love trejedy - 9 books and stories free download online pdf in Gujarati

લવ ની ભવાઈ - 9

હવે આગળ, આ બાજુ દેવ ના મમ્મી અને પપ્પા પ્લોટ જોવા જાય છે તેને ગમી પણ જાય છે .અને તે બાના રૂપે 10000 દસ હજાર રૂપિયા આપી પણ આવે છે .હજી દિવાળીને વાર છે દેવ ધોરણ 10 માં છે તેને આ વાત ની ઘરે આવે એટલે ખબર પડે છે તે પણ ખુશ થાય છે.

અરવિંદભાઈ તેના મિત્રના મકાનમાં રહેતા હોય ત્યારે તે જ શેરી માં બહારથી એક ફેમિલી રહેવા માટે આવે છે તે અમદાવાદથી તેની ટ્રાન્સફર અહીં થઈ હોય છે તેને અમદાવાદ જેવું અહીં વાતાવરણ મળતું નથી પણ તેં ફેમિલી ને મારા મમ્મી સાથે સારું બને છે અમારા ઘરે અને તેના ઘરે વસ્તુની લેવડ દેવડ સારું થાય છે . તેના ફેમિલી માં તે બંને અને તેના બે બાળકો હોય છે તેનો મોટો છોકરો કોલેજ કરે છે જયારે તેની નાની છોકરી મારી સાથે જ ભણે છે .તેનો મોટો છોકરો જેનું નામ મહેશ છે અમે બધા સાથે જ બેસતા હોઈએ છીએ અને સાથે ક્રિકેટ રમતા હોઈએ છીએ .તેનું વેકેશન ખુલતા તે ફરી અમદાવાદ કૉલેજ માટે જતો રહે છે પણ તેની નાની બેન અપેક્ષા અહીં અમારી સાથે જ ભણે છે . તે જ શેરી માં મારો એક મિત્ર ધવલ કરીને પણ રહે છે તે બહારથી ભણવા માટે અહીં આવ્યો છે અમે એક જ સાથે એક જ સ્કૂલમાં અને ટ્યુશનમાં પણ સાથે જ જતા હોઈએ છીએ અમે સ્કૂલથી આવીને ઘર પાસે મેદાનમાં રમતા હોઈએ છીએ અને અપેક્ષા અને તેની બહેનપણી કિંજલ બંને સાથે બહાર નીકળે છે અમારે રોજ ક્રિકેટ રામવાનું અને તેને રોજ બહાર નીકળવાનું. હવે હું ધીમે ધીમે અપેક્ષા ને લાઈક કરવા લાગુ છું હું હજી ધોરણ 9 માં જ હતો .પણ ખબર નહીં તે મને ગમતી . હું તેની સાથે વાત કરવા માંગતો પણ વાત જ ન કરી શક્યો .આમ ને આમ મારુ ધોરણ 9 પણ પૂરું થાય ગયું તેની પાછળ ચકકર લગાવવામાં અને હું ધોરણ 10 માં આવી ગયો તે પણ ધોરણ 10 માં આવી ગઈ.તો પણ હું તેની પાછળ ચક્કર લગાવતો જ રહ્યો .ત્યાંથી અમારે મારા પપ્પાના મિત્રનું મકાન ખાલી કરવાનું થયું તો હું બીજી જગ્યાએ રહેવા જતા રહ્યા પણ મારા મિત્ર ને ત્યાં તો રોજ 5 વાગ્યે તો ક્રિકેટ રમવા આવતા અને તેના ઘર પાસે આટા પણ મારતા હતા .હોવી4 તો તેના મમ્મી ના હોય એટલે સાઈકલની ટંકોરી મારતો હતો તો તે પણ મને બહાર જોવા નીકળતી હતી .આમ આ રોજ નું રૂટીન બની ગયું હતું પણ ક્યારેય તેને હું મારા દિલની વાત કરી શક્યો નહીં.આમને આમ ધોરણ 10 ની દિવાળી પરની પરીક્ષા પણ આવી ગઈ અને પુરી થઈ ગઈ.અને દિવાળીની તૈયારીમાં લાગી ગયા .મહેશ પણ તેના ગામ જતો રહ્યો . અપેક્ષા પણ તેના ગામ જતી રહી દિવાળીના વેકેસનમાં આ વખતે મને થોડું એકલું એકલું લાગતું હતું ઘરના બધા હોવા છતાં પણ આજે અપેક્ષાની યાદ આવતી હતી કેમ જાણે આજે તેને જોવાની ઇચ્છા થતી હતી પણ તેને જોઈ શકતો ન હતો એટલે મનને મનાવા માટે હું તેના ઘર પાસે થી નીકળું છું અને તે નથી તો પણ તેની યાદ આજે કંઈક અલગ જ છે. અમને આમ દિવાળીનું વેકેશન પૂરું થવા આવ્યું અને ત્યાં જ એક સારા સમાચાર આવ્યા .

સારા સમાચાર એ હતા કે જેને પ્લોટના બાના રૂપે રૂપિયા આપ્યા હતા તેને અમને જણાવ્યું કે તમે બીજા રૂપિયની વ્યવસ્થા કરી રાખજો એટલે તમને દસ્તાવેજ કરી આપીએ .અમે આ વાત મારા માસાને કોલ કરીને જણાવીએ છીએ અમે કહીયે છીએ કે એક મહિનાની અંદર તમે કીધું હતું એટલે તમે રૂપિયાની વ્યવસ્થા કરી રાખજો તો તેને હાથ ઊંચા કરી દીધા મારા માસા કહે હમણાં એક મહિનામાં કાઈ થાય તેમ નથી તમે તમારા બાના ના રૂપિયા જવા દો .મારા મમ્મી પપ્પા ઘરે આવ્યા તો તે લોકો વાત કરતા હતા તે બંને મુંજાયેલા લાગ્યા પણ વાત ઘરે ના કરી પણ એક જ દિવસ તે વાત તેના પેટ માં રાખી શકયા બીજા દિવસે મેં જ સામેથી વાત કરી તો કીધું તેમને કે આપણે તે પ્લોટ નથી લઇ શકીયે તેમ કેમ કે માસા ને તે રૂપિયા આપવાના હતા તે હવે નથી આપવાના અને અપને જે બાના રૂપે રૂપિયા આપ્યા છે તે પણ જશે તેવી વાત કરી હજી એક મહિનાની વાર હતી .પણ ઘર માં આ ટેન્શન વધુ હતું કે શુ થશે ? આમને આમ હું ભણવામાં લાગી ગયો મમ્મી પણ જોબ પાર અને પાપા પણ કામ પાર જવા લાગ્યા .આમ દિવસો પસાર થવા લાગ્યા પંદર દિવસ પછી માસાનો ઘરે ફોન આવે છે અને કહે છે કે તમે કીધું હતું તેટલા નહીં થયાં તેના કરતાં ઓછા થયા છે તો પાપા તેને હા પાડે છે અને જે આપે છે તે લેવા માટે તૈયાર થઈ જાય છે .બીજા જે ઘટે છે તે મારા સૌથી નાના મામા આપે છે .તેમના હજી લગ્ન નથી થાય તો તે અમને 40000 ચાલીશ હજાર આપે છે અને મારા માસા અમને 90000 નેવું હજાર આપે છે આમ કરીને અમે એક પ્લોટ લઈએ છીએ . પણ હજી અમે ભાડા ના મકાનમાં જ રહેતા હોઈએ છીએ .અમે ઘરના બધા લોકો એવો વિચાર કરીએ છીએ જેમ ભાડું ભરીયે છીએ તેમ બૅન્ક ના હપ્તા ભરસુ અને અમે બેંકમાં અમારો દસ્તાવેજ મૂકી દૈઈએ છીએ .આ બાજુ મારુ દસમુ ચાલે છે અને એક બાજુ ઘરનું કામ શરૂ થાય છે . અમે ઘરના પાંચેય સભ્ય મોટા ભાગનું કામ અમે હાથે જ કરવાનું નક્કી કરીયે છીએ .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED