દૈત્યાધિપતી - ૭ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

દૈત્યાધિપતી - ૭

સુધાને કંઈક ઉપાડે છે. સુધાને ખબર નહીં શું પણ સુધા ને ખબર તો છેજ કે કંઈક તેણે ઉપાડી રહ્યું છે. દવાખાનાની ભીત તેણી નજીક આવતી હોય તેમ લાગતું હતું. ધીમે ધીમે.. પણ આ શું? અવિરાજ ક્યાં જઇ રહ્યો હતો? અવિરાજ.. અવિરાજ, ના જા! આ લોકો મને ક્યાંક લઈ જાય છે. આ લોકો થી મને બચાવ. અવિરાજ.. સાંભળ અવિરાજ! પણ સુધા તો બોલતીજ ન હતી.

સુધાને કોઈકે એકવાર કહ્યું હતું કે આધિપત્ય ના દૈત્ય માટે કોઈ ગાંડા કવિએ એક કવિતા લખી હતી.

સુધાને તે કવિતા ના ચાર શબ્દ યાદ છે, તે પણ પહલી લીટી ના, અને તે ચાર શબ્દ માં તો આ દૈત્ય ના નખ પણ ના વર્ણવાય.

તેના માટે તો એક પુસ્તક જોઈએ, પણ ટૂંક માંતો થોડાક શબ્દોજ કાફી છે.

- દૈત્ય ની ચામડી લીલા રંગ ની હતી, એક દમ કાળા જેવો લીલો.

- દૈત્ય ચાર ગજ જેટલો મોટો હતો, તેની પૂંછ ખૂબ લાંબી થાય.

- દૈત્ય ની આંખો બે હતી, બે મનુષ્ય જેવી આંખો જે ઉગ્ર તથા ભયંકર હતી.

- દૈત્યને કાન નથી, પણ તે તેની જીભ થી સાંભળે છે.

- દૈત્ય ના મુખ માંથી ઉજાસ આવે છે, એવો ઉજાસ જે હજારો દિવડાને સમાન છે.

- દૈત્ય હમેંશા પાણી માંજ રહે છે, પાણી વગર તે ૩૦૦ મી. ચાલી શકે અને ખાલી ૩૦૦ મી. જ, તેથી વધારે તેનો શ્વાસ ફુલે છે.

સુધાને સામે તેનું બાળપણ આવે છે. કેહવાય છે કેતે દૈત્ય પેહલા બાળ હતું, અને તે બાળની મમ્મી આદમખોર. દેવર્ષીનું કત્લ કરતાં, જે માંસ તે બાળની માતા ને મળ્યું, તેમાંથી બચેલું માંસ તે બાળક ને ખવડાયું હતું. દિવ્ય માંસ ખાતા તે બાળક દૈત્ય શિશુ બન્યું, અને તે માતા પાણી વગર શ્વાસ ફૂલતા મૃત્યુ પામી.

તેના ગામમાં એવું કેહવાતું કે માછીમારનો દીકરો જો આધિપત્યમાં જન્મ લેશે તો તે દીકરો પણ દૈત્ય બની જશે. ઘણા લોકો અનાથ બાળકથી બિ’તા તે બાળકો ને ફટકા મારી મારી મૃત્યુ પમાડતા.

આમ તો આ બહાનું હતું, સ્ત્રીહત્યા માટે કારણ ગોતતા નિર્દય લોકો દૈત્ય ના પ્રકોપ ને સાચ્ચું માનતા અને મનાવતા. પણ સુધા હતી ભ્રમણની દીકરી, દૈત્ય તેણે શ્રાપે તે પેહલા દૈત્યજ મૃત્ય પામેત.

સુધાના દાદા મારી ગયા હતા, ઘણા વર્ષો પેહલા એક દુકાળમાં. સુધા તે સુધા ના દાદાના એક માત્ર દીકરાની બીજી સંતતિ હતી. અવિરાજ સુધા નો મોટો ભાઈ છે.

સુધા જ્યારે જન્મી ત્યારે અવિરાજ ને સુધા બહુ ગમે, અને અવિરાજ તો માંડ પાંચ વર્ષ નો હતો. અવિરાજ તેના હાથ માં સુધાને લે પછી છોડેજ નહીં, અને સુધા રડેજ નહીં.

સુધાનું નામ કરણ હતું ત્યારે ગફલત થઈ ગઈ હતી. સુધાની ફઈબા અંગ્રેજ વિરુદ્ધ લડતમાં ભારતની સ્વરાજ સભામાં ઉપર વળતી હતી. આખા ગામ સુધા જેવુ નામ કોઈનું નહીં. સુધા નામ સાંભળી તો લોકો વિચાર માં મુકાય જાય. ઘણા ખુશ પણ થાય.

સુધા જ્યારે ચાર વર્ષની હતીને ત્યારે સુધાની મમ્મીએ સુધા ને પહલી વાર દૈત્યના ઇતિહાસ લાગતી વળગતી કોઈ કથા કરી હતી. તે કથા હિંસાયોની હતી.

અને પછી સુધા અને દૈત્યની કથા ચાલુ થઈ હતી.

સુધાની એક સિક્રેટ હતી. આ રહસ્ય કોઈને કહેતા નહીં હો. આ રહસ્ય ભૂલી જજો. રાતે પોઢો તો સપનાંને આ રહસ્ય આપી દેજો. પણ કોઈનએ કેહતા નહીં હો.

કોઈને નહીં.

સુધાતે છેને.. છેને.. દૈત્યના પ્રેમ માં પડી હતી. દૈત્યતો સુધાને પૂજતો હતો, પણ પછી..

આ પાંખો સુધાને શિરોવેદના આપે છે.