હવે આગળ ,
દેવ હજી પણ ત્યાં ગામની બહાર જ બેઠો છે બીજી તરફ દેવના પપ્પા પણ રાત વધુ થવાથી પથારી માંથી ઉભા થઈને ઘરની બહાર નીકળે છે દેવ ત્યાં હજી તે વિચારો માં જ બેઠો છે કે પપ્પા એ મને બહાર જોબ કરવાની ના શા માટે પડી તે વિચારતો જ હતો ત્યાં દેવના ખભા પર કોઈ હાથ મૂકે છે દેવ પાછળ ફરીને જોવે છે દેવ અવાચક થઈ જાય છે
દેવ : પપ્પા તમે અહીં કેમ ?
પપ્પા : કેમ હું અહી ના આવી શકું તું જ્યારે ઘરે થી રિસાઈને આવે છે ત્યારે તું અહીં તો આવે છે .
દેવ : હા પપ્પા પણ તમે મને જોબ કરવાની ના શા માટે પાડી ?
પપ્પા : મને કોઈ પ્રોબેલ્મ નથી તું બહાર જાય જોબ માટે પણ તું બગડી ના જાય તે માટે અને હજી તારી ઉંમર પણ નથી તું આ જોબ માટે .
દેવ : પપ્પા તમે જ કહેતા હતા ને કોઈ પણ જોબ નાની નથી પણ તેને મન લગાવી કરવી જોઈએ.
પપ્પા : હા મને ખબર છે પણ હું તને એમ કહું છું હજી તારે આગળ ભણવું હોય તો ભણી લે હું બહુ જાજુ ભણ્યો નથી એટલે મને ખબર નથી પણ તું એકવાર રૂપિયા કમાવા લાગીશ એટલે તું આગળ નહીં ભણી શકે .
દેવ : હા પપ્પા મને ખબર છે કેમ કે આપણી અત્યારે ઘરની પોઝીશન પણ એટલી સારી નથી કે હું વધુ આગળ ભણુ અને ઘર ઉપર બોજ વધારું .
પપ્પા : ના કોઈ બોજ નથી અમારી ઉપર તું પણ તારા સારા ભણતર માટે હું વધુ મહેનત કરીશ અને તું જે મુકામ પર પહોંચવા માંગે છે હું ત્યાં તને જોવા માંગુ છું .
દેવ : પપ્પા હું તમારી વાત થી સહમત છું પણ પપ્પા હું જે બનવા માંગુ છું હું તે ખુદ ની કમાઈ થી બનવા માંગુ છું શુ તમે મને પરમિશન નહીં આપો ?
પપ્પા : તને પરમિશન બધી આપી જ છે પણ હજી તારી ઉંમર જ શુ છે તારા હજી 18 વર્ષ જ પુરા થયા પણ નથી તું અત્યારથી જ જોબ કરીશ તો તારું સપનું કેમ કરીને પૂરું કરીશ ?
દેવ : પપ્પા તમે ક્યાં સપનાની વાત કરો છો ?
પપ્પા : તું મને ભુલાવવાની કોશિશ ના કર .
દેવ : પપ્પા અત્યારે આપણી પોઝીશન નથી સમજો ને તમે હું ભણવાનું નહીં છોડું હા અને હું મારું સપનું પણ પૂરું જરૂર કરીશ .
પપ્પા : તો પ્રોમિસ આપ મને તું કે તું જોબ ની સાથે સાથે તારું સપનું પણ પૂરું કરીશ ?
દેવ : હા પપ્પા પ્રોમિસ આપું છું કે હું મારા બધા જ સપના પુરા કરીશ .
પપ્પા : ચાલ હવે ઘરે કાલે તું વિચાર કરી લેજે મારા તરફથી તને જોબ પર જવાની હા પાડુ છું તું હવે એક આઝાદ છે .
દેવ : પપ્પા હું તમને હજી એક પ્રોમિશ કરું છું કે તમને કોઈ દિવસ મારા લીધે નીચા જોવાનું નહીં થાય .
પપ્પા : હા સારું .ચાલ હવે ઘર તરફ જઈએ રાત બહુ થઈ ગઈ છે .
દેવ : હા .
દેવ અને દેવના પપ્પા ઘર તરફ ચાલવા લાગે છે થોડી જ વારમાં ઘરે પહોંચી જાય છે દેવ પણ પોતાની જગ્યાએ જઈ સુઈ જાય છે તો બીજી તરફ દેવના પપ્પા પણ સુઈ જાય છે રાતના બાર વાગ્યા હતા પણ દેવ આજે બહુ જ ખુશ હતો .દેવ ખુશીમાં ને ખુશીમાં તેને ક્યારે ઊંઘ આવી ગઈ તેને ખબર જ ના પડી .
સવારના પાંચ વાગ્યા તો પણ દેવ આજે હજી સુધી જાગ્યો ના હતો આજે દેવના મમ્મી તેને જગાડવા માટે આવે છે દેવને સુતા જોઈને તેના મોઢા પર ચિંતા ની કોઈ રેખા દેખાતી નથી એકદમ ખુશ હોય છે તે તેને જોતા જ રહે છે થોડીવાર બહાર જઈને તે પોતાનું કામ કરવા લાગે છે દેવને આજે થોડીવાર વધુ સુવા આપે છે .
શુ દેવ પોતાના સપના પુરા કરી શકશે ? દેવ તેના પાપા નું માન જાળવશે ? શુ દેવ જોબ ની સાથે સાથે ભણી શકશે ? શુ દેવ પોતાની જોબ ની જગ્યા પર કામ કરી શકશે ? શુ દેવ પોતાની લાઈફમાં આગળ વધી શકશે ? વધુ જાણવા માટે વાંચતા રહો લવની ભવાઇ.