પરાગિની 2.0 - 8 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

પરાગિની 2.0 - 8

પરાગિની ૨.૦ - ૦૮


પરાગ રિનીનો પીછો કરતો તેની પાછળ રિવરફ્રન્ટ જાય છે. જ્યાં નમન તેની ફિલીંગ્સ રિનીને કહે છે અને પરાગ વિશે રિનીને ખોટું કહે છે જે સાંભળી પરાગને ગુસ્સો આવતા તે નમનને લાફો મારી દે છે. રિની પણ નમનને લડે છે.

નમન- રિની.. આ માણસ તારી સાથે ચીટિંગ કરે છે.. તે હજી તેની એક્સ- ગર્લફ્રેન્ડને મળે છે.

પરાગ- તારી હિંમત કેવી રીતે થઈ આવો બકવાસ આરોપ મારી પર લગાવતા?

નમન- બકવાસ હા.... તું હજી ટીયાને મળે છેને? લેટ નાઈટ તું એને ઘર પર નથી બોલાવતો હા..?

આ સાંભળી રિની શોક સાથે પરાગ તરફ જોઈ છે.

પરાગ- શું વાહિયાત વાત કરે છે.. મેં એને ક્યારેય નથી બોલાવી..!

નમન- મેં મારી આંખોથી જોયું છે.. ટીયા તારા ઘરે જતી હતી...

પરાગને યાદ આવે છે કે તે દિવસે પ્રોજેક્ટ વાળી વાત કહેવા ટીયા તેના ઘરે આવી હતી અને નમન ઊંધુ સમજી બેઠો છે.

રિની- શું નમન સાચું કહી રહ્યો છે પરાગ?

પરાગ વિચારે છે કે રિનીને શું કહેવું?

પરાગ- હા, ટીયા મારા ઘરે આવી હતી.. પણ નમન અને તું જે સમજી રહ્યો છે તેવું બિલકુલ નથી...

રિની- તો પછી શું વાત છે?

પરાગ- મારી અને ટીયા વચ્ચે કંઈ જ નથી અને તને ખબર જ છે કે ટીયા કેવી છે તે..! હું ફક્ત તને જ લવ કરું છું.

રિની પરાગની વાત નથી માનતી અને નમનની વાત સાચી માની રડતી ત્યાંથી જતી રહે છે. પરાગ તેની પાછળ તેને મનાવવા જાય છે પણ રિની સાંભળતી નથી અને જતી રહે છે.

નમન ત્યાં આવે છે અને કહે છે, મેં તને કહ્યું હતું કે રિનીને દુ:ખી હું નહીં કરું અને થવા પણ નહીં દઉં..

પરાગ- રિનીની ચિંતા કરવાનું છોડી દે તું..

નમન- તું રિનીને લાયક નથી પરાગ..

પરાગને સખત ગુસ્સો આવે છે પણ તે કંટ્રોલ કરતાં કહે છે, નમન તું રિનીથી દૂર રહેજે અને એની ચિંતા કરવાનું છોડી દે કેન કે રિની ફક્ત મારી છે. આટલુ કહી પરાગ સીધો રિની પાછળ જાય છે. પરાગ રિનીને બૂમ પાડતો હોય છે પણ રિની ચાલ્યા જ કરતી હોય છે તે પરાગ તરફ જોતી પણ નથી. પરાગ ફટાફટ ચાલીને રિનીને પાછળથી પકડી લે છે.

રિની ગુસ્સામાં પરાગને કહે છે, શું છે પરાગ? મને આમ ના પકડશો..! છોડો મને..!

પરાગ- ના.. કોઈ દિવસ નહીં છોડુ...

રિની- પરાગ.. આજુબાજુ બધા જોઈ છે.. છોડો મને..!

પરાગ- હા તો જોવા દે.. મને કોઈ ફરક નહીં પડે..

રિની જોર કરીને પરાગને પાછળથી ધક્કો મારી તેની પકડ છોડી પરાગ સામે ઊભી રહી જાય છે.

રિની- શું છે આ ટીયાનું હવે?

પરાગ- હા.. એ મારા ઘરે આવી હતી પણ એ કામથી આવી હતી..

રિની- જે પણ હોય એ મને અત્યારે જ કહો...

પરાગ- રિની.. હું તને અત્યારે એ વાત ના કહી શકુ.. હા, પણ એ વાત તારી અને મારી બિલકુલ નથી.. ઓફિસને લગતી છે.

રિની- શું કહવું મારે હવે.. !

પરાગ- મેં તને કહ્યુંને કે ઓફિસની વાત હતી જે હું તને ના કહી શકુ...

રિની- એક વાત કહો.. હું તમને આઈ લવ યુ કહુ છુ તો ટીયા તમને શું કહે છે..?

પરાગ- રિની... મેં ક્યારેય તારાથી કોઈ વાત નથી છૂપાવી... આ વાત આપણા રિલેશનની નથી ઓફિસની છે એટલે તને નથી કહી શકતો..

રિની મોં ચડાવી ત્યાંથી જતી હોય છે કે પરાગ તેનો હાથ પકડી લે છે અને કહે છે, ચાલ તું આજે બધુ ક્લીયર કરી જ દઈએ...!

રિની- ક્યાં લઈ જાઓ છો મને?

પરાગ- તું ચાલને..

પરાગ રિનીને એક જગ્યા પર લઈ જાય છે જ્યાં નવા કલેક્શનનું શુટીંગ ચાલતું હોય છે.

પરાગ હાથ પકડી રિનીને ગાડીમાંથી ઊતારે છે અને અંદર લઈ જાય છે.

રિની- મારો હાથ છોડો પરાગ.. દુખે છે.

પરાગ સીધો તેને ટીયા પાસે લઈ જાય છે. પરાગ બધાને બહાર જવાનું કહે છે. જૈનિકા પણ ત્યાં જ હોય છે તે જોઈ છે કે પરાગ ગુસ્સામાં છે.

જૈનિકા- શું વાત છે પરાગ?

પરાગ- જૈનિકા.. સોરી પણ થોડી વાત કરવી હતી ટીયા સાથે.. ઇફ યુ ડોન્ટ માઈન્ડ..

જૈનિકા- ઓહ.. સ્યોર કેમ નહીં..!

જૈનિકા બધાને બહાર જવા કહે છે.

જૈનિકા થોડે દૂર ઊભી રહે છે. પરાગ, રિની અને ટીયા જ ત્યાં હોય છે.

પરાગ- ટીયા.. તે રાત્રે તું કેમ ઘરે આવી હોતી તે રિનીને કહી દે..

ટીયા- ઓકે... હું તે રાત્રે એક અગત્યની વાત કરવા પરાગના ઘરે ગઈ હતી... એ વાત બહાર થાય એમ નહોતી...

પરાગ- (ગુસ્સામાં) ટીયા... જે વાત કહેવાની કહી છે તે બોલ..

ટીયા- હા.. કહુ છુ્... ગુસ્સો ના કરીશ..


જૈનિકા પરાગ અને રિનીને સાથે જોઈ ખુશ થતી હોય છે. એક નવો ફોટોગ્રાફર ધીમે રહી જૈનિકાને આવીને પૂછે છે, પરાગ સર સાથે જે છોકરી છે તે પરાગની કોણ થાય છે?

જૈનિકા- પરાગ તેનો હાથ પકડીને આવ્યો તેના પરથી તને ખબર ના પડી કે કોણ છે તે? ધે આર ઈન લવ..!

ફોટોગ્રાફર આટલું જાણી ત્યાંથી જતો રહે છે અને ઓફિસના એક માણસ પાસે જાય છે અને રિનીનું નામ તે પૂછે છે. સામે એ માણસ બધુ કહી દે છે કે તે રિની છે, રાગિની દેસાઈ.. સરની આસ્સિટન્ટ છે.

ટીયા રિનીને બધુ કહે છે. પરાગ અને રિની સાથે ઊભા હોય છે તે ફોટોગ્રાફર ફોટો ક્લિક કરી લે છે અને ડાયરીમાં નામ સહિત બધુ લખી લે છે.

ટીયા તેને બધુ કહે છે કે આવી રીતે કોન્સેપ્ટ ચોરી થયો હતો તે પરાગને કહેવા ગઈ હતી, બીજુ કંઈ જ નહોતું..!

પરાગ રિનીનો હાથ પકડીને કહે છે, બસ આ વાત હતી..!

પરાગ અને રિની ત્યાંથી નીકળી કેફેમાં બેસવા જાય છે.

પરાગ- તો... તે મને સોરીના કહ્યું...?

રિની- ઓકે... આઈ એમ સોરી પરાગ..

પરાગ- હંહ... આવું સોરી..? મારો વાંક જ નહોતો તો પણ તે મારા પર શક કર્યો એ પણ પેલા નમનના કહેવા પર.. અને આવું સોરી?

રિની- તો બીજુ શું કરું?

પરાગ- તો પછી... મને એવું કહે કે પરાગ આઈ લવ યુ અને મારી પર તને ભરોસો છે એમ..

રિની- આ શું વાત થઈ? આ તો તમને ખબર જ છેને..!

પરાગ- હા, પણ મારે સાંભળવું છે..

રિની- પરાગ... આઈ લવ યુ...

રિની ધીમેથી બોલે છે એટલે પરાગ કહે છે, શું બોલી? મને સંભળાયું ના.. જરા જોરથી બોલ.

રિની- પરાગ તમને સંભળાયું છે.

પરાગ- કેફેમાં અવાજ થાય છે અને સોંગ પણ વાગે છે તો ના સંભળાયું...!

રિની- તો જોરથી કહુ?

પરાગ- હા.. મને બધા શબ્દો સંભળાવા જોઈએ..

રિની- પરાગ... આઈ લવ યુ એન્ડ આઈ ટ્રસ્ટ યુ.

પરાગ- હેં... આ શું હતું..? આવું બોલવાનું? કદાચ શરમ આવતી લાગે છે તને..!

રિની હવે અકળાઈ છે.. તે હાથ ટેબલ પર પછાડી ઊભી થાય છે અને કેફેના કાઉન્ટર પર જે બેઠો હોય છે તેને કહે છે, એક્સક્યૂઝ મી.. બે મિનિટ જરા સોંગ વગાડવાનું બંધ કરી દે..!

પરાગ- રિની તું શું કરે છે?

રિની- બધા બે મિનિટ અહીં ધ્યાન આપજો...

પરાગ- રિની તું શું કરે છે?

રિની પરાગ બાજુ ધ્યાન નથી આપતી અને બોલવાનું ચાલુ રાખે છે, આ જે મારી સામે જો હેન્ડસમ વ્યક્તિ બેઠા છે, પરાગ શાહ.... એમને હું બહુ જ લવ કરુ છુ અને મને એમની પર બહુ જ વિશ્વાસ છે..! થેન્ક યું મને બે મિનિટ સાંભળવા માટે... પ્લીઝ કન્ટીન્યુ.. કેફેમાં બધા તેમને તાલીથી વધાવી લે છે.

રિની- હવે બરાબર છેને?

પરાગ હસી પડે છે અને કહે છે, હવે બરાબર છે.

રિની- તો હસો છો કેમ?

પરાગ- કંઈ નહીં... તારામાં જે વાત છે તે બીજા કોઈમાં નથી..! એટલે તો હું તને પ્રેમ કરું છું

બંને થાડી વાર ત્યાં બેસી ઓફિસ જવા નીકળે છે.


ટીયાએ જે જાળ બિછાવી હતી પરાગ અને રિનીને અલગ કરવા માટેની એમાં તે પોતે જ ફસાય ગઈ છે. પરાગ અને રિનીતો અલગ ના થયા અને પોતે જ તેમના ભેગા થવાનું કારણ બની..! તેને શાલિનીની સચ્ચાઈ પણ પરાગને જણાવી દીધી જે તેને આગળ જઈને ભારે પડવાની હતી..!


સાંજે ઘરે જઈ પરાગ બેઠો હોય છે.. તે વિચારે છે કે હવે તેની અને રિનીની વચ્ચે કોઈ આવે એની પહેલા હું રિનીને મેરેજનું પ્રપોઝ કરી જ દઉં..! પરાગ દાદીને ફોન કરે છે અને બધી વાત કહે છે. દાદી તો મેરેજની વાત સાંભળી ખુશ થઈ જાય છે અને તેઓ તરત જ હા કહી દે છે. પરાગ તરત ગાડી લઈ રીંગ લેવા નીકળી જાય છે.

નમનને જાણ થાય છે કે પરાગે રિની સાથે ચીટિંગ નથી કરી અને પોતે જે કર્યુ તેની પર પસ્તાવો થાય છે સાથે રિનીએ તેને મોં પર ના કહી દીધુ તેના માટે તેને ઘણો ગુસ્સો આવે છે અને તે પોતાનો સામાન પેક કરી તેની દીદીને કહીને ત્યાંથી નીકળી જાય છે.


પરાગ રીંગ લઈને રિનીને ફોન કરે છે અને કહે છે, દસ મિનિટમાં તને લેવા આવું છું..

રિની- પણ અચાનક શું થયુ?

પરાગ- તું રેડી થઈ બહાર મારો વેઈટ કર.. મારે કામ છે. હવે વધારે સવાલ ના કરતી..!

રિની- હા.. ઓકે બાબા..

રિની તૈયાર થઈ સોસયટીના બહાર ઊભી હોય છે. પરાગ તેને લેવા આવે છે અને બંને એક જગ્યાએ જવા નીકળે છે.

રિની- આપણે ક્યાં જઈએ છે?

પરાગ- બસ પાંચ મિનિટ...

પરાગ એક ઘર પાસે જઈ તેની ગાડી ઊભી રાખે છે. રિની ગાડીમાંથી ઊતરે છે. સામે એક મોટું મકાન હોય છે, બંગલો કહો તો પણ ચાલે... જૂની સ્ટાઈલનો બંગલો હોય છે પણ હજી તે બંગલો સારી સ્થિતિમાં હોય છે. પરાગ રિનીનો હાથ પકડી તેને અંદર લઈ જાય છે.

રિની- પરાગ.. આ કોનું ઘર છે? અને આપણે અહીં કેમ આવ્યા છે.

પરાગ- આ મારી મમ્મીનું ઘર છે...

રિની- ઓહ... હજી સુધી આટલું સ્વચ્છ અનો સચાવાયેલું છે..!

પરાગ- હા... દર મહિને હું સાફ કરાવડાવું છું...!

ઘરમાં ઘણી એન્ટીક વસ્તુઓ હોય છે અને દરેક રૂમમાં સુંદર પેઈન્ટીંગ લગાવેલી હોય છે.

રિની- બધા જ પીસ ડેકોરેટીવ અને એન્ટીક છે અને સાથે પેઈન્ટીંગ પણ બહુ જ મસ્ત છે.

પરાગ- બધી પેઈન્ટીંગ મમ્મીએ બનાવી છે અને અમુક એન્ટીક પીસ પણ...!

રિની- ઓહ.. વાઉવ..!

પરાગ- મારે તને એક અગત્યની વાત કરવી હતી...

પરાગ રિનીને તેની એકદમ નજીક લઈ લે છે અને પોકેટમાંથી પરાગ રીંગનું બોક્સ કાઢી ખોલીને કહે છે, રિની વિલ યુ મેરી મી?

રિની તો પરાગને જોયા જ કરે છે....

પરાગ- રિની.... શું વિચારે છે?

રિની- હં... ના કંઈ નહીં...!

પરાગ- હું તને પ્રોમિસ કરું છુ કે હંમેશા તારી સાથે રહીશ અને તને પ્રોટેક્ટ કરીશ... ક્યારેય તારી પર કોઈ મુસીબત નહીં આવવા દઉં... બસ મારે તારો સાથ જોઈએ છે.

રિની કંઈ બોલતી નથી ફક્ત તેનો હાથ આગળ ધરી દે છે.


પરાગ અને રિનીની આ ખુશીઓને નજર લાગવાની છે તે વાતની તેઓને ખબર નથી કેમ કે ફોટોગ્રાફરે જે પરાગ અને રિનીના ફોટો ક્લિક કર્યા હતા તે તેણે ન્યૂઝપેપરની એજન્સીઓમાં છપાવવા માટે આપી દીધા હોય છે.



ટીયા બાદ હવે પરાગ અને રિનીના લાઈફમાં હવે કયું નવું તોફાન આવશે? જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૯