હવે આગળ ,
દેવ અને તેના પપ્પા એકબીજા સાથે થોડી ગરમા ગરમી થાય છે દેવ પણ જિદ્દી છે સાથે સાથે તર પોતાની વાત પણ મનાવવામાં નિષ્ફળ જાય છે .
દેવ : પપ્પા તમને વાંધો શુ છે હું આપણું ગામ છોડીને બહાર નોકરી માટે જાવ છું તો ?
પપ્પા : વાંધો મને એટલો જ છે હું બહાર નથી ગયો ક્યાંય તો હું તને પણ બહાર નહીં જ જવા દવ .
દેવ : પપ્પા મારે બહાર નીકળી ને બધું જોવું છે ફરવું છે અને મારે આગળ વધવું છે હું ત્યારે જ આગળ વધી શકીશ પપ્પા જ્યારે તમે મને બહાર નીકળવાની પરમિશન આપશો.
પપ્પા : એ પરમિશન તો નહીં જ મળે .
દેવ : પણ તમે એકબાજુથી કહો છો કે ભણીને આગળ વધી અને બીજી તરફ હું આગળ વધવા માંગુ છું તો તમે બહાર જવા રોકો છો .
પપ્પા : તો તું હવે બહાર ભણવા પણ નહીં જઈ શકે .
દેવ : તો પપ્પા હું પણ તમારો દીકરો જ છું હું પણ એટલો જ જિદ્દી છું હું નોકરી કરીને રહીશ અને તમારી વાત પણ નહીં માનું હું પણ સાચું લાગશે તે જ કરીશ હવે તમારે મને ઘરની બહાર કાઢી મુકવો હોય તો પણ કાઢી મૂકી શકો છો હું ના નહીં પાડુ તમને .
પપ્પા : દેવ હવે તું હદની બહાર બોલે છે .
દેવ : પપ્પા તમારા જ આદર્શો પર જ ચાલુ છું હું . તમે જ શીખવ્યું હતું અમને કે ખોટા હોય તેને ખોટા કહેતા જરા પણ અચકાવું નહીં .
પપ્પા : હા પણ હું તને બહાર જવાની ના જ પાડુ છું તે ક્યારેય પણ મારી હા નહીં થાય તારે મારુ મરેલું મોઢું જોવું હોય તો તું નોકરી માટે જઇ શકે છે .
દેવ : પપ્પા હું મારું સપનું પૂરું કરવા માગું છું હું આ ગામમાં જ મારી જિંદગી પુરી કરવા નથી માંગતો . મારે પણ આગળ ભણીને કંઈક બનવું છે તો પપ્પા તમે પરમિશન આપો તો સારું રહેશે .
પપ્પા : તે તો હું જીવું છું ત્યાં સુધી નહીં જ મળે .
દેવ : સારું તો ના આપતા પરમિશન મને હું પણ આજથી જમવાનું અને પાણી બંધ કરી દાવ છું અને દેવ ઘરની બહાર નીકળી જાય છે .
મયુરીબેન : તમને કવ છું તમને વાંધો શુ છે તે બહાર જાય તો ?
અરવિંદભાઈ : વાંધો મને એટલો જ છે તે બહાર નીકળીને બીજાના રવાડે ચડીને બગડી જાય એટલે .
મયુરીબેન : તો તમે દેવને પણ કહી શકતા હતા ને કે તું બગડે નહીં તો જ હું તને બહાર મોકલીશ .
અરવિંદભાઈ : હા કહી શકતો હતો પણ તે મારી વાત ક્યારેય માનત જ નહીં .
મયુરીબેન : શુ આજ સુધી દેવ કે બીજા કોઈ તમારી વાત ન માની હોય એવું બન્યું છે ?
અરવિંદભાઈ : ના નથી બન્યું .
મયુરીબેન : તો એકવાર દેવને પોતાના સપના પુરા કરવાનો મોકો તો આપો .
અરવિંદભાઈ : તે જોયું નહીં તે અત્યારે કેવી રીતે મારી સાથે વાત કરતો હતો .
મયુરીબેન : શુ તમારી જોડે જગડો કર્યો તમને સાચું તો કીધું કે તમેં તેને ખુલીને વાત કરો અને જે મનમાં હોય તે કહો . તમારે તેને કાઈ કહેવું નથી તો કેમ તે તમને સમજાવી શકે .
અરવિંદભાઈ : સારું તું તેની જોડે વાત કરી લેજે .
મયુરીબેન : ના. હું નહીં કહું તેને સવારે તેની જોડે જ વાત કરી લેજો .
અરવિંદભાઈ : તું કહી દેજે ને .
મયુરીબેન : ના હું નહીં કહું તમે અત્યારે જાગો જ્યાં સુધી તે ના આવે ત્યાં સુધી .તે આવે એટલે કહી દેજો અને તેને પરવાનગી આપી દેજો .
અરવિંદભાઈ : સારું હા હોવી તો તે સાહેબ છે એટલે મારે રાહ જોવી પડશે .
એકબાજુ ઘરે અરવિંદભાઈ રાહ જોવે છે દેવની તો બીજી તરફ દેવ પણ વિચારે છે કે હું એવું શું કરું કે પપ્પા મને નોકરી માટે હા પાડે દેવ મનમાં ને મનમાં વિચારે છે કે હું છોકરી તો છું નહી કે પપ્પા મને રોકે . શુ કારણ હશે તો પપ્પા મને નોકરી માટે ના પાડી રહ્યા છે . રાતના દસ વાગવા આવ્યા દેવ હજી પણ ઘર તરફ જવા નીકળવાની તેને ઇચ્છા નહોતી થતી તો બીજી તરફ અરવિંદભાઈનું પણ ટેન્શન વધતું જતું હતું કોઈ દિવસ તેને છોકરા સાથે ઉંચા અવાજે વાત નથી કરી તે આજે ઉંચા અવાજે વાત કરી અને છોકરો વાત કરીને ઘરની બહાર નીકળી ગયો .તેં પણ આમથી તેમ પડખા ફરે છે પણ ઊંઘ આવતી નથી રાતના અગિયાર વાગવા આવ્યા તો પણ દેવ હજી ગામની બહાર જ બેઠો છે એકલો તે ત્યાં બેસીને વિચારી રહ્યો છે તો બીજી તરફ દેવના પપ્પા પથારીમાંથી ઉભા થઈને બહાર નીકળે છે .
શુ દેવ અને તેના પપ્પા ક્યાં મળશે? શુ દેવને જવાની પરમિશન મળશે? શુ દેવને પરમિશન મળ્યા પછી તે પોતાના સપના પુરા કરી શકશે ? શુ દેવ તેના પપ્પા પરમિશન આપ્યા પછી ખુશ થશે કે દુઃખી ? શુ દેવ તેની ફેમિલી ને છોડીને નોકરી માટે જશે ? શુ દેવ પોતાની જાત પર ઉભો થઇ શકશે ? શુ દેવ ત્યાંના વાતાવરણમાં જીવી શકશે ? વધુ જાણવા માટે વાંચતા રહો લવની ભવાઇ .