એઝ ઑલ્વેસ મીલીના ફોન ને વધારે મહત્વ આપે છે.અને લાઈટ ઓન કરવાને ઓછું.અને અંધારામાં જ વાર્તાલાપ ચાલુ રાખે છે.
થોડીવાર પછી મીલીના પણ અંગ્રેજી પરથી રશિયન ટ્રેક પર આવી જાય છે.અને તે શું બોલી રહી છે તેે કશીજ સમજ નથી પડતી.
બસ મીલીના અને સામેવાળી વ્યક્તિ જ જાણે છે કે વાર્તાલાપમાં શું બોલાઈ રહ્યું છે.
મીલીના એ ઘાટા અંધકારમાં પણ એક હાથથી મોબાઈલ પકડીને કાન પર રાખ્યો છે અને બીજો હાથ હોઠ પર મૂકીને અત્યંત ધીરેથી રશિયન લેંગ્વેજમાં વાત કરી રહી છે.અને વચ્ચેે વચ્ચે યા યા કરી રહી છે.
બીજુંં કશું તો નથી સમજાતું પરંતુ વાર્તાલાપમાંં સીમેનલ ડ્રોપ્સ અને ડીએન એ જેવા શબ્દો ત્રણથી ચાર વાર સંભળાયા અને conspiracy ની પરાકાષ્ઠા ના એધાણ મંડાઈ ગયા .
સીમેનલ drops અને ડી એન એ જેવા શબ્દો ત્રણથી ચાર વાર ઉલ્લેખ થયા પછી ની માત્ર બે જ મિનિટમાં મીલીના ફોન નું રેડ બટન દબાવે અને સ્વીચ બાજુ ચાલવા લાગે છે.
લાઈટ ઓન થતાની સાથે જ મીલના ના ચહેરાા પર ખુશી નું અને આઝાદી ની પૂર્વેનું એક અજીબોગરીબ તેજ જોવા મળે છે. કેે જેની છેલ્લા કેટલાય સમયથી મીલીના ને પ્રતીક્ષા હતી.
લાઈટ ઓન થયાા પછી મીલીના એક મિનિટ માટે સિંગલ બેલે સ્ટેપપ લે છે.અને પછી કિચનમાં જઈને કોફી તૈયાર કરે છે.
inside white house conspiracy ની માલકીન મીલીના પોતેે જ હતી. બસ, તેને માહિતગાર કરી દેવામાં આવી હતી કે હવેેે આમ થવું જ જોઈએ.
સીધીસાદી અને સેહમી સેહમી મીલીના તેની આઝાદી માટે ગમે તેવા નિમ્ન સ્તર સુધી જવા તૈયાર થઈ ગઈ છે.
અને કોફી ની ચુુસ્કી ઓ મારતા મારતા એવા ભવા તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઇ રહ્યા છે.
થોડા જ સમયે પછી મીના તેના ગ્રૂમિંગ ચેન્જ કરવાના પ્લાનિંગમાં છે એવુ ગ્રુમીગ કે જે તેને ચેમ્બર house ના બેડરૂમ સુધી લઈ જાય.
ડેનિમ ના મુન કેલ્ક્યુલેશન અને મીલીના ના ગ્રુમીગ વચ્ચે એટલો બધો વિરોધાભાસ હતો કે દરેક વખતે ડેનિમ ના મુન કેલ્ક્યુલેશન ખોટા પડી જતા હતા.
પરંતુ હવે થોડા જ સમયમાં એની જેવા sharp mind ને મીલીના ગ્રૂમિંગ સેન્સ ની ગંધ આવી જશે અને એ જાણ્યા પછી ડેનિમ ની કદાચ ઊંઘ હરામ થઇ જશે.
એક સુરક્ષા વિદ્વાન ના રુટિન્સ અને કેઝ્યુઅલ્સ ને જો કોઈ અન્ય આચરણ અનુસરણ કે અનુકરણ કરે તો તે બહુ મોટા અહંકારથી ભ્રમિત થઇ જઈ શકે છે. પરંતુ આ સુરક્ષા વિદ્વાનને માટે આવા જ બધા કાર્યો તેના રુટિન્સ અને કેઝ્યુઅલ્સ હોય છે. જેમાં અહંકાર ઓછો અને વ્યસ્તતા વધારે દેખાતી હોય છે.અને આવા કોઈપણ ચિન્હો કોઈપણ દેશના રાજનૈતિક પુરુષના ચહેરા પર દેખાઈ આવે તો નક્કી સમજી લેવું જોઇએ કે તે ઇન્ટેલિજન્સ ઓફિસર જ છે.
ડેનિમ ની પાસે પણ તેમની અપાર વિદ્વતા નો અહંકાર કરવાનો કોઈ સમય જ નથી. તેઓ એટલી હદ સુધી તેમના કામમાં રચેલા પચેલા જોવા મળતા હોય છે અને એ પણ all time.
ક્યારેક-ક્યારેક એવું પણ બનતું હોય છે કે મસ્તિષ્ક ની તીવ્રતા અને બુદ્ધિમત્તાના કોઇ પ્રમાણ નથી મળતા હોતા. પરંતુ આવા મસ્તિષ્કની બુદ્ધિમત્તા થી સુપ્રીમ કોર્ટના નિર્ણયો ને પણ ચેલેન્જ કરી શકાય છે.અને લાંબા કાળ ના યુદ્ધ અને વિજયની પણ અવશ્ય આગાહી થતી જ હોય છે.
ડેનિમ પાસે પણ મીલીના વિરુદ્ધ કોઈ જ સાબિતીઓ નથી, પરંતુ સત્ય તો એ જ છે કે જે ડેનિમ કહી રહ્યા છે.
જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ ડેનિમ ને માટે પ્રાણ પ્રશ્ન ના સૂત્રો અને સમીકરણો બદલાતાં જાય છે. જે ડેનિમ જૅકસન માટે આજથી થોડા સમય પહેલા કોન્સ્પીરસી ને રોકવી તે પ્રાણ પ્રશ્ન હતો તે જ ડેનિમ જૅક્શન માટે થોડા સમય પછી conspiracy ને માઈલ્ડ બનાવી તે પણ પ્રશ્ન બની ગયો છે.અને હવે તે જ ડેનિમ જૅક્સન માટે પ્રાણ પ્રશ્ન બની ગયો છે કે આખરે બ્લાસ્ટ ક્યારે થવાનો છે.
બદલાતા સૂત્રો અને સમીકરણો એ દરેક વખતે ડેનિમ ની ઊંઘ હરામ કરી દીધી હતી અને આજે પણ આ આમ જ કશુક બની રહ્યું છે.