લવ ની ભવાઈ - 3 Kishan Bhatti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

લવ ની ભવાઈ - 3

દેવને ધોરણ 5 માં પ્રવેશ મેળવે છે . તે હવે ફક્ત ભણવા ખાતર ભણે છે તેને હવે કોઈ રેન્કમાં મજા નથી આવતી .એક દિવસ રોજ પ્રાથમિકમાં રોજ તે સુવિચાર અને સમાચાર વાંચતો હોય છે તે સમયમાં પ્રાથમિક શાળામાં આવું બધું હતું તો તેને ઈતર પ્રવૃત્તિમાં રસ હતો રોજ સવારની સ્કૂલ હતી દેવના ઘરે ત્યારે ન્યૂઝ પેપર આવતું હતું તે રોજ સવારે તે સ્કૂલે લઈને જતો પણ ધોરણ 5 માં એક શિક્ષિકા તેની આખી સ્કૂલ વચ્ચે ઈજ્જત ઉતારે છે તો તે દિવસથી તે સ્કૂલમાં કોઈ દિવસ ન્યૂઝ પેપર વાંચતો નથી અને કોઈ પણ બીજી ઈતર પ્રવૃત્તિમાં ભાગ લેતો નથી તેને હોવી તે શિક્ષિતા પ્રત્યે નફરત થવા લાગે છે પણ તે કોઈને કહી શકતો નથી તે બધું સહન કરે છે . હવે તે ધોરણ 5 ની વાર્ષિક પરીક્ષા આપે છે .તેમાં તે સ્કૂલમાં 5 માં નંબર પર આવે છે પહેલા જેટલી હોવી તેને ખુશી મળતી નથી .ધોરણ 6 માં તેના ક્લાસ સર ફરી તેને ઉત્સાહિત કરે છે પણ હવે દેવમાં પહેલા જેટલો ઉત્સાહ જોવા મળતો નથી તે સર દેવ ને કહે છે કે તારી સાથે જ થયું તે ખોટું થયું છે પણ તું તે બધું ભૂલી ફરી તું ભણવામાં ધ્યાન આપ તું ફક્ત સ્કૂલમાં જેટલું ભણાવે તેમાં જ ધ્યાન આપે છે તો પણ તું 5માં ક્રમાંકે આવે છે તો તું સમજી જા કે તું ઘરે જઈને મહેનત કરે તો સ્કૂલમાં 1લા ક્રમાંકે તો આવી જ જાય .દેવ બધું ચૂપ થઈને સાંભળે છે .પણ કોઈ ઉત્તર આપતો નથી .સરનું ઘણું સમજાવ્યુ પણ તેનામાં હવે કોઈ અસર થતી નથી .દેવ રોજ હવે ઘરે આવીને દફટરનો ઘરે ઘા કરીને બહાર ફરવા નીકળી જાય છે .હવે તો દેવ લેસન પણ સ્કૂલમાં જઈને જ કરે છે .અથવા સ્કૂલ છૂટે તે પહેલાં લેસન કરી લે છે તે હવે લેસન પણ ઘરે જઈને કરતો નથી દિવસે દિવસે તે ભણવામાં રસ ધરાવતો નથી .તે હવે ચોરી કરવા લાગે છે ઘરમાંથી પણ કોઈને ખબર પડતી નથી. તે હવે ઘરમાંથી થોડી થોડી બહાર ખાવા માટે ચોરી કરવા લાગે છે તે હવે બહાર દોસ્તો સાથે તે પૈસા વાપરે છે ત્યારે 10 રૂપિયા પણ ખીચામાં હોય તો બોવ કહેવાતા .હવે તે ચોરીની સાથે સાથે પૈસા વધુ વાપરવા માટે આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ સેંટિંગનું કામ ચાલતું હોય ત્યાં જે વધારાના તાર હોય તે વીણીને વેંચતા હતા ભંગારમાં અને એવી રીતે તે બધા મિત્ર સાથે કોઈ ને કોઈ નાસ્તો કરતા હતા .અમને આમ ધોરણ 5 પૂરું થઈ ગયું વેકેશનમાં તો તે તેના મામાને જતો રહેતો .ત્યાં પણ તે એક મહિનો અથવા બે મહિના જે વેકેશન ખુલે ત્યાં સુધી રહેતો .હવે ધોરણ 6માં તેને પ્રવેશ મળે છે તે જે સ્કૂલમાં હતો તે જ સ્કૂલમાં પ્રવેશ મેળવે છે . હવે તે સ્કૂલથી છૂટીને સીધો મિત્ર સાથે જમીને બહાર ફરવા નીકળી જતો . તે મોઇ દાંડીયે અને બાકાસના બોક્સ ની છાપું અને લગીએ રમતો .તેને લગીમાં કોઈ હરાવી શકતું ના હતું તેની ટીકારી બોવ જ હતી તે કોઈને પણ જીતવા દેતો ના હતો .હવે તેને ચોરી કરવી પડતી ના હતી તે હવે લગી વેચીને જ અને ફરી જીતી જતો અને ફરી વેચતો આમ તે તેમાંથી જ પૈસા કમાવા લાગ્યો .હવે ચોમાસુ આવ્યું ઘરની બહાર નીકળવું મુશ્કેલ હતું તે જ્યાં રહેતો ત્યાં પાકી સડક ના હતી તો બધા એક લોખડમાં સરિયા વડે રમતા . દેવ હવે વરસાદ ના હોય એટલે તે બહાર મિત્રો સાથે ખુતામણી દા રમવા જતો રહેતો .આમ ને આમ નોરતા પણ આવી ગયા તે નોરતામાં પણ ભાગ લેતો હતો તે રહેતો હતો ત્યાં ચોકમાં જ ગરબી થતી હતી.પહેલા ત્યાં છોકરીઓ રમતી અને મોડેથી છોકરા રમતા હતા . છોકરીઓના ઇનામ માટે ત્યાં જેટલા નાના નાના છોકરા હતા તે બધા પ્રસાદી વેચી આખા ગામમાં વહેંચતા અને તેમાંથી જે પૈસા આવે તે ફાળા માં આપી દેતા તે કમાતા ના હતા પણ આવી રીતે તે મદદ કરતા હતા બધા નાના નાના છોકરા પણ .દિવાળીની પરીક્ષા પતે એટલે તે ફરી મામાને ત્યાં જતા રહેતા . ત્યાં મામા ના છોકરા માસીના છોકરા અને બધા સાથે ફટાકડા ફોડતા હતા .આમ ત્યાં તેના મામાને ઘરે ગામડું હતું ત્યાં બીજી કોઈ રમત ના રમતા પણ મામાના છોકરા અને માસીના છોકરા સાથે તે 4 કાકરી અને 9 કાકરી રમતા વધુ માં તે બધા એક રૂમ હતો ત્યાં બધા ભાઈ ભેગા થઈને ગંજીપતે રમતા આમ તેનું વેકેશન પૂરું થતું. દિવાળી વેકેશન પૂરું કરી ફરી તે તેના ગામ આવી જતો અને ભણવા માટે જતો રહેતો .હવે તે દિવાળી પછી ઠંડી હોય સવારે વહેલું ઉઠવામાં પણ તેને ગમતું ના હતું પણ મમ્મી તેને પરાણે જગાડીને સ્કૂલે મોકલતા હતા ઘરથી સ્કૂલ બહુ દૂર ના હતી 5 મિનિટમાં તો ચાલીને પહોંચી જાય એટલે મમ્મી બહુ કાઈ કહેતા ના હતા પણ પાપા તે ના જાગે તો સવાર સવારમાં મેથીપાક ક્યારેક મળી જતો હતો અથવા તો સ્કૂલે ના જાય ત્યારે પણ મળી જતો હતો .હવે તે પતંગની તૈયારી કરવા લાગે છે તેને પતંગનો શોખ બહુ હોય છે તે પતંગ લૂંટવા પણ જતો તે કોઈ પણ ના ઘરમાં જઈને કપાયેલ પતંગ લઈને આવી જતો તે મકરસંક્રાંતિ પહેલા 80 થઈ 100 પતંગ પકડી લેટક અને તે ચગાવતો . હા તેને બધું લાઇ આપતા પણ તેને વધુ પકડેલી પતંગ ગમતી.પતંગના લીધે એકવાર તે એક રૂમમાં પૂરાય જાય ચબે ત્યારે તેના નાની માં આવ્યા છે પતંગ ને હજી વાર હોય છે નાનીમાં આવ્યા છે તો તે તેના મમ્મી પાસે જીદ કરે છે અને દોરી લઇ આપે પણ તેના મમ્મી ગામમા જતા રહે છે ગામમાંથી આવીને જ્યારે જોવે તો દેવ રૂમ બંધ કરી દે છે .પહેલા તે કહે દોરી લઈ આપો તો જ રૂમ ખોલું પણ લઈ આપવાની ના પાડે છે .દેવ પણ એકનો બે થતો નથી .દેવના કાકા હવે તેના ઘરની લાઈટબંધ કરી દે છે તો પણ તે ડરતો નથી તેની જીદ સામે બધા ઝૂકી જાય છે લઇ આપવાનું કહે છે પછી દેવ રૂમ ખોલે છે દેવ રૂમ ખુલતા જ તેના પાપા અરવિંદભાઈ તેને થોડો મેથીપાક ( અહીં મેથીપાક એટલે માર ) આપે છે .દેવ ને તો હવે આદત પડી ગઇ છે તેને કોઈ અસર થતી નથી .