એ કૃતજ્ઞતા ભરી નજર Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ કૃતજ્ઞતા ભરી નજર

*એ કૃતજ્ઞતા ભરી નજર* ટૂંકીવાર્તા..... ૨૨-૭-૨૦૨૦. બુધવાર...

મંગલેશ્વર મહાદેવ સામે ઓટલા ઉપર એક ભિખારણ સાડી ઓઢી ને સૂતી હતી... સાડી ઠેકઠેકાણેથી ફાટેલી હતી એમાંથી એનાં અડધો શરીરનો ભાગ દેખાતો હતો કેટલાય નવરા લોકો લોલૂપ નજરે જોઈ રહ્યા હતા...
અને અંદરોઅંદર વાતો કરતાં હતાં કે આ કાલ રાત સુધી તો ઓટલા પર કોઈ નહોતું આ કોણ હશે??? અને ક્યાંથી આવી હશે???
આવતાં જતાં રાહદારીઓ પોતાના ખિસ્સામાંથી ચલણી સિક્કાઓ તેની તરફ ફેંકી ને જતાં રહ્યાં પણ કોઈને ઉભાં રહીને જોવાનો કે પૂછવાનો સમય નહોતો...
એટલામાં એક દયાળુ બહેન મમતા બહેન નિકળ્યા એમણે આ જોયું એટલે એ એ સ્ત્રી ની નજીક ગયાં અને પુછ્યું શું થયું છે બહેન??? તારે કંઈ ખાવું છે???
પણ કણસવા સિવાય કોઈ જવાબ નાં આવ્યો...
મમતા બહેને વિચાર કર્યો કે ભલે ઉંઘતી... આરામ કરશે તો જલ્દી સારું થઈ જશે એમ વિચારી ને મમતા બહેન તો પોતાના કામસર નિકળી ગયા...
આમ કરતાં કરતાં સંધ્યા કાળ થઈ...
સંધ્યાકાળે મંગલેશ્વર મહાદેવ નાં દર્શન કરવા આરતી અને રાજીવ રોજ જતાં એટલે એ દર્શન કરવા ગયાં અને દર્શન કરીને ઘરે પરત ફરતાં ઓટલા પર સૂતેલી સ્ત્રીને જોઇને આરતી એ રાજીવને કહ્યું કે ચલો જોઈએ...
એટલામાં મંગલેશ્વર મહાદેવ નાં પૂજારી એ કહ્યું કે બહેન આ સ્ત્રી આજ વહેલી સવારથી આમ જ સૂતી છે નથી એણે પાણી પીધું કે કંઈ ખાધું???
આ સાંભળીને આરતીનો જીવ કપાઈ ગયો...
એ ને રાજીવ એ સ્ત્રી પાસે ગયા તો કણસવાનો અવાજ આવતો હતો એટલે આરતીએ એ સ્ત્રીના કપાળે હાથ મૂક્યો તો તાવ હતો આ જોઈ ને આરતીએ એક રીક્ષા ઉભી રખાવી અને એ સ્ત્રી ને ટેકો આપીને રીક્ષામાં બેસાડીને પોતાના ફેમિલી ડોક્ટર પાસે લઈ ગયા...
ડોક્ટરે તપાસીને આરતીને કહ્યું કે બોટલ ચઢાવવો પડશે કારણકે તાવ પણ વધારે છે અને કેટલાય દિવસોથી સરખું ખાવા નહીં મળ્યું હોય એટલે અસકતિ પણ બહુ છે...
આરતીએ હા કહી અને એ સ્ત્રી ને બોટલ ચાલુ કરાવ્યો...
આરતીએ ત્યાં સુધી રાજીવ ને ઘરે મોકલી ને એક સાડી અને ગરમાગરમ ચા, નાસ્તો લઈ આવવા કહ્યું...
રાજીવ ઘરે ગયો અને આરતીનાં કબાટમાંથી એક સાડી લીધી અને ચા બનાવી અને ઘરમાં હાંડવો બનેલો હતો એ ડબ્બામાં ભર્યો અને સ્કૂટર લઈને દવાખાને પહોંચ્યો...
બોટલમાં ત્રણ ચાર ઇન્જેક્શન નાંખ્યા જેથી જલ્દી રાહત થાય...
બોટલ પતી એટલે આરતીએ એ સ્ત્રીને કહ્યું કે બહેન તારું નામ શું છે???
અને તું કેમ આવી સ્થિતિમાં છે???
તું કહીશ તો હું તને મદદરૂપ થઈશ...
પેલી સ્ત્રી કહે મારું નામ સરોજ છે ... બહેન તમે દયાળુ છો એટલે કહું છું...
મારી આપવિતી એ છે કે બહેન...
ત્યાં આરતી બોલી લો સરોજબેન પેહલા આ ગરમા-ગરમ ચા અને નાસ્તો કરી લો પછી તમારી આપવીતી સંભળાવો...
સરોજે એક કૃતજ્ઞતા ભરી નજર થી આરતી સામે જોયું એ નજરમાં દુવાઓ અને આભાર ની લાગણી હતી...
દવાખાના ની બહાર બાંકડો હતો ત્યાં બેસાડીને ચા, હાંડવો ખવડાવ્યો અને પાણીની બોટલ આપીને દવા પણ ગળાવી દીધી એટલે સરોજ માં થોડી શક્તિ આવી...
આરતી એ સાડી પણ આપી કે આ ફાટેલી કાઢી ને આ પેહરી લે...
સરોજ દવાખાના નાં રૂમમાં જઈને સાડી બદલી આવી...
આરતીએ જોયું કે સાડી બદલ્યા પછી અને થોડું ખાવાથી મોં પર થોડી ચમક આવી એ જોઈ લાગ્યું કે આ કોઈ સારાં ઘરની વ્યક્તિ છે...
સરોજ આરતી પાસે આવી અને કહ્યું કે ટૂંકમાં મારી આપવિતી કહું છું હું બાજુનાં શહેરમાં મારાં કાકા,કાકી પાસે મોટી થઈ ..
એક અકસ્માતમાં મારાં માતા-પિતા નું મૃત્યુ થયું એટલે કાકા,કાકીએ મને મિલ્કત માટે મોટી કરી એમનાં સંતાનો ને ભણાવ્યા પણ મને ભણાવી નહીં..
અને ઘરનાં બધાં જ કામકાજ મારે કરવાનાં હું જવું તો ક્યાં જવું..???
બીજું કોઈ સગું વહાલું હતું નહીં..
એમ સુખે દુઃખે હું વીસ વર્ષની થઈ એટલે મારી જોડે કાગળ પર અંગૂઠો મરાવી લીધો અને એક ગામડાંનાં વૃધ્ધ વિધૂર સાથે મને રૂપિયા લઈને પરણાવી દીધી...
એ‌ વૃધ્ધ મને ખૂબ મારતો અને એની વાસના સંતોષવા મારી ઉપર શારીરિક અત્યાચાર કરતો અને એની ભૂખ નાં સંતોષાય એટલે મારી ઉપર વહેમ કરીને મને ખૂબ મારતો અને રૂમમાં પૂરી દેતો...
એક દિવસ રૂમ ખૂલ્લો રહી ગયો અને મને મોકો મળ્યો હું ભાગીને રડતી અખડતી લોકોની હવસ ભરી નજરો અને હવસ ખોર વરુ થી બચતી રખડતી અહીં પહોંચી બહેન તમે તો દેવી છો...
આરતીએ આ સાંભળીને કહ્યું કે તું મારાં ઘરે ચાલ આમ પણ રાત થઈ ગઈ છે હું તને કાલે નારી સંરક્ષણ માં મુકી જઈશ...
આરતી સરોજબેન ને લઈને રીક્ષામાં ઘરે આવી...
રાજીવ પાછળ સ્કૂટર લઈને આવ્યો...
આરતીએ સરોજબેન ને રાત પોતાના ઘરે રાખ્યા અને સવારે સરોજબેન ને નારી સંરક્ષણ માં ભર્તી કરાવી અને સરોજબેન ને પોતાનો મોબાઇલ નંબર આપ્યો...
સરોજબેન ની આંખોમાંથી કૃતજ્ઞતા નો ભાવ ઝળકી રહ્યો સાથે અશ્રુઓની ધાર બે હાથ જોડયા આરતી સામે અને કહ્યું કે મારી જિંદગી બચાવી એ બદલ બહેન એમ કહીને આરતીનાં પગમાં ઝુકાવ્યું પણ આરતીએ એને એમ ન કરવા દીધું અને ગળે લગાડી દીધી....
ભાવના ભટ્ટ અમદાવાદ