CANIS the dog - 14 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

CANIS the dog - 14

આર્નોલ્ડે ડોક્ટર બૉરીસ ની સામે જોઈને બીજી જ સેકન્ડે કાર્ડ ઉઠાવી લીધુ અને સીતા બોલી.
content અમેરિકા ની હાઈબ્રાઈડ ની સૌથી મોટી rival કંપની છે ,વેર પુમા.
સીતાએ કહ્યુંં જેવી રીતે ઑલ કેેેેટલ્સ જિનેટિક બૉર્નિંગ મા હાઈબ્રાઈડ નો કોઈ મુકાબલો નથી તેવી જ રીતેે જિનેટિક ડોગસ મા વેર પુમા નો પણ કોઈ જ મુકાબલો નથી.
મિસ્ટર આર્નોલ્ડ વેેર પુમા એઝ યુ નો બ્રાઝીલ ની કંપની છે અને એન્ટાયર continent wise તેનું કામ છે.
પરંતુ આ બધા થી પણ ઉપર વાત એ છે કે આજની તારીખમાં 125 જેટલી પ્રજાતિ ના પેઈટ ડોગ્સ માર્કેટમા ઉપલબ્ધધ છે. જેમાંંના 110 ડોગ્સ એકલી વેર પુમા એ જ બનાવ્યા છે.એ વાત જુદી હતી કે તેની જીનેટીક રેસીપીસ થેેફ્ટ થતી રહી અનેેે આ બાગડોર બીજાઓ ના હાથમાંં જવા લાગી. પરંતુ સત્ય તો એ જ છે કેે સો થી પણ વધારે ડૉગસ ની હાઈબ્રીડ એકલી વેરપુમા એ જ બનાાવી છે.
આર્નોલ્ડે બહુ જ લઘુતાથી પૂછ્યું so, what adventure for this invitation now!
સીતાએ ડોક્ટર બૉરીસ ની સામે જોયું અને ડોક્ટર બૉરીસે કહ્યુ એડવેન્ચર નહીં મિસ્ટર આર્નોલ્ડ insult કહો.
આર્નોલ્ડ થોડોક તીખો થયો અને પૂછ્યું means!
ડોક્ટર બૉરીસે કહ્યું મિસ્ટર આર્નોલ્ડ હાલમાં જ લેટિને લીસ્ટલી એ વાત ડિક્લેર કરી હતી કે એન્ટી બ્રુટ બ્રીડ ઇમ્પોસિબલ છે.અને આવી ખતરનાક breeds ના જ બનવી જોઈએ. પરંતુ વેર પુમા એ આની હલાહલ અવગણના કરીને એન્ટી બ્રુટ બ્રીડ બનાવી છે અને હવે તેનો ડૉગ શો આયોજિત કર્યો છે. જેમાં મને અને મીસ સીતાને પણ આમંત્રણ આપ્યું છે.
આર્નોલ્ડે કયું બટ સર પાર્લામેન્ટરી પરમિશન તો તમારી પાસે જ હોય છે તો?
ડોક્ટર બૉરીસે કહ્યું મિસ્ટર આર્નોલ્ડ અમે પરમીશન પ્રોફાઈલ જોઇને આપીએ છીએ , પ્રયોગો જોઇને નહી. અને જ્યારે પરમિશન આપી હતી ત્યારે આવી કોઈ જ વાત થઇ નથી.
It was just plain profile for some high breed dogs, nothing more.
અને હવે અચાનક જ એન્ટીબ્રુટ બ્રીડ બહાર આવે છે.
સો,પ્રોફાઈલ કંઈક ઓર હોય છે એક્સપરિમેન્ટ કંઈક ઓર હોય છે અને બ્રીડ તો ટોટલ all different.
અને ડોક્ટર બૉરીસે થોડોક નિસાસો નાખ્યો.
આર્નોલ્ડે કાર્ડ વાંચવાનું શરૂ કર્યું અને થોડી સેકન્ડ માં બોલ્યો એડવોકેટ club સ્ટેડિયમ સ્ક્વેર ગ્રાઉન્ડ.
સીતા આર્નોલ્ડ ની સામે હસી પડી.
સીતાએ ડ્રાયફ્રુટ નો એક પીસ ઉઠાવ્યો અને આર્નોલ્ડે પૂછ્યું સર ,આ એન્ટી બ્રુટ બ્રીડ છે શું એક્ઝેટલી!!

ડોક્ટર બૉરીસે કહયું મિસ્ટર જોબ્સ આ એક બિનજરૂરી વસ્તુ છે.
આર્નોલ્ડ પૃચ્છા થી આશ્ચર્ય ચકિત થયો અને ડોક્ટર બૉરીસે કહ્યું , મિસ્ટર આર્નોલ્ડ જેવી રીતે વેપન્સ મલ્ટીનેશનલ્સ તેમના હથિયારોની ખપત કરાવવા માટે આતંકવાદીઓ નું જતન પાલન ઇનડાયરેક્ટલી કરે છે
તેવી જ રીતે હાઇબ્રાઈડ ઇત્યાદિ કંપનીઓ એક એવો હાઉ ઉભો કરે છે કે જંગલમાં ફોરેસ્ટ ઓફિસરો મરી રહયા છે. જંગલી જાનવરોના હુમલાઓથી અને હવે તેમને પણ સુરક્ષાની આવશ્યકતા છે.કેટલાકની જાણી જોઇને બલી પણ ચડાવી દેવામાં આવે છે.અને ઑન પેપર દેખાડવામાં આવે છે કે બ્રુટલ્સ એટેક.
એટલે હવે એક એન્ટી બ્રુટ બ્રીડ ની આવશ્યકતા છે તેથી જંગલી જાનવરો પર હુમલો કરીને ફોરેસ્ટ ઓફિસર નું રક્ષણ કરી શકે.
આર્નોલ્ડે પૂછ્યું so what is રોંગ ધેર સર!
ડોક્ટર બૉરીસે કહ્યું મી આર્નોલ્ડ તમે જાણો છો કે માનવી અને જંગલી જાનવરો નો રિસ્તો કેટલો બેકાબુ છે.
નથી તો માનવી આ જાનવરોની સામે જવામાં માનતો કે નથી તો આ જાનવરો માનવીની સામે આવતા.
પરંતુ બાઈ ચાન્સ ક્યારેક આવા જાનવરોના હાથમાં માનવ રક્ત લાગી જાય છે તો તેની મદહોશી તેની સો પેઢી સુધી ફેલાય છે.અને આવી હાર્ડ હેરીડેટ્રી ને રીમુવ કરવી એ કોઈ બચ્ચાનો ખેલ નથી.
આર્નોલ્ડે એ પૂછ્યું સો!

ડોક્ટર બૉરીસે કહ્યું મિસ્ટર આર્નોલ્ડ એન્ટી બ્રુટ બ્રીડ કઈ જ નવુ નથી હોતુ . બસ ,અમુક જાનવરોના જીન્સ ડોગ ડીએનએ મા ઇમ્પ્લાન્ટ કરી દેવામાં આવતા હોય છે.
અને સીતા એ કહ્યું બસ હવે શોર બકોર કરીને કેહતા ફરે છે કે અમે એન્ટી બ્રુટ બ્રીડ બનાવી છે.
આર્નોલ્ડે ફરીથી પૃચ્છા થી કહ્યું સો!
ડોક્ટર બૉરીસે કહ્યું મિસ્ટર jobs તમે જીન્સ તો ઇમ્પ્લાન્ટ કરી દીધા પરંતુ તે જીન્સમાંથી માનવ રક્ત ની ગંધ, તેની પીપાશા અને તેની મીજબાની જ્યાં સુધી રીમુવ નહીં કરો ત્યાં સુધી માનવીની જિંદગી પણ ખતરામાં જ છે.