સાચો અને ઉત્તમ વૈષ્ણવ DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાચો અને ઉત્તમ વૈષ્ણવ

શ્રીગુસાંઈજીના પંચમ લાલજી શ્રીરધુનાથજી.. તેમનાં એક સેવક હરજીવનદાસ હતાં.

તેઓ હમેશાં રમણરેતીમાં જઈને ભજન કરતાં. સાક્ષાત લીલાનો અનુભવ ભાવ થાય એ ભાવનાથી ત્યાં પડયા રહેતા. એમને ટાઢ, વર્ષા, ધૂપ કઈ ન લાગતું અને અન્નપાણી વગર પણ ચાર દિવસ નિકળી જતાં. ચોથે પાંચમે દિવસે સાવચેત થાય ત્યારે ગામમાં આવે અને બીજા વૈષ્ણવો આ વાત જાણતાં હતાં તેથી તેમને કોઈ વૈષ્ણવ લઈ જાય અને પ્રસાદ લેવડાવે. પ્રસાદ લઈને હરજીવનદાસ તો પાછાં રમણરેતીમાં ચાલ્યાં જાય.. તેમનું ધ્યાન શ્રીહરિરાય મહાપ્રભુજી ખુબ રાખતાં. આપશ્રીએ એક ખવાસને એમની ખબર રાખવા માટે જ રાખ્યો હતો.

એક દિવસ શ્રીહરિરાય મહાપ્રભુજી પોતાનાં ઠાકોરજી શ્રીવિઠ્ઠલેશરાયજીની સેવા કરતા હતાં. આપશ્રી શૃંગાર કરી રહ્યા હતાં એટલામાં ખવાસે આવીને ખબર આપી કે હરજીવનદાસ આવ્યા છે અને કોઈ ડોકરી (ડોશી / માજી)ના ઘરે ગયા છે. આપશ્રી આ સાંભળી, વિચાર કરવાં લાગ્યાં કે, સેવા છોડીને કેમ જવું..? આ સમયે રાજભોગ પણ નહીં હોય તો ડોકરીને ત્યાં હરજીવનદાસ પ્રસાદ કેમ લેશે.. તેથી એમનું સમાધાન કેમ થશે..?

આપશ્રી શ્રીવિઠ્ઠલનાથજીની સેવામાં પહોંચી, ત્યાર બાદ પેલી માંજીને ઘરે પધાર્યા અને પુછયું : "પેલા વૈષ્ણવનું સમાધાન કેમ કર્યું..?"

ત્યારે માજીએ કહ્યું, "રાજ..! સમય તો વધારે ન હતો પણ શ્રીઠાકોરજી માટે ખીરનો ડબરો સિદ્ધ કરી રાખ્યો હતો તે વૈષ્ણવના આગળ ધરી દીધો. તે ખીર ખાઈને વૈષ્ણવ જતાં રહ્યાં.."

આ સાંભળી શ્રીહરિરાય મહાપ્રભુજી અતિ પ્રસન્ન થયા અને કહ્યું : "માર્ગનો સિદ્ધાંત તમે પામ્યાં છો.."

બસ એટલું કહી આપ પાછા પોતાનાં મુકામે પધાર્યા.

આ વાત એક બીજા વૈષ્ણવે સાંભળી ત્યારે તેમણે શ્રીહરિરાય મહાપ્રભુજીને વિનંતી કરતાં પૂછ્યું કે : "રાજ..! આપણા માર્ગની તો એ રીત છે કોઈ પણ સામગ્રી પ્રથમ શ્રીઠાકોરજીને ભોગ ધર્યા સિવાય કોઈની સામે પ્રકાશ કરવી નહીં, તો પછી ભોગ ધર્યા વિનાં હરજીવનદાસને શા માટે લેવડાવી..?"

આપશ્રીએ કહ્યું : "તમને શંકા થઈ એ બરાબર છે. માટે તમે પેલા માજીને ઘેર જાઓ તો તમારી શંકાનું સમાધાન થઈ જશે.."

.

.

🔹️આ વૈષ્ણવ પેલા માજીને ઘરે આવ્યાં અને જોયું તો માજી સેવામાં પહોંચી, પ્રસાદ લઈને સુતા હતાં. ડોશીમાંના ઉદર પર શ્રીઠાકોરજી બિરાજે છે અને મુખ પાસે પેલો ખીરનો ડબરો ધરેલો છે તે શ્રીઠાકોરજી સાક્ષાત્ આરોગી રહ્યાં છે. પેલા વૈષ્ણવને આવા દર્શન થયાં. આવા દર્શન કરીને તે વૈષ્ણવના મનનો સંદેહ મટી ગયો.

____

શ્રીઠાકોરજીની સેવાથી એક સેવા સિદ્ધ થાય. શ્રીગુરુદેવની સેવાથી શ્રીગુરુદેવ સાથે શ્રીપ્રભુની સેવા એમ બે સેવા સિદ્ધ થાય અને વૈષ્ણવની સેવાથી વૈષ્ણવ, શ્રીગુરુદેવ અને શ્રીપ્રભુ એમ ત્રણે સેવા સિદ્ધ થાય. દરેક વૈષ્ણવના હૃદયમાં સાક્ષાત્ શ્રીઠાકોરજી અને શ્રીઆચાર્યચરણ બિરાજે છે આ પ્રસંગનો એ જ ભાવ છે આવી આજ્ઞા શ્રીહરિરાયજીએ કરી. આપણો માર્ગ હરિ - ગુરૂ - વૈષ્ણવનો માર્ગ છે અને ત્રણેને સમાન જ સમજવા.

ઉત્તમ વૈષ્ણવ.....

1) ‘હું આપું છું’ એવી ભાવનાને બદલે ‘ પ્રભુએ અપાવેલું હું આપું છું.’ એવી ભાવના સેવે

તે ઉત્તમ વૈષ્ણવ.

૨) પુરુષોત્તમ સ્વરૂપ શ્રીગોપાલ પ્રભુ પ્રત્યેક વૈષ્ણવના હ્રદયમાં સૂતેલા છે.એમને જગાડવા હોય તો યશોદામાતાની જેમ શરીરથી મનથી અનેવચનથી ભક્તિરસ તરબોળ બનીને ‘શ્રીકૃષ્ણ શરણં મમ્’ ના જે અજપાજાપ અહર્નિશ જપ્યા કરે તે જ ઉત્ત્મ વૈષ્ણવ.

૩) સારી વસ્તુમાં જેને સારાપણું દેખાય એ ‘સાધારણ વૈષ્ણવ’ કહેવાય.પરંતુ ખરાબ વસ્તુમાં પણ જેને સારું તત્વ દેખાય અને જીવમાત્રમાં પરમાત્મા શ્રીગોપાલ ના જ દર્શન થાય તે જ ઉત્તમ વૈષ્ણવ કહેવાય.

૪) ‘પોતાનો દેહ પ્રભુના ચરણોંમાં સમર્પિત કરી એનું દાસત્વ સ્વીકાર્યું છે.’ એ વાતનું સ્મરણ અને ભાન રભાવન ગળામાં દ્રાઢની કંઠી પહેરેલી રાખે તે જ ઉત્તમ વૈષ્ણવ.

૫) એકલા ઠાકોરજીની સેવા કરે તે વૈષ્ણવ.પરંતુ જેને જોયા પછી જેનો સત્સંગ કર્યા પછી ઠાકોરજીની સેવા કરવાનું મન થાય , શ્રીપ્રભુ ની ભક્તિ કરવાનું મન થાય.

તે ઉત્તમ વૈષ્ણવ.

૬) સેવા અને પ્રભુસ્મરણ જેની દિનચર્યાનો એક ભાગ બની જાય તે વૈષ્ણવ.સેવા અને સ્મરણ વીના જેને ચેન ન પડે તે સાચો વૈષ્ણવ. પરંતુ સેવા અને સ્મરણ માટે જ જે જીવે.

તે ઉત્તમ વૈષ્ણવ.

૭) સવારે જાગે ત્યારથી માંડીને રાત્રે સુએ ત્યાં સુધીમાં પોતાના શરીર મન વાણી બુદ્ધિ જ્ઞાનેન્દ્રિય તથા સ્વભાવગત જે કાંઈ ક્રિયાઓ સંકલ્પો આદિ બને યાથાય તે તમામ તે જ ક્ષણે પુષ્ટિપ્રભુ ના ચરણારવિંદમાં સમર્પિત કરી દેવાની જેણે ટેવ પાડી હોય.

તે જ ઉત્ત્મ વૈષ્ણવ.

૮) પોતાને મળેલા માનવદેહ ને નિઃસાર માને એટલું જ નહીં પણ એ દેહને લઈ આ લોકમાં જે સ્તુતિ કે નિંદા થતાં હોય તેને પોતાના ન માને અને હું દેહથી જુદો છું એવા સાક્ષીભાવથી સદા જાગૃત રહીને જે પોતાનો દુન્યવી વ્યવહાર ચલાવતા ચલાવતા પોતાના મન બુદ્ધિને નિરંતર પ્રભુ પરોવાયેલા રાખે.

તે જ ઉઅત્ત્મ વૈષ્ણવ.

૯) ભગવાન ભક્તિ ભગવદ્ અને ભગવદીયતા આ ચાર સિવાય બીજા કોઈનું આ જગતમાં અસ્તિત્વ જ નથી એવા દ્દઢ વિશ્વાસ અને નિષ્ઠા જેના હ્રદયમાં સદાસર્વદા વિદ્યમાન રહેતા હોય

તે જ ઉત્ત્મ વૈષ્ણવ.

🙏જય શ્રી કૃષ્ણ🙏

જય શ્રીકૃષ્ણ 🌷 જય શ્રીવલ્લભ

ĐÏPÄĶ ĊĦÏŤŅÏŚ। dchitnis3@gmail.com