મત કર. ઓર જા આપને રુમમે."

સોના શકીરાનાં આટલાં ગુસ્સા વચ્ચે પણ હિંમત કરીને કહ્યું, " મેમ મુજે લગતા હે આધ્યા કો બડી હોસ્પિટલ લે જાના ચાહિએ. ઉસકો અભી ભી ઠીક નહીં લગતા."

શકીરા ચિલ્લાઈને ફરીવાર બોલી, " તો અભી તું આધ્યા કી વકીલાત કરને કે લિયે આઈ હે ના."

સોના : " નહીં મેમ...ફિર ભી ઇન્સાનિયત કે નાતે તો..."

શકીરા : " ઠીક હે. સોચતી હું..." કહેતાં જ સોના બહાર નીકળતાં જ શકીરા એપલ લઈને ખાવા લાગી ને મનમાં કંઈક મથામણ કરતી હસવા લાગી...!

************

કર્તવ્ય સવારમાં આજે ઓફિસે આવીને પોતાનાં કામમાં પરોવાવાની કોશિષ કરવા લાગ્યો પણ એનું મન હજું પણ કામમાં નથી લાગી રહ્યું. થોડી અસમંજસ વચ્ચે એણે ફોન લગાડીને કહ્યું, " અંકલ, કર્તવ્ય બોલું...સોરી, પણ આજે હું તમારું કામ નથી કરી શક્યો. મને થોડો સમય આપશો? હું બહું જલ્દીથી આપનું કામ કરીશ.'

ત્યાં જ એ પડછંદ અવાજ સામેથી આવ્યો, " બેટા આટલાં વર્ષો સુધી રાહ જોઈ છે થોડી વધારે. ભૂલ પણ આખરે મારી જ છે. અત્યારે હું ઈચ્છું તો એક ઝાટકે જ...પણ મારે હવે એવું કંઈ નથી કરવું." કહેતાં જ એ અવાજ ધીમો પડી ગયો.

કર્તવ્ય : " તમને મારાં પર વિશ્વાસ છે ને? બધું જ થશે. પણ અમૂક વસ્તુઓ કે ઘટનાઓનાં ઘા એટલાં ઉંડે ઉતરી ગયાં હોય છે કે એને એટલી સહેલાઈથી ઉખેડી પણ શકાતા નથી કે એને રૂઝાવી શકાતા નથી."

" મિસ્ટર આર્યન ચક્રવર્તી નામ છે મારું , આ દુનિયામાં ડંકો વગાડું છું...પણ કદાચ પોતાની જિંદગીમાં જ હારી ગયો છું..."

કર્તવ્ય : " પ્લીઝ હવે‌ અંકલ, આમ ઉદાસ ન બનો. બધું જ સારું થશે. થોડી ધીરજ ધરવી પડશે."

" ઠીક છે બેટા. જરાં યુવાનીમાં તો બહું જોશ હતો પણ હવે બધું ઉંમર સાથે ઓગળી રહ્યું છે. હવે કેટલીક ભૂલો પણ સમજાય છે...એ ભૂલો કદાચ યુવાનીના જોશમાં અને પૈસાના વટમાં કે પછી અહંકારમાં ક્યારેય દેખાઈ જ નહીં. બહારથી દેખાતાં વટના કવચની અંદર કેટલાંય દર્દ સમેટાઈને વીંટળાઈ ગયાં છે. તું ત્યારે તારી રીતે કામ કર બેટા. પણ મારાં જેવી ભૂલ કદી ન કરતો.. " કહેતાં જ ફોન મૂકાઈ ગયો.

કર્તવ્ય ફોન રાખીને વિચારવા લાગ્યો," શું બનાવી છે જિંદગીની કરામત? બહારથી ખુશહાલ દેખાતાં મહોરાનું અંદરનું પડ કેવું છે એ તો બહું ભાગ્યે જ જાણી શકાય છે. પણ આજે હું મારું કામ ન કરી શક્યો...પણ બહું જલ્દીથી એ કામ પૂર્ણ કરીશ..." કહેતો ફરીવાર મિશન માટે લાગી પડ્યો.

શું એવું કામ હશે જે કર્તવ્ય ન કરી શક્યો? આધ્યાની તબિયત સુધરશે ખરી? આધ્યાને મલ્હાર ફરીથી મળશે ખરાં? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૧૭

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED